________________
૧૧૬
અમને શી ર લાગે ? એને ઉત્તર એ છે કે સ્વયં હિંસા કરવી, બીજા પાસે હિંસા કરાવવી અને હિંસકને ઉતેજન આપવું, એમાં તાત્વિક રીતે કેઈ તફાવત નથી. તમે રવય હિંસા ન કરો પણ તમારા નોકર, ચાકર કે આશ્રિતને એવી આજ્ઞા કરો કે તું મારા માટે અમુક પ્રાણીને મારી લાવ” તે એમાં ફેર શું પડેયો ? એ હિંસા તમારા નિમિત્તે જ થઈ. જો તમે એવી આજ્ઞા ન કરી હોત તે એ નેકર, એ ચાકર કે એ આશ્રિત પ્રાણીને ન મારત, એ નિશ્ચિત છે. અથવા તમે કસાઈને ત્યાંથી માંસ ખરીદી લાવો તે એણે જે હિંસા કરી તે કેના નિમિતે કરી ? જો તમે એને ત્યાંથી માંસ ખરીદતા ન હો તે એ પ્રાણીને મારે શા માટે? - અહીં એમ કહેવામાં આવે છે કે એ તે બધાને માટે હિંસા કરે છે, તો તમે પણ તેમાંના એક ભાગીદાર છે, એ કેમ ભૂલી જાઓ છે ? તાત્પર્ય કે માંસભક્ષણ કરનારા એક યા બીજા પ્રકારે નિર્દોષ પ્રાણીની ઘોર હિંસા માટે જવાબદાર છે, અને તેઓ એનાં કટુ ફળોમાંથી મુકત થઈ શકતા નથી. • - કેટલાક કહે છે કે “માંસભક્ષણમાં હિંસા રહેલી છે, તે વનસ્પતિ કે શાકભાજીનો આહાર કરવામાં હિંસા ક્યાં રહેલી નથી ? વાસ્તવમાં કોઈ પણ પ્રકારની હિંસા વિના ઉદરપૂતિ થવી અશક્ય છે, તેથી માંસભક્ષણને નિષેધ અમારા ગળે ઉતરતે નથી.” આ મહાનુભાવોએ જાણવું જોઈએ કે ‘બધી હિંસા સરખી હોતી નથી. તેમાં તરતમ ભાવે ઘણે ભેદ હોય છે, વનસ્પતિ કે શાકભાજીનું ભક્ષણ કરતાં કેટલીક હિંસા અવશ્ય થાય છે, પણ તે સામાન્ય પ્રકારની હોય છે. જ્યારે માંસભક્ષણ કરતાં પંચેન્દ્રિય પ્રાણુને વધ થવાનો પ્રસંગ આવે છે, અને તે હિંસા ઘેર છે, એટલે તેનો ત્યાગ કરવો ઉચિત છે. વળી કોઈ પણ પ્રકારની હિંસા વિના ઉદરપૂતિ થવી અશકય છે. એ વાત સાચી; પણ તે હિંસા