Book Title: Jain Ddharm Parichay Part 02
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Vanechandbhai Avichal Mehta
Catalog link: https://jainqq.org/explore/022955/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તે જૈન ધર્મ પરિચય ભાગ બીજે P TIMBળી પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. Liામ, લેખક : ધીરજલાલ ટોકરશી શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ પરિચય ભાગ બીજો પ્રેરક : પૂજ્ય આચાર્યદેવશ્રી , વિજયમસૂરીશ્વરજી મ. સા. આમુખઃ ન્યા. વ્યા. કા. તીર્થ. શ્રી પૂર્ણાનંદાવજયજી મહારાજ (કુમારશ્રમણ) લેખકઃ સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટેકરશી શાહ પ્રકાશકઃ વનેચંદભાઇ અવિચલ મહેતા - પહેલી આવૃત્તિ નકલ : ૧૨૫૦. - મૂલ્ય: અમૂલ્ય સંવત ૨૦૧૮.. શ્રાવણ સુદ છે શ્રી નેમિનાથ જન્મ કલ્યાણક વિક Page #3 -------------------------------------------------------------------------- ________________ એ બેલ જૈન ધર્મ પરિચય એ સુભાષિત નામથી જ આ પુસ્તકના “ વિષયને સમજી શકાશે. - જગતના નવે તમાં સર્વ સાર રૂ૫ એક મેક્ષતત્ત્વ છે. તેની પ્રાપ્તિ જૈન ધર્મની આરાધના વિના કદાપિ કાલે થતી નથી. તેથી જૈન ધર્મને જીવનમાં ઉતારવા પહેલાં તેનું જ્ઞાન કરવું તેને સમજ તે અત્યાવશ્યક છે. જૈન ધર્મના જ્ઞાન માટે ગણધર ભગવંતાદિનાં રચેલાં અનેક આગમસૂત્રે છે. અને તેમાંનાં ઘણાં આજે ઉપલબ્ધ પણ છે. પરંતુ આગમ વિગેરે અર્ધમાગધિ આદિ ભાષામાં હાઈ બાલ છે તેનું જ્ઞાન કરી શકે નહીં. અને તેથી ઈષ્ટ સિદ્ધિ સાધી શકે નહીં. આવા બાલજીવોને જૈન ધર્મનો પરિચય કરાવવા માટે જૈન ધર્મના મૌલિક વિષયોને સમજાવતું એક પુસ્તક ગુજરાતી ભાષામાં હેય તે તે બહુ ઉપયોગી થઈ પડે. પૂજય આચાર્યદેવશ્રીએ આ માટે સાંગે પાંગ લેજના કરી આ પુસ્તકને મૂર્ત સ્વરૂપ આપવા નિર્ધાર કર્યો. અને તે પુસ્તકની દ્રવ્ય સહાયતા માટે પૂજ્ય શ્રી લબ્ધિવિજયજી મ. ની પ્રેરણાથી “સહાયક નામાવલિ પણ તૈયાર થઈ ગઈ. પુસ્તક તૈયાર કરવાનું કાર્ય પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહને સેંપવામાં આવ્યું. સર્વ સામગ્રી તૈયાર થતાં આ પુસ્તકને પહેલે ભાગ સંવત ૨૦૧૪માં છપાવવામાં આવ્યો હતો. ત્યારપછી બીજા ભાગનું પણ મેટર તૈયાર થઈ ગયું હતું. પરંતુ પ્રેસ Page #4 -------------------------------------------------------------------------- ________________ દિની અનુકુળતાના અભાવે બીજો ભાગ છપાવવામાં વિલંબ થયો. પૂજ્ય આચાર્ય દેવ વિગેરે સંવત ૨૦૧૭ માં અમદાવાદ ઉજમફઈની ધર્મશાળામાં ચાતુર્માસ હતા. મારે પણ ત્યાં અવારનવાર જવાનું બનતું. તે વખતે પૂ. લધિવિજજી મ. સાહેબે કહ્યું કે “જૈન ધર્મ પરિચય ભાગ ૨” છપાવો છે. આ કાર્ય તમને સોંપવામાં આવે છે. - પૂજ્ય આચાર્ય મહારાજ આદિની સંમતિથી તે કાર્ય મેં લીધું. અને આજે આ પુસ્તક આપના હાથમાં આપતાં આનંદ થાય છે. અમને જણાવતાં ખૂબ હર્ષ થાય છે કે આ બીજા ભાગનું મેટર અક્ષરે અક્ષર પૂજ્યપાદ વિર્ય પંન્યાસજીશ્રી ધુરંધરવિજયજી ગણિવરે તપાસી અને સુધારી આપ્યું છે. આ પુસ્તક પ્રકાશનમાં દ્રવ્યની સહાય આપનાર દાનવીને તથા “શ્રી અમરીષ પ્રિન્ટીંગ પ્રેસ” ને આભાર માનો તે અસ્થાને નહીં ગણાય. પ્રેસષથી કે પૂફરીડીંગમાં દષ્ટિદેષથી રહેલ ભૂલેને સુધારી પાઠકે વાંચે એવી આશા સાથે વિરમું છું. લી. રસિકલાલ શાન્તિલાલ મહેતા પ્રાધ્યાપક. શ્રી સરસ્વતીબેન જૈન પાઠશાળા અને શ્રી જેને પ્રાપ્ય વિદ્યા ભવન અમદાવાદ. Page #5 -------------------------------------------------------------------------- ________________ नमो नमः श्री प्रभुधर्मसूरये - આમુખ જૈન ધર્મ પરિચયને આ બીજો ભાગ છે. જેમની અસીમ કૃપાથી આ પુસ્તકનું આમુખ લખવા પ્રેરાયો છું. તે પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજીને વન્દન કરી હું આજે લેખનકાર્યના મંગળ માર્ગે પ્રસ્થાન કરું છું. આજે જેમ ભૌતિકવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે, તેમ કેલેજમાં ભણતા વિદ્યાથીને, ભણું ચુકેલા ઓફીસર પ્રોફેસરને તેમજ શ્રીમંતને પણ જૈન ધર્મનું રહસ્ય જાણવાની ઉત્કંઠા ખૂબ વધી છે. એનું જ આ પરિણામ છે કે જુદાજુદા લેખકે દ્વારા સુન્દર અને સરળ ભાષામાં જૈન ધર્મને સમજાવતાં પુસ્તકો પ્રકટ થયા છે. અને થતાં જાય છે, તેમાંનું આ એક સફળ પ્રકાશન છે. એક બાજુ આ પુસ્તકના લેખક શતાવધાની સિદ્ધિ હસ્ત ભાઈ ધીરજલાલ ટોકરશી શાહ છે જેમનું આખું જીવન જ્ઞાનમય અને લેખનમય રહ્યું છે. ત્યારે બીજી બાજુ આવા પુસ્તકને પ્રકાશિત કરાવવાની પ્રબલ ભાવના રાખનાર, અને જૈન પંડિતોને સક્રિય પ્રોત્સાહન આપી તેમની કલાને ખીલવનાર છેઃ- આચાર્ય ભગવંત, સમ, શમ, અને શ્રમ પ્રધાન, દયાળુવચ્ચે શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ, Page #6 -------------------------------------------------------------------------- ________________ જેઓએ બાલ્યવયમાં દીક્ષા લીધી અને ગુરૂ સાન્નિધ્યમાં રહી જ્ઞાન ક્રિયાના સંસ્કારાથી પેાતાના ચારિત્ર જીવનને ધન્ય તેમજ સુવાસિત બનાવ્યું. અને જે પાટણના જૈન સંઘ સમસ્તદ્વારા આચાર્ય પદ પ્રતિષ્ઠિત થયા. તે આચાર્યશ્રીના મુંબઇના ચાતુર્માસ દરમ્યાન આયું લેાકભાગ્ય સાહિત્ય પ્રકાશિત કરવાની અને કરાવવાની યેાજના ઘડાઈ. અને આ પુસ્તક તૈયાર થયું. જૈન ધર્મની વિશિષ્ટ પ્રક્રિયાને સમજાવતું આ પુસ્તક આદરણીય અને પુનઃ પુનઃ પનીય છે. પ્રથમ પ્રકરણમાં તર્ક, અનુભવ અને આગમદ્દારા આત્માની સિદ્ધિ ખૂબ સારી રીતે સમજાવવામાં આવી છે. આત્માને નહી માનનારા વર્ગ માટે આખુ એ પ્રકરણ અત્યંત ઉપકારી નીવડશે. ખીજા પ્રકરણમાં યેાગ સાધનાના અંગ ઉપાંગેાનું સુન્દર વિવેચન છે. આ પ્રકરણ વાંચ્યા પછી જૈન યાગની નિષ્કલકતા અને ઉત્કૃષ્ટતા પેાતાની મેળે સમજાઇ જશે. ત્રીજા પ્રકરણમાં અહિંસાદેવીનું વર્ણન છે, જે ખાસ વાંચવા લાયક તેમજ પેાતાના આત્માને અહિંસક બનાવી સશકત બનવાની પ્રબલ પ્રેરણા આપશે. ચેાથુ` પ્રકરણ જેમાં દાનનું વર્ણન છે. શાસ્ત્રીય પદ્ધતિએ એના ભેદો પાડી ખૂબ સરળ ભાષામાં સમજાવી. જીવમાત્રને અભયદાન જ્ઞાનદાન, ઉપભ્રંભદાન અને અનુકંપાદાનમાં પ્રેરિત કરે છે. લેખક સાથે શાસ્ત્રો પણ સમ્મત થાય છે કે કીર્તિદાન તેમજ અદલાબદલીનું દાન નિરક છે. પાંચમું પ્રકરણ શીળ, શિયળ, બ્રહ્મચર્ય નામનું છે. જે પ્રકરણ વ્યક્તિમાત્રને પોતપોતાની મર્યાદા સમાવે છે, ઈન્દ્રિયોની ગુલામી Page #7 -------------------------------------------------------------------------- ________________ અને મનના પરાધીનતા શિયળ પાલનમાં કેવાં વિઘો ઉભાં કરે છે, તે સહજ સમજી શકાય છે. સાધુસાધીઓની માફક ગૃહસ્થને પણ આજે નવવાડો પાલવાની અગત્યતા પણ આ પ્રકરણ બતાવી આપે છે. છઠું પ્રકરણ “તપ” છે, જે જૈન શાસનનું ઉત્કૃષ્ટતમ અંગ છે.. આત્માને પોતાનું ચરમલક્ષ્ય પ્રાપ્ત કરાવનાર આ તપ છે. જેના સાન્નિધ્યમાં અષ્ટ સિદ્ધિ અને નવ નિધાન પ્રાપ્ત થાય છે. બાહ્ય અને અબૂતર ભેદો દ્વારા આ તપ પ્રકરણને લેખકે ખૂબ વિકસાવ્યું છે. અને એના વિકાસ પરથી જ જૈન શાસનમાન્ય અને જૈનેતરશાસન માન્ય તપમાં સ્પષ્ટ તારવતા દેખાઈ આવે છે સાતમું પ્રકરણ ભાવ' નામનું છે. મોક્ષરૂપી મહેલમ પ્રવેશ કરવા માટે દાન, શિયળ, તપ અને ભાવ નામે ચાર દરવાજા છે, તેમાં પણ ભાવની મુખ્યતા છે. કારણ કે ભાવ શબ્દ પુલિંગ છે. જ્યારે દાન, શિયળ અને ત૫ શબ્દો નપુંસકલિંગે છે જે ટાલામાં પુરૂષ (પુલિંગ) નથી તે ટોલું તમને કાશી કેવી રીતે પહોંચાડશે ? માટેજ ભાવયુકત થોડું પણ દાન. શિયળ અને તપ ફળદાયી છે. આઠમું પ્રકરણ “પંચાચાર” નું છે. ગુજરાતી ભાષામાં જેને અથાણું કહેવાય છે તેને જે રાષ્ટ્રિયભાષામાં “આચારે કહે છે, બગડેલી રસોઈ, શાક વિગેરેને જેમ કેરી, લીંબુને આચાર (અથાણું) સ્વાદિષ્ટ બનાવે છે તેવી જ રીતે અધઃપતનના માર્ગો તેમજ કામ, ધ અને લેભના માર્ગે ગયેલ જીવમાત્રને મોક્ષ માર્ગે લાવવા માટે પંચાચારની ખાસ જરૂર છે. નવમું પ્રકરણ સપ્ત વ્યસન ત્યાગ'નામનું છે. વ્યસનને સંસ્કૃતમાં દુઃખ કહે છે, જેનાથી કુલમર્યાદા અને સંસ્કૃતિ મર્યાદાને કલંક લાગે અને છતી શક્તિએ તેમજ છલે સાધને આત્મા આ ભવ, પર Page #8 -------------------------------------------------------------------------- ________________ સત્રમાં અનંત દુઃખાના ભેાતા ને, તેવા વ્યસને ત્યાગ કરવાની કાશિ કરવી. દશમું પ્રકરણ ‘જિન ભકિત' છે. જે ખાસ વાંચવાલાયક છે. કારણ કે જિન ક્રિત જે મનુષ્ય જીવનમાં સારભૂત છે. અગીઆરસૢ પ્રકણું ષડાવશ્યક’ છે, આ પ્રકરણ સક્ષિપ્તમાં પશુ સામાયિક ચતુર્વિજ્ઞતિસ્તત્ર, ગુવન, પ્રતિક્રમણ, કાર્યાત્મ અને પ્રત્યાખ્યાનના ગૂઢાર્થાને મુતાવી સાધકને આત્મકલ્યાણના માર્ગે પ્રેરણા આપે છે બારમું પ્રકરણ ‘જ્ઞાન’ નામનું છે. પાંચ જ્ઞાન તેમજ તેમના પેટા વિભાગે। જાણવા માટે આ પ્રકરણ અભ્યાસીએ વાંચવાનું છે. ખાસ તેરમું પ્રકરણ ‘શરીર ઇન્દ્રિયા અને મન નામનું છે.’ જૈન તત્ત્વજ્ઞાનમાં શરીર ખ઼ન્દ્રિય અને મનની રચનાનું જ્ઞાન વિજ્ઞાન અત્યંત જાણવાલાયક છે ચૌદમું પ્રકરણ ‘શાસ્ત્રો અને સાહિત્યને નામે છે. જેમાં દ્વાદશાંગી ઉપાંગ છેદ સૂત્રા તથા મૂલ સુત્રા વગેરેના નામે તથા સંક્ષિપ્ત પરિચય ઠીક ટ્રીક જાણવા મળે છે. એકંદર આ પુસ્તક બાલવાને તથા જૈન તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુએ માટે અત્યંત ઉપયાગી છે છેવટે આવા સુન્દરતમ સાહિત્યના પ્રબલ પ્રેરક આચાય દેશશ્રીને ખૂબ ખૂબ વન્દન કરી વિરમું છું. ન્યા. વ્યા. કા. તી મુનિ પૂર્ણાનવિજય (કુમારશ્રમણુ) જૈન મરચન્ટ સેાસાયટી, અમદાવાદ-૭, ૨૦ ષાડ વિદ ૮ મંગળવાર. Page #9 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પરમ પૂજ્યપાદ વધમાનતપાદિ અનેક સંસ્થા સ્થાપક સક્લિાભિરૂચી આગમપ્રજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભકિતસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય રત્ન ૫. પૂ. પંન્યાસજી મહારાજશ્રી સુબોધવિજયજી ગણિવયના શિષ્યરત્ન, મુનિરાજ શ્રી લબ્દિવિજયજી મહારાજના સદુપદેશથી સહાયકેના | શુભ નામ શ્રી મહિપતરાય વ્રજલાલ શાહ મુંબઈ . રૂા. ૧૦૦૦ શ્રી પાટી જૈન સંધ મુંબઈ રૂા. ૨૦૧ શ્રી સાગર ઉપાશ્રય શ્રી સંધ પાટણ રૂા. ૧૦૧ શ્રી વી. એ. મહેતા મુંબઈ રૂા. ૧૦૧ શ્રી ચમનલાલ વાડીલાલ ઝવેરી મુંબઈ ર. ૫૧ શ્રી વડેચા નથુચંદ મગનચંદ સમી રૂા. ૫૧ શ્રી વારૈયા મફતલાલ ન્યાલચંદ સમી - રૂા. ૫૧ શ્રી ચુનીલાલ લલ્લુભાઈ રૂા. ૫૧ શ્રી બાબુલાલ ચતુરદાસ , - રૂા. ૫૧ શ્રી રતીલાલ એ ખાચંદ કનીજ તા. સમી રૂા. ૫૧ પ. પૂ. સ્વ. પંન્યાસજી મહારાજ શ્રી સુમતિવિજયજી ગણિવર્યના શિષ્ય રત્ન તપમૂર્તિ મુનિરાજ શ્રી સુભદ્રવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી ઉમતા જૈન સંઘ ઉમતા રૂ. ૧૨૫ શ્રી શાંતિનગર. જૈન સંઘ અમદાવાદ રૂ. ૧૦૦ શ્રી કડા જૈન સંઘ કડા રૂા. ૫૧ શ્રી જૈન સંઘ થરા રૂા. ૩૧ શ્રી જૈન સંઘ દેણપ રૂા. ૨૫ ( ) Page #10 --------------------------------------------------------------------------  Page #11 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાઃ સં. ૧૯૫૭ મહાવદ ૧૦ જન્મ : સં. ૧૯૩૦ આસા સુદ ૮-સમી સ્વ, આચાર્ય મહારાજશ્રી વિજયભકિતસૂરીશ્વરજી મહારાજ સાહેબ www સ્વર્ગગમન સં. ૨૦૧૫ પોષ સુદ ૩ શંખેશ્વર મહાતીર્થ પન્યાસપઃ સે. ૧૯૭પ અષાડ સુદ ૫ આચાય પદ્મઃ ૧૯૯૨ વશાખ સુદ ૪ ખેલાતાણા Page #12 -------------------------------------------------------------------------- ________________ સમ પણ જેમણે પેલાં સુચારુ ધર્મબીજના પરિણામરૂપે આ પુસ્તકની ચેજના પાંગરી અને વિકાસ પામી આયંબીલ વર્ધમાન ખાતાના વિશેષ પ્રચારક કિયારુચિ-શ્રદ્ધા-અનુષ્ઠાનના પ્રબળ પ્રેરક જૈનાચાર્ય શ્રીમદ્ ૧૦૦૮ શ્રી વિજયભકિતસૂરીશ્વરજી મહારાજ (સમીવાળા)ને આ પુસ્તક સાદર સેલ્લાસ સમર્પિત કરી કૃતાર્થ થ છે એ છીએ. વિનીત Page #13 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ પ્રકરણ વિષય પહેલું આત્માનો વિકાસક્રમ યોગ સાધના અહિંસા બીજું ત્રીજું ચોથું પાંચમું દાન શીલ ત૫ સાતમું પૃષ્ટ સંખ્ય. ૧ થી ૨૦ ૨૧ થી ૪૪ ૪૫ થી ૫૯ ૬૦ થી ૭૧ ૭ર થી ૮૨ ૮૩ થી ૯૬ ૯૭ થી ૧૦૩ ૧૦૪ થી ૧૧૦ ૧૧૧ થી ૧૨૭ ૧૨૮ થી ૧૩૭ ૧૩૮ થી ૧૫૪ ૧૫૫ થી ૧૬૨ ૧૬૩ થી ૧૭૫ ૧૭૬ થી ભાવ પંચાચાર સપ્ત વ્યસન ત્યાગ જિન ભકિત આઠમું નવમું દશમું અગીઆરમું બારમું તેરમું : ઉડાવથક : જ્ઞાન શરીર, ઇન્દ્રિો અને મન શાસ્ત્રો અને સાહિત્ય ચૌદમું ૧૮૯ Page #14 -------------------------------------------------------------------------- ________________ સર્વે નમઃ પ્રકરણ પહેલું આત્માને વિકાસક્રમ મૂળ ન હોય તે શાખા ફૂટતી નથી. કુ ન હોય તે. હવાડામાં પાણી આવતું નથી. તે જ રીતે આત્મા ન હોય તે તેનો વિકાસક્રમ સંભવ નથી, તેથી આત્મા છે કે નહિ ? તેને વિચાર પ્રથમ કરીએ. કેટલાક કહે છે કે આ જગતમાં આત્મા જેવી કોઈ વસ્તુ નથી, કારણ કે તે બીજી વસ્તુઓની જેમ નજરે દેખાતો નથી. પણ આ દલીલ જરાય ટકે તેવી નથી. મુંબઈમાં રહેલા મનુષ્યને અમદાવાદ નજરે દેખાતું નથી, તેમજ અમદાવાદમાં રહેલા મનુષ્યને મુંબઈ નજરે દેખાતું નથી, તેથી શું એમ કહી શકાય કે અમદાવાદ અને મુંબઈ નામનાં શહેરે અસ્તિત્વમાં જ નથી? વળી આપણા વડદાદાના વડદાદાને આપણે નજરે કયાં જોયા છે? છતાં ખાતરીથી કહીએ છીએ કે અમારા વડદાદાના વડદાદા જરૂર હતા, અન્યથા અમારું અસ્તિત્વ જ કેવી રીતે હોત ? તાત્પર્ય કે જે વસ્તુ કે પદાર્થ નજરે દેખાતા ન હોય, પણ તેમનું કાર્ય દેખાતું હોય તેનું અસ્તિત્વ માનવું જ રહ્યું. એક બે વધુ દાખલાથી આ વસ્તુને વધારે સ્પષ્ટ કરીશું. વાયું નજરે દેખાતો નથી, પણ વૃક્ષની ડાળે કે પાંદડાં Page #15 -------------------------------------------------------------------------- ________________ હાલવા લાગે, પહેરેલાં વસ્ત્રો ઊંચા નીચા થાય કે શરીરને અમુક પ્રકારને સ્પર્શી થવા માંડે તે આપણે તરત જ કહીએ છીએ કે વાયુ વાઇ રહ્યો છે. તે જ રીતે વિદ્યુત શક્તિ નજરે દેખાતી નથી, પણુ સ્વીચ દાખીએ કે દીવા થાય, પંખા ફરવા લાગે કે ગાડી વગેરે દોડવા લાગે તે આપણે છીએ કે વિદ્યુત્ શક્તિને પ્રવાહ વહી રહ્યો છે. નજરે દેખાતે નથી, પણ રેડિયા ચાલુ કરતાં દૂર થઈ રહેલાં ગાનતાન કે વાર્તા વિનેાદની તરત જ કહીએ તે જ રીતે ઇશ્વર હજારો માઈલ સ્વરશ્રેણીએ તરતજ આપણા કણુ પટલ પર અથડાય છે, તેથી આપણે નિશ્ચયપૂર્વક કહી શકીએ છીએ કે આકાશમાં ઇશ્વર વ્યાપી રહેલા છે. અને તેના માધ્યમ ( Mediam ) દ્વારા જ સ્વરશ્રેણીએ પહેાંચે છે. આ આપણા સુધો તેમજ છે. તે આત્માનું પણ નજરે દેખાતા નથી, પણ તેનામાં રહેલી અરૂપી હોવાથી ચૈતન્ય શકિતનાં સવેદન વગેરે જે જે કાર્યો નિશ્ચયપૂર્વક કહી શકીએ કે કુરણને લીધે હલન ચલન, લાગણીનુ થતાં જોવાય છે, તેથી આપણે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે. અહીં... એ વસ્તુની સ્પષ્ટતા કરવી આવશ્યક લેખાશે કે યંત્ર અથવા બળ (Foree) દ્વારા જડ પદાર્થાનું પણ હલન ચલન થાય છે, પરંતુ તે જીવંત પ્રાણીઓની જેમ ઈચ્છાપૂર્ણાંકનુ હતુ નથી, મેટરમાં પેટ્રોલ પૂરવાથી અને તે ગરમ થવાથી ૫ ત્રા ચાલવા લાગે છે. અને તેથી ગતિ પેદા થાય છે, પણ તે મેટર ઇચ્છાપૂર્વક. હાલી ચાલી શકતી નથી. એ તા ચલાવનારા જેમ જેમ ચલાવે છે, તેમજ ચાલે છે. એક યાંત્રિક રમકડાને ચાવી આપી હોય તે તે અમુક ડગલાં ભરે અમુક રીતે દોડી જાય છે પણ એક બાળક કે કુરકુરિયાની જેમ સ્વૈરવિહાર છે Page #16 -------------------------------------------------------------------------- ________________ કરી શકતું નથી. એક ચાકડા પર માટીનો પીંડ ચડાવ્યો હોય અને તે યંત્ર બળે ચાલતો હોય તો તેમાંથી એક જ પ્રકારનાં વાસણે ઉતરી શકે પણ કુંભારથી ચાલતા ચાકડાની માફક વિવિધ પ્રકારનાં વાસણ ઉતરી શકે નહિ, કારણ કે તેનામાં ઈચ્છાનું તત્ત્વ નથી. - એક ટેબલ કે ભીંતને થપાટ મારવામાં આવે તો લાગણીનું કઈ સંવેદન જણાતું નથી, પણ એક મનુષ્યને થપાટ મારવામાં આવે તો તરત જ તે ઉશ્કેરાઈ જશે, બડબડવા લાગશે, રેવા માંડશે કે સામને કરવા તત્પર થશે. તેજ રીતે વાછડા કે વછેરાને પંપાળવામાં આવે તે ખુશ મિજાજમાં જણાશે અને લાકડી વગેરેને પ્રહાર કરવામાં આવે તે તરત જ બરાડશે કે સામને કરવા તૈયાર થઈ જશે. તાત્પર્ય કે ઇચ્છા પૂર્વકનાં હલન ચલન તથા લાગણનાં સંવેદન વગેરે કાર્યોથી આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એ નિશ્ચય આપણે કરી શકીએ છીએ. - કેટલાક કહે છે કે આ જગતમાં જડ અને ચૈતન્ય યુકત એમ બે પ્રકારના પદાર્થો સ્પષ્ટ જોવાય છે, એટલે તેમાં કઈ વિવાદને સ્થાન નથી, પણ ચૈતન્યવાળા પદાર્થમાં જે રમૈતન્ય દેખાય છે, તે પૃથ્વી આદિ પંચભૂતના સમુદાયથી ઉત્પન્ન થએલી એક પ્રકારની શક્તિ છે. અર્થાત જીવ કે આત્મા નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. જ્યારે પંચભૂતના સમુદાયમાંથી આ ચૈતન્ય શકિત ચાલી જાય છે, ત્યારે આપણે - મૃત્યુ થયું કે મરણ નીપજયું એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. આ માન્યતાને અંગે તેઓ એવા નિર્ણય પર આવ્યા છે કે – यावज्जीवं सुखं जीवेजं कृत्वा धृतं पिबेत् । - મમતાએ શિ , . પુનાવાલન ? A Page #17 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી જીવવું ત્યાં સુધી સુખપૂર્વક જીવવું અર્થાત બને તેટલા મોજશેખ અને એશ આરામ કરી લેવા. કદાચ એવા મેજશોખ અને એશ આરામ કરવા જેટલું દ્રવ્ય પાસે ન હોય તે બીજાની પાસેથી ઉછીનું લઈને પણ તે અવશ્ય કરવા, કારણ કે આ દેહ બળીને ખાખ થઈ ગયા પછી, પાછા આવવાનો નથી. પરંતુ ભારતના કોઈ પણ આસ્તિક દર્શને આ મતને માન્ય રાખ્યો નથી અને જૈન મહર્ષિઓએ તેનું નિરસન કરવાને જ અસ્થિ કિો” “જીવ–આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એ સિદ્ધાંત સ્થાપિત કર્યો છે. આજે વૈજ્ઞાનિકે કે ભૌતિકવાદીઓ તરફથી ગુણાત્મક પરિવર્તનનો સિદ્ધાંત આગળ ધરવામાં આવે છે, તે ભારતના ચાર્વાકે કે નાસ્તિકાના મતને જ મળતે છે, એટલે જરા પણ ઉત્તેજનને પાત્ર નથી. અહીં એ છે કે જેઓ પૃથ્વી આદિ પંચભૂતોના સમુદાયથી ચૈતન્ય શકિત ઉત્પન્ન થવાનું જાહેર કરે છે, તેમાંના કેઈએ પંચભૂતોના સમુદાયથી કે વિશિષ્ટ પ્રકારનાં સજનથી ચૈતન્યની ઉત્પતિ કરી બતાવી નથી. તેમજ જે વૈજ્ઞાનિક કે ભૌતિકવાદીઓ ગુણાત્મક પરિવર્તનનો સિદ્ધાન્ત આગળ ધરે છે, તેમણે હજી સુધી એની કઈ ફર્મ્યુલા એટલે બનાવટની વિધિ પ્રકટ કરી નથી કે તેના આધારે ગાય, ભેંસ, હાથી, ઘોડા, વાનર, મનુષ્ય વગેરે ચૈતન્યયુક્ત પ્રાણીઓની રચના કરી બતાવી નથી. એટલું જ નહિ પણ તેઓ આ જીવંત પ્રાણુનું કઈ પણ અંગ સજીવ બનાવી શક્યા નથી, એ દર્શાવી આપે છે કે તેમણે કપેલો સિદ્ધાંત ગધેડાના શીંગડા જે કલ્પિત છે. ” જે પંચભૂતના સમુદાયથી જ ચર્ચા શદિત ઉત્પન્ન થતી Page #18 -------------------------------------------------------------------------- ________________ હેય તે મડદામાં એ પાંચે ભૂતો કાયમ છે, છતાં કેમ તે કંઈ પણ જોઈ-જાણી શકતું નથી ? વળી પંચભૂતના સમુદાયથી જ જે ચેતન્યશકિત પેદા થતા હેય તે તે કારખાનામાંથી ઉત્પન્ન થતા તેલ, સાબુ, રબર, કચકડા કે પ્લાસ્ટીકની માફક એક જ પ્રકારની હોવી જોઈએ અને તેથી બધા પ્રાણીઓમાં જોવા-જાણવાની શકિત સમાન જ હોવી જોઈએ, પણું તેમનામાં તે શકિત ઓછી વતી જણાય છે, તેથી ચૈતન્ય શકિત પંચભૂતના સમુદાયની બનાવટ કરી શકતી નથી કદાચ એમ કહેવામાં આવે કે પુગલના પ્રમાણમાં જાણવાની શકિત હોય છે, તો જાડો માણસ ખૂબ જ્ઞાની હે જોઈએ અને પાતળે માણસ અલ્પ જ્ઞાની હે જોઈએ, પણ આ જગતમાં કેટલાક જાડા માણસે બેવકૂફ જણાય છે અને કેટલાક પાતળા માણસે પોતાના જ્ઞાન માટે ભારે ખ્યાતિ પામેલા અવલેકાય છે, એટલે પુગલના પ્રમાણમાં જ્ઞાન શકિતને સિદ્ધાન્ત પણ ટકી શકતા નથી. આપણે નિદ્રામાં હેઈએ કે કઈ સ્વપ્નને અનુભવ કરતા હેઇએ ત્યારે પણ “હું જાણું છું ' એ અનુભવ થાય છે, એટલે જાણનારે જુદો હે જોઈએ એ વાત નિશ્ચિત છે. વળી આ જગતમાં પ્રાચીન કાળથી આજ સુધી કેટલાક બાળકે એવા જોવામાં આવ્યા છે કે તેઓ પોતાના પૂર્વભવના માતા પિતા, ભાઈ ભગિનીઓ, સગાં વહાલાં કે સંબંધીઓને ઓળખી કાઢે તથા તેમના નિવાસસ્થાન વગેરેને બરાબર પત્તો આપે. ભારતવર્ષમાં હેમ રૂલની ચળવળને વેગ આપનારા તથા થિએસોફીના સિદ્ધાન્તને આગળ ધપાવનારા મીસીસ એની બેસન્ટ Page #19 -------------------------------------------------------------------------- ________________ આ વિષયમાં Reincarnation એટલે પુનર્જન્મને લગતું એક પુસ્તક લખ્યું છે, તેમાં આવા અનેક દાખલાઓ આપેલા છે અને ભારત વર્ષના અનેક વિમાન પત્રોમાં પણ આજ પર્યત આવા દાખલાઓ પ્રકટ થતા રહ્યા છે. તેથી એમ માનવું જ ઉચિત છે કે તમામ જીવંત વસ્તુઓમાં જીવ કે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે. ' જે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે તે કેવડે છે? તે પણું જાણવું જ જોઈએ. કેટલાક કહે છે કે આત્મા તે અણુ પરિમાણવાળા છે એટલે અણુ જેવો માને છે અને હૃદયકમળમાં રહે છે, પણ આપણે રેજના અનુભવ બતાવી આપે છે કે સુખદુઃખનો અનુભવ માત્ર હૃદયમાં જ થતો નથી, પણ શરીરનાં પ્રત્યેક અંગપાંગમાં થાય છે. અહીં કોઈ એમ કહે કે વાળ અથવા નખ કાપતાં દુઃખ થતું નથી, તે તેનું કારણ એ છે કે તે શરીરના અંગે પાંગમાં ઉગવા છતાં આંગળ વધીને ચેતનરહિત થયેલા હેય છે, તેથી તેને કાપતાં દુઃખ થતું નથી. પણ કેઇ વાળ ખેંચે કે જીવતે નખ કપાય તે કેવી વેદના થાય છે! કેટલાક એમ માને છે કે આત્મા તે મહત પરિમાણવાળે છે, એટલે સકલ વિશ્વ કે સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપી રહેલો છે, પણ વસ્તુ સ્થિતિ એવી જ હોય તે બધાને સુખ–દુઃખને અનુભવ -સમાન જ થવો જોઈએ, પણ તેમ થતું નથી, અર્થાત દરેક જીવંત પ્રાણ સુખદુઃખને ભિન્ન ભિન્ન અનુભવ કરે છે. તેથી આત્મા મહત પરિમાણવાળો પણ કરી શકતો નથી. આ સંજોગોમાં એમ માનવું જ ઉચિત છે કે આત્મા દેહ પરિણમી છે, એટલે જે ધારણ કર્યો હોય તેમાં પૂરેપૂરે વ્યાપીને રહે છે. કેટલાક કહે છે કે “યત સત સ ” જે સત Page #20 -------------------------------------------------------------------------- ________________ છે તે ક્ષણિક છે અને આત્મા પણ સત્ છે, એટલે તે ક્ષણિક છે. એવી સાબીતિમાં તેઓ જણાવે છે કે આત્મા ક્ષણે ક્ષણે જુદા જ્ઞાન રૂપે જાય છે. જો તે ક્ષણિક ન હોય તેા આવું કેમ બને? આ ક્ષણિકવાદીઓને ભ્રમ ટાળવા માટે જ જૈન મહષિ એ બીજો સિદ્ધાન્ત એવા સ્થાપિત કર્યો છે કે ‘તદ નિા' ‘તે આત્મા નિત્ય છે.' આ અહીં વિચારવાનું એ છે કે જો આત્મા ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા હાય તા એક ક્ષણે જે આત્માએ સારું કે ખાટુ' કર્મ કર્યું.. તેનું ફળ કાણ ભાગવે? દોષ કરનારા એક આત્મા અને તેનું મૂળ ભાગવનારા ખીજો આત્મા એમ કેમ બને ? વળી વર્તમાનકાળે આત્માને સુખ દુઃખનું જે સંવેદન થાય છે. તે શેના લીધે થાય છે? જે ક કર્યાં વગર જ તેને સુખ-દુ:ખનું સંવેદન થતુ હોય તા કાર્યકારણના સિદ્ધાન્ત બાધિત થાય અને તેથી અવ્યવસ્થા દોષ ઉત્પન્ન થાય અને કર્મના લીધે જ તેને સુખદુઃખનું સ ંવેદન થતું હોય તો કર્મીના ધન કાળે આત્મા મોદ હતા. અને માનવું જ પડે. આત્માને ક્ષણિક માનતાં ભવની પરંપરા ઘટી શકતી નથી. એટલે પુ જન્મના સિદ્ધાન્તને અપલાપ થાય છે. અને એ તા પ્રમાણસિદ્ધ વસ્તુ છે. આત્માને ક્ષણિક માનતાં મેક્ષ પણ સંભવતા નથી. કારણ કે પ્રયત્ન એક આત્મા કરે અને તેનું ફળ બીજા આત્માને મળે તે પ્રેમ બની શકે? અથવા કરેલા પુરુષાર્થનું મૂળ પાતાને મળવાનુ ન ઢાય પણ ખીજાને મળવાન હોય તો એ જાતના પુરુષા કાણુ કરે? વળી બાળવયમાં થયેલા અનુભવ યુવાવસ્થામાં સ્મૃતિમાં રહેલા Page #21 -------------------------------------------------------------------------- ________________ જેવાય છે અને યુવાવસ્થામાં થયેલ અનુભવ વૃદ્ધાવસ્થામાં સ્મૃતિમાં રહેલે જવાય છે. જે આત્મા નિત્ય ન હોય તે આ બધું કેમ બની શકે? માટે આત્મા નિત્ય છે અને તેથી જ તેને કર્મબંધ તથા કર્મમાંથી મુકિત સંભવે છે. અહી એ નેધ પણ કરવી જોઈએ કે આત્મા હન્યમાન એવા શરીરમાં રહેવા છતાં કોઈ પણ શસ્ત્રથી છેદા–ભેદા નથી. અગ્નિથી બળતો નથી, પાણુથી ભીંજાતો નથી કે વાયુથી શોષાત નથી. તાત્પર્ય કે તે અકસ્માત કે આઘાતના ગમે તેવા સંગમાં પણ પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી શકે છે, કેટલાક કહે છે કે આત્મા કર્મને કર્તા નથી, કારણ કે એમ માનીએ તે કર્મ એ આત્માને ધર્મ કરે છે. વળી આત્મા તે અસંગ છે. અને સત્ત્વ, રજસ, અને તમસ ગુણની પ્રકૃતિએ જ કર્મને બંધ કરે છે. તે ઉપરાંત ઈશ્વર છવને કર્મ કરવાની પ્રેરણું કરે છે. તેથી આત્મા કર્મો કર્તા કરી શકતા નથી. આ કારણે આંત્માને કર્મથી છૂટા કરવાનો પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. આ મતનું નિરસન કરવા માટે જ જૈન મહર્ષિઓએ ત્રીજે સિદ્ધાન્ત એવો સ્થાપિત કર્યો છે કે “ પુનપા' “તે આત્મા સારાં ખાટાં કર્મને કર્તા છે.” અહીં વિચારવાનું એ છે કે કમને ચેતનની પ્રેરણું ન હોય તે કાંઈ જડ કર્મ સ્વતઃ કર્મને કર્તા થઈ શકતાં નથી, કારણ કે પ્રેરણું રૂપ પ્રવૃત્તિ ચેતનમાં જ છે. વળી આત્મા કર્મ કરવાનું ન ધારે તે થઈ શકતાં નથી, એથી કર્મ એ જીવને સ્વભાવ નથી પણું કાર્ય છે. તેમજ આત્મા પોતાના સ્વભાવે અસંગ છે, તે પણ તેને Page #22 -------------------------------------------------------------------------- ________________ અનાદિકાળના કર્મના સબધ હોવાથી સબંધ રૂપ પરભાવે કેવળ અસંગ નથી; અને જે તે કેવળ અસંગ હોત તે અત્માની પ્રતીતિ પહેલેથી જ હાત પણ તેમ ન હેાવાથી તેને અનેક પ્રકારની શંકા થયા કરે છે. ઉપરાંત ઈશ્વરને કનેા કર્તા કહેવા ચેાગ્ય નથી, કારણ કે ઇશ્વર તેને જ કહેવાય કે જે શુદ્ધ સ્વભાવ વાળા હોય પણ કર્મના ત્વથી તે પરભાવવાળા ઠરે છે અને તેમ થતાં તેનું શુદ્ધ સ્વરૂપ ટકી શકતુ નથી. આથી એમ માનવું જ ચેાગ્ય છે કે આત્મા પેાતાના જ્ઞાનાદિ સ્વભાવ રૂપ ભાનમાં હોય છે ત્યારે સ્વભાવને કર્તા છે અને જ્યારે પેાતાના સ્વભાવથી વિમુખ થઇ પરભાવમાં રમે છે, ત્યારે કા કર્તા છે. કેટલાક કહે છે કે આત્મા કનેા કર્યાં ભલે હાય પણ તે ક ફળને ભેાકતા હોય તેમ સભવતું નથી. કારણુકે કર્મો જડ છે, એથી તેનાં ફળ આપવાનું તે કાંથી સમજી શકે ? સિદ્ધાન્તની અયેાગ્યતા પ્રકટ કરવા માટે જ જૈન મહિષ આએ ચોથા સિદ્ધાન્ત એવા સ્થાપિત કર્યો છે કે ‘ મોત્તા ચ (ઘુન્નાવાળ) ' • તે સારાં ખાટાં ક્રુ ફળને બાકતા છે.’ . અહીં વિચારવાનું એ છે કે જો પાપ કરનારને તેનું ખૂં મૂળ અને પુણ્ય કરનારને તેનું સારું ફળ પ્રાપ્ત થતું ન હોય તા પાપના પરિહાર અને પુણ્યનું ઉપાર્જન કરે કાણુ? વળી વાવે તેવું લણે અને કરે તેવુ પામે ' એવા આપણા રાજના અનુભવ નથી શું? તેમજ ઝેર કે અમૃત પેાતાના સ્વભાવને જાણતા નથી, એટલે શું તે પેાતાનું કાર્ય કરતા નથી? તાત્પર્ય કે તેના ઉપયાગ કરનારને તે તે પ્રશ્નારનું ફળ મળે જ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ કેટલાક કહે છે કે આત્મા કર્મ કર્તા અને કર્મ ફળને ભોકતા ભલે હેય પણ તેને મોક્ષ થાય એ સંભવિત નથી, કારણ કે અનાદિકાલ થયાં તેનામાં કર્મો કરવા રૂપી દેષ રહેલે છે અને વર્તમાન કાળે પણ તે વિદ્યમાન છે, એટલે શુભ કર્મ કરવાથી મનુષ્ય તથા દેવની ગતિ મેળવે અને અશુભ કમી કરવાથી તિર્યંચ તથા નરકની ગતિ મેળવે પણ તે સર્વથા કર્મરહિત થઈ શકે નહિ. એટલે તેને મેક્ષ સંભવી શકે નહિ. આ માન્યતાનું નિરસન કરવા માટે જ જૈન મહર્ષિઓએ પાંચમે સિદ્ધાન્ત એવો રસ્થાપિત કર્યો છે કે “અતિજ પુર્વ નિજાપાં? “નિર્વાણ એટલે મોક્ષ-મુકિત કે સિદ્ધિ અવશ્ય છે.' અહીં વિચારવાનું એ છે કે ખાણમાંથી નીકળેલા સેનાને માટી સાથે અનાદિકાલથી સંબંધ હોય છે. એટલે તે માટીથી સર્વર્યા છૂટું પડી શુદ્ધ સુવર્ણ રૂપે પ્રકાશી શકતું નથી શું ? આ એજ પ્રમાણે આત્મા અનાદિ કાલથી કર્મસંયુક્ત હેવા છતાં પરષાર્થના ગે કર્મથી સર્વથા રહિત થઈ શકે છે. અને પિતાના શુદ્ધ સ્વરૂપે પ્રકાશી શકે છે. વળી શેકેલાં બીજ જેમ ફરીને ઉગી શકતાં નથી. તેમ દગ્ધ થઈ ગયેલાં કર્મો તેના ફળરૂપે ભવસંતતિ ઉત્પન્ન કરી શકતાં નથી. એથી આત્માનું નિર્વાણ-આત્માને મેક્ષ સંભવે છે. કેટલાક કહે કે આત્મા છે, તે નિત્ય છે, કર્મ કર્તા છે. કર્મફળને ભોક્તા છે અને તેને મેક્ષ છે એ વાતનો સ્વીકાર કરીએ પણ તેને કઈ અસરકારક ઉપાય વિદ્યમાન હોય તેમ જણાતું નથી. જ્યાં કર્મો ઘણાં અને આયુષ્ય ઘેડું, ત્યાં તેને સંપૂર્ણ છેદ શી રીતે થઈ શકે? આ ખોટા ખ્યાલને ઉચ્છેદ કરવા માટે જ જેન મહ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ષિઓએ ઠ્ઠો સિદ્ધાન્ત એવા સ્થાપિત કર્યો છે કે ‘તદુવાઓ અસ્થિ” તે મેાક્ષના ઉપાય છે.x અહીં’ વિચારવાનું એ છે કે કર્માં ઘણાં અને આયુષ્ય થાડુ તેથી શું થયું? શું નાનકડુ શસ્ત્ર માટી વસ્તુઓ છેદ કરી શકતું નથી ? શું પોચું જણાતું પાણી કિઠનમાં કઠિન ખડકાને તોડી પાડતું નથી? શું નાનશે। દીવા મહાન્ અંધકારના નાશ કરતા નથી? કર્મ કરતાં આત્માની શક્તિ અનંત ગણી વધારે છે, એટલે તે પેાતાની શક્તિ બરાબર ફારવે તા એક જ ભવમાં, એક જ વર્ષોમાં, અરે! એક માસ, એક જ પક્ષ, એ જ દિવસ કે એક જ અત માં પણ તે પોતાનાં કર્મોના સપૂર્ણ છેદ કરી મેાક્ષમાં જવાની ચેાગ્યતા પેદા કરી શકે છે. જીવનભર ચેારી કે લુંટફાટ કરનારા, નિર્દયપણે પશુ–પ ખી અને મનુષ્યની હત્યા કરનારા, તેમજ જુગાર, દારૂ અને વિષયસેવનમાં જ મસ્ત રહેનારા પણ પેાતાના પાપોને અંત:કરણથી ઉગ્ન પશ્ચાત્તાપ કરવાને લીધે તેમજ સન્માર્ગે ચાલવાને લીધે તે જ ભવમાં મેાક્ષસુખના અધિકારીઓ થયા છે, તે જેઓ ન્યાય—નીતિના પૃથે ચાલે છે, તેમજ જ્ઞાનીએએ બતાવેલા સન્માનું સમ્યગ્ સ્થાનાની પ્રરૂપણા કરનારી આખી ગાથા નીચે × છ સિદ્ધાંતા કે છ મુજબ છેઃ— अत्थि जिओ तह निच्चा, कत्ता भोत्ता य पुन्नपावाण' । अत्थि धुवं निव्वाणं, तदुवाओ तदुवाओ अत्थि छठ्ठाणे ॥ મેાક્ષ માર્ગોની શ્રદ્ધા ટકાવનારાં છ સ્થાન છે. તે આ પ્રમાણે : જીવ આત્મા છે, તે નિત્ય છે, પુણ્ય પાપ એટલે સારાં ખાટાં કર્માના કર્તા છે, તે સારાં ખાટાં ક્રમ ફળના બાકતા છે, તેનુ નિર્વાણુ અવશ્ય છે અને તે નિર્વાણુના ઉપાય પણ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ 'અનુસરણ કરે છે. તે મેક્ષના અધિકારી કેમ ન થઈ શકે ? તાત્પર્ય મેક્ષ ને ઉપાય વિદ્યમાન છે, એથી દરેક સુજ્ઞ પુરૂષે આત્મ વિકાસ સાધી મોક્ષપ્રાપ્તિ માટે તત્પર રહેવું જોઈએ. હવે આત્માને વિકાસ કયા ક્રમે થાય છે. તે પર દષ્ટિપાત કરીએ તે માટે જેન મહર્ષિઓએ ચૌદ ગુણસ્થાનની પ્રરૂપણા કરેલી છે. ગુણુ શબ્દથી આત્માની જ્ઞાન દર્શન, ચારિત્ર આદિ શકિત અને સ્થાન શબ્દથી તેના વડે પ્રાપ્ત થતી ભૂમિકા કે અવસ્થા સમજવાની છે. તાત્પર્ય કે આત્મા પિતાની જ્ઞાનાદિ શક્તિ વડે જે વિકાસ સાધે છે, તેને દર્શાવનારી ભૂમિકા કે અવસ્થાનું નામ ગુણસ્થાન છે. આત્માના વિકાસ અને પતનની અવસ્થાઓ અસંખ્ય સંભવે છે, એટલે ગુણસ્થાને પણ અસંખ્ય સંભવે, પરંતુ મુમુક્ષુઓને તેને વિશદ બંધ થવા માટે જૈન મહર્ષિઓએ આ તમામ અવસ્થાઓનું ચૌદ ભાગમાં વર્ગીકરણ કર્યું છે, તેથી જેન શાસ્ત્રોમાં ચોદ ગુણસ્થાનની જ પ્રસિદ્ધિ છે. તેમાં પ્રથમ આત્માની અવિકસિત દશા બતાવવામાં આવી છે પછી વિકાસની ભૂમિકાઓ દર્શાવવામાં આવી છે અને છેવટે વિકાસની ચરમ સીમાને સ્પર્શવામાં આવી છે. એટલે તેને આત્માનો વિકાસક્રમ કહીએ તે જરાય ખેટું નથી. પ્રથમ ગુણસ્થાનને મિથ્યાદષ્ટિ ગુણસ્થાન કહેવામાં આવ્યું છે, કારણ કે પ્રારંભમાં દરેક આત્મા ગાઢ રાગ દ્વેષવાળો હોઈ મિથ્યાષ્ટિથી– મિથ્યાત્વથી યુકત હોય છે. અહીં રહેલા આત્માઓ આધ્યાત્મિક ઉન્નતિથી વિમુખ હે તાત્ત્વિક સુખને અનુભવ કરી શકતા નથી. જૈન ધર્મ આત્માઓના બે પ્રકાર માને છે; એક ભવ્ય અને બીજા અભવ્યું. તેમાં ભવ્ય આત્માઓ આ ગુણસ્થાનથી આગળ વધી સમ્યકત્વને સ્પર્શ કરી ક્રમશઃ વિકાસ સાધતાં Page #26 -------------------------------------------------------------------------- ________________ એક કાળે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે અને અભિવ્ય આત્માઓ સદાય આ ગુણસ્થાને જ રહે છે, એટલે તેઓ આગળ વધીને સમ્યકત્વને સ્પર્શી શકતા નથી અને તે કારણે કઈ પણ કાળે મેક્ષમાં જઈ શકતા નથી. જેન મહર્ષિઓએ સમ્યકત્વથી રહિત આત્માને સમ્યગ જ્ઞાન માન્યું નથી; સમ્યગૂ જ્ઞાનથી રહિત આત્માને સમ્યફચારિત્ર માન્યું નથી; અને સમ્યફ ચારિત્રથી રહિતને મોક્ષ માન્ય નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા અધ્યયનમાં કહ્યું છે કે – नादंसणिस्स नाण, नाणेण विणा न हुति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥३०॥ અદર્શનીને એટલે સમ્યકત્વ રહિતને જ્ઞાન-સમ્યગજ્ઞાન ન હોય, (સમ્યગુ) જ્ઞાન વિના (સમ્યફ) ચારિત્રને ગુણે ન હોય અને (સમ્યફ) ચારિત્રના ગુણે વિના મેક્ષ ન હેય. જેને મોક્ષ નથી તેનું નિર્વાણ નથી. (આમ તો મોક્ષ અને નિર્વાણુ શબ્દ પર્યાયવાચી છે, પણ અહીં મેક્ષ શબ્દ કર્મક્ષયના અર્થમાં અને નિવાણું શબ્દ મુકિતની પ્રાપ્તિ એટલે છેવટના છુટકારાના અર્થમાં વપરાથેલે છે.) જૈન તના પરમ સંગ્રાહક શ્રી ઉમાસ્વાતિ વાચકે શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રના પ્રારંભમાં જણાવ્યું છે કે હાનિપાન-રાજાજ ક્ષાબા – સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે, તેમાં પણ આ જ અર્થ રહેલ છે. તાત્પર્ય કે અભવ્ય આત્માઓ સભ્યમ્ દર્શનને સ્પર્શ શતા નથી એટલે સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રથી વંચિત જ રહે છે અને તેથી કોઈ કાળે મોક્ષ પામી શકતા નથી. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ બીજ ગુણસ્થાનને સાસ્વાદન સમ્યગૂદષ્ટિ ગુણસ્થાન કહેવામાં આવે છે. અહીં સ નો અર્થ સહિત, આને અર્થ કિંચિત અને વન ને અર્થ રવાદ છે, એટલે જેની સમ્યમ્ દષ્ટિ કિંચિત સ્વાદ સહિત છે, એવા આત્માની અવસ્થા વિશેષ તે સાસ્વાદન સમ્યગદષ્ટિ ગુણસ્થાન એમ સમજવાનું છે. સમ્યકત્વને સ્પર્શી ચૂકેલે આત્મા ઊંચા ગુણસ્થાન પરથી પડતું હોય અને ગંતવ્ય ગુણસ્થાન (પ્રથમ ગુણસ્થાન) સુધી પહોંચ્યો ન હોય ત્યાંસુધીની અંતરાલ અવસ્થામાં તે સમ્યકત્વના કંઈક સ્વાદવાળો હોય છે. ત્યારે તેને આ અવસ્થા પ્રાપ્ત થાય છે. આ અવસ્થા વક્ષ પરથી પડેલા પણ ભૂમિ સુધી નહિ પહોંચેલા ફલ જેવી છે. અહીં એ વસ્તુની સ્પષ્ટતા કરી લઈએ કે એકવાર સમ્યકત્વને સ્પશી ચૂકેલા આત્માનું સગવશાત પતન થાય છે અને આવું એકવાર નહિ, પણ અનેકવાર બને છે, તેથી જ સમ્યકત્વનું સંરક્ષણ કરવા માટે જન મહર્ષિઓએ વિવિધ પ્રકારે ઉપદેશ આપ્યા છે. ત્રીજા અને ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ સમજવાથી આ ગુણસ્થાન બરાબર સમજાશે. - ત્રીજા ગુણસ્થાનને સમ્યગૂમિથ્યાદષ્ટિ ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે એ અવસ્થામાં આત્મા કંઈક સમ્યકત્વના પરિણામવાળો અને કંઈક મિથ્યાત્વના પરિણામવાળો હોય છે. અથવા નાળીએરીના બેટવાળા મનુષ્યને જેમ અન્ન ઉપર ચિ પણ હોતી નથી અને અરુચિ પણ હેતી નથીતેમ આ ગુણસ્થાને રહેલા આત્માને સમ્યફ કે મિયા ઉપર સચિ કે અરુચિ હેતી નથી. પહેલા ગુણસ્થાનથી ચડતો કે ચાથા ગુણસ્થાનથી પડતો આત્મા આ ગુણસ્થાને આવે છે. ચેથા ગુણસ્થાન ને અવિરત સમ્યગુષ્ટિ ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિ Page #28 -------------------------------------------------------------------------- ________________ કરણના યોગે તે સમ્યકત્વને સ્પશેલે હોય છેપણ વિલાસની ખામીને લીધે વિરત એટલે સંયમી બનેલું હેત નથી. અહીં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણે કરણને અર્થ બરાબર સમજવા જે છે. પર્વત પરથી તૂટેલે પાષાણનો એક ટૂકડે જેમ નદીના પ્રવાહમાં ઘસડાતે ધસડાતો લીસો અને ગોળ બની જાય છે, તેમ અનાદિ કાળથી સંસારના પ્રવાહમાં ઘસડાતો આત્મા અકામ નિર્જરાને લીધે એટલે અનેક પ્રકારનાં શારીરિક અને માનસિક સંવેદને અજાણપણે સહન કરવાને લીધે કર્મની કંઈક લઘુતાવાળો થાય છે, ત્યારે તેણે યથાપ્રવૃત્તિકરણ કર્યું કહેવાય છે. આ સ્થિતિ પ્રાપ્ત થયે જે તે શુભ ભાવ અને વીર્યને ઉલ્લાસ અમુક અંશે વધારે તે તે વધેલા ઉલ્લાસના બળે રાગ અને દ્વેષની નિબિડ ગ્રંથીને છેદ કરે છે, તેને અપૂર્વકરણ કર્યું કહેવાય છે. પછી તે વિકાસગામી આત્મા દર્શનમેહ પર વિજય મેળવ્યા વિના પાછો ફરતે નથી, અર્થાત્ દર્શનમેહ પર વિજય મેળવીને સમ્યગ્દર્શનસમ્યત્વની પ્રાપ્તિ કરે છે, ત્યારે અનિવૃત્તિકરણ કર્યું કહેવાય છે. આમ ત્રણ કરણના ગે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનમાં રહેલે આત્મા ચેાથે ગુણસ્થાને આવે છે અને સમ્યગ્દર્શન અર્થાત તવાર્થ શ્રદ્ધાનના બળે આત્મવિકાસ કે આધ્યાત્મિક પ્રગતિની અભિમુખ થાય છે. અભવ્ય આત્માઓ ઉપર જણાવેલી રાગદ્વેષની નિબિડગ્રંથીની સમીપે આવે છે, શુભભાવ અને વીર્યને ઉલ્લાસ નહિ કેળવી શકવાથી તેને છેદ કરી શકતા નથી તેઓ ત્યાંથી જ પાછા ફરી, જાય છે એટલે તેમને સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. * * પાંચમા ગુણસ્થાનને વિરતાવિરત ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે સમ્યકત્વને પામેલે આત્મા આ ગુણસ્થાને આવે છે, Page #29 -------------------------------------------------------------------------- ________________ ત્યારે અમુક અંશે વિરત હેય છે અને બાકીના અંશમાં અવિરત હોય છે. આ ગુણસ્થાનને દેશવિરતિ (અમુક અંશે હિંસાદિ પાપની ભૂલથી વિરતિ ધારણ કરનાર), સંયતાસંયત (અમુક અંશે સંયત અને અમુક અંશે અસંયત) કે વતાવતી (અમુક અંશે વ્રતી ને અમુક અંશે અત્રતી) પણ કહેવામાં આવે છે. વ્રતધારી શ્રાવકે આ ગુણસ્થાને છે. છઠ્ઠા ગુણસ્થાનને પ્રમત્ત સંયત ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે અહીં રહેલે આત્મા વિરતાવિરત ગુણસ્થાનમાંથી આગળ વધીને સર્વવિરતિવાળો એટલે સાધુ બને છે, પણ અમુક અંશે પ્રમાદયુકત હોય છે. અહીં પ્રમાદને અર્થ વિસ્મરણ–બ્રાતિ વગેરે સમજવાને છે. સાતમા ગુણસ્થાનને અપ્રમત્ત-સંયત-ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે આ ગુણસ્થાને રહેલે આત્મા સંયત પણ હેય છે. અને અપ્રમત્ત પણ હોય છે. અહીં એ સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે આ ગુણસ્થાનમાં રહેલે આત્મા જરા પણ પ્રમાદવાળા થયે કે તે છઠ્ઠા ગુણસ્થાને આવી પહોંચે છે અને પ્રમાદ રહિત થયે કે પાછે સાતમા ગુણસ્થાને આવી જાય છે. આવું પરિવર્તન સામાન્ય રીતે લાંબે કાળ ચાલ્યા કરે છે. આઠમા ગુણસ્થાનને નિવૃત્તિ બાદર ગુણરથાન કહેવામાં આવે છે. અહીં નિવૃત્તિ શબ્દ વ્યાવૃત્તિ એટલે અધ્યવસાયની તરતમતા અને બાદર શબ્દ સ્થૂલ કષાયના અર્થમાં છે, એટલે અપ્રમત્તાવસ્થામાં રહેલે સર્વવિરતિ આત્મા જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયોના (મલિન આત્મિક ભાવના) ભૂલ સ્વશપને અમુક અંશે ત્યાગ કરે છે, ત્યારે આ ગુણસ્થાને આવેલે Page #30 -------------------------------------------------------------------------- ________________ અહિંથી શ્રેણિને આરંભ થાય છે નવમા ગુણસ્થાનને અનિવૃત્તિ બાદર ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે ત્યાં રહેલો અપ્રમત્ત સંયતાત્મા સ્થૂલ કષાયમાંથી ઘણે અંશે નિવૃત્ત થયો હોય છે પણ સર્વથા નિવૃત્ત થયેલો હતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ અવસ્થાને પ્રાપ્ત થનારે વિકાસે—ખી આત્મા કષાયને પરાજિત કરવા માટે તીવ્ર યુદ્ધ ખેલી રહ્યો હોય છે. અને તેમાં મહદ્ અંશે સફળતા પ્રાપ્ત કરે છે. દશમા ગુણસ્થાનને સૂક્ષ્મપરાય ગુણસ્થાન કહેવામાં આવે છે. કારણ કે ત્યાં રહેલે આત્મા સ્થૂલ કક્ષાએથી સર્વથા નિવૃત્તિ પામે હોય છે. પણ સૂક્ષ્મ સંપરાય એટલે સૂક્ષ્મ કષાયથી યુકત હોય છે. અહીં એ સ્પષ્ટતા કરવી ઉચિત ગણાશે કે સૂક્ષ્મ કલાએમાં પણ ક્રોધ, માન અને માયાને તે નવમા ગુણસ્થાનના અંત સુધીમાં સર્વથા નાશ થયેલો હોય છે, પણ લેભ અમુક અંશે રહેલા હોય છે. અગિયારમા ગુણસ્થાનને ઉપશાંત મોહ ગુણથાન કહેવામાં આવે છે, કારણ કે ત્યાં રહેલા આત્માને મેહ ઉપશાંત થાય છેઉપશમ પામે છે. પણ સર્વથા ક્ષીણ થતો નથી- ક્ષય પામતે નથી. . ઉપશમ અને ક્ષયનાં તફાવત સમજવા માટે પાણીમાં રહેલા કચરાનું દષ્ટાને ઉપયુકત છે. પાણીમાં રહેલો કચરે નીચે બેસી જાય તે તેને ઉપશમ થયો ગણાય અને જે તે સર્વથા દૂર થાય તે તેને ક્ષય થયો ગણાય. ઉપશમમાં નિમિત્ત મળતાં ફરી મલિનતા થવાને ભય રહે છે, જ્યારે ક્ષયમાં તેવો સંભવ હેતે નથી. અહીં મેહ શબ્દથી મેહનીય કર્મની સર્વ પ્રકૃતિ સમજવાની છે કે જેની સંખ્યા ૨૮ પ્રકારની છે.* 1 x તેની ગણના આ પ્રકારે થાય છે. ૧૬ કષાય, ૯નેકષાય Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ બારમા ગુણસ્થાનને ક્ષીણમાહ ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે ત્યાં આવેલા આત્માને મેાહ એટલે તેનું મેાહનીય કર્મ સથા ક્ષય પામેલું હોય છે, તેથીજ ત્યાં આત્મા સર્વાંગે વીતરાગ હોય છે. પરંતુ હજી અહીં જ્ઞાનાવરણ દનાવરણ અને અંતરાય કર્મ, એ ત્રણ ઘાતી કર્મ ઉદયમાં હોવાથી તે આત્મા સન, સદી અને અનત વીર્ય સંપન્ન નથી હોતા. તેરમા ગુણુસ્થાનને સયેાગી કેવલી ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે આ અવસ્થાને પામેલા આત્મા માહનીય કર્મ વગેરે ચાર ઘાતીકના ક્ષયથી કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને વીતરાગતા અને અનંત વીયને પામેલા હાય છે, પણ તેમને મને યાગ, વચનયેાગ અને કાયયેાગ એટલે મન-વચન-કાયાની પ્રવૃત્તિ ચાલુ હોય છે. અરિહતા અને કેવળજ્ઞાનીએ આ ગુણસ્થાને રહેલા મનાય છે. ચૌદમા ગુણસ્થાનને અયેાગી કેવલી ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે આ અવસ્થાએ રહેલે કેવળજ્ઞાની આત્મા મન, વચન અને કાયાના યાગને નિરોધ કરી યાગ રહિત બનેલા હોય છે અને શેષ ચાર કર્મોના નાશ કરી સર્વથા કરહિત બને છે. આ ચૌદ ગુણસ્થાને પૈકી પહેલુ, બીજુ અને ત્રીજી ગુણુ ૩ અન્ય, તેમાં ક્રોધ, માન, માયા અને લેાભ એ ચાર કષાયના અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને સ ંજવલન એમ ચાર ચાર પ્રકારો તે ૧૬ કષાય, હાસ્ય, રતિ, અંતિ, ભય, શાક, જુગુપ્સા, પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ ૯ નાકષાય અને મિથ્યાત્વ માહનીય, મિશ્રમે હતીય અને સમ્યકત્વમેાહનીય ૩ અન્ય આમાંના પ્રથમ પચીશને ચારિત્રમેહનીય અને પાછળના ત્રણને સમ્યક્ત્વ મેહનીયના પ્રકારો ગણવામાં આવે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સ્થાન આત્માની અવિકસિત સ્થિતિ સૂચવે છે અને બાકીના ગુણસ્થાને વિકસિત સ્થિતિ સૂચવે છે. અગિયારમા ગુણસ્થાન સુધી પતન થવાનો અવકાશ રહે છે. પણ બારમું ગુણસ્થાન પ્રાપ્ત કરનાર તેરમું અને ચૌદમું ગુણસ્થાન અવશ્ય પ્રાપ્ત કરે છે, એટલે બારમા ગુણસ્થાનથી પતનનો સંભવ રહેતું નથી. આ ગુણસ્થાનનું કાલમાન નીચે પ્રમાણે મનાય છે. ૧ ગુ. અભવ્ય આત્માઓ માટે અનાદિ-અનંત અને ભવ્ય આત્મા ઓ માટે અનાદિ સાંત અને સાદિ સાંત. ૨ ગુ. દ આવલિકા. ૩ ગુ. ૧ અંતમુહૂર્ત.+ ૪ ગુ. ૬૬ સાલગરેપમથી કંઈક અધિક ક કાલના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગને સમય કહેવામાં આવે છે. આવા અસંખ્યાત સમો ભેગા થાય ત્યારે એક આવલિકા બને છે. + લેકપ્રકાશમાં કહ્યું છે કે નવ સમયથી માંડીને અંત મુહૂર્તની શરૂઆત થાય છે અને તે મુહૂર્ત એટલે બે ઘડીમાં એક સમય ઓછો હોય ત્યાં સુધીનાં બધાં સમયાંતરેને લાગુ પડે છે. ૧ આ મા૫ લાખો-કોડોની સંખ્યાથી દર્શાવી શકાય તેવું નથી, એટલે ઉપમાન વડે દર્શાવવામાં આવે છે. એક જન લાંબા, એક જન પહેલા અને એક યોજન ઊંડા ખાડાને ઝીણામાં ઝીણું વાળના ટૂકડાથી ભરવામાં આવે અને તેના પરથી ચક્રવતીની સેના ચાલી જાય તે પણ દબાય નહિ એટલા ઠાંસીને ભરવામાં આવે પછી તેમાંથી સે સો વર્ષે વાળને એકેક ટૂકડો કાઢતાં જેટલા વર્ષે તે ખાડો ખાલી થાય તેટલા વર્ષો પલ્યોપમ કહેવાય. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૫ ગુ. ૧ ક્રોડ પૂર્વમાં કંઈક ન્યૂન ૬ ગુ. ૭ ગુ ૧ અંતર્મુહૂર્ત ਨਾਂ ૯ ગુ. ૧૦ ગુ. ” » ૧૧ ગુ. ,, ૧૨ ગુ. , ૧૩ ગુ. કોડ પૂર્વથી કંઈક ન્યૂન ૧૪ ગુ. ૨, ૬, ૩, ૪, ૮, એ પાંચ હસ્વ અક્ષર બેલીએ તેટલે. , કાળ. આત્મ વિકાસના આ ક્રમને લક્ષમાં રાખી પુરૂષાર્થ કરનાર અવશ્ય સિદ્ધિ પામે છે અને મોક્ષના શાશ્વત સુખને અનંતકાળ માટે અધિકારી થાય છે. દર કેટકટિ ( ૧૦૦૦૦૦૦૦૦x૧૦૦૦૦૦૦૦૦) પલ્યોપમ વર્ષ ભેગા થાય તેને સાગરોપમ કહેવાય. Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજી ચેાગસાધના આજે ધણા મનુષ્યાના મનમાં એવા ખ્યાલ છે કે યે!ગ એ તે વૈદિક ધર્મની વિશેષતા છે, પણ એ ખ્યાલ બરાબર નથી. બૌદ્ધ ધર્મમાં પણ તેના વિશિષ્ટ પ્રકારે વિકાસ થયેલા છે, અને જૈન ધર્મમાં તે અનાદિ કાળથી યાગને સ્થાન છે જ. જૈન ધર્મના મૂળ ગ્રંથેામાં ( આવશ્યક સૂત્ર પરની નિયુકિતમાં) જણાવ્યું છે કે ‘જે નિર્વાણસાધક યાગને સાધે તે જ સાધુ કહેવાય.' વળી તીર્થંકરાને યાગીશ્વર, ચેગીન્દ્ર વગેરે વિશેષણેા લગાડવામાં આવે છે, કારણ કે તે યાગીઓના સ્વામી હતા અને યેાગવિદ્યામાં પરમ નિષ્ણાત હતા. યોગની વ્યાખ્યા વૈદિક ધર્મ પ્રથામાં યાગની વ્યાખ્યા નીચે પ્રમાણે જોવામાં આવે છે. ‘આત્માનું પરબ્રહ્મ સાથે જે એકપણુ તે ચેગ' જીવાત્મા અને પરમાત્માને સયેાગ તે યાગ’ ‘ચિત્તવૃત્તિના નિરોધ તે ચેાગ.’ ; . . ક માં કુશલતા તે યાગ, . સમત્વ તે યાગ. ’ૐ એટલે ' યાગ ' ' * परेण ब्रह्मणा सार्धमेकत्वं यन्नृपात्मनः । योगः स एव विख्यातिः किमन्यद् योगलक्षणम् ॥ - - संयोगे याग इत्युक्तो जीवात्मपरमात्मनः । - योगवित्तवृत्तिनिरोधः । Page #35 -------------------------------------------------------------------------- ________________ શબ્દથી એક જ વસ્તુ અભિપ્રેત નથી, જ્યારે જૈન ધર્મમાં ગની વ્યાખ્યા સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે કરવામાં આવી છે અને તેમાં કઈ મતભેદ નથી. શ્રીમાન હરિભસૂરિએ યોગવિંશિકામાં કહ્યું છે કે “પ્રણિધાથી અત્યંત શુદ્ધ થયેલો સર્વ પણ ધર્મ વ્યાપાર મેક્ષમાં જોડનારો હોવાથી યોગ જાણો. અને વિશેષથી તે સ્થાનાદિગત એ જે ધર્મવ્યાપાર તેને યોગ જાણ. સ્થાનાદિગત ધર્મવ્યાપાર પાંચ પ્રકારનું છે, તે નીચે પ્રમાણે-- ૧. સ્થાનગત ધર્મવ્યાપાર– અહીં સ્થાન શબ્દથી કાર્યોત્સર્ગાદિ સમજવાં. ૨. વિગત ધર્મવ્યાપાર– અહીં વર્ણ શબ્દથી વિતરાગ મહાપુરૂષોએ કહેલાં શાસ્ત્રીવચને સમજવાં. ૩. અગત-ધર્મવ્યાપાર–અહીં અર્થ શબ્દથી વીતરાગ મહાપુરૂષોએ કહેલાં શાસ્ત્રવચનને અભિધેય વિષય સમજવો. ૪. આલંબન ગત ધર્મવ્યાપાર- અહીં આલંબન શબ્દથી શ્રત જ્ઞાનાદિના આલંબનથી ધરાતું ધ્યાન સમજવું. ન સમજવું. ૫. આલંબન રહિત ધર્મવ્યાપાર– અહીં આલંબન રહિત ધર્મ વ્યાપારથી શ્રુતજ્ઞાનના આલંબન વિના શુકલ ધ્યાનના બીજા - પાયાથી શરૂ થતી મન, વચન અને કાયયેગની એકાગ્રતા સમજવી. તાત્પર્ય કે જન શાસ્ત્રોમેક્ષમાં લઈ જનારી સઘળી ક્રિયાઓ, સઘળાં અનુષ્ઠાને કે સઘળા ધર્મવ્યાપારને સામાન્ય રીતે ગ કહે છે પણ તેને વિશેષ વ્યવહાર તે કાર્યોત્સર્ગાદિ કઈ પણ -योगः कर्मसु कौशलम् । – વાસં પાપુ ! Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૩ આસન પર સ્થિર થઈને વીતરાગ મહાપુરૂષોએ કહેલાં વચનનું અનન્ય શ્રદ્ધાથી ચિંતન-મનન કરવું તથા શ્રુતજ્ઞાનાદિનું આલંબન લઈ ધ્યાનસ્થ થવું, તેમજ આત્મસ્વરૂપમાં તદાકાર થવું એ ક્રિયાઓથી જ કરે છે. એટલે મેંગને તે દયાનમાં સ્થિર થવાની કે ધ્યાન સિદ્ધ કરવાની એક પ્રક્રિયા માને છે અને તે દરિટએ તેને ખૂબ મહત્ત્વ આપે છે. ધ્યાન સિધ્ધિ શા માટે? અહીં એ પ્રશ્ન ઉઠવાનો સંભવ છે કે ધ્યાનને સિધ્ધ કરવાનું પ્રયોજન શું ? એથી મોક્ષ પ્રાપ્તિમાં કંઈ સહાય મળે છે ખરી ?' એને ઉત્તર એ છે કે “મેક્ષની પ્રાપ્તિ માટે કમરહિત અવસ્થા અપેક્ષિત છે અને તેવી અવસ્થા થાનસિધ્ધિ વિના પ્રાપ્ત કરી શકાતી નથી. તેથી જ જન શાસ્ત્રોએ ધ્યાનસિદ્ધિને આવશ્યક માની છે.' આ ઉત્તરના અનુસંધાનમાં કોઈને એ પ્રશ્ન પણ ઉઠે કે જૈન ધર્મમાં કર્મરહિત અવસ્થા પ્રાપ્ત કરવા માટે નિર્જરાનું અર્થાત તપનું વિધાન છે અને અહીં ધ્યાન સિદ્ધિની વાત કરવામાં આવે છે, તેનું કારણશું ? તેનું સમાધાન એ છે કે જૈન ધર્મો તપને અર્થ ઘણે વિશાળ કર્યો છે, એટલે ધ્યાનસિદ્ધિ તેના પેટામાં સમાઈ જાય છે. પ્રથમ ભાગના પાંચમા પ્રકરણમાં નવતત્વની વિવેચના કરવામાં આવી છે, તેમાં નિર્જરા તત્ત્વનું વિવેચન કરતાં ધ્યાનને પાંચમું અત્યંતર તપ જણાવેલું છે. અહીં તે સંબંધી એટલી સ્પષ્ટતા કરી લઈએ કે છ પ્રકારના અત્યંતર તપમાં સ્વાધ્યાય અને ધ્યાનની મુખ્યતા છે અને તેમાં પણ ધ્યાનની શ્રેષ્ઠતા છે, કારણ કે તે પ્રજવલિત અગ્નિની જેમ કર્મરૂપી ઈધનેને શીઘ બાળી નાખે છે અને આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રકાશ કરે છે.” Page #37 -------------------------------------------------------------------------- ________________ આ સમાધાનની વિરુદ્ધ એવો પ્રશ્ન પૂછાવાનો સંભવ છે કે જે ધ્યાનથી જે મોક્ષની પ્રાપ્તિ થતી હોય તે અણુસણાદિ બીજાં તો બતાવવાની શી જરૂર હતી ? એટલે તેને ખુલાસો કરવામાં આવે છે કે “અણુસણાદિ બીજાં તપે ધ્યાનસિદ્ધિ માટે ઉપકારક છે, તેથી જ તેની પ્રરૂપણ કરવામાં આવી છે.” ધ્યાનના ભેદ-પ્રભેદો અહીં પ્રસંગવશાત એ ખુલાસો પણ કરી લઈએ કે જેના શાસ્ત્રોએ ચિત્તની એકાગ્રતા રૂ૫ ધ્યાનના બે ભેદ પાડયા છે. એક અશુભ અને બીજું શુભ. તેમાં અશુભ ધ્યાન કર્મબંધનું કારણ હોઈ તેને ત્યાગ કરવાને છે અને શુભ ધ્યાન સંવર તથા નિજ રાનું કારણ છે તેમાં સ્થિર થવાનું છે. એટલે ઉપર જ્યાં જ્યાં ધ્યાનસિદ્ધિની વાત કરવામાં આવી છે, ત્યાં ત્યાં આ શુભ ધ્યાન સમજવાનું છે. વસ્તુ સ્થિતિ આ પ્રકારની હે અશુભ અને શુભ ધ્યાનને પરિચય મેળવી લે આવશ્યક છે. . ધ્યાનની સામાન્ય વ્યાખ્યા એવી છે કે “જ્ઞા શિરે થાતિ સ્થાન- જેનાથી વસ્તુનું ચિંતન થાય તે ધ્યાન.” આ ચિંતન ખોટું અને સારું એમ બંને પ્રકારનું હોઈ શકે, તેથી તેને અશુભ અને શુભ એવા બે પ્રકારે માનવામાં આવ્યા છે. અશુભ ધ્યાનના બે ભેદે છે. એક આર્તધ્યાન અને બીજું રૌદ્રધ્યાન. તેમાં આ એટલે દુઃખ કે પીડાનું ચિંતન કરવું તે આર્તધ્યાન છે અને હિંસા, ટૌર કે ક્રોધનું ચિંતન કરવું તે રીતધ્યાન છે. આ બંને ધ્યાનેના ચાર ચાર ભેદે છે, તે નીચે Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. 3. ૪. ૨૫ અનિષ્ટ વસ્તુ સયાગ આ ધ્યાન– અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થતાં તેના વિયેાગને માટે નિરંતર ચિંતન કરવું. અષ્ટ વિયેાગ આર્તધ્યાન- કાઇ ઇષ્ટ–મનેાનુકૂલ વસ્તુ ચાલી જતાં તેની પુન:પ્રાપ્તિ માટે સતત ચિંતા કરવી. પ્રતિકૂલ વેદના આ ધ્યાન- શારીરિક પીડા, માનસિક પીડા કે રાગ થતાં તેને દૂર કરવાની સતત ચિંતા કરવી, ભાગલાલસા આત ધ્યાન- ભાગાની તીવ્ર લાલસાને વશ થ અપ્રાપ્ત ભોગાને પ્રાપ્ત કરવાને દ્રઢ સકલ્પ કરવા અને મનને તેમાં જ જોડાએલુ રાખવુ. ૧. હિં“સાનુ બધી રૌદ્રધ્યાન- હિસા સંબંધી સતત ચિંતન કરવુ. અનુતાનુબંધી રૌદ્રધ્યાન- અસત્ય માલવા સબંધી સતત ચિંતન કરવું. 3. સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન– ચેારી કરવા અંગે સતત ચિંતન કરવું. ૪. વિષય સરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન—વિષયભોગની સામગ્રીનુ’ રક્ષણુ કરવા અંગે સતત ચિંતન કરવું. શુભ ધ્યાનના પશુ મુખ્યત્વે એ ભેદ છે. એક ધર્મ ધ્યાન અને ખીજાં શુકલધ્યાન. તેમાં ધર્મારાધન કે ધર્મપ્રાપ્તિનું ચિ ંતન કરવું તે ધર્મ ધ્યાન છે અને વ્યાક્ષેપ તથા સમાહાર્દિથી રહિત ઉજ્જવલ ધ્યાન ધરવું તે શુકલ ધ્યાન છે. આ ખતે ધ્યાનેાના પણ ચાર ચાર ભેદ છે, તે નીચે મુજબ~~ Page #39 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાવિય ધર્મધ્યાન– વીતરાગ મહાપુરૂષોની ધર્મ સંબંધી આજ્ઞાઓ કેવી કલ્યાણકારી છે, તેનું સતત ચિંતન કરવું. અપાયવિચય ધર્મધ્યાન– સાંસારિક સુખ વડે થતાં અપાય અનિષ્ટનું સતત ચિંતન કરવું. વિપાક વિચય ધર્મધ્યાન– કર્મના શુભાશુભ વિપાકેનું સતત ચિંતન કરવું. સંસ્થાના વિચય ધર્મધ્યાન- દ્રવ્ય તથા ક્ષેત્ર સંબંધી સતત ચિંતન કરવું. અહીં દ્રવ્ય શબ્દથી ધર્મ, અધર્મ, આકાશ આદિ છ દ્રવ્યો અને ક્ષેત્ર શબ્દથી ચૌદ રાજ પ્રમાણ લેક સમજો.* (૧) પૃથકત્વ-વિતર્ક-સવિચાર શુકલ ધ્યાન–અહીં પૃથકત્વ શબ્દથી ભિન્નતા કે વિવિધતા, વિતર્ક શબદથી શ્રુતજ્ઞાન અને વિચાર શબ્દથી એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબદથી બીજા શબ્દ પર અને શબ્દથી અર્થ પર, અર્થથી શબ્દ પર તથા એક વેગ (માગ, વચન, કાયાગ) થી બીજા યોગ પર ચિંતા નાથે થતી પ્રવૃત્તિ સમજવાની છે. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનના આલં બનપૂર્વક ચેતન અને અચેતન પદાર્થનાં ઉત્પાદ, વ્યય ધોવ્ય, રૂપીત્વ, આરપીત્વ, સક્રિયત્ન આદિ પર્યાનું ભિન્ન ભિન્ન રૂપથી ચિંતન કરવું તે આ ધ્યાનને મુખ્ય વિષય છે. (૨) એકત્વ-વિતર્ક-નિર્વિચાર શુકલધ્યાન- અહીં એક ત્વને અર્થ અભિનતા છે, વિતર્કને અર્થ મુતજ્ઞાન છે અને * લોક તથા દ્રવ્ય સંબંધી પહેલા ભાગના ત્રીજા પ્રકરણમાં વિવેચન કરાયેલું છે, તે પુનઃ જોઈ લેવું. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૭ નિર્વિચારને અર્થે એક અર્થથી બીજા અર્થ પર, એક શબ્દથી બીજા શબ્દ પર કે અર્થથી શબ્દ પર અને શબ્દથી અર્થ પર તથા એક યોગથી બીજા વૈગ પર પ્રવૃત્તિ ન કરવી એ છે. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનના આલંબનપૂર્વક મનાયેગાદિ કાઈ પણ એક યુગમાં થિર થઈને દ્રવ્યના એક જ પર્યાયનું અભેદ ચિંતન કરવું તે આ દયાનને મુખ્ય વિષય છે. અહીં એટલી સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે પ્રથમ ધ્યાનના દઢ અભ્યાસમાં આ બીજા ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેમ સમસ્ત શરીરમાં વ્યાપેલું ઝેર મંત્રાદિ ઉપાયોથી એક ડંખની જગાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે, તેમ સમસ્ત લેકના ભિન્ન ભિન્ન વિષયમાં ભટક્તા મનને આ ધ્યાન દ્વારા એક જ વિષય પર લાવીને એકાગ્ર કરવામાં આવે છે અને એ રીતે મન એક જ વિષય પર એકાગ્ર થતાં સર્વથા શાંત થઈ જાય છે, એટલે તે પોતાની સર્વ ચંચળતા છેડી નિષ્કપ બની જાય છે. આનું પરિણામ એ આવે છે કે આત્માના જ્ઞાનાદિ ગુણ પર લાગેલાં સર્વ કર્મ આવરણે દૂર હટી જાય છે અને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે કે જેના લીધે આત્મા સમસ્ત કાલેકને સર્વ દ્રવ્યોના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલીન સર્વ પર્યાયે જાણું–જોઈ શકે છે. તાત્પર્ય કે શુકલ ધ્યાનના આ બીજા પાયે ચડનાર કેવળજ્ઞાન તથા કેવળદર્શનની પ્રાપ્તિ કરી પોતાનું અભીષ્ટ સિદ્ધ કરી શકે જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય અને અંતરાય એ ચાર કમેં આત્માના મૂળ ગુણને ઘાત કર્નારા હોવાથી ઘાતી કર્મ કહેવાય છે અને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ બાકીના ચાર કર્મો સાંગિક હોવાથી અપાતી કર્મ કહેવાય છે. તેમાંથી ચારે ઘાતી કર્મોને નાશ આ પ્રસંગે થાય છે અને ચારે અઘાતી કર્મોને નાશ દેહત્યાગ વખતે થાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ છે અને તે અવશ્ય મેક્ષમાં જાય છે. (૩) સુર્મક્રિયા–અપ્રતિપાતિ–શુકલધ્યાન જ્યારે કેવળજ્ઞાન અથવા સર્વજ્ઞતાને પામેલે આત્મા યોગનિષેધના કમથી અંતે સૂક્ષ્મ શરીર વેગને આશ્રય લઇને બાકીના સર્વગોને રોકી દે છે ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં શ્વાસોશ્વાસ જેવી સૂક્ષ્મ ક્રિયા જ બાકી રહેલી હોય છે અને તેમાંથી પડવાપણું હોતું નથી એટલે તે સુક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ શુકલ ધ્યાન કહેવાય છે. (૪) સમુચ્છિન્ન ક્રિયા-અનિવૃત્તિ–શુકલધ્યાન-જ્યારે શરીરની શ્વાસ–પ્રશ્વાસાદિ સૂક્ષ્મ ક્રિયા પણ બંધ થઈ જાય છે અને આત્મપ્રદેશ સર્વથા નિષ્કપ થઈ જાય છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં સ્કૂલ સૂક્ષ્મ કેઈપણ પ્રકારની માનસિક, વાચિક કે કાલિંક ક્રિયા રહેતી નથી. આ ધ્યાનને કાળ , ૬, ૩, ૪, ૨ એ પાંચ હસ્વ સ્વરો બેલીએ એટલે જ ગણાય છે, આ ધ્યાનના પ્રતાપથી શેષ સર્વ કર્મો ક્ષીણ થઈ જતાં આત્મા પોતાની સ્વાભાવિક ઉદર્વગતિથી લેકના અગ્રભાગે પહોંચે છે અને ત્યાં આવેલી સિદ્ધશિલામાં સ્થિર થઈને અનંતકાળ સુધી અનિર્વચનીય સુખને ઉપભોગ કરે છે. શુલ ધ્યાનના છેલ્લા બે પ્રકારમાં શ્રુતજ્ઞાનનું આલંબન હેતું નથી એટલે તે નિરાલંબન કહેવાય છે. ધ્યાનના આ પ્રકારો જાણ્યા પછી નિર્વાણસાધક યુગમાં તેનું સ્થાન કેટલું : ઉન્નત છે, તે સહેજે સમજી શકાય છે. . . . . . . Page #42 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાંગ યોગ - વૈદિક મતમાં વિકસેલે ગવિદ્યા અષ્ટાંગ એટલે આઠ અંગવાળી ગણાય છે. તે અંગે શ્રી યાજ્ઞવલ્કયસંહિતામાં કહ્યું છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યુગનાં આઠ અંગ છે. ગદર્શનકાર પતંજલિ મુનિએ પણ સાધના પાદના ૨૯મા સૂત્રમાં એ જ ક્રમ દર્શાવ્યો છે. यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयाऽष्टाव. જ | તાત્પર્ય કે જેને વેગ સાધના કરવી હોય તેણે પ્રથમ તે યમ નિયમનું રવરૂપ સારી રીતે જાણી લઈ તેનું સેવન કરવું જોઈએ. પછી આસન સિદ્ધિ કરવી જોઈએ અને પ્રાણાયામમાં પ્રવીણતા મેળવવી જોઈએ. બાદ પ્રત્યાહારની સિદ્ધિ કરી ધારણમાં કુશળતા પ્રાપ્ત કરનાર ક્રમશઃ યાનસિદ્ધિ કરી શકે છે અને તેને જ સમાધિને લાભ થાય છે. આ મંતવ્યને વ્યાપક પ્રમાણમાં પ્રચાર થયેલો છે, એટલે તેને સામે રાખીને જ જન ધર્મે સ્વીકારેલા પાંચ અંગે (સ્થાનાદિ ધર્મ વ્યાપાર)નું વિવેચન કરીશું. યમનિયમની આવશ્યકતા - આ પાંચ અંગોમાં પ્રથમ અંગે સ્થાનાદિ ધર્મ વ્યાપાર એટલે આસનસિદ્ધિનું છે, તેથી કેઈને એવી શંકા થાય છે જેના ધર્મ વૈદિક ધર્મની માફક યોગની પૂર્વ ભૂમિકા તરીકે યમનિયન મોને આવશ્યક નથી માનતે કે શું ?” પણ આ શંકા સ્થાને નથી. જૈન ધર્મ પણ ચગીની પૂર્વ ભૂમિકા તરીકે કામ-નિયમોને અતિ અગત્યના માને છે અને તેથી જ જણાવે છે કે પગની Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ સાધના તે ચારિત્રવંતને જ હેય. એને સ્પષ્ટ અર્થ એ છે કે જેમણે પાંચ મહાવ્રતો અને છઠ્ઠ રાત્રિભોજન વિરમણ વ્રત અંગીકાર કરેલું હોય તથા જેઓ ચારિત્ર નિર્માણ માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરતા હોય, તેમજ ક્ષમા આદિ દશ પ્રકારના શ્રમણધર્મને આરાધતા હોય તેઓ જ આવી ગ સાધનામાં સફળ થઈ શકે છે. અહીં પાઠકે પતંજલિ મુનિ આદિએ પ્રરૂપેલા યમનિયમો સાથે આ યમ-નિયમોની તુલના કરી શકે છે અને જૈન ધર્મની યમ-નિયમમાં કેવી અતૂટ શ્રદ્ધા છે તેને પરિચય મેળવી શકે છે. દાખલા તરીકે પતંજલિમુનિએ યોગદર્શનમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની ગણન યમોમાં કરી છે અને શૌચ, સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનની ગણના નિયમોમાં કરી છે. તે જૈન સાધુઓ પ્રાણુતિપાત વિરમણ વ્રત નામનું પહેલું મહાવ્રત લે છે તે અહિંસા છે, મૃષાવાદ વિરમણ વ્રત નામનું બીજું મહાવ્રત લે છે તે સત્ય છે, અદત્તાદાન વિરમણ વ્રત નામનું ત્રીજુ મહાવ્રત લે છે તે અસ્તેય છે, મૈથુન વિરમણ વ્રત નામનું શું મહાવત લે છે તે બ્રહ્મચર્ય છે અને પરિગ્રહ વિરમણ વ્રત નામનું પાંચમું મહાવ્રત લે છે તે અપરિગ્રહ છે. * શૌચનો સામાન્ય અર્થ પવિત્રતા છે. તે બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારની હોય છે. તેમાં અત્યંતર પવિત્રતા વિશેષ ઉપકારક છે. આ પવિત્રતા માટે મન, વચન અને કાયાની શુદ્ધિ જોઈએ, તે માટે જૈન યોગસાધકે ચારિત્ર ગ્રહણ કરતી વખતે જ મન, વચન અને કાયાથી પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા લે છે અને પ્રમાદાદિ ષોથી એ પ્રતિજ્ઞામાં કોઈ દોષ લાગી જાય તો તેની Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૧ નિંદા, ગાઁ અને ચેાગ્ય પ્રાયશ્ચિત વડે શુદ્ધિ કરે છે. વળી મનેગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિનું જે વિધાન કરવામાં આવ્યું છે તેના અર્થ પણ એ જ છે કે મન-વચન-કાયાને અપ્રશસ્ત પ્રવૃત્તિથી બચાવી લેવાં અને એ રીતે શુદ્ધિ કે અન્યતર શૌચ જાળવી રાખવું. વળી દશ પ્રકારના શ્રમણધમાં શૌચના સ્પષ્ટ ઉલ્લેખ છે, ( જૂ ભા. ૧૯ા, પૃ. ૧૦૭–૮) તે પણ એજ દર્શાવે છે કે જૈન પરપરામાં શૌચનું મહત્ત્વ અન્ય કાઈ સંપ્રદાય કરતાં જરાય ઓછું નથી. અલબત્ત તેની દ્રષ્ટિ ભાજી કરતાં અભ્યતર શૌચ પર વિશેષ છે અને તેથી તે તે માટે જ વિરોષ પ્રયત્નશીલ રહે છે. સતાના સામાન્ય અર્થ તૃષ્ણાત્યાગ છે. તે માટે જૈન શાસ્ત્રોએ સ્થળે સ્થળે ઉપદેશ આપેલા છે અને દશ પ્રકારના શ્રમધર્મમાં તેના સ્પષ્ટ ઉલ્લેખ છે. તપના તપ તા જૈન ધર્મના પ્રાણ લેખાય છે એટલે પ્રત્યેક ચારિત્રધારી તેનું યથાકિત આરાધન કરતા જ હાય છે. આ બળે તેમને અનેક પ્રકારની લબ્ધિએ કે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, જો કે તેમના ઉદ્દેશ તા આ તપ વડે ની નિરા કરવાનાજ હાય છે. દશ પ્રકારના શ્રમણુ ધર્મમાં તપના સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. સ્વાધ્યાય એટલે શ્વાઓનું પાન-પાઠન કે ઇષ્ટ મંત્રના જાપ. આ બંને અમાં જૈન ધર્મ તેના સ્વીકાર કરેલા છે . અને તેની મણુના ચેાથા અભ્યંતર તપમાં કરેલી છે,× આથી તે જૈન યાત્ર સાધકાના જીવનમાં આતપ્રત થયેલા જોવાય છે. × જુઓ ભાગ ૧લે, પૃ. ૧૧૬ અહીં ઈષ્ટ મંત્રના ખપને ખ દર્શાવેલા નથી પણુ પર પરાથી સ્વાધ્યાયના સ્થાને ઈષ્ટ મંત્રના જાપ કરવામાં આવે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર પ્રણિધાન એટલે પરમાત્મા પ્રત્યે ભકિતને અતિશય. કઈ પણ પ્રકારની ફલકામના વિના તેના પ્રત્યેનું સમર્પણ. તેને પણ જૈન ધર્મમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત થયેલું છે. પ્રાતઃકાલમાં ઉઠીને પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું. પછી ષડાવશ્યક ક્રિયાના અધિકારે વીશ તીર્થકરે તથા સિદ્ધ ભગવંતેનું સ્તવન કરવું, દેવ દર્શને જવું અને ત્યાં પણ તીર્થંકર દેવાના અદ્ભૂત ગુણનું કીર્તન કરવું, તેના પ્રત્યે ભકિતનો અતિશય બતાવ અને શકય તન-મનધનથી પિતાની જાતને સમર્પિત કરવી એ ઈશ્વર પ્રણિધાન જ છે. આ રીતે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વર પ્રણિધાન એ પાંચે નિયમોને પણ જન ગ સાધનામાં યોગ્ય સ્થાન પ્રાપ્ત થયેલું છે. યોગાભ્યાસ કયાં કરવો? - વૈદિક મતવાળા ગવિશારદે એમ માને છે કે ગાભ્યાસ માટે અમુક પ્રકારના દેશ અને સ્થાને યોગ્ય ગણાય. તે માટે શ્રી કૃષ્ણયજુર્વેદની બેતાશ્વતર ઉપનિષમાં કહ્યું છે કે સર્વે બાજુથી સમાન, પવિત્ર, કાંકરા–અગ્નિ-રેતી-કેલાહલ અને જળાશયથી રહિત, મનને અનુકૂલ, આંખને પીડા ન કરે તેવા અને અત્યંત વાયુથી રહિત ગુહાઆદિ સ્થાનમાં સાધુ પુરૂષ યોગાભ્યાસ કરે શ્રી હગપ્રદીપિકામાં કહ્યું છે કે “જે દેશનો રાજા સારા આચારવાળો હેય, જે દેશના લેકે ધાર્મિક હય, જ્યાં સુકાલ હેય અર્થાત વારંવાર દુષ્કાલ ન પડતો હોય, અને ચેર, વ્યાધ્ર તથા * समे शुचौ शर्करावह्निवालुकाविर्जिते शब्दजलाशयादिभीः । मनोनुकूले न तु चक्षुपीडने, गुहार्निवाताश्रयेण प्रयोजयेत। * * Page #46 -------------------------------------------------------------------------- ________________ 33 સર્પાદિને જ્યાં ઉપદ્રવ ન હોય તે દેશમાં હઠયોગીએ એકાંત ભાગમાં નાના મઠમાં સ્થિતિ કરવી અને પોતાના આસનથી ચાર હાથ પર્વત પાષાણુ, અગ્નિ અને જલ રાખવાં નહિ, (કારણ કે તેથી વાત, પિત્ત અને કફમાં વિષમતા પેદા થઈ શરીરમાં વિક્રિયા ઉપજે છે). શ્રી નંદકેશ્વર પુરાણમાં તે વિશિષ્ટ પ્રકારે ગમંદિરની રચના કરવાનું વિધાન પણ છે. પરંતુ આ બાબતમાં જૈન ધર્મનું મંતવ્ય જુદું છે, તે અહીં દર્શાવીએ છીએ. જન ધર્મ એમ માને છે કે નિર્વાણસાધક યોગીઓએ માસાના ચાર માસ કે જેમાં જીવોની ઉત્પત્તિ વિશેષ હોય છે અને પાદવિહાર કરવાનું શક્ય હોતું નથી, ત્યારે એક સ્થળે સ્થિરતા કરવી અને શેષકાળમાં એટલે બાકીના આઠ માસ રાષ્ટ્રભરમાં વિચરતા રહેવું. એટલે તેઓ એક જ પ્રદેશના કેઈ મઠમાં કે ગુફામાં લાંબા સમય વાસ કરતા નથી, પરંતુ જ્યાં પણ વિચારે છે ત્યાં કાયોત્સર્ગાદિ સિદ્ધ કરવા માટે મકાનના એકાંત ભાગને ધર્મશાળાને, સ્મશાન ભૂમિને, વનપ્રદેશને કે પર્વતની ગુફા વગેરેનો ઉપયોગ કરે છે. વળી જન ધર્મ એમ માને છે કે વિવિધ પ્રકારના પરીષહો સહન વિના શરીર પરની મોહ-મમતા છૂટતી નથી કે મનમાં રહેલા ભાદિ દોષો દૂર થતા નથી. એટલે તે દંશમશકાદિ પરીષહ સમભાવે સહન કરી લે છે. તાત્પર્ય કે અમુક સ્થળે દંશમશકાદિને પરીષહ થશે માટે ત્યાં ન જવું એ વિચાર કરતા નથી. વળી શારીરિક અને માનસિક તિતિક્ષા કરવા માટે તેઓ અજાણ્યા પ્રદેશમાં પણ વિચારે છે, પછી ત્યાંના લોકે ભલે અધાર્મિક હોય કે ત્યાંને રાજા નાસ્તિક હોય. શ્રી મહાવીર સ્વામી ગસાધક–દશામાં રાઢના જંગલી પ્રદેશમાં વિચર્યા હતા કે જ્યાંના લેકે અત્યન્ત ક્રૂર હતા અને ધર્મની બાબતમાં કશું જ સમજતા ન હતા. વળી બીજા અનેક જનાચાર્યો એવા પ્રદેશમાં Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વિચર્યાં છે કે જ્યાંના રાજા નાસ્તિક હાય અને સાધુ સ તેને ખૂબ રંજાડતા હાય, પરંતુ આ આચાર્યાએ પેાતાની યેાગવિભૂતિથી એવા રાજાઓની સાન ઠેકાણે આણી છે અને તેમને ધર્મ પરાયણ બનાવ્યા છે. એટલે અન્ય યાગસાધકાએ ચેાગાભ્યાસ માટે જે દેશ અને સ્થાનનુ કથન કર્યું છે તે સામાન્ય રીતે ઠીક હાવા છતાં જૈન ધર્મમાં ખાસ નિયમરૂપ મનાયું નથી. આમ છતાં આવશ્યક નિયુઍંકિતમાં નિમ્નગાથા પ્રાપ્ત થાય છે, તે આ વિષયમાં સુંદર પ્રકાશ પાડે છે. संवरिय आसवदारा, अव्वाबाहे अकंटए देसे । काउण थिर ठाणं, ठिओ निसन्नो निवन्ना वा ॥ ( મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યાગ (મનેયેાગાદિ) અને પ્રમાદ એ પાંચ ) આવદ્વારાના સવર કરીને અવ્યાબાધ તથા અકટક દેશમાં જઈને ઊભેલી, બેઠેલી કે સૂતેલી સ્થિતિમાં આસન સ્થિર કરીને કાયાત્સર્ગ કરવા. આ કારણે જૈન યોગસાધકે નજીકમાં ગાનતાન ચાલતા હોય કે બહુ કાલાહલ થતા હાય તેવા સ્થાનને પસંદ કરતા નથી કે જ્યાં બાવળ, એારડી, કેરડા વગેરે કટકમય વ્રુક્ષા વિશેષ હોય તેવા અરણ્ય પ્રદેશમાં કાયેાત્સ-નિમિત્તે જતા નથી. શ્રી હેમચંદ્રાચાર્યે યાગશાસ્ત્રના ચાયા પ્રકાશમાં જણાવ્યું છે કે तीर्थ वा स्वस्थताहेतुं यत्तद् वा ध्यानसिध्धये । कृतासनजया योगी विविक्तस्थानमाश्रयेत् ॥ આસનના જય કરવાવાળા યાગીએ તીર્થંકરોના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને તેના અભાવે સ્વસ્થતાના હેતુભૂત (જ્યાં ધ્યાનની સિદ્ધિ માટે નિર્વાણુસ્થાનમાં જવું, રહેવાથી આરોગ્ય ન Page #48 -------------------------------------------------------------------------- ________________ રૂપ બગડે ) તથા સ્ત્રી, પશુ, પંડકાદિ ( નપુંસક્રાદિ ) રહિત કાઈ સારા એકાંત સ્થાનને આશ્રય કરવા. આસનસિધિ આસનસિદ્ધિ સંબંધમાં વૈદિક મતવાળાઓના અભિપ્રાય એવા નિર્જન એવા એકાંત પ્રદેશમાં છે કે ઉપદ્રવ વિનાના પવિત્ર અને અતિ ઊંચું નહિ, તેમ અતિ નીચું નહિ, જેમાં નીચે દર્ભ, તે પર મૃગચમ અને તે પર વસ્ત્ર પાથરેલ હાય એવા સ્થિર થતે આસનનેા અભ્યાસ કરવેા.× પરંતુ માને છે કે કાયાત્સર્ગ ઊભા રહીને કરવા એ છે. તે માટે આવશ્યક નિયુતિમાં કહ્યુ છે કે चउरंगुल मुहपत्ती, उज्जूए डब्बहत्थ रयहरणं । बोसट्टचत्तदेहो, काउस्सग्गं करिजाहि ॥। १५४५ ॥ આસન પર જૈનધર્મ એમ વિશેષ લાભદાય ( બંને પગ સીધા ઉભા રાખી આગળના ભાગમાં ) ચાર આંગળ જેટલું ( અને પાછળના ભાગમાં ક ક આધુ) અંતર રાખવું. તે વખતે સીધા લટકતા રાખેલા ( જમણા હાથમાં ) મુહપત્તી અને ડાબા હાથમાં રજોહરણ: ગ્રહણ કરવા પછી દેહભાવનાને સંપૂર્ણ ત્યાગ કરવાપૂર્વક કાયાત્સર્ગ કરવા. x * शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मन: । नात्युच्छ्रितं नातिनीच, चैलाजिनकुशोत्तरम् ॥ શ્રીમદ્ભગવત ગીતા एकान्ते विजने देशे, पवित्रे निरुपद्रवे । कम्बलाजिनवस्त्राणामुपर्यासमभ्यसेत् ॥ શ્રી ગોરક્ષક શતક. - મુહુપત્તી અને રજોહરણુ એ જૈન સાધુઓનાં ખાસ ધાર્મિક ઉપકરણા છે. તેમાં મુહુપત્તી ખેાલતી વખતે મુખ આડી રાખવામાં આવે છે અને રજોહરણ જીવજ ંતુને તથા રજને દૂર કરવા માટે વપરાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મૂલાચારના ષડાવાધિકારમાં કહ્યું છે કે वोसरिय बाहुजुगलो, चदुरगुल अंतरेण समपादो । सव्वंग चलणरहिओ, काउस्सग्गो विसुद्धो दु ॥ १५१ ॥ જેમાં પુરૂષ બંને હાથ લાંબા કરીને સમપાદ ઊભા રહે છે અને બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખે છે. તથા શરીરના કાઈપણ અંગને હલાવતા નથી, તે કાર્યાત્સ વિશુદ્ધ છે. તાત્પર્ય કે કાયાત્સ કરવા દચ્છનારે બંને પગ સીધા રાખીને ઊભા રહેવું જોઇએ. તેમાં આગળના ભાગમાં ચાર આંગળ જેટલુ અને પાછળના ભાગમાં તેથી કાંઈક એછું અંતર રાખવું જોઇએ. આવી રીતે ઊભા રહેવાથી લાંબા વખત સુધી સારી રીતે ઉભા રહી શકાય છે. પછી બંને હાથેા સીધા નીચે લટકતા રાખવા જોઇએ. તે વખતે સંયમના ખાસ ઉપકરણ મુહુપત્તી અને રોહરણ જે સાધુએએ નિર ંતર પાતાની પાસે રાખવા જોએ તે અનુક્રમે જમણા અને ડાબા હાથમાં ધારણ કરવા જોઈએ. પછી દેહનું જરા પણ હલનચલન ન થાય તે રીતે સ્થિર ઉભા રહીને કાયાને ઉત્સગ કરવા જોઇએ અર્થાત્ શરીર પરનું તમામ મમત્વ છેાડી દૃષ્ટને ધર્મધ્યાનમાં મગ્ન થવુ જોએ. તે માટે જૈન શાસ્રાએ ભાર મૂકીને કહ્યું છે કે વાલી-ચ-ડો, ના મળે સૌવિપ ય સમસળો. देहे य अपडिबद्धो, काउस्सग्गो हवइ तस्स ! શરીરને ક્રાઇ તીક્ષ્ણ ધારવાળા વાંસલાથી છેદી નાખે તેના પર અત્યંત શીતલતાદાયક એવા ચંદનના લેપ કરે, અથવા જીવન ટકે કે તેના જલ્દી અંત આવે છતાં જે દેહભાવનાથી ખરડાય નહિ અને મનને બરાબર સમભાવમાં રાખે તેને કાયાત્સ સિદ્ધ થાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ આ રીતે ઉભા રહીને કાર્યોત્સર્ગ કરતી વખતે નીચેના ૧૯ દોષો પૈકી કેાઈ દોષનું સેવન ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે ૧. ઘટકદોષ ઘોડાની પેઠે એક પગ ઊંચે રાખ કે વાંકે રાખવો તે. ૨. લત્તાદેષ- વાયુથી લતા કંપે, તેમ શરીરને કંપાવવું તે. ૩. ખંભાદિ દેજ- થાંભલા વગેરેને એડીંગણ દઈને ઉભા રહેવું તે. ૪. માલદોષ ઉપર મેડી અથવા માલ હોય તેને મસ્તક ટેકવીને ઉભા રહેવું તે. ઉધિદોષ- ગાડાના ઊધની પેઠે પગના અંગૂઠા તથા પાની મેળવીને ઉભા રહેવું તે. ૬. નિગડદોષ– નિગડમાં પગ નાખ્યા હોય તેની માફક પગ પહોળા રાખવા તે. શબરીદેષ- નગ્ન ભીલડીની પેઠે ગુહ્ય સ્થાનકે હાથ જોડી રાખવા તે. ૮. ખલિણદોષ- ઘેડાના ચાકડાની પેઠે રજોહરણ રાખી ઉભા રહેવું તે. વધુદોષ– નવપરિણીત વધૂની પેઠે માથું નીચું રાખવું તે. ૧૦ લત્તરદેષ– નાભિની ઉપર અને ઢીંચણથી નીચે જાનુ સુધી લાંબુ વસ્ત્ર રાખવું તે. (જૈન સાધુઓને નાભીથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઉપર ચલપટ્ટો પહેરવાનું વિધાન છે. તેને લક્ષમાં રાખીને આ દેષ કહે છે.) ૧૧. સ્તનદોષ- ડાંસ મચ્છરના ભયથી, અજ્ઞાનથી અથવા લજજાથી હદયને આચ્છાદિત કરી સ્ત્રીની પેઠે ઢાંકી રાખવું તે. ૯. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૩૮ સયતિદોષ- શીતાદિકના ભયથી સાધ્વીની જેમ ખતે કધ ઢાંકી રાખે એટલે સમગ્ર શરીર આચ્છાદિત કરવું તે. ભ્ર-અંગુલિદાષ- મૂત્રાના આલાપક (આલાવા) ગણુવાને માટે અથવા સંખ્યા ગણવાને માટે આંગળીનું આલંબન લેવું કે પાંપણના ચાળા કરવા તે. વાયસંદેોષ- કાગડાની પેઠે ડાળા ફેરવવા તે. કપિત્થદોષ- પહેરેલું વસ્ત્ર પરસેવાથી મલિન થશે એમ માનીને તેને ગેાપવી રાખવું તે. શિરક પદોષ- યક્ષાવિષ્ટની માફક માથુ ધૃાવવું તે. મૂકદોષ- મૂંગાની માક હું હું કરવું તે. મિદરાદોષ- સૂત્રના આલાપક ગણતી વખતે મદિરા પીધેલાની માફક બડબડાટ કરવા તે. પ્રેક્ષ્યદોષ- વાનરની પેઠે મેમાં ફેરવી આસપાસ જોયા કરવુ અને હાઇ હલાવવા તે. આ ત્રણ દોષો પૈકી લખેાત્તર, સ્તન અને સંયતિ સાધ્વીને હોય નહિ, કેમકે એમનું શરીર વસ્ત્રાવૃત્ત હાય છે. શ્રાવિકાને માટે આ ત્રણ ઉપરાંત નીચું જોવાની છૂટ હોય છે, એટલે તેને વધૃદોષ લાગતા નથી. જે ઉભા રહીને કાયાત્સ કરી શકે તેમ ન હેાય તેમને બેસીને કાયાત્સ કરવાની છૂટ હોય છે અને જેએ તપસ્યા, વૃદ્ઘાવસ્થા કે બિમારીને કારણે લામા સમય બેસી શકે તેમ ન હોય તેમને સૂતાં સૂતાં કાયેાત્સગ કરવાની છૂટ હોય છે, પણ આ રીતે બેસીને કે સૂઇને કાયાત્સગ કરતી વખતે જૈન સાધુકા સુકા ઘાસનું કે ગરમ કાબળનું આસન બિછાવે છે પણ મૃગચર્મ કે વ્યાઘ્રચર્મના ઉપયાગ કરતા નથી, કારણ કે જીવહિંસાના કારણે તેને ત્યાજ્ય ગણવામાં આવ્યું છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૦ એક આસને લાંબા વખત સુધી સ્થિર બેસી શકાય ત્યારે આસન સિદ્ધિ થઈ ગણાય છે. આસનસિધિથી થતા લાભો પતંજલિ મુનિએ ગદર્શનમાં આસનસિદ્ધિનો લાભ જણવતાં કહ્યું છે કે તા તૂાનમિuraઃT (સાધનપાદ સૂત્ર ૪૮) તે તે આસનનો જય કરવાથી સાધક યેગી શિષ્ણાદિ કંઠો વડે અભિભવ પામતું નથી. તાત્પર્ય કે આસનસિદ્ધ યોગીને શતઉષ્ણ તથા સુધાતૃષાદિ ઠંધો પીડા પમાડી શકતા નથી. જૈન શાસ્ત્રોમાં કહ્યું છે કે “કાયોત્સર્ગમાં એકાગ્ર થનારના દેહની જડતા નાશ પામે છે અને મતિની શુદ્ધિ થાય છે. તેનામાં સુખ દુઃખ સહન કરવાની શક્તિ આવે છે, તે સુક્ષ્મચિંતન કરી શકે છે. પ્રાણાયામઃ અહીંથી આગળ વધતાં પાઠકેને એ પ્રશ્ન થવાનો સંભવ છે કે પતંજલિમુનિ આદિ અન્ય યોગ વિશારદોએ આસન પછી પ્રાણાયામ અને પ્રત્યાહારને મૂક્યા છે અને જેન યોગસાધનામાં -રસ્થાન પછી સીધી સુત્રાર્થચિંતનને ક્રમ બતાવ્યું છે, તેનું કારણ શું ? તેને ઉત્તર શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના છઠ્ઠા પ્રકાશમાં આ પ્રમાણે આપ્યો છેઃतन्नाप्नोति मनः स्वास्थ्य प्राणायामः कदथितम् । प्राणस्यायमने पीडा, तस्यां स्याच्चित्तविप्लवः ॥