________________
૧૮૮
કૃતિઓ છે. કોશમાં અભિધાન ચિંતામણિ, અનેકાર્થનામમાલા, દેશીનામમાલા, શેષનામમાલા, નિઘંટુશેષ, શિલ છનામમાલા, ધનંજયનામમાલા, દેશીનામમાલા વગેરે વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
વ્યાકરણમાં જેનેન્દ્ર વ્યાકરણ, ભજવ્યાકરણ, મુષ્ટિવ્યાકરણ બુદ્ધિસાગર વ્યાકરણ, શબ્દાર્ણવ, સિદ્ધ સારસ્વત તથા સિદ્ધ હેમચન્દાનુશાસનની ખાસ પ્રસિદ્ધિ છે. તેમાં છેલ્લું વ્યાકરણ તે સમસ્ત જગતના ભાષાશાસ્ત્રીઓની પ્રશંસા પામ્યું છે. તેના પર ૮૪૦૦ લેકના બન્યાસ અને પ૩૦૦૦ શ્લોકને લઘુન્યાસ રચાયેલો છે. તથા બીજી નાની મોટી સંખ્યાબંધ વૃત્તિઓ થયેલી છે. છંદ શાસ્ત્રમાં શ્રી. હેમચન્દ્રાચાર્યનું છે જેનુશાસન શ્રી. રત્નશેખરને છંદકોશ, શ્રી. અમરચંદની છ રત્નાવલી, શ્રી. જયશેખરને છંદ શેખર ઘણું મહત્વની કૃતિઓ છે અને અલંકાર શાસ્ત્રમાં શ્રી. હેમચંદ્રાચાર્યનું કાવ્યાનુશાસન, વાગભટનો અલંકાર તિલક, શ્રી. નરેન્દ્રપ્રભને અલંકાર મહેદધિ, શ્રી. માણિક્યશેખરનો અલંકાર શેખર અને શ્રી. વિનયચંદની કવિશિક્ષા વગેરે પ્રમાણભૂત લેખાય છે, - તિ, ખગોળ, સંગીત, શિલ્પ અને વૈદક પર પણ જૈનાચાર્યોના જ્ઞાનનો પ્રકાશ પડયો છે. ભદ્રબાહુ, સંહિતા, જતિષ, કરંડક, આરંભસિદ્ધિ, નારચન્દ્ર વગેરે જ્યોતિષના બહુ મુલ્ય ગ્રંથો છે. પ્રાચીન ખગોળ-ભૂગોળમાં ક્ષેત્રસમસ અને નવીન ખોળમાં યંત્રરાજ સારી પ્રતિષ્ઠા ધરાવે છે. સંગીતસાર સંગીત વિષયની સુંદર કૃતિઓ છે, વાસ્તુસાર શિલ્પના વિષયની સુંદર કૃતિ છે અને........................વગેરે વૈદકની સુંદર કતિઓ છે.
અંગવિદ્યા અને નિમિત્ત શાસ્ત્ર પર પણ જૈનાચાર્યોએ સ્વતંત્ર ગ્રંથે રચ્યા છે.
ભાષાની દૃષ્ટિએ જોઈએ તે જૈનાચાર્યો પ્રાકૃતના પિતા છે, ગુજરાતી, કાનડી અપભ્રંશમાં અગ્રણી છે અને તામીલ ભાષાની