________________
૧૨૧
ભાગ જુગારી, ચાર અને રંડીબાજોનો બનેલું હોય છે, એટલે તેઓ સાથે મળીને ધર્મની નિંદા કરે છે. તેના અત્યુત્તમ અનુઠાને ઉપહાસ કરે છે અને આ જગતમાં મદિરાપાન જેવી બીજી કોઈ મોજ નથી એમ જાહેર કરવામાં અતિશય આનંદ પામે છે! -
આથી વધારે અધઃપતન બીજું કયું હોઈ શકે? તાત્પર્ય કે સુજ્ઞજનેએ આ વ્યસનથી સદંતર દૂર રહેવામાં જ શ્રેય છે. પ. પરસ્ત્રી સેવન
જે દારા કે સ્ત્રી વિવાહ સંબંધથી ૫રને સમર્પિત થયેલી છે, તેના પ્રેમમાં પડવું કે તેને સંગ કરવો તે પદારા ગમન કે પરસ્ત્રી સેવન કહેવાય છે, તેને નાદ એકવાર લાગ્યો કે છૂટો મુશ્કેલ થઈ પડે છે, તેની ગણના મહાવ્યસનમાં થયેલી છે. | સરખા કુળ અને આચારવાળી પણ અન્ય ગાત્રથી ઉત્પન્ન થએલી કન્યા સાથે વિવાહિત થવું, તેનાથી સંતુષ્ટ રહેવું અને બાકીની બધી સ્ત્રીઓને માતા ભગિની કે પુત્રીઓ સમ લેખવી એ ગૃહસ્થનું કર્તવ્ય મનાય છે.
અહીં કોઈ એમ કહે કે અમારે વિવાહ કે લગ્ન સંબંધથી ન જોડાવું હોય તો? લગ્ન એક જાતનું બંધન છે અને તે અમને પસંદ નથી.” તેને ઉત્તર એ છે કે જે પુરૂષ સંસાર સુખને અસાર સમયે હેય, અને તેથી બ્રહ્મચર્યની ભાવનાવાળો થયો હોય તે વિવાહ કે લગ્ન બંધનથી બંધાય એ ઈચ્છવા એગ્ય છે, પણ જેનું મન સંસાર સુખમાં લીન છે અને તેથી જે બ્રહ્મચર્ય પાળવા અને સમર્થ છે, તેણે તે ઉપર જણાવ્યું તેમ સરખા કુળ અને આચારવાળી પણ અન્ય ગેત્રથી ઉત્પન્ન થયેલી કન્યા સાથે વિવાહ કે લગ્ન સંબંધથી અવશ્ય જોડાવું જોઈએ લગ્ન એક બંધન છે, પણ તે પવિત્ર બંધન છે અને મનુષ્યની ભ્રમર ભેગી વૃત્તિને કાબૂમાં રાખ