४॥ પ્રાણવાયુના નિગ્રહથી કદર્થના પામેલું મન સ્વસ્થતા પામતું નથી, કેમકે પ્રાણવાયુનો નિગ્રહ કરતાં શરીરને પીડા થાય છે. અને શરીરમાં પીડા થવાથી મનમાં સંક્ષોભ થાય છે. વળી પૂરક, કુંભક અને રેચક કરવામાં પરિશ્રમ પડે છે, તેથી મનમાં સંકલેશ થાય છે * આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૪૬૨, Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કે જે સ્થિતિ મેાક્ષ માર્ગમાં વિઘ્નરૂપ છે. શ્રી શુભચંદ્રગણિએ પણ આ પ્રશ્નને ઉત્તર નાનાણું વના ત્રીશમા પ્રકરણમાં આ રીતે આપ્યા છેઃ वायाः संचारचातुर्य मणिमाद्यङ्ग; साधनम् । प्रायः प्रत्यूहबीज स्यान्मुनेर्मुक्तिमभीप्सितः ॥६॥ પવન સંચારનું ચાતુર્ય શરીરને સુક્ષ્મ-ફૂલ (હળવું-ભારે) વગેરે કરવાનું સાધન છે, એથી મુકિતની વાંછા કરનારા મુનિને તે પ્રાયઃ વિઘ્નનું કારણું થાય છે. અર્થાત્ તે સિદ્ધિના લાભમાં પડી મેાક્ષમાર્ગની સાધના ચૂકી જાય એવું પણ બને છે. संविग्नस्य प्रशान्तस्य वीतरागस्य योगिनः । वशीकृताक्षवर्गस्व प्राणायामेा न शस्यते ॥८॥ જે મુનિ સંસારના દેહભાગથી વિરકત છે, જેના કષાય મંદ છે, જે વીતરાગ અને જિતેન્દ્રિય છે, એવા યાગીને પ્રાણાયામ શાભતા નથી. આ વિધાને દ્રવ્ય પ્રાણાયામને લગતાં થયાં, પણ ભાવ પ્રાણાચામના જૈન શાસ્રાએ સ્વીકાર કર્યો છે. શ્રી હરિભદ્રસૂરિએ યાગદ્રષ્ટિ સમુચ્ચયમાં ચેાથી દ્રષ્ટિના વિવેચન પ્રસ ંગે તેનું વર્ગુન કર્યું” છે અને ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજે પશુ યોગદષ્ટિ વાધ્યાયમાં એ વસ્તુને નિમ્ન શબ્દો વડે મંજૂર રાખી છે: बाह्यभाव रेचत इंहांजि पूरण अंतरभावः स्थिरता कुंभक गुणे ન પ્રત્યાહાર : જૈન શાસ્ત્રા પ્રત્યાહારને લાભદાયી માને છે, આમ છતાં તેનું પષ્ટ વિધાન ન કરવાનું કારણ એ છે કે જૈન યેાગસાધકા સ’સારથી Page #54 -------------------------------------------------------------------------- ________________ વિરકત હોય છે અને ચારિત્ર નિર્માણ માટે તેઓ વિષય તથા કષાયને જિતવા માટે પ્રારંભથી જ પ્રયત્નશીલ હોય છે, એટલે પ્રાણાયામની પ્રક્રિયા વિના પણ મનને ઇકિયેના વિષયમાંથી ખેંચી લઈને સીધે પ્રત્યાહાર કરી શકે છે અને એ રીતે પિતાનું મન સત્રાર્થને ચિંતનમાં કે ધર્મધ્યાનમાં જેડી શકે છે. તે વિષે શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાવમાં કહે છે કે – निःसंग संवृतस्वान्त : कूर्मवत् संवृतेन्द्रियः। यमी समत्वमापन्नो ध्यानतन्त्रे स्थिरीभवेत् ॥ પ્ર. ૩૦, . ૨ જેનું મન નિઃસંગ સંવૃત્ત થયું છે એટલે જેને પુગલને કેઈ સંગ ગમતો નથી કે વિષયમાં રાચવાનું પસંદ પડતું નથી તથા જેણે કાચબાની માફક પોતાની દકિને સંકેચ કર્યો છે. એવો મુનિ સમત્વ પ્રાપ્ત કરીને એટણે રાગદ્વેષથી રહિત થઈને ધ્યાન ક્રિયામાં સ્થિર થઈ શકે છે. ધારણ : જેને શાસ્ત્રોએ ધ્યાનસિદ્ધિ માટે ધારણાને ઉપયોગી માની છે. તે માટે આવશ્યક નિર્યુકિતમાં કહ્યું છે કે – चेयणमचेयणं वा वत्थु अवलंबिउ घण मनसा। झायइ सुअमत्थं वा दवियं तप्पजए वा वि ॥१४६६॥ ચેતન અથવા અચેતન વસ્તુનું મનથી દઢ આલંબન લઈને સૂત્ર અને અર્થનું ધ્યાન ધરવું અથવા દ્રવ્ય અને તેના પર્યાયનું ચિંતન કરવું. અહિં ચેતન અથવા અચેતન વસ્તુનું મનથી જે દઢ આલંબન લેવાનું કહ્યું છે તે ધારણા જ છે. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના છઠ્ઠા પ્રકાશમાં કહ્યું છે કે નાભી, હૃદય, નાસિકાને અગ્રભાગ, કપાલ, આંખનાં ભવાં, તાળવું, Page #55 -------------------------------------------------------------------------- ________________ નેત્ર, મુખ, કાન અને મસ્તક એ ધ્યાન કરવાનાં સ્થાન છે. આ સ્થાને પૈકી કઈ પણ એક સ્થાને મનને લાંબો વખત સ્થાપન કરવાથી સ્વસંવેદન થાય (પ્રતીતિ થાય) એવા અનેક પ્રત્યે ઉત્પન્ન થાય છે. શ્રી મહાવીર પ્રભુએ સાધનાકાળ દરમિયાન એક માટીના ઢેફ પર અનિમેષ દૃષ્ટિ રાખીને આખી રાત્રિ વ્યતિત કરી હતી એ બીના પ્રસિદ્ધ છે. અધ્યાત્મ અને ભાવના અહીં એ વાતની સ્પષ્ટતા કરવી જોઈએ કે જૈન શાસ્ત્ર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણાના સ્થાને અધ્યાત્મ અને ભાવના એ બે શબ્દોને જ વિશેષ પ્રયોગ કરે છે અને તેમાંથી ધ્યાનસિદ્ધિ ખૂબ સરળતાપૂર્વક થાય છે, એમ માને છે. તે માટે ગબિન્દુમાં કહ્યું છે કે अध्यात्म भावनाऽऽध्यान समता वृत्तिसंक्षयः। मोक्षेण योजनाद्योग एष श्रेष्ठा यथोत्तरम् । અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય મોક્ષમાં જોડાનારા હેવાથી યોગ કહેવાય છે. યોગની આ પાંચે ભૂમિકા ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે, અર્થાત્ અધ્યાત્મથી ભાવના પ્રગટે છે, આધ્યાનથી સમતા પ્રકટે છે અને સમતાથી વૃત્તિઓનો સંક્ષય થતાં પરમાત્મદશા પ્રાપ્ત થાય છે કે જે દરેક યોગસાધકનું અંતિમ લક્ષ્ય છે. અહીં અધ્યાત્મ અને ભાવના શબ્દથી જૈન શાસ્ત્રોને શું અતિપ્રેત છે? એને ઉત્તર એ છે કે અપ્રમત્ત –અપ્રમાદી બનીને સન્માર્ગમાં પ્રવૃત્તિ કરવી તેને જૈન શાસ્ત્રો અધ્યાત્મ કહે છે અને જે ચિંતન મનન વડે ભાવની શુદ્ધિ થાય છે, તેને ભાવના કહે છે. તેના મુખ્યત્વે બાર પ્રકારે માનવામાં આવ્યા છે. આ પુસ્તકના પ્રથમ ભાગમાં નવ તત્વના વિવેચન પ્રસંગે સંવરતત્ત્વના વિવેચનમાં આ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૩ બારે ભાવનાનો હેતુ સમજાવવામાં આવ્યો છે. પરંતુ અહીં એટલું સ્પષ્ટ કરવું આવશ્યક છે કે કાર્યોત્સર્ગમાં ઊભા રહીને સૂત્ર તથા અર્થનું જે ચિંતન કરવાનું છે કે ધર્મધ્યાનમાં જે સ્થિર થવાનું છે, તેને સર્વસાર આ બાર ભાવનાઓમાં આવી જાય છે, તેથી કાયોત્સર્ગ કરીને પ્રાયઃ તેનો જ આશ્રય લેવામાં આવે છે. આ ભાવનાઓના બળથી ઘણા વેગસાધકે શુકલધ્યાન પર આરૂઢ થયા છે અને પોતાના કર્મો ખપાવી સર્વજ્ઞતા તથા મોક્ષના અધિકારી બન્યા છે, એટલે જૈન યોગસાધનામાં તેની ભારે પ્રતિષ્ઠા છે. અહીં એ નોંધ કરવી પણ ઉચિત ગણશે કે જૈન શાસ્ત્રોએ આ બાર ભાવનાની જેમ મંત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓને પણ ભાવશુદ્ધિ નિમિત્તે સ્વીકાર કરેલો છે અને તેનું સમ્યક્ પ્રકારે સેવન કરવાનો આદેશ આપેલો છે. શ્રી હેમચંદ્રાચાર્યું તો સમભાવનું સંધાન કરવા માટે આ ચારે ભાવનાઓને રસાયણ તુલ્ય કહેલી છે. તાત્પર્ય કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણાથી જેમ ધ્યાન સિદ્ધિ સુધી પહોંચી શકાય છે, તેમ ઉચ્ચ પ્રકારના ચારિત્રરૂપ આપ્યાત્મથી અને ઉત્તમ વિચારરૂપ ભાવનાથી પણ ધ્યાનસિદ્ધિ સુધી પહોંચી શકાય છે, એટલે કેઈએ અમુક સાધનથી જ સિદ્ધિ થાય એ આગ્રહ કરવા જેવું નથી. ધ્યાન: ધ્યાનસિદ્ધિ અંગે વિવેચન કરતાં જૈન મહર્ષિઓ જણાવે છે કે મનની ત્રણ અવસ્થા છે. કાંતો તે જુદા જુદા વિષયોમાં ભટકતું હોય છે, કાં તે એક વિષયને ધારાબદ્ધ વિચાર કરતું હોય છે, કાતે તે એક વિષય પર એકાગ્ર થયેલું હોય છે. આમાંથી પ્રથમ અવસ્થાને ચિંતા કહે છે, બીજી અવસ્થાને ભાવના કે અનુપ્રેક્ષા કહે છે અને ત્રીજી અવસ્થાને ધ્યાન કહે છે. એમાં વિશેષ સમજવાનું એટલું છે કે જ્યારે આવી રીતે કોઈપણ એક વિષય પર મનની એકાગ્રતા એક અંતર્મુહૂર્તી એટલે બે ઘડી કે અડતાલીસ મીનીટ Page #57 -------------------------------------------------------------------------- ________________ સુધી થાય ત્યારે ધ્યાનસિદ્ધિ થઈ ગણાય છે. પરંતુ આ વાત છદ્મ એટલે જેઓ જ્ઞાનાવરણયાદિ કર્મના આવરણ નીચે હોવાથી હજી સુધી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શક્યા નથી તેમને અનુલક્ષીને સમજવાની છે, બાકી કેવળજ્ઞાનીને તો વૃત્તિ વિકલ્પરહિત અનાસંગ દશા અને સર્વ પ્રત્યક્ષ યોગનિરોધ એજ ધ્યાન હોય છે કે જેનું વર્ણન શુકલધ્યાનના ભેદ વર્ણવતાં કહી ગયા છીએ. અહીં પ્રાસંગિક જૈનમહર્ષિઓના એ મતની પણ નોંધ કરી લઈએ કે જેઓના શરીરને બાંધે અતિ ઉત્તમ કોટિને હોય તેઓ જ આ પ્રકારની ધ્યાનસિદ્ધિ કરી શકે છે. સમાધિઃ ધ્યાનનું ફળ સમતા છે અને તેથી વૃત્તિને સક્ષય થાય છે, એટલે તેનાથી સમાધિનો લાભ થવા બાબતમાં કંઈ સંદેહ નથી. ગના પ્રકારઃ વૈદિક મતવાળાઓએ યુગના મંત્રોગ, હઠયોગ, લયયાગ અને રાજગ એ ચાર પ્રકાર માન્યા છે. તેમાં જૈનોની યોગસાધના સાથે રાજયોગ સામ્ય ધરાવે છે, વળી વૈદિક મતવાળાઓએ પ્રકારાંતરે યોગના ભકિતયોગ, જ્ઞાનયોગ તથા કાગ એવા ત્રણ પ્રકારો પણ માન્યા છે, કારણ કે તેમાં ભક્તિ કે શ્રદ્ધાની પ્રધાનતા છે; સમ્ય જ્ઞાન એ જ્ઞાનાગ છે, કારણ કે તેમાં જ્ઞાનની પ્રધાનતા છે અને સમ્યફચારિત્ર એ કર્મયોગ છે, કારણ કે તેમાં ચારિત્ર કે કર્મ (ક્રિયા)ની પ્રધાનતા છે. આ પ્રકરણ પૂરું કરતાં પહેલાં એ સ્પષ્ટતા કરવી યોગ્ય લેખાશે કે ગૃહસ્થ આ યોગ ની સાધના અમુક પ્રમાણમાં કરી શકે છે, પણ તે માટે સમ્યકત્વપૂર્વક શ્રાવકના બાર વ્રત ધારણ કરવાં આવસ્યક છે કે જેના ઉલેખ પ્રથમ ભાગના આઠમા પ્રકરણમાં કરવામાં આવ્યો છે. આ વ્રતોમાં એવી સામગ્રી રહેલી છે કે તે વ્રતધારીને ઉપર્યુક્ત યે ગસાધનાની અભિમુખ કરે છે અને તેની અમુક અંશે તાલીમ આપે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજું અહિંસા જગતમાં પાપનો જે પ્રવાહ વહી રહ્યો છે, તેમાં હિંસા મુખ્ય છે. જૈન શાસ્ત્રોમાં તેને માટે પ્રાણાતિપાત શબ્દને પ્રયોગ કરવામાં આવ્યો છે, કારણ કે તેમાં કોઈને કોઈ પ્રાણુને અતિપાત એટલે નાશ જરૂર હોય છે. અહીં એ જાણવું જરૂરનું છે કે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયો. મને બળ, વચનબળ અને કાયબળ એ ત્રણ બળા, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશને પ્રાણ કહેવામાં આવે છે, એટલે કેાઈ પ્રાણનાં અંગોપાંગ છેડવા કે તેમાં પીડા ઉપજાવવી, તેનું મનોબળ, વચનબળ કે કાયબળ હણાય તેવા કોઈ પણ પ્રયોગ કરવા, તેને શ્વાસોચ્છવાસ રૂંધ કે તેના આયુષ્યનો અંત લાવ એ પ્રાણાનિપાત છે, હિંસા છે. જૈન શાસ્ત્રકારોએ હિંસાને માટે પ્રાણવધ, ઘાના, પારણા વિરાધના, પરિતાપ આદિ શબ્દોનો પ્રયોગ પણ કરે છે, કારણ કે તેમાં વધ, ઘાત, મારવાની ક્રિયા, વિરાધવાની ક્રિયા કે દુ:ખ ઉપજાવવાની ક્રિયા મુખ્ય હોય છે. વળી આ ક્રિયા મુખ્યત્વે અસંયમથી જ બને છે, એટલે તેને અસંયમ પણ કહ્યો છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં તેનાં ૩૦ નામે આપેલાં છે. જૈન મહર્ષિઓ કહે છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને બીજ સહિત તૃણ વૃક્ષ આદિ વનસ્પતિકાય, એ સર્વ જીવો અતિ Page #59 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ છે. (ઉપરથી એક આકારવાળા દેખાવા છતાં સર્વનું પૃથફ પૃથફ અસ્તિત્વ છે ઉકત પાંચ સ્થાવરકાય ઉપરાંત અંડજ, જરાયુજ દજ અને રસજ એવા પ્રાણીઓ પણ છે. એ છ વડૂજીવનિકાય કહેવાય છે. સંસારમાં જેટલા પણ છવો છે, તે સર્વને સમાવેશ આ પનિકાયમાં થઈ જાય છે. બુદ્ધિમાન પુરુષ ઉકત પદ્દનિકાયનું સર્વ પ્રકારે સમ્યફ જ્ઞાન પ્રાપ્ત કરે અને સર્વ જીવો દુઃખથી ગભરાય છે, એમ જાણીને તેને દુઃખ દે નહિ.” “જે મનુષ્ય પ્રાણીઓની સ્વયંહિંસા કરે છે, બીજાની પાસે હિંસા કરાવે છે અને હિંસા કરનારને ઉત્તેજન આપે છે, તે સંસારમાં પોતાને માટે વૈરની વૃદ્ધિ કરે છે.” “કઈ પણ પ્રાણીની હિંસા કરવી એ પોતાના આત્માની જ હિંસા છે અને કોઈ પણ પ્રાણી પર દયા કરવી એ પોતાના આત્માની જ દયા છે. તેથી આત્માથી પુરૂષોએ સર્વ પ્રકારની હિંસાને ત્યાગ કરે.” માત્ર જટાવધારવાથી, ભસ્મ ચેળવાથી કે અમુક જાતનાં વસ્ત્રો ધારણ કરવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, પરંતુ જેનું ચિત્ત સર્વ પ્રાણીઓ પ્રત્યે કરુણાથી આઈ થયેલું હોય છે, તેને જ આત્મજ્ઞાન થાય છે અને તેને જ મોક્ષ થાય છે.” કેટલાક મનુષ્યો એમ માને છે કે યજ્ઞ નિમિરો હિંસા કરવાથી સ્વર્ગે જવાય છે. તેમને એમ પૂછી શકાય કે જે યજ્ઞ સ્તંભ છેદીને, પશુઓને હણીને તથા લેહીને કાદવ કરીને સ્વર્ગે જવાનું હોય તે નરકમાં કોણ જશે? અથવા એમ કહેવાતું હોય કે યજ્ઞમાં હણેલાં પ્રાણીઓ સ્વર્ગે જાય છે. તે યજ્ઞ કરનારાઓ પોતાના માતા, પિતા, પત્ની Page #60 -------------------------------------------------------------------------- ________________ - ૪૭ પુત્ર અદિને યજ્ઞમાં કેમ હોતા નથી કે તે નિશ્ચયથી રવર્ગમાં જાય? તાત્પર્ય કે યજ્ઞ નિમિત્તે હિંસા કરવી એ અજ્ઞાનમૂલક છે અને તે પણ બીજી હિંસા જેટલી જ ભયંકર અને કડવાં ફળ આપનારી છે. આ જ કારણે ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ હિંસક યજ્ઞોની નિષ્ફળતા પકારી હતી અને ભાવ યજ્ઞ વડે આત્માને શુદ્ધ કરવાની હાકલ કરી હતી. કેટલાક મનુ કાવી–મહાકાળી આદિ દેવીઓને પ્રસન્ન કરવા માટે કુકડા, બકરા કે પાડાનું બલિદાન આપે છે, પણ તેઓ એ વસ્તુનો વિચાર કરતા નથી કે જે જગદંબા છે–જગતની માતા છે, તે પિતાના જ મારા બાળકોના બલિદાનથી કેમ પ્રસન્ન થાય? અને જે તે એવી રીતે જ પ્રસન્ન થતી હોય તો તે જગદંબા કે જગતની માતા શાની ? એટલે માતાને પ્રસન્ન કરવા માટે મૂંગા નિર્દોષ પ્રાણીઓનું બલિદાન આપવું, એ પણ અજ્ઞાન ચેષ્ટા જ છે અને તેનું ફળ દુગતિ છે. કેટલાક મનુષ્યો શિકારના શોખથી પ્રાણીઓની હિંસા કરે છે, તે પણ એટલું જ અનુચિત છે. આપણું શોખની ખાતર એક નિર્દોષ પ્રાણીનો સંહાર કરવાનો આપણને શું અધિકાર છે? આપણને જીવવું ગમે છે અને તેમને જીવવું ગમતું નથી ? તો પછી હળાહળ અન્યાયને આચરવાનો અર્થ શું ? એક કવિએ ઠીકજ કહ્યું છે કેघसन्त्यरण्येषु चरन्ति दुर्वा, पिबन्ति तोयान्यपरिग्रहाणि । तथापि वध्या हरिणा नराणां, केा लेोकमाराधयितु समर्थः?।। જેઓ અરણ્યમાં રહે છે, ઘાસ (પત્ર, ફળ, ફૂલ વગેરે વનસ્પતિ) ખાય છે અને બીજાએ નહિ ગ્રહણ કરેલું પાણી પીએ છે, તે હરણને (અને તેના જેવા બીજા નિર્દોષ પ્રાણીઓનો) મનુષ્ય શિકાર કરે છે. અહો ! આવા અન્યાયી લોકોને કોણ સમજાવી શકે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જૈન મહર્ષિએ કહે છે કે જેવા આપણા જીવ તેવા ખીજાના જીવ. જેમ આપણને પ્રાણુ વહાલા છે, જેમ આપણને સુખ ગમે છે અને દુ:ખ ગમતું નથી, તેમ અન્ય જીવોને પણ સુખ ગમે છે અને દુઃખ ગમતું નથી. આપણા પગમાં એક નાના સરખા કાંકરા ખૂંચે કે બાવળ એરડીનેા કાંટા વાગે તો પણ કેટલુ દુઃખ થાય છે? તે। જેનાં અંગેા તીક્ષ્ણ બાણાથી ભેદાતાં હશે કે ધારવાળા શસ્ત્રોથી છેદાતાં હશે, તેને કેટલું દુ:ખ થતું હશે ? આ જગતમાં સ` પ્રાણીઓને લાંબા જીવનની કામના હોય છે, પછી તે સ્વર્ગના દ્ર હાય, હ ખંડના સ્વામી હોય કે વિષ્ટામાં રહેલા કીડેા હોય તેથી કાપણું પ્રાણીની હિંસા કરવી એ અધર્મ છે. અન્યાય છે. અહી' એ સમજવું જરૂરનું છે કે હિંસા જેમ કાયાથી થાય છે, તેમ વાણી અને મનથી પણ થાય છે. કાને ખરાબ શબ્દો કહેવા અને તેના દિલને દુઃખ ઉત્પન્ન કરવું એ વાણીની હિંસા છે અને કા'નું ગૂરૂ કે અનિષ્ટ ચિતવવું એ મનની હિંસા છે. આ રીતે હિંસાનું સ્વરૂપ સમજી તેને ત્યાગ કરવેા, તેનાથી વિરામ પામવું, કે તેનાથી દૂર રહેવું એ અહિંસા છે. પ્રાણી માત્ર તરફ સમભાવ રાખવાથી જ તેનું પાલન શકય બને છે, યા કરુણા, ક્ષમા, શાંતિ, સહનશીલતા, ઉદારતા, સંયમ, સદ્ભાવના, મૈત્રી વગેરે એના પર્યાય શબ્દો છે. શ્રી સૂત્રકૃતાંગ સૂત્રમાં કહ્યું છે કે एवं खु नाणिणो सार, जं न हिसह किंचण । अहिंसा समय चेव, एयावन्तं वियाणिया || જ્ઞાનીઓના જ્ઞાનને સાર એજ છે કે કાપણુ પ્રાણીની હિંસા કરવી નહિ. અહિંસા એ જ સાચું વિજ્ઞાન છે. તેથી ચઢિયાતું ખીજું કાઈ વિજ્ઞાન નથી. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૯ અહી એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે આજે જડવાડ કે ભૌતિકવાદને પણ વિજ્ઞાનનું ઉપનામ આપવામાં આવે છે, પણ તે તે સાચા અર્થમાં વિજ્ઞાન નથી, સાચું વિજ્ઞાન તા તેને જ કહેવાય કે જેમાં કુલ સ્વરૂપે સર્વત્ર શાંતિને પ્રચાર થાય અને સહુ કાંઇ રવતંત્રતાથી પેાતાનું અભીષ્ટ સાધી શકે. પણ આ વિજ્ઞાનનાં પરિણામે તેથી ઉલ્ટા જ આવ્યાં છે. તેના ફલ સ્વરૂપે સ્વા, પ્રપંચ અને નિર્દયતાનું પ્રમાણ અનેકગણું વધી ગયુ' છે અને તેથી સસંહારક યુદ્ધની ભેરીઓ ગડગડતી જ રહી છે. આગળના જમાનામાં સરખે સરખા યુદ્ધ કરી લેતા અને ભારત જેવા નીતિપ્રધાન કે ધર્મ પરાયણ દેશમાં તે કાઇ સૂતા હાય, ગાફેલ હાય કે શસ્ત્ર રહિત હોય તેા તેના પર ઘા કરવામાં હિણપત માનવામાં આવતી. પણ આધુનિક વિજ્ઞાનના પુરસ્કર્તાએ તે અણુત્રામ્બ કે હાડ્રોજન એમ્બ ફેકીને સૂતેલાઓને, ગાફેલને, શસ્ત્ર રહિતને, તેમજ બાળકાને, યુટ્ઠાઓને, સ્ત્રીઓને, બિમારાને, અશકતાને, અરે ! અરે ! નિર્દોષ એવા પશુપ ́ખીએને પણ એક સામટા રેસી નાખતાં જરાયે નાનમ અનુભવતા નથી. આ સામે જગતના એક સહૃદય બુદ્ધિશાળી વગે ભયંકર પાકાર પાડયા છે. અને યુદ્ધ સામગ્રીના વધારાથી કદાપિ પણ જગતમાં શાંતિ સ્થાપવાની નથી એવી જાહેરાત કરી છે, પણ હિંસક શસ્ત્રોનાં બળ પર મુસ્તાક બર્મીલી જડવાદીઓની જમાત એને જરાયે મચક આપતી નથી. પરિણામે આજે સારાયે વિશ્વમાં મૃત્યુને ભય વ્યાપક બન્યા છે અને તેનાથી સહુના જીવનમાં એક પ્રકારની અસ્થિરતા આવી ગઈ છે. આવુ અત્યંત અનિષ્ટ પરિણામ લાવનારને વિજ્ઞાન કેમ કહી શકાય ? બીજી બાજુ અહિંસાનું પાલન કરવાથી ગામ ગામ વચ્ચેના પ્રાંત પ્રાંત વચ્ચેના, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના કજિયા ટળે છે, પરસ્પરને સમજવાની સદ્ભાવના પેદા થાય છે અને કાઇનું ક્રાઇ પ્રકારે અનિષ્ટ ન થાય તેની તકેદારી આવે છે. તેથી સર્વત્ર શાંતિને Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રચાર થાય છે અને સહુ કાઈ સ્વતંત્રતાથી પોતાનું અભીષ્ટ સાધી શકે છે. આજ કારણે જૈન મહિષએએ અહિંસાને સાચું અને કોષ્ઠ વિજ્ઞાન કહ્યું છે. અહિંસાના ઉપદેશ સામાન્ય રીતે સર્વ ધર્મીમાં અપાચે છે, પણ તે જૈન ધર્મના ઉપદેશ જેટલેા વ્યાપક નથી, વિશદ પણ્ નથી અને સૂક્ષ્મ પણુ નથી. તે માટે અહીં રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાજીના નિમ્ન શબ્દોની નોંધ લેવી ઉચિત ગણાશેઃ ‘જૈન ધર્મને સંસાર को अहिंसाकी शिक्षा दी है। किसी दुसरे धर्म ने अहिंसा की मर्यादा वहां तक नहीं पहुंचाइ । जैन धर्म अपने अहिंसा सिद्धान्त के कारण विश्व धर्म होनेको पुर्णतया उपयुक्त है !' કેટલાક એમ માને છે કે જૈન ધર્મ અહિંસાને વ્યાપક વિશદ-સૂમ ઉપદેશ આપ્યા છે, પણ તે જીવનમાં ઉતારી શકાય એવા નથી. તાપ કે તે અવ્યવહારુ છે. અને આપણે એક જાતને ભ્રમ જ કહી શકીએ. જે વસ્તુ આચરણમાં ઉતરી શકે તેવી ન હોય તેનેા ઉપદેશ આપવાના અ શે ? અને સમ જ્ઞાનીએ તા એવી ભૂલ ન જ કરે. એટલે જૈન ધમે અહિંસાના જે ઉપદેશ આપ્યા છે, તે જીવનમાં બરાબર ઉતારી શકાય તેવા છે. અને જૈન ધર્મના વ્રત-નિયમે તેની સાક્ષી પૂરે છે. C સાધુએ સંયમની સાધનાથે પાંચ મહાવ્રતા ધારણ કરે છે. તેમાં પહેલું મહાત્રત પ્રાણાતિપાત વિરમણ નામનું છે. એને અ એ છે કે સ` પ્રકારની જીવ હિંસામાંથી વિરમવુ–અટકી જવું. આ મહાવ્રતનું પાલન કરવા માટે તેઓ સ્થૂળ કે સૂક્ષ્મ કાઇ પણ પ્રાણીની મન, વચન, કાયાથી હિંસા કરતા નથી, ખીજાની પાસેથી કરાવતા નથી અને કાઇ તેવી હિંસા કરતું હોય તેને સારી માનતા પણ નથી. પૃથ્વીકાયમાં જીવ છે, એટલે તેને કાશ, કાદાળી કે પાવડાથી ખાદ્દતા નથી. અપકાયમાં જીવ છે, એટલે Page #64 -------------------------------------------------------------------------- ________________ પી I ! વાવ, કૂવા, તળાવ કે સરોવરમાં ઉતરતા નથી, તેમાં રહેલાં પાણીને ડહેનત નથી કે તેનો સ્પર્શ સુદ્ધાં કરતા નથી. વળી ઘડા, મટકા કે ગેળા વગેરેમાં રહેલા કાચા પાણીને પણ અડતા નથી કે તેને ઉપયોગ કરતા નથી. અહીં એ સમજવું જરૂરનું છે કે જે પાણી અગ્નિ વગેરે શસ્ત્ર પ્રયોગથી અચિત એટલે ચૈતન્ય રહિત ન થયું હોય તેને કાચું પાણી કહેવામાં આવે છે. અને જે પાણી ચૈતન્ય રહિત થયું હોય તેને પાછું પાણી કહેવામાં આવે છે. સાધુઓ પિતાનો જીવન નિર્વાહ કરવા માટે આવું પાકું પાણું ગૃહસ્થના ઘરમાંથી વહોરી લાવે છે અને તેનો ઉપયોગ કરે છે. વિહારમાં આવા પાણીને એકાદ ઘડે પિતાની પાસે રાખે છે, પણ એ પાણી ખૂટી જાય તો કાચા પાણીનો ઉપયોગ ન કરતાં તૃષાપરિષહને સમભાવે વેઠી લે છે અને એમ કરતાં કદાચ પ્રાણની આહૂતિ આપવી પડે તે જરાયે વિષાદ વિના આપી દે છે. આધુનિક જમાનામાં પણ આવા બના બનેલા છે. અગ્નિકાયમાં જીવ હોવાથી ચૂલો સળગાવતા નથી. ચકમક વાપરતા નથી કે દીવાસળી વગેરેને ઉપયોગ કરતા નથી. વાયુકાયમાં જીવ હોવાથી વીંઝણ કે પંખા વડે પવન ખાતા નથી. વનસ્પતિમાં જીવ હોવાથી કોઈપણ જાતની લીલેતરીને અડતા નથી કે તેને ઉપયોગ કરતા નથી. અહીં લીલોતરી શબ્દથી વૃક્ષ, લત્તા, કપ, કે વિપટના મૂળ, છાલ, શાખા. પત્ર, પુષ્પ, કૂલ, બીજ, વગેરે ભાગો સમજવાના છે. વળી રાત્રિભોજન કરતા નથી. પશુઓને દુઃખ થાય તે માટે હાથી ઘડા વગેરે પર સવારી કરતા નથી. તેમજ બળદ વગેરે પશુઓ કે મનુષ્યો દ્વારા ખેંચાતા વાહનોને ઉપયોગ કરતા નથી. પણ જ્યાં જવું હોય ત્યાં ચાલીને જ જાય છે. વળી પક્ષીઓને પાંજરામાં પૂરતાં તેમની સ્વતંત્રતાને લેપ થાય છે, અને તેમને દુઃખ ઉપજે છે, એટલે પક્ષીઓને પાળતા નથી. આ ઉપરાંત અહિંસા ધર્મનું પાલન કરવા માટે તેઓ નીચું Page #65 -------------------------------------------------------------------------- ________________ પર જોઇને અવર જવરવાળા માર્ગોમાં દિવસે જ ચાલે છે; પ્રિય, પથ્ય, અને તથ્ય માલે છે, તથા ખેાલતી વખતે સૂક્ષ્મ ત્રસ જીવેાની વિરાધના થાય નહિ, તેથી મુખ આઠુ વસ્ત્ર રાખે છે; વસ્ત્ર, પાત્ર તથા ઉપધિની પ્રતિદિન એ વાર પ્રતિલેખના (સૂક્ષ્મ રીતે જોવાની ક્રિયા) કરે છે, અને જે વસ્તુ પરાવવા જેવી હોય તે નિરવદ્ય એટલે જીવાની ઉત્પત્તિ ન હોય ન થાય તેવા સ્થળે પરાવે છે. એકવાર એક માસના ઉપવાસી એવા ધર્મચી નામના એક અણુગાર (સાધુ)ને ભિક્ષામાં કડવી તુંબડીનું શાક મળ્યું, તે કાઇ રીતે ખા શકાય તેવુ ન હતું, તેથી ગુરુએ તેને પરઠવી દેવાની આજ્ઞા કરી એટલે ધર્મચિ અણુગાર તેને પરવવા માટે નગર બહાર ગયા. ત્યાં ઝોળીમાંથી પાત્ર બહાર કાઢતાં એ શાકનું એક ટીપું નીચુ પડયું. તેની ગંધથી આકર્ષાઇ અનેક કીડીએ એ વિષમય હોવાથી બધાના પ્રાણ ચાલ્યા અહિંસા મૂર્તિ અણુગારે વિચાર કર્યા કે જો બિંદુથી આટલા જીવાની હિંસા થઇ તે બધું પરાવી દેતાં કેટલા વાની હિંસા થશે ? ગુરુ મહારાજની આજ્ઞા છે કે તેને નિરવદ્ય સ્થાને પરાવી દેવું, તેા એ શાક હું પાતે જ વાપરી લઉં, કારણ કે મારું ઉદર નિરવદ્ય છે. અને એ અણુગાર બધું શાક આરોગી ગયા. એ શાંક આરેાગી જતાંજ પોતાના પ્રાણ નીકળી જશે એ તેએ જાણતા હતા, એટલે તરત જ અરિહંત, સિદ્ધ સાધુ અને કેવલી ભગવંતાએ કહેલા ધર્મનું શરણુ અંગીકાર કરી સમભાવમાં ઝીલવા લાગ્યા. આ રીતે તેઓ સમભાવ પૂર્વક કાળધર્મ પામ્યા એટલે સર્વાસિહ નામના અતિ ઉત્તમ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. કહેવાનું તાત્પ એ છે કે જૈન સાધુએ આ સિદ્ધાંતના પાલન માટે ગમે તેવડા મોટા ભાગ આપવાને તત્પર રહે છે. આધુનિક યુગમાં પણ આવાં દૃષ્ટાન્તો મળી આવે છે. મીઠુ અધીક આવી જતાં સ્વાદ કે શરીરની પરવા કર્યા સિવાય પરઠવવામાં વધારે આ શાકના એકજ ત્યાં એકઠી થઇ, પણ ગયા, આ જોઇ Page #66 -------------------------------------------------------------------------- ________________ પ૩ દોષ સમજી એક આચાર્યશ્રીએ એ મીઠું વાપરી લીધું હતું અને તેથી સંગ્રહણના ભોગ બનવું પડ્યું, તેની પરવા કરી ન હતી. વિશેષમાં આ સાધુઓ પોતાની પાસે ઊનની મુલાયમ દશીઓથી બનેલું રજોહરણ નામનું એક ધાર્મિક ઉપકરણ નિરંતર