________________
૧૮૪
૪ મૂળ સૂત્રો
દ્વારા
અપ થત રીતે સામા
છે
[૧] ઉત્તરાધ્યયન સુત્ર-એમાં કથા, દૃષ્ટાંતો અને વિવેચન દ્વારા જૈન ધર્મના સિદ્ધાને દર્શાવવામાં આવ્યા છે. બૌદ્ધ ગ્રંથમાં જે સ્થાન ધમ્મપદનું છે, તે જ સ્થાન જૈન શાસ્ત્રોમાં આ સૂત્રનું છે. તેના પર ઘણું વિસ્તૃત ટીકાઓ રચાયેલી છે.
(૨) આવશ્યક સુત્ર–એમાં સામાયિક, ચતુર્વિશતિરતવ વંદન, પ્રતિક્રમણ કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ આવશ્યકોને લગતા સૂત્રોને સંગ્રહ છે. એનું ટીકા સાહિત્ય ઘણું વિશાળ છે અને અનેક જાતની માહિતીથી ભરપુર છે.
(૩) દશવૈકાલિક સુત્ર-એમાં સાધુ જીવનની ચર્ચાનું વર્ણન છે. પ્રારંભમાં દરેક સાધુએ તેને કંથસ્થ કરવાનું હોય છે.
(૪) એઘિનિયુકિત એમાં સાધુઓના આચાર, વિચાર, વિધિ વગેરેનું વર્ણન છે. અહીં ભદ્રનિર્યુકિતની ગણના પણ થાય છે. - જૈનાગમોની ત્રણ વાચનાઓ થયેલી છે. તે આ પ્રમાણે
શ્રી. મહાવીર નિર્વાણ પછી તેમની છઠ્ઠી પાટે ચતુર્દશ પૂર્વધર શ્રી. ભદ્રબાહુસ્વામી આવ્યા. તેમના સમયમાં જૈનશ્રમણોની મુખ્ય વિહાર ભૂમિ સમા મધ્યપ્રદેશમાં એટલે બિહારમાં બાર વર્ષે ભયંકર દુષ્કાળ પડે. તેથી શ્રમણે દૂર દૂર ચાલ્યા ગયા. તેમાં કેટલાકે પર્વતની ગુફાઓને આશ્રય લીધો. કેટલાક નદીઓના તટપર ચાલ્યા ગયા. તે કેટલાકે અનશન પૂર્વક દેહનો ત્યાગ કર્યો, આ દુષ્કાળ પુરો થયા પછી શ્રમણે પાછા ફરવા લાગ્યા. ત્યારે જણાયું કે દુષ્કાળના સમયમાં સાધુને સ્વાધ્યાય બરાબર નહિ થઈ શકવાથી કેટલાક સૂત્રો તદ્દન ભૂલાઈ ગયાં હતાં. તે પરથી પાટલીપુત્રમાં (હાલના પાટણ શહેરમાં શ્રમણ સંઘને એકત્ર કરવામાં આવ્યો, અને બચેલું શ્રુત ભેગું કરવામાં આવ્યું તો અગિયાર અંગે બરાબર મળી આવ્યાં, પણ બારમું દષ્ટિવાદ