પિતાની પાસે રાખે છે, અને તેનાથી જગાને પૂછ–પ્રમાઈને પછીજ તેનો ઉપયોગ કરે છે, અંગપર કોઈ જીવજંતુ ચડી ગયું હોય તે તેને એ રજોહરણથી દૂર કરે છે અને ખાસ પ્રજન વિના કાયાનું હલન ચલન પણ કરતા નથી. એટલું જ નહિ પણ તેમને કોઈ ગાળ દે, લાકડી કે હથીયારથી મારે યા બીજી રીતે તેમના અંગે પાંગમાં પીડા ઉપજાવે તે પણ તેને પ્રતિકાર કરવા ઈચ્છતા નથી, કારણ કે પ્રતિકાર કરવા જતાં સમતાને ભંગ થાય છે. અને સમતાનો ભંગ થાય તે અહિંસા ટકતી નથી. શ્રી મહા. વીર સ્વામીને સાધના કાલમાં દેવ, મનુષ્ય અને તિર્યંચ કૃત અનેક જાતના ઉપસર્ગો થયા, તે બધા તેમણે સમભાવે સહન કરી લીધા. પણ તેમાંના કેઈનો પ્રતિકાર કર્યો નહિ. એટલું જ નહિ પણ સંગમદેવ છ મહિના સુધી અનેકવિધ ઉપસર્ગો કર્યા પછી પિતાના સ્થાને પાછો ફરતો હતો ત્યારે “આ જીવનું શું થશે” એવી કરૂણતાથી તેમની આંખમાં અશ્રુ આવ્યાં હતાં. શંકાશીલ રાજવીએ બંધક નામના એક મુનિની જીવતાં ચામડી ઉતારવાને હુકમ કર્યો, અને રાજસેવકે તેનો અમલ કરવાને ઉપસ્થિત થયા પણ એ મહામુનિ જરાયે ક્ષોભ પામ્યા નહિ. રાજસેવકે તેમની ચામડી ઉતારે છે. છતાં તેઓ એક પણ કડવો શબ્દ બોલતા નથી કે મનમાં તેમનું બૂરું ઈચ્છતા નથી. મરણાંત ઉપસર્ગને તેઓ સમભાવે વેઠી લે છે અને પોતાના કર્મો ખપાવે છે. અહિંસા પાલનમાં આવાં ઉત્કૃષ્ટ દૃષ્ટાંત અન્યત્ર જોવા મળે છે ખરા ? અહિંસાને વરેલા આ સાધુઓ પોતાનો જીવન નિર્વાહ શી રીતે કરતા હશે? “એનો ઉત્તર એ છે કે જીવન નિર્વાહ માટે સ્થાન Page #67 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્ર અને આહાર પાણીની જરૂર પડે તે બીજી કોઈ રીતે નહિ પણ નિર્દોષ ભિક્ષાથી જ મેળવી લે છે, એટલે તેમને અહિંસાધર્મ બરાબર સચવાઈ રહે છે. , અહીં કોઈને પ્રશ્ન થાય કે આ રીતે સાધુઓ પિતાને જોઈતી બધી વસ્તુઓ ગૃહસ્થોના ઘરમાંથી ભિક્ષા દ્વારા મેળવે તે તેમને તંગી પડે નહિ? તકલીફ થાય કે નહિ? અને તંગી પડે કે તકલીફ થાય તે અહિંસાને સિદ્ધાંત ટકે ખરો ? એને ઉત્તર એ છે કે આ સાધુઓ કોઈના પર બળજબરી કરતા નથી કે તેમની વસ્તુઓ ઝુંટવીને લેતા નથી, પણ તેઓ સદ્ભાવ પૂર્વક જે કંઈ વહોરાવે તે જ ગ્રહણ કરે છે, અને તેમાં પણ તેને તંગી ન પડે તકલીફ ન થાય તેની ખાસ સાવધાની રાખે છે. દાખલા તરીકે પાંચ માણસનું કુટુંબ હોય અને તેઓએ પોતાને માટે ૩૫-૪૦ રોટલી કરી હોય , તે તેમાંથી માત્ર ૧ કે ૨ જ ગ્રહણ કરે છે. પણ તેથી વિશેષ ગ્રહણ કરતા નથી. સાધુઓની ભિક્ષા કરવાની રીતિને માધુકરી કે ગોચરી કહેવામાં આવે છે, તેનું કારણ પણ સમજવા જેવું છે. મધુકર જેમ જુદાં જુદાં પુષ્પમાંથી રસ ચૂસે છે પણ પુષ્પને કંઈ કીલામણું એટલે પીડા કરતા નથી. તેમ સાધુપુરૂષો જુદાં જુદાં ગૃહમાંથી ભિક્ષા મેળવે છે, પણ તેમને કંઈ ત્રાસ આપતા નથી. વળી ગાય જેમ થોડું ઘાસ અહીંથી ચરે છે, થોડું ઘાસ ત્યાંથી ચરે છે અને પિતાને નિર્વાહ કરે છે. પણ એક જ સ્થળેથી બધું ખાઈ જતી નથી, સાધુઓ ઘેડું આ ઘરમાંથી મેળવે છે. હું બીજા ઘરમાંથી મેળવે છે અને એ રીતે પોતાનો નિર્વાહ કરે છે, પણ એક જ ઘરમાંથી જોઈતું બધું મેળવતા નથી. ' ' અહીં એક વિશેષ પ્રશ્ન થવાનો સંભવ છે કે ગૃહસ્થો જે વસ્તુ કે આહાર પાણું તૈયાર કરે છે, તેમાં અમુક હિંસા તે થાય જ છે, એટલે જે સાધુઓ ગૃહસ્થને ત્યાંથી ભિક્ષા દ્વારા બધી વસ્તુઓ મેળવે છે, તેમને એ હિંસાને ભાગ આવે કે નહિ? એને Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ઉત્તર એ છે કે “ગૃહસ્થ જે કંઈ વસ્તુ કે આહાર પાણી તૈયાર કરે છે, તે પિતાને નિમિત્તે જ કરે છે, એટલે તેમાં થતી હિંસાનો દેષ તેમને જ લાગે છે, પણ તેમાંથી અતિથિરૂપે ડું ગ્રહણ કરનાર સાધુઓને લાગતો નથી. એ સ્થળે જે ગૃહસ્થ સાધુઓને ઉદ્દેશીને જ અમુક વસ્તુ કે આહાર પાણી તૈયાર કર્યા હોય અને સાધુઓ તે જાણવા છતાં તેને ગ્રહણ કરે તો એ હિંસાના જરૂર ભાગીદાર થાય, પણ તેમને શિક ભિક્ષા ગ્રહણ કરવાની સ્પષ્ટ મનાઈ છે. એટલે તેઓ એવી ઔદેશિક ભિક્ષા ગ્રહણ કરતા નથી. ગૃહસ્થ શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કરે છે. તેમાં પણ પહેલું વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ નામનું હોય છે. એટલે ગૃહસ્થાએ પણ ધર્માચરણ નિમિત્તે અહિંસાના સિદ્ધાંતને જીવનમાં બને તેટલે ઉતારવાને છે. આ વ્રતનું પાલન કરવા માટે તેઓ કોઈપણ નિરપરાધી ત્રસ જીવની સંકલ્પ પૂર્વક નિરપેક્ષ હિંસા કરતા નથી અને બાકીના છની જયણું કરે છે, આ વાક્યને યથાર્થ સમજવા માટે થોડું વિવેચન જરૂરી છે. આ જગતમાં બે પ્રકારના છ છે, એક ત્રસ અને બીજા સ્થાવર. તેમાં વ્રતધારી ગૃહસ્થને ત્રસ જીવેની હિંસાનો ત્યાગ હોય છે. અને સ્થાવર જીવોની જયણું હોય છે. જયણું એટલે જીવહિંસામાંથી બચવાને શક્ય પ્રયત્ન, ત્રસ જીવોની હિંસા બે પ્રકારે થાય છે. એક સંક૯૫થી એટલે હિંસા કરવાની બુદ્ધિથી થાય છે અને બીજી આરંભથી, એટલે જીવન નિર્વાહ માટે ન છૂટકે કરવી પડે તે. ખેતી, રસોઇ વગેરેમાં આ પ્રકારની હિંસા હોય છે. તેમાંથી વ્રતધારીઓને સંકલ્પ પૂર્વક હિંસા કરવાનો ત્યાગ હોય છે. અને આરંભની જયણું હોય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ પર સંકલ્પ હિંસા પણ મેં પ્રકાની હોય છે : એક વિ૫રાધીની અને બીજી સાપરાધીની. તેમાં વ્રતધારીએ તે નિરપરાધીની હિંસાના ત્યાગ હોય છે. અને સાપરાધીની જયણા હોય છે. આને સ્પષ્ટ અર્થ એ છે કે કાઇ મનુષ્ય પેાતાના પર હુમલા કરતા હોય } પેાતાના માતા, પિતા, પત્ની કે પુત્ર પરિવારને રંજાડતા હોય કે પોતાના દેવ ગુરૂનું ભયંકર અપમાન કરતા હોય કે પેાતાના ગામ કે દેશને નાશ કરવા તત્પર થયા હાય તે! નિવારણ કરે અને તેમાં સફળતા ન મળે તો પણ કરે, વ્રતધારી જૈન રાજાઓએ પણુ યુદ્ધ આ દ્રષ્ટિએ. શક્રય પ્રયત્નથી તેનું હિંસક પ્રતિકાર કર્યાં છે, તે તેને નિરપરાધીની હિંસા પણ એ પ્રકારે થાય છે : એક નિરપેક્ષ અને બીજી સાપેક્ષ. તેમાં વ્રતધારીઓને નિરપેક્ષ હિંસાને ત્યાગ હોય છે. અને નિરપરાધી પ્રાણીને નિર્દય માર મારવા કે બીજી રીતે પીડા કરવી તે નિરપેક્ષ હિ ંસા છે, અને સાપેક્ષ હિંસાની જયણા હાય છે. ગાય, ભેંસ બકરાં ઘેટાં, બળદ, ઊંટ, ઘેાડા, હાથી વગેરે જાનવરો નિરપરાધી હેવા છતાં આવિકા ખાતર તેમને પાળવા પડે છે. અને પ્રસ ંગે તેમને બાંધવા કે મારવા પણ પડે છે. વળી પુત્ર-પુત્રી વગેરે પરિવારને સુશિક્ષા માટે તાડન-તન કરવુ તેમાં નિરપરાધીની સાપેક્ષ હિંસા છે. તેથી તધારીને તેની જયણા હોય છે. આ રીતે વ્રતધારી ગૃહસ્થે! કૈકંપણ નિરપરાધી ત્રસ જીવની સંકલ્પ પૂર્ણાંક નિરપેક્ષ હિંસા ક્રુરતા નથી. અને બાકીના જીવાની જયા કરે છે. આ વ્રતને શુદ્ધ રાખવા માટે તે નીચેના પાંચ નિયમાનું પાલન કરે છે. (૧) કાઇપણ પ્રાણીને નિર્દય માર મારવા નહિ, કે લાકડી Page #70 -------------------------------------------------------------------------- ________________ પરોણામાં આર બેસીને તેને ઉપયોગ કરે નહિ. . (૨) કોઈપણ પ્રાણીને ગાઢ બંધનથી બાંધવું નહિ. (૩) કેઈપણ પ્રાણુના અંગોપાંગ છેદવા નહિ, એટલે કે તેમના કાન વગેરે કાપવા નહિ, તેમની ખસી કરવી નહિ, કે તેમને ડમ વગેરે દેવા નહિ. (૪) કોઈપણ પ્રાણી પર ગજા ઉપરાંત બે લાદ નહિ કે તેમની પાસેથી જે વાહન ખેંચાવવામાં આવતું હોય તેમાં વધારે પડતા ભાર ભર નહિ. (૫) પ્રાણીઓને ભૂખ્યા તરસ્યાં રાખવાં નહિ, એટલે તેમને ખવડાવવાને કે પાણી પીવડાવવાનો સમય થયો હોય તો તેમાં કાર્યવસાત્ અંતરાય નાખ નહિ. જેમણે શ્રાવકનાં બાર તો ગ્રહણ કર્યા નથી, પણ જેઓ જૈિન ધર્મમાં શ્રદ્ધાન્વિત છે અને તેના સંરકારમાં ઉછર્યા છે, તેઓ અહિંસા ધર્મને આચારમાં મૂકવા માટે ઉપરના પાંચ નિયમ ઉપરાંત નીચેના નિયમોનું પણ પાલન કરે છે. (૧) કોઈપણ પ્રકારનો માંસાહાર કર નહિ, કારણ કે નિર્દોષ પશુ-પ્રાણીઓની કતલ કર્યા વિના માંસની ઉત્પત્તિ થતી નથી. તેમજ પ્રાણીના મરણ પછી તરત જ માંસમાં સમ્મર્ણિમ જીવોની ઉત્પત્તિ થાય છે. અહીં એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે માછલી તથા ઈડાનો ઉપાય કરે એ પણ એક પ્રકારનો માંસાહાર જ છે. (૨) જે વનસ્પતિ અનંતકાય છે એટલે કે જેમાં એક શરીરમાં અનંત જીવે છે, તેને ઉપયોગ કરે નહિ. જન શાસ્ત્રોમાં ૩૨ અનંતકાય પ્રસિદ્ધ છે, તે નીચે મુજબ : (૧) સર્વ પ્રકારનાં કદ, સુર વગેરે, (ર) વજ કંદ, (૩) લીલી હળદળ, (૪) લીલું આદુ, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ (૫) લેલે કચુર (૬) શતાવરી, () બિરલિકા, (ભાં કહેલું), (૮) કુંવાર, (૯) શેર, (૧૦) ગળે, (૧૧) લસણ, (૧૨) વાંસકારેલા, (૧૩) ગાજર, (૧૪) લૂણી, (૧૫) પદ્મિની કંદ, (૧૬) ગરમર, (૧૮) કુંપલે, (સર્વ વનસ્પતિનાં ઉગતાં પાંદડાં) (૧૮) ખીરસુરાકંદ, (૧૯) ઘેગ, (૨૦) લીલી મેથ, (૨૧) ભમરછાલ, (૨૨) બિલ્ડે (કંદની એક જાત), (૨૩) અમૃત વેલ, (૨૪) મૂળો, (૨૫) બિલાડીના ટોપ (૨૬) અંકુરા, (૨૭) વથુલાની ભાજી, (વત્થલા પ્રથમ વારને અનંતકાય છે, પણ વાઢ્યા પછી ફરી ઉગેલ ન હોય તો નહીં) (૨૮) પલંક શાક, (૨૯) શુકરવાળ (જંગલી વેલો.) (૩૦) કુણી આમલી, (ચૂકે ન બંધાયે હેય ત્યાં સુધી.) (૩૧) આલુ, (સતાલુ, પીંડાલું વગેરે) (૩૨) કૂણું ફળ. (૩) બને તે દશ પર્વ, નહિ તે પાંચ પવી લીલેતરીને ત્યાગ કરે. અહીં દશર્વીથી ૨ બીજ, ૨ પાંચમ, ૨ આઠમ, ૨ એકાદશી તથા ૨ ચતુર્દશી અને પાંચ પર્વોથી સુદિ પાંચમ, ૨ આઠમ અને ૨ ચતુર્દશી સમજવાની છે. (૪) રાત્રિ ભોજન કરવું નહિ. (૫) ચૂલે જે–પૂંછને પછી જ સળગાવ. (૬) જગા પૂજણીથી સાફ કરીને પછી જ ઉપયોગમાં લેવી. (૭) છાણ-અડાયાં કે લાકડાં વગેરે જોઈને જ વાપરવાં. (૮) પાણી ગાળીને જ વાપરવું. (૯) અનાજ બરાબર સાફ કરીને પછી જ ઉપયોગમાં લેવું. (૧૦) ઘી, તેલ, તેમજ દૂધ, દહીં, વગેરેનાં વાસણે ઉઘાડ રાખવા નહિ. (૧૧) વાસી અન્ન વાપરવું નહિ, કારણ કે તેમાં લાળિયા નામના બેઈદ્રિય જીવ ઉત્પન્ન થાય છે. (૧૨) એઠું મુકવું નહિ. બને ત્યાં સુધી થાળીમાં જ જમવું Page #72 -------------------------------------------------------------------------- ________________ પટ અને તે છે અને પી જવી. એઠવાડમાં અન્ન જવાથી ખૂબ ગંદવાડ થાય છે. અને તેમાં જીવની ઉત્પત્તિ થાય છે. (૧૩) જેમાં ઘણી હિંસા થતી હોય તેવા ધંધા કરવા નહિ. (૧૪) મનુષ્ય પ્રત્યે રહેમ નજર રાખવી અને તેમને બેટી રીતે સતાવવા નહિ. (૧૫) ભૂખ્યાને અન્ન દેવું, તરસ્યાને પાણી પાવું, આશ્રય રહિતને આશ્રય આપ, ઔષધાદિકની જરૂરવાળાને ઔષધાદિ આપવા. (૧૬) આફતમાં આવી પડેલાને શક્ય મદદ કરવી. (૧૭) અશકત તેમજ નિરાધાર પશુ-પક્ષીઓની રક્ષા કરવી. તે માટે પાંજરાપોળે બાંધવી તથા પરબડીઓ ઉભી કરવી. (૧૮) ભૂખ્યા તરસ્યાં પશુને અન્ન પાણું દેવાં. (૧૯) રસ્તામાં કીડી મંડા ઉભરાતા હોય તો તેમને પૂજ@થી ડબા વગેરેમાં લઇ લેવા અને એકાંતમાં મૂકી આવવા. (૨૦) જૂ-લીખ મારવી નહિ. (૨૧) ચાંચડ, મચ્છર, વાંદા, તીડ, અને ઊંદર મારવા નહિ. (૨૨) સાપ-વીંછીને પણ મારવા નહિં. (૨૩) પશુઓને શિકાર કરે નહિ કે જાળ નાખીને માછલી પકડવાં નહિ. (૨૪) જે જે કામમાં નિર્દયતા દેખાતી હોય તેનાથી સદંતર દૂર રહેવું. Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચોથું -: દાન : જગબાંધવ જિનેશ્વર દેવો ભવ્ય જીવોને સંસાર સાગરમાંથી તારવાને માટે ધર્મની અપૂર્વ દેશના દે છે. તેમાં ધર્મના ચાર પ્રકારે વર્ણવે છે, ૧. દાન, ૨. શીલ, ૩. તપ અને ૪. ભાવ, તે પરથી દાનનું મહત્વ કેટલું હશે ? તે સમજી શકાય છે. વળી તેનું વર્ણન પહેલું કરવામાં આવે છે, તે પણ એટલું જ સૂચક છે. જો ધર્મના ચારે પ્રકારમાં તેની મુખ્યતા ન હોય તો તેનું વર્ણન પહેલું શા માટે કરવામાં આવે ? કેટલાક મનુષ્યો એમ માને છે કે અમે અનેક પ્રકારનાં સાહસો ખેડીને, અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને તેમજ અનેક પ્રકારની મુશીબતનો સામનો કરીને ધન-વૈભવ પેદા કરીએ છીએ, તે તેનો ઉપગ જાતે જ કેમ ન કરીએ ? તાત્પર્ય કે તેનું બીજાને દાન કરવું એ અમને વ્યાજબી લાગતું નથી. પણ તેમણે સમજવું જોઈએ કે દીધેલા અને ભગવેલા વચ્ચે બહુ અંતર છે. જે વસ્તુ દેવામાં આવે છે તેનાથી શ્રેયની ઉત્પત્તિ થાય છે. અને જે વસ્તુ ભોગવવામાં આવે છે, તેનાથી કર્મબંધનની પ્રાપ્તિ થાય છે. નયસાર ગામડાનો મુખી હતા અને જંગલમાં લાકડાં કપાય તેના પર દેખરેખ રાખતા હતા. પણ તેણે પોતાની પાસેના આહાર પાણીનું અપૂર્વ ઉલ્લાસથી મુનિઓને દાન દીધું તે સમ્યકત્વની સ્પર્શન થઈ અને ભવિષ્યમાં શ્રી મહાવીર નામના વશમા Page #74 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ આ દાનનું ર તિનાં સમજી લે તીર્થકર થઈ મોક્ષ પામ્યા. જ્યારે મમ્મણ નામના શેઠ પાસે નિરંતર વ્યવસાયના ફળરૂપે કોડેની મિલકત હતી. પણ તેણે કોઈને ઉલ્લાસથી દાન દીધું નહિ. ચમડી તૂટે પણ દમડી ન તૂટે એ એની નીતિ હતી. શાસ્ત્રકારના શબ્દોમાં કહીએ તે તેને પિતાની મિક્ત પર અત્યંત મૂછ હતી. પરિણામે મૃત્યુ બાદ ઘર નરકમાં ઉત્પન્ન થયો અને કલ્પનાતીત દુખે ભેગવવા લાગ્યો. આવાં દૃષ્ટાંત પાંચ-પચ્ચીસ નહિ, સો-બસો નહિ, પણ હજારે અને લાખોની સંખ્યામાં પ્રાપ્ત થાય છે. તેથી જ જેન મહર્ષિઓએ કહ્યું છે કે વ્યવસાયનું ફળ વૈભવ છે, વૈભવનું ફળ દાન છે, અને દાનનું ફળ મોક્ષ તથા વર્ગની પ્રાપ્તિ છે, દાનના અભાવે વ્યવસાય અને વૈભવ દુર્ગતિનાં કારણ બને છે. દાન કોને કહેવાય ? તે પણ બરાબર સમજી લેવું જોઈએ. માત્ર દેવું તે દાન નથી. એ રીતે તે માછીમારને અપાયેલી જાળ કસાઈને અપાયેલ છે અને ગુંડાને અપાયેલી રીવોલ્વર પણ દાનમાં જ લેખાય. અથવા પારકાની વસ્તુ પડાવી લઈને બીજાને આપી દેવી એ પણ દાન નથી. એ રીતે તે ચોરી કરીને મેળવેલ કે લૂંટફાટથી તફડાવેલે માલ બીજાને વહેંચી દે તે પણ દાન કહેવાય. તે જ રીતે જે વસ્તુ પિતાની હોય પણ અનુગ્રહ બુદ્ધિ વિના બીજાને આપવામાં આવે તેને પણ દાન કહી શકાય નહિ. એ રીતે તે પોતાના ઘરને કચરે-પૂજે કે એઠવાડ બીજાને આપી દેવો તે પણ દાન કહેવાય, અને પોતાના ઘરમાં સાપ નીકળ્યા હોય તે બીજાના હાથમાં પકડાવી દે તેને પણ દાનજ કહેવું પડે, તાત્પર્ય કે વિવેકવાળી અનુગ્રહ બુદ્ધિથી પિતાની વસ્તુ બીજાને અર્પણ કરવી તેને જ સાચું દાન કહેવાય અને તેની જ અહીં પ્રશંસા છે. જૈન મહર્ષિઓએ દાનના ચાર પ્રકાર માન્યા છે. નળ Page #75 -------------------------------------------------------------------------- ________________ (૧) અભ્રયદાન. (૨) જ્ઞાનદાન, (૩) ઉપષ્ટભદાન, અને (૪) અનુકંપાદાન, તે ચારે દાનેને અહીં ક્રમશ: પરિચય કરાવીશું, (૧) અભયદાન આપણા તરફથી પ્રાણીને મરણને ભય ન ઉપજાવ, તેને અભયદાન કહેવાય. આજ વસ્તુને અન્યત્ર અહિંસા કે જીવદયા કહેવામાં આવી છે. તેની પ્રશંસા કરતાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે આ જગતમાં મેરૂ પર્વત કરતાં મોટું શું છે ? સાગર કરતાં ગંભીર શું છે? આકાશ કરતાં વિશાળ શું છે? અને અહિંસા કે અભયદાન સમાન ધર્મ કયો છે? અર્થાત બીજે કઈ નથી. કોડે કલ્યાણને જન્મ આપનાર, વિવિધ પ્રકારના દાણું દુઓને નાશ કરનાર અને સંસાર સમુદ્રને તારનાર એક જીવદયા એટલે અભયદાન જ છે.” વિપુલ રાજ્ય, રેગથી રહિતપણું, સુંદર રૂપ, દીર્ધ આયુષ્ય, અને બીજું પણ કોઈ સુખ એવું નથી કે જે આ જીવદયા કે અભયદાનના પ્રતાપે પામી ન શકાય.' “જીને અભયદાન દેવાથી અનંત પ્રાણુઓ દેવેન્દ્ર અને ચકવર્તી પણું ભોગવી શિવસુખ પામ્યા. જન મહર્ષિઓના આ વિચારને પડશે અન્યત્ર પણ ખૂબ જોરથી પડે છે. તેમાં કહ્યું છે કે મરણના ભયથી મસ્ત થયેલા પ્રાણુઓને અભય આપવું તેનાથી વધારે શ્રેષ્ઠ ધર્મ આ જગતમાં બીજે કઈ નથી.” બ્રાહ્મણને શણગારેલી હજાર ગાય દાનમાં દેવી તેના કરતાં એક પ્રાણને અભયદક્ષિણ દેવી તે ઉત્તમ છે.' “આ જગતમાં સુવર્ણ, ગાય અને જમીનનું દાન કરનારા Page #76 -------------------------------------------------------------------------- ________________ દાતાઓ ઘણું છે, પણ પ્રાણીઓને અભયદાન કરનારા દાતાર તે કાઈક જ છે.' મોટાં મોટાં દાનેનું ફળ કાલે કરીને ક્ષય પામે છે, પણ ભયભીત પ્રાણુઓને આપેલા અભયનું ફળ ક્ષય પામતું નથી.' સર્વ વેદનું અધ્યયન કરે, સર્વ યોનું અનુષ્ઠાન કરે કે સર્વ તીર્થોને અભિષેક કરે પણ તે કોઇનું ફળ પ્રાણદયા એટલે અભયદાન જેટલું નથી. અભયદાન અને અહિંસા એકજ છે, એ વાતનો ઉલ્લેખ ઉપર થઈ ગયા છે. અને ગત પ્રકરણમાં અહિંસાને વિચાર વિસ્તા રથી કરવામાં આવ્યો છે. એટલે અહીં તેનું વિશેષ વિવેચન આવસ્યક નથી. (૨) શાનદાન જ્ઞાન શબ્દનો સામાન્ય અર્થ જાણવું થાય છે, પણ શાસ્ત્રકારે તેને વિશેષ પ્રયોગ આત્માને જાણવાના અર્થમાં તત્ત્વને જાણવાના અર્થમાં કે મેક્ષમાર્ગને જાણવાના અર્થમાં કરે છે. જ્યાં જ્ઞાનને પાપ કાર્યોમાંથી નિવૃત્તિ કુશળ પક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ કરાવનાર માન્યું છે. ત્યાં તેને આજ અર્થમાં પ્રવેગ થયેલ છે. જે જ્ઞાનના વ્યવહારિક અને પારમાર્થિક એવા બે ભેદે કરીએ તે આ જ્ઞાનને સમાવેશ પારમાર્થિકમાં થાય. પારમાર્થિક જ્ઞાન અન્યને આપવું તે જ્ઞાનદાન કહેવાય છે. પારમાર્થિક જ્ઞાન કેણ આપી શકે ? એ પ્રશ્નનો ઉત્તર જેન મહર્ષિઓએ નીચે પ્રમાણે આપ્યો છે. सविग्गो गीयत्थो, मज्झत्था देसकालभावण्णू ! नाणस्स हाइ दाया, जो सुद्धपरुवओ साहू ॥ જે સાધુ પુરુષ સંવિગ્ન એટલે સંસારના સ્વરૂપથી વૈરાગ્ય Page #77 -------------------------------------------------------------------------- ________________ પામેલો હોય, ગીતાર્થ એટલે સૂત્ર અને અર્થને બરાબર જાણના હોય, મધ્યસ્થ એટલે રાગ અને દ્વેષની મંદ પરિણતિવાળો હોય, અર્થાત કદાગ્રહી ન હોય, દેશકાલજ્ઞ એટલે જુદા જુદા દેશોના રીત રિવાજ અને જુદા જુદા સમયે કેમ વર્તવું તેનો જાણકાર હોય, શુદ્ધ પ્રસપક એટલે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબની શુદ્ધ ધર્મ, દેશના દેતા હોય તે જ્ઞાનનો-પારમાર્થિક જ્ઞાનનો દાતા થઈ શકે છે. - પારમાર્થિક જ્ઞાનની પ્રાપ્તિ તેને જ થાય છે કે જે સદ્ગુરૂ સમીપે જઈ તેમને ભકિતભાવથી વંદન કરે છે. અને વિનય તથા બહુમાન પૂર્વક તેમને ઉપદેશ સાંભળે છે. તેમજ વિવિધ પ્રકારે સેવા કરીને તેમની પ્રસન્નતા મેળવે છે. પારમાર્થિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જૈન મહર્ષિઓએ પાંચ પગથિયાં બતાવ્યાં છે. તે આ પ્રમાણે (૧) વાચના એટલે શાસ્ત્રી પાઠ અને તેના અર્થો ગ્રહણ કરવા. (૨) પૃચ્છના એટલે શાસ્ત્રી પાઠ અને તેના અર્થો પરથી ઉપસ્થિત થતા પ્રશ્નો કરી યોગ્ય સમાધાન મેળવવું. (૩) પરાવર્તન એટલે વાચન અને પૃચ્છના દ્વારા મેળવેલા જ્ઞાનની આવૃત્તિ કરવી. (૪) અનુપ્રેક્ષા એટલે તે સંબંધી ઊંડું ચિંતન કરવું (૫) ધર્મકથા એટલે ગ્ય અધિકારી એને તેને વિનિમય કરે. જ્ઞાન દેતાં જ્ઞાન વધે છે. એ ન્યાયે ધર્મકથાને પણ જ્ઞાન પ્રાપ્તિનું પગથિયું માનવામાં આવ્યું છે. જે જ્ઞાનથી હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, સંગ્રહવૃત્તિ, વગેરેને ઉત્તેજન મળે તેમ હોય તેનું દાન કરવું ઈષ્ટ નથી. કારણ કે એવું દાન દેનાર અને લેનાર બંને પાપના ભાગી થાય છે. આ વિષયમાં શાસ્ત્રકારોએ મત્પત્તિ પ્રબંધ કહ્યો છે, તેનું અહીં અવતરણ આપવું યોગ્ય લેખાશે. દેવ નામના આચાર્ય શ્રુતના પારગામી હતા. અને તેથી નિપ્રાકૃત નામને ગ્રંથ સારી રીતે જાણતા હતા કે જેમાં ઔષધિ Page #78 -------------------------------------------------------------------------- ________________ મ પ્રયાગેથી અનેક પ્રાણીએને બનાવવાને વિધિ આપેલા હતા. એક વખત આ એકાંતમાં પેાતાના શિષ્યાને આ ગ્રંથમાથી મત્સ્યાત્મત્તિને પ્રયાગ સમજાવતા હતા. તે એક માછીમારે ભીંતના આંતરે રહીને સાંભળી લીધા. પછી દુકાળ પડતાં સર્વ જળાશયે સૂકાઇ ગ્યાં, અને માછલાં પકડવાનું મુશ્કેલ બન્યું, ત્યારે તેને પેલા પ્રયાગ યાદ આવ્યા. તેના આધારે તેણે રાજ માછલાં બનાવવા માંડયાં, અને તેના વડે પેાતાનેા તથા કુટુંબીજનેને નિર્વાહ કરવા માંડયા. એમ કરતાં તે આખા દુકાળ પાર કરી ગયા, એટલે એક વખત આચાર્ય પાસે આવીને ખૂબ નમ્રતાથી કહેવા લાગ્યા કે ‘હે બાપજી! તમારા પાડ જેટલા માનુ તેટલા એછે છે. જો આપે શિષ્યાને કહેલા મત્સ્ય પ્રયોગ મેં સાંભળ્યા ન હોત તે। આ ભયંકર દુકાળમાં મા' શું થાત ?' ૧. આચાર્ય તે આ વચને! સાંભળી આભાજ બની ગયા અને એ વાતને પશ્ચાતાપ કરવા લાગ્યા કે મે આ શું કર્યું ? આ માછીમાર હવે જીંદગીભર માછલાં બનાવ્યા કરશે અને તેના પાપને હું ભાગી થઈશ. માટે એવા કાષ્ટ ઉપાય કરૂં, કે જેથી એ માછલાં બનાવતા અટકી જાય. પછી તેમણે માછીમારને કહ્યું કે હે ભદ્ર ! તે જે પ્રયાગ જાણ્યા છે તે મામુલી છે. તેનાથી બહુ બહુ તે તારી આજીવિકા ચાલે પણ જન્મનું દળદર ફીટે નહિ. માટે એક બીજો પ્રયેગ કહું તે સાંભળ. તેનાથી તું મૂલ્યવાન રત્ના બનાવી શકીશ, અને તેને વેચવાથી માટેા શ્રીમંત બની જશે. પરંતુ આ પ્રયોગ ત્યારે જ સિદ્ધ થાય છે કે જ્યારે જીવન પર્યંત જીવવધ અને માંસ ભક્ષણુને ત્યાગ કરવામાં આવે. માછીમારે તે વાત તરત જ કબુલ કરી, એટલે આચાયે તેને રત્નત્પત્તિના પ્રયોગ બતાન્યે. તેનાથી પેલે માછીમાર માલેતુજાર બન્યા અને સુખી થયેા. તાત્પર્યં કે હિંસાદિને ઉ-તેજન મળે તેવા જ્ઞાનનું દાન ઈષ્ટ નથી. Page #79 -------------------------------------------------------------------------- ________________ અહીં એ સ્પષ્ટતા કરવી ઉચિત ગણાશે કે જ્ઞાનના સદુપયોગ થવા કે દુરુપયેાગ થવા તે વ્યકિત પર આધાર રાખે છે, માટે જ્ઞાનનુ દાન કરતાં પહેલાં વ્યકિતની પૂરેપૂરી તપાસ કરવી જોઇએ, અને તે આપેલા જ્ઞાનને દુરુપયોગ નહિ કરે તેની ખાતરી કરી લેવી જોઇએ. (૩) ઉપષ્ટ ભદાન : જે વસ્તુ જીવનને ટેકે આપે તેવી હોય તેને ઉપષ્ટ ભ કહેવામાં આવે છે. આહાર, પાણી, વસ્ત્ર, ઔષધ, પીઠ, ફલક, વસતિ વગેરે તે પ્રકારની વસ્તુએ છે. તેનું સુપાત્રને દાન કરવું તે ઉપષ્ટ ભદાન કહેવાય છે. તે માટે જૈન મહિષ એ કહ્યું છે કે. आहारवसहि वत्थाइपहिं नाणीणुवग्गह कुज्जा जं भवगयाण नाणं, देहेण विणा न संभवइ ॥ સુજ્ઞ પુરૂષોએ આહાર, વસતિ, અને વસ્ત્ર વગેરે વડે જ્ઞાની પુરૂષોના ઉપગ્રહ કરવા, કારણ કે સંસારમાં રહેલાં પ્રાણીએનું જ્ઞાન દેહ વિના સંભવતું નથી. होय पाम्गलमओ, आहाराईहि विरहिओ न भवे । तदभावे य न नाण, नाणेण विणा कओ तित्थ ? ॥ દેહ પુદ્ગલમય છે, તે આહારાદિ વિના ટકી શકતા નથી, અને તેના અભાવે જ્ઞાન પણ સંભવતું નથી. વળી જ્યાં જ્ઞાન ન હોય ત્યાં તીથ' કેવું? તાત્પર્યં કે ધર્મરૂપી તીના આધાર જ્ઞાની મુનિએ છે, અને તેમને ટકવાને આધાર આહારાદિ ઉપષ્ટ ભનુ દાન છે. તેથી તેએ સુપાત્રને ઉપષ્ટ ભદાન કહે છે. તેએ ધર્મતીને ટકાવવાનું મહાપુણ્ય ઉપાર્જન કરે છે. "" “સુપાત્ર કાને કહેવાય ? ” તેને ઉત્તર આપતાં જૈન શાસ્ત્રાએ જણાવ્યું છે કે Page #80 -------------------------------------------------------------------------- ________________ शान क्रिया च द्वयमस्ति यत्र, तत् कीर्तित केवलिभिः सुपात्रम्। બધા પ્રયા , तस्मै प्रदत्त मेक्षिदायि॥ જેમાં (છવાછવાદિ તત્વોનું) જ્ઞાન પણ છે, અને (સંયમ તથા ત૫રૂ૫) ક્રિયા પણ છે. તેને કેવલી ભગવંતોએ સુપાત્ર કહેલા છે. તેમને અત્યંત શ્રદ્ધાપૂર્વક દીધેલું દાન મોક્ષને આપનારું થાય છે. પરંતુ આ જગતમાં સુપાત્રનો વેગ સહજ નથી. કારણ કે કેઇમાં ક્રિયા હેય છે પણ તત્ત્વદર્શી પણું એટલે જ્ઞાન હેતું નથી. અને કઈમાં જ્ઞાન એટલે તત્ત્વદર્શી પણું હોય છે તે ક્રિયા હતી નથી. એ ઉભયથી યુકત મુનિએ તો બહુ જ થોડા હોય છે. "સુપાત્રને દાન કેવી રીતે આપવું !' તેના ઉત્તરમાં જૈન મહર્ષિઓએ કહ્યું છે કે “અનુકંપા કરવા યોગ્ય હોય તેમના પર અનુકંપા કરવી પણ સુપાત્રને વિષે તો ભકિત કરવી જ એગ્ય છે. તેથી અન્ય બુદ્ધિ ધારણ કરતાં એટલે તેમને બીચારા–બાપડા માનીને દાન દેતાં તેમની આશાતના થાય છે, અને અતિચારને પ્રસંગ આવી પડે છે.' (૪) અનુકંપાદાન જે દાનદયા, કારણ કે અનુકંપા બુદ્ધિથી દેવાય તે અનુકંપાદાન કહેવાય. તેમાં પાત્રાપાત્રાની વિચારણા કરવી આવશ્યક નથી. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, અભ્યાગતને ભિક્ષા, બિમારને ઔષધ, અશિક્ષિતને વિદ્યા, સ્થાન રહિતને આશ્રય અને અપંગ અશકત-નિરાધારને દરેક પ્રકારની સહાય કરવી એ અનુકંપાદાનના પ્રકારો છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ એક પ્રાણીને દુખમાં રખડતું જોઈ આપણા હૃદયમાં અરેરાટી થવી જોઈએ અને તેને કોઈપણ રીતે સહાય કરવાની ભાવના પ્રગ ટવી જોઈએ, એ અનુકંપાદાનનું રહસ્ય છે. કોઈપણ પ્રાણીને દુખી જોઈ એમ કહેવું કે એનાં કર્યા છે ભોગવશે, એમાં આપણે શું?’ એ તે એક પ્રકારની નિષ્ફરતા થા અને એવી નિષ્ફરતાને જૈન ધર્મમાં મુદ્દલ સ્થાન નથી. આપણું પર દુઃખ આવી પડે તે કર્મને કાયદે વિચારી સમભાવમાં રહેવાનું છે. પણ અન્ય પ્રાણુઓને દુઃખી જે દયાવાન થવાનું છે. અને તેમને જેટલી સહાય થઈ શકતી હોય તે કરીને જ સંતોષ માન વાને છે. અહીં ખાસ વિચારવાનું એ છે કે આપણે કોઈ મેટ મુશીબતમાં ફસાઈ ગયા હોઈએ કે ભારે દુઃખમાં આવી પડયા - હાઈએ અને બધા સગા સંબંધીઓ, મિત્ર, દેતંદારે તથા આવનારા જનારા સહુ એમ જ કહે કે એના કર્યા એ ભગવશે અને કંદ પણ સહાય કર્યા વિના કે આશ્વાસનને એક શબ્દ બેલ્યા વિના ચાલ્યા જાય તે આપણને કેવું લાગે છે? એજ સ્થિતિ બીજાની સમજવી. શ્રીમાન હરિભદ્રસૂરિએ ધર્મબિંદુમાં ગૃહસ્થ ધર્મનું નિરૂપણ કરતાં જણાવ્યું છે કે દેવધિવીન પ્રતિત્તિર્જિત (૨. ગૃહસ્થ દેવ, અતિથિ (સાધુ) અને દીનજનની સેવા કરવી. અન્નસત્રો સસ્તી ભજનશાળાઓ, પાણીની પરબ, સદાવ્રત મફત કે સસ્તાં દવાખાનાં, ગરીબોને રાહત આપનારી ઇસ્પિતાલે શાળાઓ, વિદ્યાદાન આપતી સંસ્થાઓ, છાત્રવૃત્તિઓ, ધર્મશાળાઓ અશકતાશ્રય, અકસ્માત કે આફતમાં સપડાઈ ગયેલાઓને તરત મદદ પહોંચાડનારા સેવાશ્રમ વગેરે આ અનુકંપાદાનનાં જ સુફળે છે. અને તેમાં જૈન સમાજ હમેશાં અગ્રણી રહ્યો છે. વસ્તુપાળ-તેજપાળે ધર્મ કે જ્ઞાતિના ભેદ વિના સહુ કોઈને Page #82 -------------------------------------------------------------------------- ________________ મદદ કરી હતી. તથા વાવ, કૂવા અને તળાવે પણ બેસુમાર બંધાવ્યાં હતાં. સંવત તેરસે પંદર, સોળ અને સત્તરની સાલમાં ભારત વર્ષના અનેક ભાગમાં ભયંકર દુકાળ પડે, અને માણસે ટપોટપ મરવા લાગ્યા, ત્યારે જૈન શ્રીમત જગડુશાહે પિતાના ધાન્ય ભંડાર સર્વ લોકોને માટે ખુલ્લા મુકી દીધા હતા. તેજ રીતે મહમ્મદ બેગડાના સમયે ગુજરાતમાં ભારે દુકાળ પડે ત્યારે . હડાલા ગામના ખેમા શેઠ બાર માસ ચાલે તેટલું અનાજ ખરીદવાને એક કલમે પૈસા લાવ્યા હતા. અને શાહ નામ સાર્થક કર્યું હતું. આવા આવા તો અનેક દષ્ટાંત ઇતિહાસના પાને નોંધાયેલા છે. દાન કેવી રીતે દેવું? તે પણ જાણવાની જરૂર છે. તે અંગે શાસ્ત્રકારોએ કહ્યું છે કે अनादरो विलम्बश्च वैमुख्य विप्रियं वचः। पश्चात्तापश्च पञ्चामी, सद्दान दूषयन्त्यलम् ॥ અનાદર, વિલમ્બ, વૈમુખ્ય કડવા વચન અને પશ્ચાત્તાપ ગમે તેવા સારા દાનને પણ અત્યંત દૂષિત કરે છે. આ શબ્દોનું તાત્પર્ય એ છે કે કેઈ સંયોગવશાતઃ આપણું પાસે કંઈ પણ સહાય લેવા આવ્યો તે પ્રથમ “આવો” “પધારે” બેસો” એવા શબ્દો બોલીને તેને આદર કરવો પણ ક્યાંથી આવ્યા?” અત્યારે કેમ આવ્યા?” “અમે શું બધે વખત નવરાજ બેઠા છીએ આમ એકાએક ટપકી પડે છે ? વગેરે વચને બેલોને તેનો અનાદર કરવો નહિ. વળી જે સહાય કરવી હોય તે તરત જ કરવી. પણ બે દિવસ પછી મળજે અઠવાડીયે આવજે, “આજ તે મને સમય નથી તે ફરી આવજે” એમ કહીને તેને ધક્કા ખવડાવવા નહિ. જે સંયોગવશાત્ તેને વાયદે આપ જ પડે તેમ હોય તે સાચે વાયદો આપો. અથવા તેને ઓછામાં ઓછી ધક્કા Page #83 -------------------------------------------------------------------------- ________________ પડે તેની તકેદારી રાખવી. વળી સહાય કરતી વખતે તેના તરફ વિમુખતા એટલે બેદરકારી કે તિરસ્કાર દર્શાવવો નહિ. જેમ કે ‘તમે તે ભારે લપી છો.” તમારૂ ખીંજણ સાંભળ્યું, હવે વધારે માથાકુટ કરશો નહિ વગેરે. સહાય લેવા આવનારને કડવાં વચનો સંભળાવવાં નહિ. તેમજ દાન દીધા પછી મેં આ દાન શા માટે દીધું ?' ટી શરમમાં તણાઈ ગયો ! “આ દાન ન દીધું હેત તે સારૂં ' એમ બોલીને પશ્ચાતાપ કરે નહિ. આ પાંચે બાબતોથી દાનની મજા મારી જાય છે. અથવા તે દીધું તે ન દીધા જેવું જ થાય છે.' અહીં બીજી પણ ત્રણ વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી છે. તેમાંથી પ્રથમ વસ્તુ એ કે દાન બને તેટલું ગુપ્ત રીતે આપવું. અનુભવીએ તો ત્યાં સુધી કહે છે કે જમણે હાથે આપેલાની ડાબા હાથને ખબર પડવી ન જોઈએ. અને તેથી જ એવા દાખલાઓ જોવા મળે છે કે જેમાં લાડુની અંદર સેના મહોરો ઘાલીને વહેંચવામાં આવી હોય કે કોઇના ઘરમાં રાતોરાત વંડીએથી અનાજની ગુણઓ કે કપડાના તાકા ફેંકવામાં આવ્યા હોય. કીત - દાન એટલે જાહેરાત કરીને દાન દેવાની રિતીને શાસ્ત્રકારોએ સહથી કનિષ્ટ માની છે. કારણ કે તેથી કીતિની કામના પિષાય છે, મૂળ ઉદ્દેશ ગૌણ બની જાય છે અને એવું દાન સ્વીકારનારની પણ કંઈ લધુતા થાય છે. બીજી વસ્તુ એ કે દાન આપીને સાટું કરવું નહિ, જેમ કે અમે તમને અમુક રકમનું દાન આપીએ તેના બદલામાં અમારૂં નામ રાખવું પડશે, અમારા માણસોને પહેલી પસંદગી આપવી પડશે, વગેરે વગેરે. આ રીતે સારું કરવાથી દાન એક વ્યાપારી સોદો બની જાય છે. અને તેથી બધી શોભા ચાલી જાય છે. ત્રીજી વસ્તુ એ કે ન્યાયપાર્જિત શુદ્ધ દ્રવ્ય વડે દાન આપ Page #84 -------------------------------------------------------------------------- ________________ વાની ભાવના રાખવી. જે દ્રવ્ય અનીતિથી કમાયેલું હશે તો લેનારની બુદ્ધિ બગડશે અને તેથી સાચો અનુગ્રહ થરો નહિ. એરણની ચોરી કરવી અને સાયનું દાન દેવું એ વાસ્તવિક રીતે દાન નથી. ન્યાયથી ચાલવું, ન્યાયથી દ્રવ્ય મેળવવું, અને તેને અનુગ્રહ બુદ્ધિથી અન્યને વિનીગ કરવો તે જ સાચું દાન છે. દાનનાં પાંચ ભૂષણે નીચે મુજબ મનાયેલાં છે – आनन्दाश्रूणि रोमाञ्चो बहुमान प्रियंवचः। किश्वानुमोदना पात्रदानभूषणपञ्चकम् ॥ આનંદનાં આંસુ આવવા, રોમાંચ થ, બહુમાન, પ્રિયવચન અને અનુમોદના એ સુપાત્રદાનનાં પાંચ ભૂષણે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંચમું શીલ જૈન મહષિઓએ દયા–દાનને જેટલું મહત્વ આપ્યું છે, તેટલું જ મહત્વ શીલને પણ આપ્યું છે. તેઓ કહે છે કે जे केइ कम्ममुक्का सिध्धा सिज्झिहिन्ति तहा। सम्बेसि तेसि बल विसालसिलस्स दुल्ललिअं॥ જે કઈ કર્મથી મુકત થઈને સિદ્ધ થયા, સિદ્ધ થાય છે, અને સિદ્ધ થશે તે સર્વનું બળ વિશાળ શીલ વિલાસ જાણવો. તાત્પર્ય કે શીલનું સંપૂર્ણ સેવન કર્યા સિવાય કોઈને મુકિત મળી નથી, મળતી નથી અને મળવાની પણ નથી. વિશેષમાં તેઓ જણાવે છે કે નિધાનને બેદતાં ધનની પ્રાપ્તિ થાય છે, તેમ શીલને સેવતાં ધર્મની પ્રાપ્તિ થાય છે. જેમ મુશલાદિ શસ્ત્રો વડે ધાન્યનું ખંડન થાય છે તેમ શીલના સેવન વડે સર્વ પ્રકારના પાપ કે દુરાચારનું ખંડન થાય છે. વળી સુવર્ણ અને રત્નજડિત અલંકારે વડે દેહની શોભા વધે છે, તેમ શીલના સેવન વડે ચારિત્રની શોભા વધે છે.' “શીલવંત સહુને પ્રિય થાય છે. જ્યારે શીલ રહિત પિતાને મિત્ર હેય, પિતા હોય, પિતામહ હોય અથવા પુત્ર હોય તો પણ પ્રિય થતો નથી. એટલે આ જગતમાં શીલ એજ મેટું વશીકરણ છે.” શીલ શબ્દ જુદા જુદા અનેક અર્થોમાં વપરાય છે, પણ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૩ અહીં તેને વ્રત નિયમેાના અમાં સમજવાના છે. વધારે સ્પષ્ટ કહીએ તે જે વ્રતનિયમેાથી પેાતાનુ વન સુધરે, સદાચારની વૃદ્ધિ થાય કે સયમમાં સ્થિર થવાની તાકાત આવે તેને શીલ સમજવું. કેટલાક મનુષ્યા એમ માને છે કે ‘આપણી જાતને વ્રત નિયમેના કડક બંધનથી બાંધવી નહિ. એ તે ચાલે તેમ ચાલવા દેવુ. અન્યથા જીવન રસહીન થઈ જાય અને તે જીવવા જેવું રહે નહિ. પણ આ માન્યતા સરાસર ભ્રમપૂર્ણ છે. વ્રત–નિયમાનુ બુધન એ વાસ્તવિક બંધન નથી. પણ બંધનમાંથી મુકત થવાન અદ્ભુત ઉપાય છે. એટલે તેને સ્વીકાર સહ કરવા એઇએ. એ કહેવાતું બંધન કડક હોય છે, તે વાત સાચી પણ ઉપાય જેટલે કડક હોય તેટલા વધારે લાભદાયી થાય છે. કડવુ ઔષધ જવરના તરત નાશ કરે છે, એ કાણું અનુભવ્યું નથી ? એટલે સુન પુષ પાતાની જાતને નિયમેાના બધનથી બાંધતાં જરાયે અચઢાવાની જરૂર નથી. ‘ચાલે તેમ ચાલવા દેવુ” એ ડહાપણુ ભરેલા વ્યવહાર નથી. એ તો એક પ્રકારના આંધળુડિયા છે. અને તેનું પરિણામ પતનમાં જ આવે છે. પુત્રને ગણિત ગમતુ ન હાય, ઋતિહાસ આવડત ન હાય, અને વ્યાકરણ વ્યાધિકરણ જેવું લાગતું હોય તે આપણે એમ કહીએ છીએ ખરા કે ચાલતું હેાય તેમ ચાલવા દે। ? અને એમ કહીને ચાલવા દઇએ તો એ પુત્ર કાઇપણ પરીક્ષામાં ઉત્તીણું થાય ખરા ? અથવા મેાટી આશાથી વ્યાપારની પેઢી ખેાલી ડાય અને ઉધાર પાસુ નમવા લાગે કે એક પછી એક મેટી રકમ ઘલાતી જાય ત્યાં આપણે એમ કહીએ છીએ ખરા કે ચાલતુ હાય તેમ ચાલવા દો ? અને ચાલવા દુષ્ટએ તા એ પેઢીનું પાટીયું કેટલાક દિવસ ટકે ! અથવા ગુંજ્વર લાગુ પડયા હોય અને ખાંસીની પણ શરૂઆત થઈ ગઈ હોય આપણે એમ કહીએ તો Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ છીએ ખરા કે ચાલતું હોય તેમ ચાલવા દો ? અને જે દિવસ વધારે એમ ચાલવા દઈએ તો શું પરિણામ આવે છે ? તાત્પર્ય કે ચાલે તેમ ચાલવા દેવાની નીતિ કેઈપણ રીતે ડહાપણ ભરેલી નથી. તે પછી જે જીવન મહામધું ગણાય છે, અને જે ફરીને પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે, તેની બાબતમાં એ રીતે કેમ થતી શકાય? એ રીતે તે સરવાળે શૂન્ય સિવાય બીજું કંઈ દેખાવને સંભવ નથી, એટલે તેમાં વ્યવસ્થા જોઈએ, નિયમ જોઈએ યેય-લક્ષ્યની પ્રવૃત્તિ જોઈએ અને જે કંઈ વિદનો કે અંતરાય આવે તેને ઓળંગી જવાની હિંમત પણ જોઈએ. એ રીતે વર્ત. મારા જ પિતાના જીવનને સિદ્ધિ કે સફળતાથી સુવાસિત બનાવી શકે છે. અને ઊંચામાં ઊંચે આનંદ માણવાને ભાગ્યશાળી થાય છે. હવે બે શબ્દો રસ માટે કહીશું. અહીં રસ શબ્દનો પ્રયોગ આનંદ માટે કરવામાં આવ્યું છે. પણ આનંદ બે પ્રકારના હોય છે. એક ક્ષણિક અને બીજો દીર્ધકાલીન. તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ રૂ૫ અને શબ્દને સેવન દ્વારા પ્રાપ્ત થતે આનંદ ક્ષણિક છે. અને અદ્યતન સદાચાર સંયમ કે શીલ દ્વારા પ્રાપ્ત થતો આનંદ દીર્ધકાલીન છે, એટલે વ્રત નિયમો કે જેનુ ફળ સંયમનું પોષણ છે. તેનાથી જીવન રસહીન થઈ જવાની ભીતી રાખવી એ ઉલટી ગંગા વહેવડાવવા જેવું છે; જૈન મહર્ષિએ કહે છે કે જેમણે એક એકે વિષયના સેવનની લાલસા રાખી તેના ભૂંડા હાલ થયા તે જેઓ પચે વિષયના સેવનની લાલસા રાખે છે, તેના કેવા હાલ ધશે ? અહી. તેઓ હાથી, મત્ય, ભ્રમર, પતંગ અને સપના દાહરણેક આપે છે. તે સમજવા યોગ્ય છે. * હાશી સ્પેશ સુખને લાલચુ છે, એટલે થોડે દૂર હાથણીને ઉભેલી જોતાં જ તેની સામે પડે છે. પણ માર્ગમાં શું વિદન છે ? મને વિચાર કરે નથી. પરિણામે હાથી પકડનારાઓએ રસ્તામાં આડો ખેલે હોય છે, અને તેના પર ઘાસ-પત્તાં બિછાવી Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫ દીધેલાં હોય છે, તેમાં તે જઈ પડે છે. પછી તેને ભૂખનું દુઃખ સહેવું પડે છે. વાંસ વગેરેના ઘોદા ખાવા પડે છે, લેખંડની મજબુત સાંકળોથી બંધાવું પડે છે. અને બાકીનું તમામ જીવન ગુલામીમાં વ્યતીત કરવું પડે છે. મસ્ય રસ સુખનો લાલચુ છે, એટલે આટાની ગોળી કે માંસને ટૂકડે જોતાં જ તેને ઝડપી લેવાને આગળ વધે છે, પણ તેની પાછળ શું છે? તેને વિચાર કરતો નથી. પરિણામે તેના ગળામાં ગલને કાટ ભોંકાય છે. અને તે પોતાના પ્રાણ ગુમાવે છે. આ ભ્રમર ગંધનો લાલચુ છે, એટલે સુગંધી કમળમાં પડયે રહે છે, પણ સમય થતાં. સંયોગને કંઈ વિચાર કરતું નથી. સાયંકાળ થતાં કમળ બીડાઈ જાય છે. અને પિતે અંદર પૂરાઈ જાય છે. ત્યારે હમણાં બહાર નીકળું છું, હમણું બહાર નીકળું છું. એવા વિચાર કરે છે, પણ તેને અમલ કરી શકતો નથી. એવામાં સવાર પડે છે, અને પાણી પીવા આવેલા હાથીઓ કમળને ઉંચકીને મુખમાં મુકી દે છે. એટલે તેના રામ રમી જાય છે. • પતંગ રૂપને લાલચુ હોય છે, એટલે દીવાનું રૂપ જોતાં જ ઘેલો બને છે, અને આગળ પાછળ કંઈપણ વિચાર કર્યા વિના સીધો તેમાં ઝંપલાવે છે. પરિણામે તે ક્ષણમાત્રમાં બળીને ખાખ થઈ જાય છે, | સર્પ શબ્દને લાલચુ હોય છે. એટલે મોરલીને નાદ સાંભળે ત્યાં ડોલવા માંડે છે. અને બીજું બધું ભૂલી જાય છે. પરિણામે તેને મદારીના કરંડિયામાં પૂરાવું પડે છે. અને વિવિધ પ્રકારની યાતનાઓ ભોગવવી પડે છે. આપણું રેજના અનુભવમાં પણું શું જોઈએ છીએ ? કામીઓના હાલ કરૂણ થાય છે. ભોગીઓ અનેક ગના ભોગ થઈ પડે છે, અને છેલબટાઉની માફક - જીવન ગુજારનારાઓને આખરે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ મુફલિસ થઈ મૃત્યુને ભેટે કરવો પડે છે. બીજી બાજુ જે લો સંયમથી રહે છે, સદાચાર પાળે છે, અને સદ્વર્તનને આગ્રહ રાખે છે. તેમનું જીવન આરોગ્ય, શ્રી, ધૃતિ અને મતિથી યુકત હોય છે, એટલે તેઓ આનંદને દીર્ધકાલ સુધી ઉપભોગ કરી શકે છે, અને એ રીતે જીવનને રસ માણી શકે છે. જેઓ સંપૂર્ણ સંયમી છે, તેઓ આ જગતમાં વધારેમાં વધારે સુખી છે. અને તે સુખની અન્ય કેઈ સુખ સાથે સરખામણું થઇ શકતી નથી. જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે, અને કાંકરે કાંકરે પાળ બંધાય છે, તેમ નાના નાના વ્રત નિયમોથી શીલનો સંગ્રહ થાય છે, અને તેના વડે ચારિત્ર દીપી નીકળે છે. આ વિષયમાં વંકચૂલને વ્યતિકર વિશેષ પ્રતીતિ ઉપજાવે તેવું છે. તે આ પ્રમાણે – મૂળ તે પુષ્પગુલ નામને રાજકુમાર પણ નાની ઉંમરથી જુગારના છેદે ચડ્યા, અને વાંકી ચાલે ચાલીને લેકોને છેતરવા લાગે, એટલે તેનું નામ વંકચૂલ પડ્યું. તેના વર્તનથી કંટાળેલા પિતાએ જાકારે દીધે, એટલે તે પોતાની સ્ત્રી તથા બહેનને સાથે લઈને ચાલી નીકળે, પણ કેાઈએ આશ્રય આપે નહિ, આખરે તે એક ચેર પલ્લીમાં ગયે, અને સાહસ, વફાદારી, વગેરે ગુણોથી આગળ વધતાં કાળક્રમે ૫લીપતિ થયે. એકવાર જ્ઞાનતુંગ નામના આચાર્ય ફરતા ફરતા તેની પલ્લીમાં આવી પહોંચ્યા, અને વર્ષાઋતુ હોવાથી આશ્રય માગ્યો, ત્યારે વંકચૂલે કહ્યું કે તમારે અહીં ચાતુર્માસ ગાળવું હોય તે સુખેથી ગાળે, પણ તમારે મારી હદમાં રહીને કોઈને ઉપદેશ આપવો નહિ, સર્વ સંગેને વિચાર કરી આચાર્યો તે શરત કબૂલ કરી. પછી ચાતુર્માસ પૂરું થતાં આચાર્યો વિહાર કર્યો, ત્યારે વંકચૂલ તેમને વળાવવા ગયે, અને પિતાની હદ વટાવી. તે વખતે Page #90 -------------------------------------------------------------------------- ________________ આચાર્યું તેને કહ્યું કે હે મહાનુભાવ! તારી શરતને આધીન રહીને અમે હજી સુધી ઉપદેશ આપ્યું નથી. પણ હવે એ શરત પૂરી થાય છે. એટલે તને જણાવીએ છીએ કે તું કંઈપણ નિયમ લે. - વંકચૂલે તેને સ્વીકાર કરતાં આચાર્યે તેને ચાર નિયમો આપ્યાઃ (૧) અજાણ્યું ફળ ખાવું નહિ. (૨) શસ્ત્ર પ્રહાર કરતાં પહેલાં સાત ડગલાં પાછળ હઠવું. (૩) રાજરાણીને સંગ કરે નહિ, અને (૪) કાગડાનું માંસ વાપરવું નહિ. આ નિયમે દેખીતા સહેલા હતા, છતાં તેના પાલનમ વંકચુલની બરાબર કસોટી થઇ. એકવાર ચોરી કરીને પોતાના સાથીઓ સાથે પાછો ફરતો હતો, ત્યારે જંગલમાં ભૂલે પડયો, અને ત્રણ દિવસના કડાકા થયા. ચોથા દિવસે તેના સાથીઓ કેટલાંક સુંદર ફળો લઈ આવ્યા. પણ તે અજાણ્યા લેવાથી વંકચલે તેનું ભક્ષણ કર્યું નહિ. એ ફળો સાથીઓએ ખાધાં એટણે ડી જ વારમાં તેમનું મરણ નીપજ્યું, કારણ કે તે કિં પાક વૃક્ષનાં ફળો હતાં. આ પ્રસંગે વંકચૂલે વિચાર કર્યો કે જે મારે અજાણ્યાં ફળોને ખાવાને નિયમ ન હોત તે હું પણ મૃત્યુ પામત. માટે નિયમ લીધો તે સારું કર્યું. એકવાર તે બહાર ગામ ગયું હતું. ત્યારે તેના ઘેરી રાજાના ગામમાંથી કેટલાક નાટકિયા તેના ગામમાં આવ્યા, અને નાટક કરવા લાગ્યા. તે વખતે તેની ગેરહાજરી ન જણાય તે માટે તેની બહેને તેને પોષાક પહેર્યો, અને નાટક જોતાં મોડીરાત થઈ એટલે તે એમને એમ પોતાની ભાભી સાથે સૂઈ રહી. હવે તે જ દિવસે વંકચૂલ બહારગામથી આવ્યો, અને પિતાના વાસભુવનમાં દાખલ થયો. ત્યારે પોતાની પત્નીને એક પુરૂષ સાથે સૂતેલી જોઈને ક્રોધથી ધમધમી ઉઠે અને તેને મારવા માટે મ્યાનમાંથી તલવાર ખેંચી. પણ તે જ વખતે તેને નિયમ યાદ આવ્યું, એટલે તે સાત ડગલાં Page #91 -------------------------------------------------------------------------- ________________ પાછા હટ, અને તેમ કરતાં તેની તલવાર ભીંત સાથે અફળાઈને નીચે પડી. એ અવાજથી બહેન જાગી ઉઠી. અને “ખમ્મા મારા વીરને” એમ બોલીને ઉભી રહી. પછી તેણે બધી વાત કરતાં સાચી હકીકત સમજવામાં આવી, ત્યારે વંકચૂલને લાગ્યું કે આ વખતે પણ નિયમે મને બચાવી લીધો. નહિ તો મારા હાથે સગી બહેનનું ખૂન થાત. અને મારા પશ્ચાત્તાપનો પાર રહેત નહિ. એક વાર વંકચૂલ ચોરી કરવા નિમિત્તે રાજાના મહેલમાં દાખલ થયો, ત્યાં તેનો હાથ રાણુના શરીરને અડી ગયો, એટલે તે જાગી ઉઠી એકાંત જોઈને ભોગની પ્રાર્થના કરવા લાગી, પણ વંકચૂલ પોતાના નિયમમાં મકકમ હતું, એટલે તેણે કહ્યું કે 'તું તે મારી માતા સમાન છે.” રાણીને આ જવાબ ગમે નહિ, એટલે તેણે પિકાર કર્યો, કે પકડો ! પકડો ! આ ચારને, તેણે મારી છેડતી કરી છે.” અને રાજસેવકેએ આવીને તેને પકડી લીધે. બીજા દિવસે તેને રાજા સમક્ષ રજૂ કરવામાં આવ્યો, ત્યારે વંકચૂલને લાગ્યું આજે તે મને શૂળીની શિક્ષા જરૂર થશે, કારણ કે ચોરી નિમિતે રાજમહેલમાં દાખલ થવું એ ભયંકર ગુનો છે, અને તેમાં પણ રાજરાણીની છેડતીનો આરોપ છે, એટલે બચવાને કોઈ રસ્તો નથી. પણ વંકચૂલે જ્યારે રાજમહેલની ભીંત ફાડીને તેમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તેના ખખડાટથી રાજા જાગી ઉઠયો. હતો, અને તેણે ભીંતના આંતરે રહીને સર્વ દશ્ય નજરે જોયું હતું. એટલે તેને નિર્દોષ ઠરાવીને છોડી મૂકો, એટલું જ નહિ પણ રાત્રિને સમય, પૂરી એકાંત અને સામે રૂ૫ લાવણ્યથી ભરપૂર રાજરાણી છતાં તેણે મન ચલાવ્યું નહિ, એટલે તેની કદર કરી તેને પોતાને એક સામંત બનાવ્યો. તે દિવસથી વંકચૂલે ચોરીને ધંધે છોડી દીધો. અને નગરમાં વસવાનું શરૂ કર્યું. ત્યાં એકવાર તેને પેટપીડા ઉપડી Page #92 -------------------------------------------------------------------------- ________________ Se અને ખીન્ન રેગા પણ લાગુ પડયા. તે કાઇ બૈદ હકીમ મટાડી શકયા નહિ, આખરે રાજાએ ઢંઢેરો પીટાવ્યો. કે જે ડાઇ વંકચૂલને સારા કરશે તેને માં માર્ગો ઇનામ આપીશ.' ત્યારે એક બૈદ્યે રેગની પૂરી પરીક્ષા કરીને જણાવ્યું કે જે તેને કાગડાનું માંસ ખવડાવવામાં આવે તે જ સારા થઇ શકશે. પરંતુ વંકચૂકે જણાવ્યું કે- મારા નિયમ તેાડીને હું કાગડાના માંસનું ભક્ષણ કરવા ઇચ્છતા નથી, એના કરતાં મૃત્યુને વધારે પસંદ કરૂ છું.' રાજાએ આ દૃઢતાની ખૂબ પ્રશંસા કરીને જિનદાસ નામના એક શ્રાવકને તેની સારવારમાં રાકયે. તેના સહવાસથી વંકચૂલે ધર્મનું શરણ સ્વીકાયું. તેથી તે મૃત્યુ બાદ ખારમા દેવલાકે ઉત્પન્ન થયા. તાત્પર્ય કે નાના વ્રત નિયમેા ધારણ કરવાથી શીલને! સંગ્રહ થાય છે, અને તેનાથી ચારેત્ર દીપી ઉઠે છે. સાધુઓને રાસ-સદણ-ક્ષીજીંગ ધારા કહેવામાં આવે છે. કારણ કે તેએ શીલનાં ૧૮૦૦૦ અગાનું પાલન કરે છે. તે આ પ્રમાણે :-- સાધુએ ક્ષમા, મૃદુતા, ત્રકતા, મુકિત, તપ, સયમ, સત્ય, શૌચ, કિચનત્વ, અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારના શ્રમધર્મ કે યુતિધમ પાળવાના છે. તે શીલનાં ૧૦ અંંગ થયાં. આ દશ પ્રકારના શીલથી યુકત થયેલા સાધુએ પૃથ્વીકાય સમારંભ, અપકાય સમારંભ, તેજસ્કાય સમારંભ, વાયુકાય સમારંભ, વનસ્પતિકાય સમારંભ, દ્વીન્દ્રિય સમાર ંભ, ત્રીન્દ્રિય સમારંભ, ચતુરિન્દ્રિય સમાર ભ, અને પંચેન્દ્રિય સમાર ભએ દ સમાર ભાને ત્યાગ કરવાના છે, તેથી દરેક ગુણ દૃશ દશ પ્રકારના થતાં શીલનાં ૧૦૦ અંગે થયાં. . આ યુતિધર્મ યુકત સમારંભ ત્યાગ, પાંચ ઇન્દ્રિયાના જમૂવક કરવાને છે. તેથી શાલનાં ૧૦૦૪૫=૫૦૦ અંગે થયું. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તે પતિધર્મી યુકત સમારંભ ત્યાગ વડે કરવામાં આવ ઇન્દ્રિયજય આહારસના, ભયસંજ્ઞા, મૈથુન'ના, અને પરિગ્રહસના એ ચાર સંજ્ઞાથી × રહિત હાવા જોઇએ, તથા તે મન વચન અને કાયાએ ત્રણ કરણથી અને ન કરવારૂપ, ન કરાવવા રૂપ તથા- ન અનુમેાદવા ૨૫ ણુ ચાગથી હાવા જોએ એટલે શીલના ૧૦૦ × ૪ સંજ્ઞા × ૩ કરણુ × ૩ ચેાગ=૧૮૦૦૦ અંગે થયાં. શીલમાં બ્રહ્મચર્યના મહિમા અધિક છે. તે માટે જૈનાગમેમાં કહ્યું છે કેઃ 64 ' બ્રહ્મચર્યાં. એ ધર્મરૂપી પદ્મસરાવરની પાળ છે. ગુણુŘપી મહારથની ધેાસરી છે, વ્રત નિયમારૂપી વૃક્ષનું થડ છે, અને શીલરૂપી મહાનગરના દરવાજાની ભાગાળ છે. 66 જેણે બ્રહ્મચર્યંની આરાધના કરી તેણે સ` વ્રતેા, શ્રીલ, તપ, વિનય, સયમ, સમિતિ, ગુપ્તિ, અરે ! મુકિતની પશુ આરાધના કરી. સમજવી. “ બ્રહ્મચર્ય ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે. અને જિનેપષ્ટિ છે. એના પાલનથી પૂ`કાલમાં અનંત જીવા સિદ્ધ થઈ ગયા, વમાનમાં થાય છે. અને ભવિષ્યમાં થશે. × અશાતા વેદનીય અને માહનીય કર્માંના ઉદયથી થતી વિશિષ્ટ ચૈતનાઓને સંજ્ઞા કહેવામાં આવે છે. શ્રી સમવાયાં ગસૂત્રમાં તેના ચાર પ્રકારા જણાવ્યા છેઃ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ અન્યત્ર તેના દેશ, પંદર અને સેાળ વિભાગા પણ જણુાવેલા છે. તે આ પ્રમાણે :. પરિગ્રહ, ક્રોધ, માન, દૃશ સ'જ્ઞાઓ-આહાર. ભય, મૈથુન, માયા, લાલ, લેાક, અને આપ. પંદર સંજ્ઞાઓ–આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, એધ, સુખ, દુ:ખ, મેાહ, વિચિકિત્સા, ગાઢ અને ધર્મ, સાળ સંજ્ઞાઓ-ઉપરની પંદર સંજ્ઞા તથા લેાક સત્તા R Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૧ “ જે મનુષ્ય દુષ્કર બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરે છે, તેને દેવ, દાનવ, ગાન્ધ, યક્ષ, રાક્ષસ, કિન્નર વગે૨ે નમસ્કાર કરે છે. બ્રહ્મચર્યંની રક્ષા માટે જૈન મહિષઓએ નવ પ્રકારના નિયમ દર્શાવેલ છે, જેને બ્રહ્મચર્ય ગુપ્તિ કે બ્રાંચ ની નવ વાડા કહેવામાં આવે છે. તેનું પણ અહીં કિચિત્ દિગ્દર્શન કરાવીશું. (૧) વિત્તિ વસતિ સેવા-સ્ત્રી, પશુ અને નપુંસકના વાસથી રહિત એવા એકાંત વિશુદ્ધ સ્થાનમાં વાસ કરવા. સ્ત્રીએ વગેરે બ્રહ્મચારીને ભયનું કારણ છે. (૨) શ્રી જ્યા પરિહાર–સ્ત્રીઓ સબધી વાતેા કરવી નહિ, કારણ કે તેવી વાતા કરવાથી શાંત થયેલી કામવાસના સળવળી ઉઠે છે. (૩) નિષદ્યાન્નુવેરાનમ્-સ્ત્રીને બેસવાની વસ્તુ પર એસવું નહિ. જે પાટ, પાટલા, શયન, આસન, વગેરે પર સ્ત્રી બેઠી હોય તે બે ઘડી સુધી વાપરવા નહિ. (૪) ન્દ્રિયાપ્રયાગ: રાગને વશ થઇ સ્ત્રીનાં અંગાપાંગ જોવાં નહિ. ૫ હ્રયાન્તર-રામપત્ય-વનમ–ભીંતના આંતરે સ્રી પુરુષનુ યુગલ રહેતું હોય તેવા સ્થાનને ત્યાગ કરવા. '; હું જિનિસ્મૃતિ-સ્ત્રી સાથે પૂર્વે કરેલુીડાનું સ્મરણ કરવું નહિં. ૭ કળીતાને નમ્-માદક આહારનો ત્યાગ કરવા. ૮ અત્તિમાત્રામેન-લૂખા સૂકા આહાર પણ પ્રમાણથી અધિક વાપરવા નહિ. ૯ વિધાવિન નમ્ શ’ગાર લક્ષણવાળી શરીરની શાભાને ત્યાગ કરવા. અર્થાત્ સ્નાન, વિલેપન. વાસના (શરીરને સુ ́ગધિત બનાવવું તે) ઉત્તમ વસ્ત્રો, તેલ, તમેલ આદિના ઉપયોગ કરવા નહિ. Page #95 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પૂર્વક બાર વ્રતનું પાલન એ ગૃહસ્થનું શીલ છે. તે ઉપરાંત પણ તેણે કેટલાક નિયમ પાળવાના છે. જેમ કે [1] આચરજ -જ્યાં શીલ અને ધર્મનું રક્ષણપિષણ થાય, ધર્મ ક્રિયાઓ અને ધર્મ ગષ્ટી મળે તેને આયતન કહેવાય છે. તેનું સેવન કરવું. ૪ ' (૨) પદ-અવર્ણન-અનિવાર્ય કામ સિવાય બીજાના ધરમાં પગ મૂક નહિ. (૩) બદલે પહેરવેશ સાદે અને સુઘડ રાખ. • [૪] વિચાર-વિકાર ઉત્પન્ન થાય તેવાં વચને બેલવાં નહિ. (૫) કવિ વિનબાલચેષ્ટાઓનો ત્યાગ કરે. () માપુજીત્યા પાન-મીઠી વાણીથી કાર્ય સાધવું અર્થાત કહેર વચનને પ્રવેશ કરવો નહિ, ગૃહસ્થો માટે પણ બ્રહ્મચર્ય એ સૌથી મોટું શીલ છે. તે અંગે જેન મહર્ષિઓએ કહ્યું છે કે पस्तु स्वदारसंतोषी विषयेषु विरागवान् । गृहस्थोऽपि स्वशीलेन, यतिकस्पः स कल्प्यते ॥ જે પિતાની સ્ત્રીથી જ સંતુષ્ટ છે, અને વિષયમાં વિરક્ત છે, તે ગૃહસ્થ હોવા છતાં પિતાના શીલથી સાધુના સરખે ગણાય છે. શીલવત અંગે જૈન સાહિત્યમાં સેંકડો કથાઓ લખાયેલી છે, જે તેનો શીલ પ્રત્યેને અત્યંત આદર સૂચવે છે. આજે પણ જેના સ્ત્રી પુરૂષ પ્રાતઃ કાલમાં સોળ સતીઓનું સ્મરણ કરે છે. કારણ કે તે શીલવતથી શોભતી હતી, અને ગમે તેવી કપરી કસોટીમાં પણ અડગ રહી હતી. * આ છ પ્રકારે શ્રી ધર્મરત્ન પ્રકરણમાં બતાવેલા છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છ હું - તપ : મેક્ષની પ્રાપ્તિ ક્રર્મક્ષય વડે થાય છે, અને ક્રમનો ક્ષય તપ વડે થાય છે. તેથી પ્રત્યેક મુમુક્ષુને માટે તપનું આરાધન આવશ્યક મનાયું છે. . આજ સુધીમાં જે જિનો-અન્તે તીથંકરો થયા તેમણે તપ આચયુ છે. તપનો ઉપદેશ આપ્યા છે, અને તપને ભાવમંગળની ઉપમા આપી તેનુ બહુમાન પણ કરેલુ છે. ચરમ તીર્થંકર શ્રી. મહાવીર સ્વામીએ સાધના કાલમાં તપને આગળ પડતું સ્થાન આપ્યું હતુ. અને તેની સહાયથી જ માત્ર સાડા બાર વર્ષ જેટલા ટૂંકા સમયમાં અતિ ભારે કર્મોનો નાશ કર્યો હતા, એ હકીકત કાઈના પણ મનમાં તપની શકિત માટે અત્યંત માન પેદા કરે તેવી છે. જૈન મહિષઓએ કહ્યુ છે કે જેમ ક્રાઇ મોટા તળાવમાં પાણીને આવવાનો માર્ગ રૂધવામાં આવે અને પછી તેને ઉલેચવામાં કે તપાવવામાં આવે તે તે તળાવનું પાણી ક્રમે ક્રમે શોષાઇ જાય છે, તેમ સયમી પુરૂષ નવાં પાપકર્મ કરતા અટકે અને તપનો આશ્રય લે તે એ તપ વડે તેનાં ક્રોડા ભવનાં સચિત થયેલાં કર્મા ખરી પડે છે. અહીં કાષ્ટને પ્રશ્ન થાય કે ‘તપ જો આટલું મહત્વનું છે તે તેને નિર્દેશ અહિંસા અને સયમ પછી શા માટે કરવામાં આવે Page #97 -------------------------------------------------------------------------- ________________ છે? શ્રી. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે જે હા રાજ -ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે, અને તે અહિંસા, સંયમ અને તપ રૂપ છે. આ પ્રશ્નનું સમાધાન એ છે કે જૈન ધર્મમાં તપના મહત્વ માટે બે મત છે જ નહિ, પણ તપ અહિંસા અને સંયમ પૂર્વક જ આચરી શકાય છે. તેથી તેનો નિર્દેશ અહિંસા અને સંયમ પછી કરવામાં આવ્યો છે. કેટલાક તપ નિમિતે પૃથ્વીમાં ખાડે છેદીને તેમાં ગળા સુધી દટાય છે. પણ તેમ કરતાં પૃથ્વીકાયના જીવોની હિંસા થાય છે. કેટલાક તપ નિમિતે કઈ તળાવ કે સરોવરમાં જઇને ગળાબૂડ પાણીમાં ઊભા રહે છે, પણ તેમ કરતાં અપકાયના જીવોની હિંસા થાય છે, કેટલાક તપ નિમિતે પંચાગ્નિની આતાપના લે છે, પણ તેમ કરતાં તેજ સ્કાયના જીવોની હિંસા થાય છે. કેટલાક તપ નિમિતે ફળ ફૂલ કે કંદમૂળનું ભક્ષણ કરે છે. પણ તેમ કરતાં વનસ્પતિકાયના જીવોની હિંસા થાય છે. આવી હિંસાવાળી ક્રિયાઓને જૈન મહર્ષિઓ તપ માનતા નથી. તે જ રીતે જ્યાં ઈદ્વિઓને જય નથી એટલે સુંવાળાં શયન આસનનો ઉપયોગ કરવામાં આવે છે, તેલ, સેન્ટ અને પાવડરની સુગંધ માલવામાં આવે છે. મનોહર રૂપને ઉપભોગ કરવામાં આવે છે. અને સુંદર શબદ ગે કે મનોહર સ્વર લહરિએ પ્રત્યે આકર્ષણ દર્શાવવામાં આવે છે, ત્યાં પણ જૈન મહર્ષિએ તપ માનતા નથી. અહીં એમ કહેવામાં આવે છે કે “અહિંસા સંયમ સાથે તપને સંબંધ સમજી શકાય છે પણ તેને દાન અને શીલ પછી મૂકવાનું કારણ શું ? તે એનો ઉત્તર એ છે કે ‘દાન અને શીલ એ તપની પૂર્વ ભૂમિકાઓ છે, જેમ ખેતરને ખેડયા પછી તેમાં બીજ નાખ્યું હોય તે સારી રીતે ઉગે છે, તેમ દાન ધર્મ અને શીલ ધર્મને અનુસર્યા પછી તપોધર્મને અનુસરવામાં આવે તે તે વિશેષ ફળદાયી થાય છે. દરેક તીર્થકર મહાભિનિષ્ક્રમણને સમય Page #98 -------------------------------------------------------------------------- ________________ થતાં એક વર્ષ સુધી દાન દે છે. પછી પંચ મહાવ્રત રૂ૫ ઉત્તમ શીલને ધારણ કરે છે. અને ત્યારપછી જ તપ, તપ, તપશ્ચર્યા કે તપશ્ચરણનો આશ્રય લે છે. એનું જે ફળ આવે છે, તે સર્વવિદિત છે.' તપ કોને કહેવાય ? એ પ્રશ્ન પણ ઉત્તર માગે છે. કેટલાક અરણ્યના એકાંત વાસને તપ સમજે છે, પણ રેઝ વગેરે અરણ્યના એકાંત ભાગમાં જ્યાં વસતા નથી ? કેટલાક ફળ ફૂલનાં ભક્ષણથી ગુજારો કરે તેને તપ સમજે છે, પણ વાનર વગેરે ફળ કુલનાં ભક્ષણ પર ક્યાં ગુજારો કરતા નથી ? કેટલાક આતાપનાને જ તપ સમજે છે. પણ વૃક્ષ વગેરે તાપ સહેવામાં શું બાકી રાખે છે ? કેટલાક વૃક્ષની ડાળે ઊંધા માથે લટકવું તેને તપ સમજે છે. પણ ચામાચિડિયા તથા વાગોળ એ રીતે વૃક્ષની ડાળે ઊંધા માથે ક્યાં લટકતા નથી ? તાત્પર્ય કે માત્ર શારિરીક તિતિક્ષા એ અજ્ઞાન દષ્ટિ છે, અને તપની સંજ્ઞા પામતી નથી. તેમાં સમજણ તથા માનસિક તિતિક્ષાનું તત્વ ભળે તો જ તે તપનું નામ ધારણ કરે છે. કે જેની અહીં આટલી પ્રશંસા થયેલી છે. આને સ્પષ્ટાર્થ એ છે કે “સમજણ પૂર્વક શારિરીક અને માનસિક તિતિક્ષા કરવી તેને તપ કહેવાય છે.' મનુષ્ય શારિરીક તિતિક્ષા શા માટે કરવી? – એને ઉત્તર એ છે કે શારિરીક તિતિક્ષા કર્યા વિના તેફાની ઘોડા જેવી ઇન્દ્રિઓ શાંત થતી નથી કે શરીરને મદ ગળતે નથી નથી. અગ્નિ જેમ લાકડાં નાખવાથી તે વિશેષ પ્રજ્વલિત બને છે, તેમ શરીરનું વિવિધ રસ વડે વારંવાર પોષણ કરવાથી તે વિશેષ ઉન્મત બને છે. અને શીલ કે સંયમની આરાધના કરવાને યોગ્ય રહેતું નથી. નિત્ય માલ મલીદા વાપરનારા કે દૂધ ઘીનું સારી રીતે સેવન કરનારા બ્રહ્મચર્ય પાળી શકતા નથી એ આપણે રિજી દે અનુભવ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ અહીં કોઈ મહાત્મા યૂલિભદ્રનું દૃષ્ટાંત આગળ કરીને એમ કહે કે “તેઓ પૂર્વપરિચિત વેસ્યાને ત્યાં ચાતુર્માસ રહ્યા હતા. શૃંગારિક ચિત્રોથી ભરપૂર એવી ચિત્રામણ શાળામાં ઉતર્યા. હતા, અને નિત્ય નવલાં ભજન જમતા હતા, છતાં બ્રહ્મચર્ય કેમ પાળી શકયા?એને ઉત્તર એ છે કે “આવાં દૃષ્ટાંને જગમાં અતિ વિરલ છે. એટલે તેને રાજમાર્ગ નહિ પણ અપવાદ રૂપ જ લેખી શકાય. તેનું અનુકરણ કરવા જનાર અન્ય તપસ્વી મુનિ થેડા જ વખતમાં ફસાઈ પડ્યા હતા, એ યાદ રાખવું ઘટે.' - અહીં કોઈ એમ પણ કહે છે કે “કામને મુખ્ય સંબંધ મન સાથે હેય છે. એટલે તે મનસિજ કહેવાય છે, તેથી તેની તિતિક્ષા કરવી એગ્ય છે, પણ શરીર કે જે ધર્મનું મુખ્ય સાધન છે. તેની તિતિક્ષા કરવી યોગ્ય કેમ ગણાય ? એનું સમાધાન એ છે કે અહીં તિતિક્ષાના શારિરીક અને માનસિક એવા બે વિભાગે પાડયા છે, તે ઔપચારિક છે. વાસ્તવમાં શરીર અને મન એ બે તદન ભિન્ન વસ્તુઓ નથી. પણ અરસ પરસ સંકળાયેલી વસ્તુઓ છે. એટલે શારિરીક ક્રિયાની અસર મન પર થાય છે. અને માનસિક ક્રિયાની અસર શરીર પર થાય છે. તેથી જેનું શરીર હષ્ટપુષ્ટ કે માતેલું હેય તેને કામવાસના જલ્દી પ્રકટે છે, અને જેની રસાદિ સાતે ધાતુઓ શેષણ પામી હેય તેને કામવાસના પ્રગટતી નથી. આ કારણે શીલ અને સંયમની રક્ષા કરવા ઈચ્છનારે શારિરીક તિતિક્ષા અવશ્ય કરવી જોઈએ. ગૌતમ બુદધે શારિરીક તિતિક્ષાને ગૌણ ગણું અને માનસિક તિતિક્ષાને જ મહત્વ આપ્યું. તેનું પરિણામ એ આવ્યું કે બૌધ અમણેમાં ભારે શિથિલાચાર પિઠે અને આ દેશમાંથી તેમની હસ્તી ભૂંસાઈ ગઈ. તે વિષે કઈ કવિએ કટાક્ષમાં * રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજા અને શુક (વીર્ય) એ સાત ધાતુઓ. Page #100 -------------------------------------------------------------------------- ________________ मृद्धी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराइने । द्राक्षाखण्ड शर्करा वार्धरात्रे, मुक्तिश्चान्ते शाक्यपुत्रेण हष्टा॥ કમળ શયામાસૂઈ રહેવું, સવારે ઉઠીને દુગ્ધપાન કરવું, મધ્યાહનકાળે ભોજન કરવું. પાછલા પહેરે (મદિરાનું) પાન કરવું, અને અર્ધરાત્રિએ દ્રાક્ષાખંડ તથા સાકરને ઉપયોગ કરવો. આવા પ્રકારના ધર્મથી શાકયપુત્ર એટલે ગૌતમ બુધે મુકિત જોઈ હતી. તાત્પર્ય કે માનસિક તિતિક્ષા શારીરિક તિતિક્ષાથી યુકત હેવી જોઈએ, અને તે જ તેનું ધાર્યું પરિણામ આવી શકે છે. “મનુષ્ય માનસિક તિતિક્ષા શા માટે કરવી જોઇએ ? તેને ઉત્તર એ છે કે માનસિક તિતિક્ષા વિના અંતરને મેલ જોવાતો નથી. અને અંતરને મેલ ધવાય નહિ તે શાતિ કે સમતાની પ્રાપ્તિ થતી નથી. તે જ રીતે સમતાના અભાવે વીતરાગતાનાં દર્શન દુર્લભ. બને છે, અને વીતરાગતાનાં દર્શન દુર્લભ બને ત્યાં કોઈ કર્મક્ષયની અવસ્થા સંભવતી નથી. આ વિવેચન પરથી સ્પષ્ટ સમજાય છે કે જે મનુષ્યને ઉત્કૃષ્ટ આત્મવિકાસ સાધવો છે. તેણે શારીરિક અને માનસિક તિતિક્ષા રૂપ તપને આશ્રય અવશ્ય લેવો જોઇએ. “ તપ કેટલી હદે કરવું ? “એના ઉત્તરમાં જેન મહર્ષિઓએ જણાવ્યું सो अ तवो कायवा, जेण मणोऽमंगुल नबितेह। जेण न इंदियहाणी जेण जोमा न हायति ॥ મુમુક્ષ આત્માએ તેવુંજ તપ કરવું કે જેનાથી મન અમંગલનું ચિંતન કરે નહિ, અર્થાત્ આર્તધ્યાન કે રૌદ્ધ ધ્યાનમાં ચડી Page #101 -------------------------------------------------------------------------- ________________ જાય નહિજેનાથી ઈકિઓને હાનિ પહોંચે નહિ, અને જેનાથી મન, વચન તથા કાયાની પ્રવૃત્તિ કરવાની શકિત હણાય નહિ. તે સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે – कायो न केवलमयं परितापनीयो, मिष्टरसर्बहुविधनं च लालनीयः । - રિત્તેિજિળિ ત્તિ ચાન, वश्यानि येन च तदाचरितं जिनानाम् ।।.. આ શરીરને કેવળ પરિતાપ ઉપજાવ નહિ કે તેનું વિવિધ આ પ્રકારના મધુર રસો વડે પાલન પણ કરવું નહિ. જિનેશ્વર ભગવતેએ એવું તપ આદરેલું છે. કે જેનાથી ચિત્ત અને ઇન્દ્રિઓ ઉભાગે ન જતાં વશ રહે. આને આપણે અસંયમ તથા ઉગ્ર તપ વચ્ચેને મધ્યમ માર્ગ કહી શકીએ, અને માનવ સમૂહના મોટા ભાગને તે જ અનુકુળ પડે છે. - આજે થોડું, કાલે તેથી વધારે, પછી તેથી પણ વધારે, એમ જેઓ ચડતા ક્રમે આગળ વધે છે, તેમના મનની પ્રસન્નતા જળવાઈ રહે છે. અને તેમને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કરવાનો વખત આવત નથી. જ્યારે ઉત્સાહના આવેશમાં આવી જઈને એકદમ મેટું પગલું ભરનારને પસ્તાવાનો વખત આવે છે અને તે સમયે આ ધ્યાન કે રૌદ્રધ્યાન અવશ્ય થાય છે, તેથી કોઈપણ તપ પોતાની શકિતને વિચાર કર્યા વિના કરવાનું નથી. હાથ લાંબા સમય સુધી ઉંચા રાખવામાં આવે તે ખેટા પડી જાય છે, પગ લાંબા સમય સુધી ઉંચા રાખવામાં આવે તે તેની પણ એજ હાલત થાય છે. ગળાબૂડ પાણીમાં ઉભા રહેતાં શરદી થાર્ય છે, અને શરીર કુગાઈ જાય છે. સૂર્ય સામે લાંબો વખત જોઈ રહેવાથી થનું તેજ ચાલ્યું જાય છે. આ રીતે જે તપથી શરીરમાં કોઈપણ પ્રકારની ખેડખાંપણ આવતી હોય તે કરવા યોગ્ય નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૯ અહી કાષ્ટને પ્રશ્ન થાય કે શરીર તે! નાશવંત છે, તેથી તેનેા કાઇ ભાગ ખાટા પડી જાય, કે તેમાં ખાડખાંપણ આવે તે શું વાંધા ? એના ઉત્તર એ છે કે શરીર નાશવંત છે. તેથી તેના પર માહ મમતા રાખવાની નથી. પરંતુ તે ધર્મનું સાધન પણ છે. તેથી તેને ઉપયોગ એવી રીતે ન કરવા જોઇએ કે તેથી ધર્મ સાધનમાં અંતરાય ઉભા થાય. હાથ પગ, આંખ કાન વગેરે ઉપયાગી અવયવામાં ખાડ આવતાં ધમ સાધનમાં-ધાર્મિક ક્રિયાઓમાં અતરાય ઉભા થાય છે, અને અહિં સંયમનું પાલન, પણ સુલભ રહેતું નથી. આ કારણે શરીરમાં ખેાડ-ખાંપણ ન આવે તેવું તપ યાગ્ય છે. માનસિક. વાચિક, તથા કાયિક પ્રવૃત્તિ કરવાની શકિત જાળવી રાખવાના ઉદ્દેશ પણ આવા જ છે જે માનસિક પ્રવૃત્તિ કરવાની શકિત હણાય તે મનુષ્ય મૂઢ જેવા બની જાય, અને સત્યાસત્ય, હિતાહિત ક્રુ પ્રશસ્તાપ્રશસ્તને વિચાર કરી શકે નહિ. વળી તેને કાઇ વસ્તુ બરાબર યાદ રહે નહિ, તેથી સ્વાધ્યાય પણુ અશકત બની જાય. વાચિક્ર પ્રવૃત્તિ કરવાની શકિત હણાય તો ધર્મદેશના દઇ શકે નહિ, તેમજ કાયિક પ્રવૃત્તિ કરવાની શિત હણાય તેા સૂવું એસવું, ઉઠવું, ઉભા થવું, વગેરે તમામ ક્રિયાઓ અટકી પડે, તેથી દેવવંદન, ગુરૂવંદન, પ્રતિક્રમણ પ્રતિલેખના વગેરે કાઈ ક્રિયા થઇ શકે નહિ. તાત્પર્ય કે તપ કરનારે આટલી હુંદે જવાની કાઇ આવશ્યઃતા નથી. “શારિરીક તિતિક્ષા કઇ રીતે કરવી ? “ એના ઉત્તરમાં જૈન મહિષ એએ છ વસ્તુઓ રજૂ કરી છે; (૧) અનશન, (ર) ઉમેદરિકા. (૩) નૃત્તિસક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાય કલેશ, અને (૬) સલીનતા, તેમાં અનશનને પહેલું મૂકવાનુ કારણ એ છે કે તે સહુથી મોટી શારીરિક તિતિક્ષા છે. આત્માને અનાદિકાલના અભ્યા સથી આહાર સત્તા રહ્યા કરે છે. અને અશાતાવેદનીય તથા મેાહનીય Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૦ - કર્મનો ઉદય પ્રબળ હોય તો તેમાં વૃદ્ધિ પણ થાય છે આ આહાર સંજ્ઞાને સંતોષવા માટે મનુષ્યો નિત્ય નવી નવી વસ્તુઓ પર નજર દેડાવે છે, અને તેમાં તે પ્રાપ્ત થાય ત્યારે જ સંતોષ પામે છે. તેથી આહારને ત્યાગ કરે, એ બહુ મોટી શારિરીક તિતિક્ષા છે. ઘણા માણસો આહારનો ત્યાગ કરી શકે છે. પણ ભાણે બેઠા પછી તેના પર સંયમ રાખી શકતા નથી, તાત્પર્ય કે તેઓ પેટ તણાય ત્યાં સુધી ખાય છે, અને ત્યારે જ તૃપ્તિ અનુભવે છે. તેથી બીજી તિતિક્ષા તરીકે ઊનોદરિકાને નિર્દેશ કરવામાં આવ્યો છે. કેટલાક જમતી વખતે પેટને ડું ઉણું રાખી શકે છે, પણ થોડી વસ્તુઓથી સંતોષ પામતા નથી. તેઓ ડી ડી પણ અનેક જાતની વસ્તુઓ વાપરે છે, ત્યારે જ તૃપ્તિ અનુભવે છે. તેથી ત્રીજી તિતિક્ષા તરીકે વૃત્તિક્ષેપને સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાક જમવા બેઠા પછી થોડી વસ્તુઓથી ચલાવી લે છે. પણ જે વસ્તુઓ વાપરે તે રસવાળી હવાનો આગ્રહ રાખે છે. તેથી રસત્યાગને ચોથી તિતિક્ષા ગણવામાં આવી છે. કેટલાક મનુષ્ય આહારની બાબતમાં ઘણું સંયમી રહી શકે છે, પણ બીજું કષ્ટ સહન કરી શકતા નથી. જેમકે ટાઢ સહન કરવી, તાપ સહન કરે, ડાંસ મચ્છરનો ઉપદ્રવ સહન કર, ઉઘાડા પગે ચાલવું, માથું ઉઘાડું રાખવું. કેશનો લોચ કર વગેરે. તેથી કાયકલેશને પાંચમી તિતિક્ષા માની છે. કેટલાક મનુષ્યો આ બધું કરી શકે છે પણ નવરા બેસી શકતા નથી, તેઓ અહીં તહીં ફર્યા કરે છે. કે કોઈને કઈ રીતે હાથ પગ હલાવતા જ રહે છે. તેથી સલીનતા (ગોપાંગને સંકેચીને રહેવું કે એક આસન જમાવવું)ને છઠ્ઠી તિતિક્ષા માની છે. માનસિક તિતિક્ષા કઈ રીતે કરવી? તેના ઉત્તરમાં પણ જેને મહર્ષિઓએ છ વસ્તુઓ આગળ ધરી છે, ૧, પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩, વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫, ધ્યાન અને ૬. ઉત્સર્ગ. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧ આત્મનિરીક્ષણ કરી ભૂલો શેાધવી તેને આલેચના હેવાય છે. તે ભૂલા માટે દિલગીર થવું તેને નિ ંદા કહે છે. તે ભૂલોનુ ગુરૂ આગળ પ્રકાશન કરવું તે ગર્હા કહેવાય છે. અને ગુરૂ તે માટે દંડ આપે. તેને સદ્ભાવથી સ્વીકાર કરીને ચારિત્રને પુનઃ નિર્મૂળ કરવું તે પ્રાયશ્રિત કહેવાય છે. આ બધી ક્રિયા વાસ્તવિક રીતે પ્રાયશ્રિતને જ એક ભાગ છે. અને તે મનને માર્યા વિના સિદ્ધ થતા નથી, તેથી પ્રાયશ્રિતને માનસિક તિતિક્ષા માનવામાં આવી છે જે ભૂલ, સ્ખલના, દેષ કે પાપની આલેચના, નિંદા, ગર્હ અને પ્રાયશ્ચિત વડે કરવામાં આવી નથી. તેને જૈન મહર્ષિએ શલ્ય કહે છે. અને એવા શસ્યસહિત આત્મા લાખો વર્ષો સુધી ઉગ્ર અને Àાર તપ કરે તે પણ તે નિષ્ફળ જાય છે, એમ જણાવે છે. આ પરથી પ્રાયશ્રિતની મહત્તાના ખ્યાલ આવી શકશે. અહીં વિનય શબ્દથી ગુરુ શ્રુષા અને મેાક્ષનાં સાધને પ્રત્યે ને આંતરિક પ્રેમ અભિપ્રેત છે. ગુરુ ગમે તેવાં કડવાં વચને કહે છતાં, તેમના પ્રત્યે શ્રદ્દાન્વિત રહેવું અને વિવિધ ઉપચારાથી તેમની સેવા કર્યા કરવી, તથા મેાક્ષની સાધનામાં ગમે તેવા અતરાયે આવે તેા પણ તેના વિષેના સદ્ભાવ છેડવા નહિ, કે તેના માટેના પુરુષામાં એટ આવવા દેવી નહિ, તે એક પ્રકારની માનસિક તિતિક્ષા વિના પ્રેમ સંભવી શકે ? એટલે વિનયની ગણના માનસિક તિતિક્ષામાં કરેલી છે. આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન એટલે માંદા કે 1 અશકત, શૈક્ષ એટલે નવદીક્ષિત હોઇ શિક્ષા પામી રહેલા, કુલ એટલે એક આચાર્યને શિષ્ય સમુદાય, ગણુ એટલે જુદા જુદા આચાર્યંના સમાન વાચતાવાળા સહાધ્યાયીએ, સ`ધ એટલે શ્રમણ સંધ અને સાર્મિક એટલે સમાન ધર્મ પાળનારા સાધુ આ Page #105 -------------------------------------------------------------------------- ________________ દશને નિરાસ ભાવે એટલે માત્ર કર્મ નિર્જરાના હેતુથી ધર્મ સાધન નિમિત્તે આહાર, પાણી, વસ્ત્ર, ઔષધ, ઉપકરણ આદિ મેળવી આપવાને વિવિધ પ્રકારે સેવા શુશ્રુષા કરવી તેને વૈયાવૃત્ય કહેવાય છે. અહીં કોઈને એ પ્રશ્ન થાય કે આ બધી ક્રિયાઓ શરીર વડે થાય છે, એટલે તેને સમાવેશ શારિરીક તિતિક્ષામાં થઈ શકે, પણ માનસિક તિતિક્ષામાં કેવી રીતે થાય ? તેને ઉત્તર એ છે કે આ બધી ક્રિયાઓ શરીર વડે થાય છે. એ વાત સાચી પણ તે મનમાં ઈચછા ઉદ્ભવ્યા વિના થતી નથી, અને સામાન્ય રીતે ઈચ્છા ત્યારે જ ઉભ છે કે જ્યારે તેની પાછળ કેઈપણ આશંકા કે કામના હોય છે. આવી આશંકા કે કામનાને દબાવી દઈ માત્ર કર્મનિજેરાના હેતુથી શારીરિક પ્રવૃત્તિ કરવી એ સહેલું નથી. તેમાં ભારે માનસિક તિતિક્ષાની જરૂર પડે છે. વળી સેવા શુશ્રષા કરતી વખતે કોઈ કડવા વચને કહે કે ઉટાંગ–પટાંગ બોલે, કોઈ આશ કરે કે ઉતારી પાડે તે બધું સમભાવે સહી લેવાની શકિત હોય તે જ વિયાય થઈ શકે છે. તેથી વૈયાવૃત્યનો સમાવેશ માનસિક તિતિક્ષા માં કર્યો છે. ગૃહસ્થાને માટે દીન અતિથિ અને ગુરૂજનોની સેવા તથા સંઘ અને સાધર્મિકની ભકિત એ વૈયાવૃત્ય છે. નિરંકુશ રાક્ષસની પેઠે જ્યાં ત્યાં ભટકી રહેલ મનને અન્ય સર્વ વિષયમાંથી વારીને જ્ઞાનાર્જનમાં જોડવું, અને પર્યાપ્ત સમય સુધી વાચન, પૃચ્છા, પરાવર્તન, અનુપ્રેક્ષા તથા ધર્મકથા રૂ૫ પાંચ પ્રકારના સ્વાધ્યાયનો આશ્રય લે તે માનસિક તિતિક્ષા વિના સંભવી શકતું નથી, તેથી સ્વાધ્યાયને સમાવેશ પણ માનસિક તિતિક્ષામાં જ કર્યો છે. થાન તે સ્પષ્ટ રીતે મનનું દમન કરવાની જ ક્રિયા છે અને વ્યુત્સર્ગ પણ વિવિધ પ્રકારની ઈચ્છાઓને માર્યા વિના સિદ્ધ થઈ Page #106 -------------------------------------------------------------------------- ________________ શકતું નથી. તેથી તે ઉભયનો સમાવેશ પણ માનસિક તિતિક્ષામાં જ કર્યો છે. અહીં એ જણાવવું ઉચિત લેખાશે કે જેન મહર્ષિઓએ શારીરિક તિતિક્ષાના પ્રાધાન્યવાળા તપનો બાહ્મ તપ તરીકે અને માનસિક તિતિક્ષાના પ્રાધાન્યવાળા તપને અત્યંતર તપ તરીકે વ્યવહાર કર્યો છે. એટલે ઉપર્યુકત પ્રકારે બાહ્ય અને અત્યંતર તપના જ સમજવાના છે. તપથી સિદ્ધિ પણ મળે છે, ઋદ્ધિ પણ મળે છે, પૂજા અને પ્રસિદ્ધિ પણ મળે છે, પરંતુ તે નિમિતે તપ કરવું ઉચિત નથી. એવા તપને જૈન મહષિઓ એ માત્ર શરીરને શેષ માને છે. અને તેનું ફળ અતિ અલ્પ થઈ જાય છે, તેમ જણાવ્યું છે. તેઓ કહે છે કે “તપ આ લેકના સુખની ઈચ્છાથી નહિ, પરલોકના સુખની ઇચ્છાથી નહિ, કીર્તિ, વર્ણ (૨૫). શબ્દ કે લેકેષણાની ઈચ્છાથી નહિ, પણ માત્ર કમની નિર્જરાના હેતુથી જ કરવું જોઈએ. ઉપવાસ, આયંબિલ, એકાશન વગેરેના સંજનમાંથી જ વિકાસ પામેલાં અનેકવિધ તપ જિનશાસનમાં પ્રચલિત છે. ૧ અક્ષયનિધિ તપ ૧૧ અશુભ નિવારણ તપ ૨ અખંડ દશમી તપ ૧૨ અષ્ટ અષ્ટમિકા તપ ૩ અગિયાર અંગેનું તપ ૧૩ અષ્ટકર્મસૂદન તપ ૪ અંગશુદ્ધિ તપ ૧૪ અષ્ટ કર્મોત્તર પ્રકૃતિ તપ ૫ અઠ્ઠાવીશ લબ્ધિને તપ ૧૫ અષ્ટ પ્રવચન માતૃતપ ૬ અવિધવા દશમી તપ ૧૬ અષ્ટમસી તપ ૭ અદુઃખદર્શી તપ ૧૭ અષ્ટાદ્ધિક તપ ૮ અમૃતાષ્ટમી તપ ૧૮ અષ્ટાપદ તપ ૯ અંબિકા તપ ૧૯ સ્વર્ગ સ્વસ્તિક તપ ૧. અશોક વૃક્ષ તપ ૨૦ આયંબિલ વર્ધમાન તપ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૧ આગમત કેવલી તપ ૨૨ ઇન્દ્રિય પરાજય તપ ૨૩ ઋષભ કાંતુલા (હાર) તપ ૨૪ ઋષભદેવ સંવત્સર તપ ૨૫ એકાદશી (મૌન) તપ, ૨૬ એકાવલી તપ ર૭ એકસેવી શકલ્યાણકનેતપ ૨૮ એકસો સિત્તેર જિનને તપ ૨૯ કંઠાભરણ તપ ૩૦ કમળની એાળી ૩૧ કર્મચક્ર વાલ તપ ૩૨ કલકનિવારણ તપ ૩૩ કષાયજય ત૫ ૩૪ કટિશીલા તપ ૩૫ ક્ષીરસમુદ્ર તપ ૩૬ ગણધર (શ્રી વીરના)તપ ૩૭ ગુણરત્ન સંવત્સર તપ ૩૮ ગૌતમ પડશે ૩૯ ગૌતમ કમળ તપ ૪૦ ધડિયા બેધડિયાને તપ ૪૧ ઘન તપ | ૪૨ ચતુર્ગતિ નિવારણ તપ ૪૩ ચઉસદ્દી તપ ૪૪ ચંદનબાળા તપ ૪૫ ચાંદ્રાયણ તપ ૪૬ ચિન્તામણી તપ ૭ ચૌદ પૂર્વ તપ ૪૮ છ માસી તપ ૪૯ છન્નજિન ઓળીને તપ ૫૦ નિજગુણ સંપત્તિ તપ ૫૧ જિન જનક તપ પર જિન દીક્ષા તપ પ૩ જ્ઞાન પંચમી તપ કે ૫૪ તીર્થ તપ ૫૫ તીર્થંકરનિર્વાણ તપ ૫૬ તીર્થકર વર્ધમાન તપ - પ૭ તીર્થકર જ્ઞાન તપ ૫૮ તીર્થકર માતૃ તપ ૫૯ તેર કાઠિયાને તપ ૬૦ દશ પચ્ચકખાણને તપ ૬૧ દા દશમિકા તપ દર દશવિધ યતિ ધર્મ તપ ૬૩ દારિદ્રય હરણ તપ ૬૪ દીવાળી નિર્વાણદીપક તપ ૬૫ દ્વાદશાંગી તપ ૬૬ ધર્મચક્ર તપ ૬૭ નવકાર પદાક્ષરમાન તપ ૬૮ નવકાર ત૫ ૬૯ નવનિધાન ત૫ ૭૦ નવપદજીની એાળી ૭૧ નવનવામિકા તપ ૭૨ નવ બ્રહ્મચર્ય ગુપ્તિ ૭૩ નિગોદ આયુ-ક્ષય ત૫ ૭૪ નિજગીષ્ટ તપ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૫ નંદીશ્વર તપ ૭૬ નંદ્યાવર્ત તપ હ૭ પખવાસો ૭૮ પકડી તપ ૭૯ પરમ ભૂષણ તપ ૮૦ પરદેશી રાજાના છઠ્ઠ ૮૧ પંચપરમેષ્ઠી તપ ૮૨ પંચમેરુ તપ ૮૩ પંચ રંગી તપ ૮૪ પંચામૃત તપ ૮૫ પીસ્તાલીસઆગમને તપ ૮૬ પુંડરીક તપ ૮૭ પોષ દશમી તપ ૮૮ પ્રાતિહાર્ય તપ ૮૯ બત્રીશકલ્યાણક તપ ૯૦ બીજને તપ ૯૧ બ્રહતસિંહ નિક્રીડિત તપ ૯૨ બહસંસારતારણ તપ ૯૩ ભદ્રોત્તર તપ ૯૪ ભદ્ર ત૫ ૯૫ મહાધનાદિ તપ ૯૬ મહાભદ્ર તપ ૯૭ શ્રી. મહાવીર સર્વ સંખ્યા તપ ૯૮ માધમાલા તપ ૯૯ માણિકય માવડી તપ ૧૦૦ મુકુટ સપ્તમી ત૫ ૧૦૧ મુકતાવલી તપ ૧૦૨ મોક્ષત્રયોદશી તપ ૧૦૩ મેરુ કલ્યાણક તપ ૧ ૪ મોક્ષ કરંડક તપ ૧૦૫ મોટરનોત્તર તપ ૧૦૬ યેગશુદ્ધિ તપ ૧૦૭ સ્નાવલી તપ ૧૦૮ રત્નમાલા તપ ૧૦૯ રત્ન રોહણ ત૫ ૧૧૦ રત્ન પાવડી તપ ૧૧૧ રોહિણી તપ ૧૧૨ લધુસંસાર તારણ તપ ૧૧૩ લકતાલી તપ ૧૧૪ વગર તપ ૧૧૫ વીશ સ્થાનક તપ ૧૧૬ શિવકુમારનાં બેલાં ૧૧૭ મૃતદેવતા તપ ૧૮ શ્રેણી તપ ૧૧૯ ષ કાયાચન તપ ૧૨૦ સપ્ત સપ્તમિકા તપ ૧૨૧ સમવસરણ તપ ૧૨૨ સવતે ભદ્ર તપ , ૧૨૩ સર્વાગ સુંદર તપ ૧૨૪ સંવત્સર તપ ૧૨૫ સૌભાગ્ય સુંદર તપ ૧૨૬ સિદ્ધિ તપ _ ૧૨૭ સુખદુઃખ મહિમાનેતપ ૧૨૮ સુંદરી તપ ૧૨૯ સિંહાસન તપ ૧૩૦ સોભાગ્ય કલ્પવૃક્ષ તપ * 1. તપ Page #109 -------------------------------------------------------------------------- ________________ આ તપ કરવાની સામાન્ય રીતિ એવી છે કે તપના દિવસે - (૧) બ્રહ્મચર્યનું પાલન કરવું. (૨) વાણી પર સંયમ રાખવો. (૩) અમુક વખત સુધી મૌન રાખવું. (૪) અમુક સમય ધ્યાનમાં (કાયોત્સર્ગમાં) ગાળો અથવા અમુક નવકારવાળીઓ ફેરવવી.-ગણવીઃ (૫) અમુક સમયે સ્વાધ્યાયમાં એટલે ધાર્મિક પુસ્તકના વાંચનમાં ગાળવો. (૬) ક્રોધ, માન, માયા અને લેભનો બને તેટલે ત્યાગ કરવો. (૭) સવાર-સાંજ આવશ્યક ક્રિયા (પ્રતિક્રમણ) કરવી. (૮) દેવ-ગુની ભકિત કરવી. વગેરે. કોઇપણ તપ પ્રત્યાખ્યાન, કે નિયમ પૂર્વક થાય છે, અને તેને સમય પૂર્ણ થાય એટલે પારવામાં આવે છે. કોઈપણ તપમાં સૂર્યાસ્ત થયા પછી અને બીજા દિવસનો સૂર્યોદય થતાં સુધી કઈ પણ પ્રકારના આહાર–પાણી ગ્રહણ કરવામાં આવતાં નથી પારણું કરતાં પહેલાં અતિથિ સંવિભાગની ભાવના રખાય છે. એટલે કોઈ સુપાત્રને દાન આપ્યા પછી જ વાપરવા યોગ્ય વસ્તુ વપરાય છે. * તપસ્વીઓની સેવા કરવી એ જીવનનું સૌભાગ્ય લેખાય છે, અને તેમને હરેક પ્રકારે સત્કાર કરવો, એ ગૃહસ્થનું કર્તવ્ય મનાય - જૈન પર્વો લકત્તર છે, એટલે તેમાં તપશ્ચર્યા મુખ્ય હોય છે. અને તે ખૂબ ભાવના પૂર્વક કરવામાં આવે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાતમું ભાવ ભાવની ભવ્યતા પ્રકટ કરવા માટે જૈન મહર્ષિઓએ એક સુંદર ગાથા કહી છે: तक्कविहूणो विज्जो, लकरवणहीणो अ पंडिओ लाए। भावविहूणो धम्मो, तिन्नि वि नूणं हसिज्जंति ॥ તર્ક વિહીન વૈદ્ય, લક્ષણ વિહીન પંડિત. અને ભાવ વિહીન ધર્મ એ ત્રણે આ જગતમાં ખરેખર હાંસીને પાત્ર થાય છે. આ વસ્તુ થોડા વિવેચનથી સ્પષ્ટ કરીએ. વૈદ્યનો વ્યવસાય જ એવો છે કે તેમાં તર્કની વિશેષ જરૂર પડે. પ્રથમ રોગ પારખતી વખતે તર્ક કરવો પડે છે, પછી ઔષધ આપતી વખતે તર્ક કરે પડે છે, અને છેવટે દર્દીની હાલત જાણવા માટે પણ તર્ક કરો પડે છે. તેથી જે મનુષ્યમાં તર્કની શકિત નથી, ઊંડે વિચાર કરવાની આવડત નથી. તેના હાથે ગંભીર ભૂલ થવાની કે છબરડા વળવાની સંભાવના છે, અને તેમ થતાં દુનિયા તેને જરૂર હસે છે. પંડિતનું કાર્ય જ એવું છે કે તેમાં સારા લક્ષણોની અર્થાત ચારિત્રની વિશેષ જરૂર પડે છે. તે લોકોને સારા થવાનો ઉપદેશ આપતે હોય, અને તે માટે અનેક વિધ યુકિતઓ (દલીલે) આગળ ધરતે હોય પણ તેના પિતાના ચારિત્રમાં ઠેકાણું ન હોય તે લકે તેની જરૂર હાંસી કરે. Page #111 -------------------------------------------------------------------------- ________________ એકવાર એક પંડિતે અહિંસા પર એટલું જોરદાર વ્યાખ્યાન આપ્યું, કે તે સાંભળીને સર્વ શ્રોતાઓનાં દીલ પીગળી ગયાં, અને તેમણે હવે પછી માંસ, મચ્છી તથા ઈડા નહિ વાપરવાનો નિર્ણય કર્યો. એવામાં પંડિતજીને પરસેવે લૂછવા માટે રૂમાલની જરૂર પડી, અને તે ખી સામાથી ખેંચવા જતાં એક ઈડું બહાર નીકળી પડયું. એટલે તરત ત્યાં હસાહસ થઈ પડી, અને “આ તે ચાવવાના પણ જુદા છે, અને બતાવવાના પણ જુદા છે.” એમ બોલીને સર્વ શ્રોતાઓ ચાલતા થયા. ધર્મને ઉદ્દેશ મનુષ્યને ઉચ્ચ વિચાર અને ઉચ્ચ આચાર દ્વારા મેક્ષ તરફ દોરી જવાનો છે. એટલે તેમાં ભાવની વિશેષ જરૂર પડે છે. જે ભાવ ન હોય તે ઉચ્ચ વિચારો આવે કયાંથી ? અને ઉચ્ચ વિચાર આવે નહિ તે ઉચ્ચ આચાર ઘડાય કયાંથી? વળી આચાર વિના કોઈ મેક્ષ મેળવી શકતું નથી. એ વસ્તુ સુસ્પષ્ટ છે. તેથી જે ધર્મ મેક્ષનો ઉપદેશ આપે છે, પણ ભાવ પર ભાર મૂકતા નથી. તેને વિદ્વાને હસે છે, અને અહીં તે જમ્બર પિલ છે.” એમ કહીને તેની ઠેકડી ઉડાવે છે. આ રીતે તર્ક વિહીન વૈદ્ય, લક્ષણ વિહીન પંડિત અને ભાવ વિહીન ધર્મ એ ત્રણે આ જગતમાં ખરેખર ! લોકેાની હાંસીને પાત્ર થાય છે. આપણા મનમાં જે વિચાર આવે છે, જે લાગણીઓ ઉભવે છે, અને જે ઈચ્છાઓ કે અભિલાષાઓ જન્મે છે, તે સર્વને વ્યકત કરવાનું સાધન ભાવ છે, એટલે તે અશુભ અને શુભ એમ બને પ્રકારને હોઈ શકે છે. તેમાં અશુભ ભાવ કર્મબંધનનું કારણ છે, એટલે હેય છે–છોડવા યોગ્ય છે, અને શુભ ભાવ કર્મક્ષયનું નિમિત્ત છે, એટલે ઉપાદેય છે, આરાધવા યોગ્ય છે. શાસ્ત્રકારોએ આ શુભ ભાવને, શુભ ભાવની વૃત્તિને, શુભ ભાવના ઉલ્લાસને જ ભાવ ધર્મ કહ્યો છે, અને તેની જ શત મુખે પ્રશંસા કરી છે. તેઓ કહે છે કેઃ Page #112 -------------------------------------------------------------------------- ________________ भाबुच्चिअ परमत्थो, भावो धम्मस्त साहओ भणिओ। सम्मत्तस्स वि बी, भावुच्चिअ बिति जगगुरुणा ।। - ભાવ એજ પરમાર્થ છે. ભાવને જ ધર્મને સાધક કહે છે, અને ભાવ એજ સમ્યકત્વનું બીજ છે. એમ જગશ્રુ જિનેશ્વર ભગવતે કહે છે. ભાવને પરમાર્થ કહેવાનું કારણ એ છે કે તે સર્વ વિચારણાનો સાર છે. ભાવને ધર્મ સાધક કહેવાનું કારણ એ છે કે દાન, શીલ અને તપની સંપત્તિ તેના વડે જ ફલને ધારણ કરે છે. ભાવને સમ્યકત્વનું બીજ કહેવાનું કારણ એ છે કે તેનો ઉલ્લાસ થયા પછી જ આત્મા સમ્યકત્વને સ્પર્શે છે. ભાવનું મહત્વ સમજાવવા માટે જૈન શાસ્ત્રકારે રસોઈ અને મીઠાનું (લવણનું) ઉદાહરણ આપે છે, જેમકે કઈ રઈમાં બધા મસાલા માપસર પડયા હેય પણ લવણની ખામી રહી હોય તે એ સ્વાદિષ્ટ લાગતી નથી, તેમ જે ધર્મમાં દાન, દયા, શીલ, સંયમ, તપ, તિતિક્ષા વગેરેનું વિધાન બરાબર હોય પણ ભાવ પર ભાર મૂકાયો ન હોય તે એ સુંદર લાગતો નથી. ઘણુ મનુષ્યો કાયાની પ્રવૃત્તિને-કાયવ્યાપારને મહત્ત્વ આપે છે. તેમને ઉદ્દેશીને જૈન મહર્ષિઓએ કહ્યું છે કે – जन हु बंधेो भणिओ, जीवस्स वहे वि समिहगुत्तीण। भावो तत्थ पमाण, न पमाण कायवावारो॥ જ્યારે સમિતિ અને ગુપ્તિ પૂર્વક વર્તતા સાધુઓને જીવને વધ થવા છતાં કર્મને બંધ કહેલું નથી, ત્યારે ભાવ એ જ પ્રમાણ સમજવાનું છે, નહિ કે કાયાની પ્રવૃત્તિ-કાયાનો વ્યાપાર આ કથનનું તાત્પર્ય એ છે કે ધર્મારાધનમાં માત્ર કાયાને વ્યાપાર જ લક્ષમાં લેવાને હેય તે જે સાધુઓ સમિતિ અને ગુપ્તિથી યુકત છે, એટલે કે અપ્રમત્ત ભાવે વિચરે છે, તેમને પણ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કર્મબંધનને પ્રસંગ આવે, કેમકે તેમની ગમનાગમનાદિ પ્રવૃત્તિથી કેટલાક ને વધુ જરૂર થાય છે. પણ તેમને કર્મબંધન માન્યું નથી. કારણ કે ત્યાં અપ્રમત્ત ભાવ છે. અને જ્યાં અપ્રમત્ત ભાવ છે, ત્યાં હિંસા સંભવતી નથી. શ્રી. તસ્વાર્થ સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે – પ્રમત્તાત્ કાવ્યuruvi fધ્રા-પ્રમત્ત યોગથી પ્રાણનું જે વ્યપર પણ થાય તે હિંસા. આ વસ્તુ સિદ્ધ કરે છે કે કર્મબંધન અને કર્મક્ષયના વિષયમાં મુખ્યતા ભાવની છે, નહિ કે કાયવ્યાપારની. અનુભવી પુરુષોએ ‘મન gવ મનુષ્યtiાં જ વંધાઃ એ સૂત્ર દ્વારા સ્પષ્ટ કર્યું છે કે “મન મલિન થઈને અશુભ ભાવોનું સેવન કરે તો કર્મબંધનનું કારણ બને છે, અને પવિત્ર થઈને શુભ ભાવોનું સેવન કરે તે મેક્ષનું કારણ બને છે. એટલે બંધ મૂક્ષને બધે ખેલ મન કે ભાવ પર જ રચાયેલ છે. અહીં જૈન મહર્ષિઓના એ શબ્દો પણ યાદ કરવા જેવા किं बहु भणिएण, तत्त सुणेह भो महासत्ता । मुक्खसुहबीअभूओ, जीवाण सुहावही भावे।। હે મહાનુભાવો ! વધારે વર્ણન કરવાથી શું ? તમે તત્ત્વરૂ૫ એક વાત સાંભળી લે, કે મોક્ષ સુખના બીજ જે ભાવ જીવોને સાચું સુખ આપનારો છે.” ભાવમાં એક વિશેષતા એ છે કે તે થોડા જ સમયમાં તેલના બિંદુની જેમ ઘણા વિસ્તાર પામે છે, અને તેથી જે કર્મો લાખ વર્ષમાં પણ ન ખપે તેવા હોય તે ક્ષણ માત્રમાં ખપાવી દે છે, ચક્રવર્તી ભરત તથા શ્રેષ્ઠિપુત્ર ઈલાચીકુમારના વ્યતિકરો આ વિષયમાં પ્રમાણ ભૂત છે. " ભરતરાય છ ખંડ છતીને ચક્રવર્તી થયા પછી એકવાર | આરીસા ભુવનમાં ઉભા હતા, તે વખતે તેમના મસ્તક પર મણિ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ મય મુગઢ શાલી રહ્યો હતો. કાનમાં કામ- રત્ન કુડલે। હતા, ગળામાં મહામૂલ્યવાન હીરાને હારે હતા, ખાજુમાં મેનમુન બાજુબંધેા હતા. કાંડા પર રત્નજડીત કાંકણા હતા. અને આંગળીએ મનેાહર મુદ્રાએથી અંકિત હતી, તે ઊભા ઊભા પેાતાના દેહનું સૌ જોઈ રહ્યા હતા, અને મનમાં મલકાતા હતા, કે આવું સૌંદર્ય -આવું રૂપ અન્ય કાને હશે. ખરૂ ? ‘એવામાં એક આંગળી પરથી મુદ્રિકા સરી પડી, અને તે આંગળી વરવી લાગવા માંડી. આથી ભરતરાય ચૈાંકયા. હવે આ આંગળી સુંદર કેમ નથી લાગતી? શું એને બધી સુંદરતા આભૂષણે જ આપી હતી ? જો એમ હાય તા હું હગાયા. હું તેા એમ માનતા હતા કે આ સૌદર્યાં. મારુ છે, આ રૂપને! સ્વામી હું છું, અને તેમણે વધારે ખાતરી કરવા એક પછી એક બધી મુદ્રિકાએ ઉતારી નાખી, કડાં પણ કાઢી નાખ્યાં, બાજુબવા પણ બાજુએ મૂકી દીધા, અને હાર, કુંડળ તથા મુકુટને સ્વસ્થાનેથી ભ્રષ્ટ કર્યા. એ વખતે શરીર સાવ સૌંદર્યહીન લાગ્યું, અને રૂપને અંબાર એસરી ગયેલા જણાયા. આ પરિસ્થિતિએ તેમને ગભીર વિચારમાં મૂકી દીધા. પિરણામે શરીર અનિત્ય જણાયું, સૌદર્ય અનિત્ય જણાયુ' અને રાજપાટ તથા સંસાર વ્યવહાર પણ અનિત્ય જણાયા. એ અનિત્ય ભાવની ભરતી એટલા જોરથી આવી કે અંતરમાં રહેલા ક્રોધ, માન, માયા, અને લાભને દૂર ઘસડી ગઈ, અને કમ સમૂહને પણ સદ ંતર નાશ કર્યા તાપ તેમને ત્યાં ઉભા જ કેવળજ્ઞાન થયું, અને ભાવને મહિમા જગતભરમાં પ્રસરી વળ્યા. શ્રેષ્ઠિપુત્ર ઈલાચીકુમાર એકવાર નવયૌવના નટપુત્રીને નાચતી. ♦ જોઇ કામબાણુથી વીંધાયા, અને તેની સાથે લગ્ન કરવાના મનેરથવાળા થયા. મિત્રાએ અને કુટુબીજનોએ ખૂબ સમજાવ્યા છતાં તે ન માન્યા. છેવટે તેના પિતાએ નટને ખેાલાષી તેની પુત્રીની · મામણી કરી તેા તેણે જણાવ્યું કે શેઠજી! આ પુત્રી વડે તે હું Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જગતમાં પૂજાઉં છું, અને ઈચ્છિત ધનમાલ મેળવું છું. તેથી તમારે પુત્ર જે અમારી સાથે રહે, અમારી વિદ્યા શીખે અને કેાઈ રાજાને રીઝથી મોટું દાન મેળવે તે તેને મારી પુત્રી પરણવું.” શરતો ઘણી અપમાનજનક હતી પણ કામીને માન શું અને અપમાન શું. ઈલાચીકુમારે એ શરત કબૂલ કરી અને તેની સાથે રહેવા માંડયું. તે થોડા વખતમાં એની બધી કળા શીખી ગયે, અને રાજાને રીઝવવા માટે બેનાતટ નગરે ગયો, અને ત્યાં તેણે અભૂત કહી શકાય એવા ખેલે કર્યા, પણ રાજા રીઝ નહિ, રાજાએ પેલી નટડીને જોઈ હતી, એટલે તેનું મન એમાં પરોવાયું હતું. જે આ નટ ખેલ કરતાં ખલાસ થાય તે નટડી જરૂર મને મળે, એવા ખ્યાલથી તે કંઈપણ બોલતા ન હતા. ઈલાચીને પાકે વહેમ પડે કે દાળમાં કંઈક કાળું છે. પણ નટડીના આગ્રહથી તે ફરી વાંસ પર ચડયો, અને પોતાની અદ્ભૂત કરામત બતાવવા લાગ્યો. એવામાં એક ઘટના બની ગઈ. તેની નજર બાજુના મકાનમાં પડી. ત્યાં વસ્ત્રાલંકારથી સુસજ્જ થયેલી એક નવયૌવના હાથમાં મોદકને થાળ લઈને ઉભી હતી, અને ભિક્ષાર્થે પધારેલા મુનિરાજને તે વહેરવા માટે આગ્રહ કરી રહી હતી. પણ મુનિએ તેની સામે ઊંચી આંખે જોયું પણ નહિ. સર્વ સંગેનો વિચાર કરી તેઓ ત્યાંથી ચાલતા થયા. આ જોઈ ઈલાચીકુમારને વિચાર આવ્યું કે એક નવયૌવનાનું એકાંતમાં મિલન થાય છે, છતાં આ મહાપુરૂષનું રૂંવાડુએ ચાલતું નથી, અને હું તે લાજ આબરૂ છેડીને એક નટડીની પાછળ ભમી રહ્યો છું, અને તે મને કયારે પ્રાપ્ત થાય? આવી આશામાં આ જીવ સટોસટના ખેલ કરી રહ્યો છું. ખરેખર! મને ધિક્કાર છે ! મારા જેવો મહામૂર્ખ આ જગતમાં બીજે કાણું હશે ? આ શુભ ભાવ હતો અને તે ઉલ્લાસ પામવા લાગ્યું, એટલે તેના અંતરમાં વીંટળાયેલા મેહ અને અજ્ઞાનના પડદા તૂટવા લાગ્યા, અને તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ક્ષણ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પહેલાંને એક કામાંધ નટ ક્ષણ પછી કેવળજ્ઞાની બને, અને સહુની વંદનાને પાત્ર થાય એ શું છે ચમત્કાર છે? રાજા પ્રસન્નચંદ્ર દુર્ભાવના યોગે સાતમી નરકને યોગ્ય કર્મોનું ઉપાર્જન કર્યું હતું, પણ ફરી સંભાવના જાગૃત થતાં અને તે ઉત્તરોત્તર ઉલ્લાસ પામતાં એ સર્વ કર્મો ખપી ગયાં અને તેઓ કેવળજ્ઞાનના સ્વામી બન્યા, એ હકીકત પણ ભાવમાં રહેલી અગાધ-અચિંત્ય શકિતનો પરિચય આપે છે. દીપક ના હોવા છતાં ગૃહમાં રહેલા અંધકારને નાશ કરે છે, તેમ ભાવવાળું અનુષ્ઠાન નાનું હોય છતાં કર્મને નાશ કરે છે, અને મુકિતનું શાશ્વત સુખ મેળવી આપવામાં સમર્થ થાય છે, તેથી સર્વે મુમુક્ષુઓએ ભાવ ધર્મનું યથાવિધિ સેવન કરવું. Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આઠમું ૫ચા ચાર - આ જગતમાં અનેક જાતના આચારો પ્રવર્તે છે. તેમાં જ્ઞાતિ, સમાજ કે દેશના બંધારણ અંગે પ્રવર્તેલા આચાર લૌકિક કે દ્રવ્યાચાર છે અને આત્મવિકાશ, પરમ પદ કે શ્રેયસૂની સાધના અંગે પ્રવર્તે લા આચારે લેકોત્તર કે ભાવાચાર છે. આ બે પ્રકારના આચારોમાંથી ભાવાચાર ઉપાદેય થાય છે, કારણ કે દરેક મુમુક્ષુનું લક્ષ્ય આત્મવિકાસ, પરમપદ કે શ્રેયસૂની સાધના જ હોય છે. શ્રેયસૂની સાધના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના વડે જ થાય છે, તથા તેમાં વીર્યને પરમ ઉલ્લાસ આવશ્યક હોય છે, એટલે ભાવાચારના પાંચ પ્રકારે પાડવામાં આવ્યા છે: ૧, જ્ઞાનાચાર, ૨, દર્શનાચાર, ૩, ચારિત્રાચાર, ૪, તપાચાર અને ૫, વીર્યાચાર આ પાંચ આચારેને પંચાચાર કહેવામાં આવે છે, અને તેને જ પરિચય અહીં પ્રસ્તુત છે. જ્ઞાનાચાર જ્ઞાન શબ્દથી અહીં પંચવિધ જ્ઞાન નહિ પણ શ્રતજ્ઞાન કે શાસ્ત્રજ્ઞાન સમજવાનું છે. તેનું મહત્ત્વ પ્રકાશતાં જૈન મહર્ષિઓએ જણાવ્યું છે કે જેમ દેરડાની રાશ કુમાર્ગે ચાલતા બળદને સન્માર્ગે લઈ જાય છે, અને ચેકડું કે ચાબુક કુમાર્ગે ચાલતા ઘડાને Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સુમાર્ગે લઈ જાય છે, તેમ આ શ્રુતજ્ઞાન ને સન્માર્ગે લઈ જાય છે.” આજથી લગભગ પચીસો વર્ષ પૂર્વે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના શ્રમણ કેશિ કુમાર અને શ્રી મહાવીર સ્વામીની પરંપરાના ગણધર શ્રી ગૌતમ સ્વામીનું ઐતિહાસિક મિલન થયું ત્યારે શ્રમણ કેશિકુમારે કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. તેમાં એક પ્રશ્ન એવો હતો કે “હે ગૌતમ ! આ મહાસાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડે ખૂબ દોડી રહ્યો છે. તેના પર બેઠેલા તમે ઉન્માર્ગે કેમ જતા નથી ?” તેના ઉત્તરમાં શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું હતું કે હે મહામુનિ ! તે ગભર દેડતા ઘેડાને અર્થાત મનને શ્રુત (શાસ્ત્ર) રૂપી લગામથી હું બરાબર કાબુમાં રાખું છું. તેથી તે ઉન્માર્ગે જ નથી.” આ ઉત્તર પરથી શ્રુતજ્ઞાનનું કેટલું મહત્ત્વ છે, તે સ્પષ્ટ થાય છે. તેના અધ્યયન અંગે જૈન મહર્ષિઓએ જણાવ્યું છે કે આખા દિવસમાં એક જ પદ ભણી શકાય અથવા પંદર દિવસમાં અર્ધા ગ્લૅક જ ભણી શકાય તો પણ જે જ્ઞાન શીખવાની ઈચ્છા હોય તે એ ઉદ્યમ છેડવો નહિ.” શ્રુતજ્ઞાનનું અધ્યયન કરવા માટે જે આઠ નિયમો પ્રતિષ્ઠિત થયેલા છે. તેને જ અહીં જ્ઞાનાચાર સમજવાનો છે. તે આઠ નિયમોનાં નામ નીચે મુજબ છેઃ (૧) કાલ, (૨) વિનય (૩) બહુમાન, (૪) ઉપધાન, (૫) અનિદ્દનવતા, (૬) વ્યંજન શુદ્ધિ, (૭) અર્થશુદ્ધિ, અને (૮) તદુભય શુદ્ધિ. ૧ કાલઃ શાસ્ત્રોના સ્વાધ્યાય માટે જે કાલ નક્કી થયે હોય તે કાલે જ તેનું અધ્યયન કરવું, પણ તે સિવાયના કાલે તેનું અધ્યયન કરવું નહિ, ૨ વિનય : જ્ઞાન આપનાર ગુરૂને વિનય કરે. અર્થાત ગુરૂ આવે ત્યારે ઉભા થવું, ગુરૂની સામે હાથ જોડીને ઉભા રહેવું, Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ગુરૂને એસવા માટે આશન આપવું, ગુરૂને જ પોતે આશન સ્વીકારવુ, ગુરૂને વંદન કરવા અને ગુરૂનું પૂરેપૂરું માન જળવાય તે રીતે વર્તવું. ૩ બહુમાન : ગુરૂ પ્રત્યે અત્યંત આદરભાવ રાખવેા. વિન યમાં બાહ્વોચ્ચાર મુખ્ય છે, અને બહુમાનમાં આંતિરક સદ્ભાવ મુખ્ય છે. આશન આપ્યા પછી કરવુ, ગુરૂને સત્કાર પ્રાપ્તિ માટે તામય ૪ ઉપધાન : જ્ઞાન કરવુ. જ્ઞાનપ્રાપ્તિમાં મુખ્ય અંતરાય પ્રમાદ અને બન્ને દોષો આ તપ વડે દૂર થાય છે. ૫ અનિહ્નવતા. : જ્ઞાનદાતા ગુરૂને કે સર્વજ્ઞભાષિત સિદ્ધાન્તાને અપલાપ કરવા નહિ. જે ગુરૂએ જ્ઞાન આપ્યું હોય તે બહુ પ્રસિદ્ઘ ન હેાય કે જાતિ અથવા કુલથી ઉચ્ચ ન હોય તેટલા માટે તેમનું નામ છૂપાવીને કા પ્રસિદ્ધ કે જાતિ અથવા કુલથી ઉચ્ચ એવા ગુરૂનું નામ બતાવવું તે નિદ્ભવતા છે. તેમજ સાએ જે સિદ્ધાંતાની પ્રરૂપણા કરી છે. તેને! લેાપ કરીને ભળતા જે સિદ્ધાંન્તાની પ્રરૂપણા કરવી તે પણ નિહનવતા છે. આ બન્ને દોષોનું સેવન કરનારને પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. એટલું જ નહિ પણ જે જ્ઞાન મેળવ્યુ હાય છે, તે પણ નિષ્ફળ થાય છે. વિશિષ્ટ અનુષ્ઠાન જાડયતા છે, તે હું વ્યંજન : શાસ્ત્રોની રચના વ્યંજના કે અક્ષરો વડે થાય છે, એટલે તેની શુદ્ધિ જાળવવી, અર્થાત્ તેમાં કષ્ટ પરિવર્તન ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવી. એકાદ અક્ષર ફ્રી જવાથી કે કાનેા, માત્રા મી`ડીમાં વધારા-ઘટાડા થવાથી અનર્થ થાય છે, અને તેથી મહાદેાષના ભાગી બનાય છે. ૭ કરે તેા અન થાય એ દેખીતું છે. : શાસ્ત્રોના અર્થને બરાબર જાળવી રાખવા અ ૮ તદુંભય : સૂત્ર અને અ બરાબર હાય પણ તેના અ Page #120 -------------------------------------------------------------------------- ________________ કરતી વખતે પદવ્યત્યાસ ન થવા દેવો એ તદુભય છે તેની શુદ્ધિ ન જળવાય તે પણ અનર્થ થવા સંભવ છે. દશનાચાર. અહીં દર્શન શબ્દથી સમ્યકત્વ અભિપ્રેત છે. તેની શુદ્ધિ માટે જે આ નિયમો પ્રતિષ્ઠિત થયેલા છે, તેને અહીં દર્શનાચાર સમજવાના છે. તે આઠ નિયમોનાં નામ નીચે મુજબ છેઃ (૧) નિ:શકિતા, (૨) નિષ્કાંક્ષિતા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢદષ્ટિ, (૫) ઉપખ્રહણ, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય, અને (૮) પ્રભાવના ૧, નિઃશકિતા ઃ જિનવચનમાં શંકા કરવી નહિ. અહીં મુમુક્ષુ એ વિચાર કરે કે वीतरागा हि सर्वज्ञाः मिथ्या न ब्रुवते कचिद् यस्मातू तस्मात् वचस्तेषां तथ्य भूतार्थ दर्शनम् વિતરાગે ખરેખર સર્વજ્ઞ છે. તેઓ કદી પણ મિથ્યા બોલતા નથી; તેથી તેમનું વચન તથ્ય છે, અને જગતના સ્વરૂપનું સત્ય દર્શન કરાવનારું છે.” ૨ નિષ્કાંક્ષિતાઃ અન્ય મતની ઈચ્છા કે અભિલાષા કરવી નહિ. અહીં મુમુક્ષ એવો વિચાર કરે, કે જે જિનેશ્વર દેવોએ કહ્યું છે તે જ સત્ય છે, તેજ આચરવા ગ્ય છે, અને તે જ મુકિત મંદિરે પહોંચાડનાર છે. તેથી મારે બીજા મતથી સયું. ઘેબરનું ભોજન મૂકીને કાંગ ફુસકાનું ભજન કોણ કરે? ૩, નિર્વિચિકિત્સા ? સાધુ સાધ્વીનાં વસ્ત્ર કે ગાત્રો મલિન જોઈને તેની જુગુપ્સા પણ કરવી નહિ. તેમજ મતિને વિભ્રમ થવા દે નહિ, શ્રી જિનેશ્વર દેવે આત્મ વિકાસ માટે જે જે સાધના બતાવી છે તેનું કૃળ મળશે કે નહિ.” એ સંદેહ ઉત્પન્ન થવો તેને અહીં મતિ વિભ્રમ સમજવાનો છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૪, અમૂઢષ્ટિ : મૂઢ દૃષ્ટિવાળા થવું નહિ. મૂઢ દષ્ટિવાળા મનુષ્ય હાથમાં આવેલા ચિંતામણિ રત્નને કાચનો ટુકડે સમજી ફેકી દે છે કે સાચા બકરાને કૂતરો માની તેનો ત્યાગ કરે છે. તે માટે બ્રાહ્મણ અને ત્રણ કૂતરાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. અહીં એ વાત પણ સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે સરલતા અને મૂઢતા એક નથી. સરલતામાં માયા કપટને ત્યાગ હોય છે, પણ બુદ્ધિની ભારે કાઈ ખામી હોતી નથી, જ્યારે મૂઢતામાં ભારે ખામી (ગેરહાજરી) હોય છે, અને તેથી સત્યાસત્ય, હિતાહિત કે કર્તવ્યાકર્તવ્ય સમજી શકાતું નથી. ૫, ઉપમુંહણ : સમાનધર્મીના ગુણની પ્રશંસા કરવી. ૬, સ્થિરીકરણઃ કાઈ સમાન ધમ ધર્મમાર્ગથી વિચલિત થતો હોય તો તેને યોગ્ય ઉપાયે ધર્મમાર્ગમાં સ્થિર કરે. ૭, વાત્સલ્ય સમાન ધર્મ પ્રત્યે પોતાના કુટુંબીજનેની જેમ વાત્સલ્ય રાખવું. ૮, પ્રભાવના : સત્યમાર્ગની પ્રભાવના થાય તેવા પ્રયાસો કરવા. જૈન મહર્ષિઓએ આઠ પ્રકારના પુરૂષોને શાસન પ્રભાવક માન્યા છે તે આ રીતે ? पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । विज्जा-सिध्धी अ कवी, अट्टेव पभावगा भणिआ ॥ (૧) પ્રાચનિક એટલે સુંદર પ્રવચન કરનાર, (૨) ધર્મકથી એટલે હદયના ગૂઢ સંશયોને પણ છેદી શકે એવી રીતે ધર્મ સમજાવનાર, (૩) વાદી એટલે પ્રમાણ, યુકિત અને સિદ્ધાન્તના બલથી સ્વમતનું સ્થાપન કરનાર અને પરમતનો ઉચ્છેદ કરનાર (૪) નૈમિત્તિક એટલે નિષ્ણાત વિદ્યામાં નિષ્ણાત, (૫) તપસ્વી એટલે વિવિધ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા કરનાર, (૬) વિદ્યાવાન એટલે યથા Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ સમયે મત્ર-ત ંત્રને ઉપયાગ કરી શકનાર, (૭) સિધ્દ એટલેઅંજન, ચૂ, લેપ વગેરે સિદ્ધ કરેલા યાગાનું રહસ્ય જાણનાર, અને (૮) કવિ એટલે સુંદર કાવ્યરચના કરી શકનાર, એ આઠે પ્રભાવકા કહેલા છે. શ્રાવકને માટે સાત ક્ષેત્રમાં ધન વાપરવું તથા અનુકંપા દાન દેવું એ શાસન પ્રભાવનાને માર્ગ છે. ચારિત્રાચાર ચારિત્રના રક્ષણ અને પાલન માટે જે આચારનું પાલન કરવુ' તે ચારિત્રાચાર કહેવાય છે. પાંચમિતિ અને ત્રણ ગુપ્તિના ભેદથી તે આઠ પ્રકારને છે. પ્રથમ ભાગમાં નવત-ત્ત્વના વિવેચન પ્રસંગે સવરત-ત્ત્વના વનમાં પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિનેા પરિચય આપેલે છે, એટલે અહીં તેની પુનઃકિત કરતા નથી. પણ તે સંબધી એટલુ સ્પષ્ટીકરણ કરવા ઇચ્છીએ છીએ કે ચારિત્રાચારનું આ સ્વરૂપ શ્રમણ ધર્મોને અનુલક્ષીને વવામાં આવ્યું છે, એટલે શ્રાવકે એ સામાયિક-પાષષ્ઠ આદિ ક્રિયાઓ કરતાં તેનું પાલન અવશ્ય કરવાનું છે. અને બાકીના સમયમાં પણ તેને આદ` દૃષ્ટિ સમક્ષ રાખીને વર્તવાનું છે. પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન પ્રણિધાન પૂર્વક એટલે ચિત્તની સમાધિપૂર્વક થાય ત્યારે ચારિત્રાચારનું પાલન થયું ગણાય છે. તપાચાર તપનું વિવેચન છઠ્ઠા પ્રકરણમાં વિસ્તારથી કર્યું છે. આ તપ જ્યારે ગ્લાનિ, ખેદ કે કટાળા વિના કરવામાં આવે, તેમજ તેની × જિનચૈત્ય, જિનબિંબ, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રા કહેવાય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પાછળ પિતાની આજીવિકાદિ ચલાવવાના હેતુ ન હોય તે એ તપાચાર કહેવાય છે. તપના છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારે છે, તેને જ તપાચારના બાર ભેદો સમજવા. આ આચારનું પાલન કરવા માટે જૈન સંઘમાં નાની મોટી અનેક તપસ્યાઓ નિરંતર થતી જ હોય છે. વીર્યાચાર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના કહેલા છત્રીસ આચારોમાં પિતાનું–આત્માનું બળ કે સામર્થ્ય વાપરવું તે વીર્યાચાર છે, કેટલાક એમ માને છે કે નિયતિના પ્રભાવે જે શુભ કે અશુભ અર્થ મનુષ્યને મળવાનો હોય છે. તે અવશ્ય મળે છે, અને જીવો ગમે તે માટે પ્રયાસ કે પ્રયત્ન કરે તે પણ ન થવાનું તે થતું નથી, અને થવાનું છે તે મિથ્યા થતું નથી. પણ તેમની આ માન્યતા પ્રત્યક્ષ સિદ્ધ પુરુષાર્થને અપલાપ કરનારી હોઈ માનવા યોગ્ય નથી. જ્યારે ઉત્થાન (ઉભું થવું), કર્મ (ઊંચું નીચું કરવું વગેરે), બલ (શારીરિક બળ), વીર્ય (અત્યંતર શકિત-જીવનને ઉલ્લાસ), અને પરાક્રમ (ઈષ્ટ સિદ્ધિમાટે પ્રયાસ) રૂ૫ પુરુષાર્થનું પરિણામ પ્રત્યક્ષ સિહ છે, એટલે તે માનવા યોગ્ય છે. પુરૂષાર્થની આ પાંચે ભૂમિકાઓ પર પરમ ઉલ્લાસથી પદાર્પણ કરવું એ વીર્યાચરને મર્મ છે. જે સાધક પંચાચારમાં પ્રવીણ નથી, તેને માટે મોક્ષ, મુક્તિ, સિદ્ધિ શ્રેયસ અતિદૂર છે, એટલે તેણે પંચાચારમાં પ્રવીણ થવું જોઈએ, Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ નવમું સપ્ત વ્યસન ત્યાગ વ્યસનથી મનુષ્ય પરાધીન બને છે, અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે અને ધર્મારાધન કે આત્મવિકાસને યોગ્ય રહેતો નથી. એટલે જૈન મહષિઓએ વ્યસનત્યાગને ખાસ ઉપદેશ આપેલ છે. તેમાં સાત વ્યસને બહુ મોટો છે અને તે મનુષ્યને અવશ્ય દુર્ગતિમાં લઈ જાય છે, એટલે તેને ભારપૂર્વક નિષેધ ફરમાવ્યો છે. આ સાત વ્યસનોનાં નામ નીચે મુજબ સમજવાંઃ (૧) જુગાર, (૨) ચેરી, (૩) માંસભક્ષણ, (૪) મદિરાપાન, (૫) પરસ્ત્રીસેવન, (૬) વેશ્યાગમન અને (૭) શિકાર. ૧ જુગાર એક વાર જુગાર ખેલ્યા કે બીજી વાર જુગાર ખેલવાનું મન થાય છે અને બીજી વાર જુગાર ખેલ્યો કે ત્રીજી વાર જુગાર ખેલવાનું મન થાય છે. આમ તેની પરંપરા લંબાતી જ જાય છે, એટલે એક વાર મનુષ્ય તેના પંજામાં ફસાયે કે તેમાંથી નીકળવું મુશ્કેલ થઈ પડે છે. તેમાં એ જુગાર ખેલતાં હારી જવાને પ્રસંગ આવે, ત્યારે તે બમણું જોરથી ખેલવાને જુસ્સો પ્રકટી આવે છે ને એ રીતે સર્વનાશ થાય ત્યાં સુધી મનને જ૫ વળતો નથી. હાર્યો જુગારી બમણું રમે” એ ઉકિત સર્વત્ર પ્રસિદ્ધ છે. પૈસામાં શું ?” “આને કઈ વિસાતમાં છે?” “રૂપિયા–બે રૂપિયાની હારજીત કંઈ મોટી ન કહેવાય,' એમ માનીને તેનું Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સેવન કરનારા હજારો રૂપિયા હારી જાય છે અને છેવટે રસ્તાના રખડતા ભિખારી બની પોતાનું આયુષ્ય પૂરું કરે છે. અહીં કેઈએ એમ સમજવાનું નથી કે આવી હાલત તે સામાન્ય મનુષ્યની જ થાય. વાસ્તવમાં ધનપતિ કે પૃથ્વીપતિ જે કે તેના છેદે ચડયા છે, તે સર્વના હાલ આવા જ બૂરા થયા છે. નળ જે પુણ્યશાલી રાજવી કે જેનું નામ લેવામાં પણ લોક ગૌરવ અનુભવતા હતા, તે જુગારના છંદે ચડયે એટલે રાજપાટ હારી ગયું અને ભૂડા હાલે ભમવા લાગ્યો. પરાક્રમ માટે પ્રસિદ્ધ થયેલા પાંચ પાંડનું શું બન્યું? તેઓ જુગારના પ્રતાપે જ પોતાનું રાજ્ય હારી ગયા અને દ્રૌપદી જેવી સતી સ્ત્રીને પણ હારી બેઠા. આ અવસ્થામાં તેમને બાર વર્ષ વનવાસ ભોગવવો પડે અને તેરમે વર્ષે પણ છૂપા રહેવું પડ્યું. આવા તે બીજા અનેક દૃષ્ટાંતો રજુ થઈ શકે તેમ છે, પણ ગ્રંથવિસ્તારના ભયથી તેને અહીં ઉલ્લેખ કરતા નથી. જુગારમાં સહુથી મોટી એબ એ છે કે તે મનુષ્યને અનેક દુર્ગાવાળે બનાવે છે અને તેના લીધે તે જીવનમાં કદી ઉચ્ચ આવી શકતો નથી. જુગાર રમતાં જિત થાય અને ખૂબ પૈસા આવી પડે તે તેને ઉડાવવાનું મન થાય છે અને તેમાં મોટા ભાગે માંસભક્ષણ, મદિરાપાન, પરસ્ત્રીસેવન અને વેશ્યાગમનને જ આશ્રય લેવાય છે. તે જ રીતે જુગાર રમતાં હાર થાય તે ચોરી કરીને, વિશ્વાસઘાત કરીને કે કેઇન રીતસરનો હકક દબાવીને પણ પૈસા લઈ આવવાનું મન થાય છે, જુગારીના ચિત્તને જરાએ સ્વસ્થતા હોતી નથી. તે જાત જાતના ઘાટ ઘડ્યા જ કરે છે અને તેની પૂર્તિ કરવા માટે પ્રયત્નશીલ રહે છે. આ અવસ્થામાં તેને શીલ સંયમ, સદાચાર કે ધર્મના વિચાર આવે કયાંથી ? ઘણીવાર જુગારીઓ અંદરોઅંદર લડી પડે છે અને એક બીજાની છાતીમાં છરીઓ હુલાવી દે છે, Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ એટલે તેનું અકાળે મોત નિપજવાનો પ્રસંગ આવે છે ! ત્યાં શુભ લેશ્યા કે સદ્ગતિનું નિમિત મળે કયાંથી ? આજે જગતમાં જુગારનાં અનેક સ્વરૂપ પ્રવર્તે છે. કેટલાક પત્તાંની જુદી જુદી જાતની રમત રમીને જુગાર ખેલે છે તો કેટલાક પાસા ફેંકીને જુગાર ખેલે છે. કેટલાક દોડાદોડમાં અમુક પ્રકારની શરત લગાવીને જુગાર ખેલે છે તે કેટલાક તેજી મંદી કે કફરક લગાવીને જુગાર ખેલે છે. સટ્ટો પણ એક જાતનો જુગાર જ છે, પણ તે સરકાર માન્ય હોવાથી જુગારમાં લેખાતો નથી. આ બધા જુગારો જીવનની બરબાદી કરનારા છે અને ધર્મારાધનમાં મોટો અંતરાય ઊભો કરનારા છે, એટલે સુજ્ઞજનોએ તેને છોડી દેવા જ જોઈએ અને પ્રમાણિક પુરુષાર્થથી જે કંઈ પ્રાતિ થાય તેનાથી સંતોષ પામી પિતાનું જીવન સદાચારના માર્ગે વ્યતીત કરવું જોઈએ. ૨. ચારી અગ્નિને તણખો નાનો હેય પણ અવકાશ મળે તે જોત જોતામાં મોટો બની જાય છે અને અનેક વસ્તુઓને બાળીને ભસ્મ કરી નાખે છે, તેમ ચેરી કરવાની ટેવ કે આદત પ્રારંભમાં નાની હોય છે, પણ તેને અવકાશ મળે તો અત્યંત મટી બની જાય છે અને અનેક સલ્લુનો ત્વરિત નાશ કરી નાખે છે, તેથી તેની ગણના મહાવ્યસનમાં કરી છે. ધાન્ય, વસ્ત્ર, આભૂષણ, સેનું, ચાંદી, રેકડનાણું, પાળેલાં પશુઓ વગેરેથી લેકને જીવનવ્યવહાર ચાલે છે, એટલે તેમાંથી કઈ પણ વસ્તુ ચોરી લેવામાં આવે કે તેનું હરણકરવામાં આવે તે તેમને અત્યંત દુઃખ થાય છે. એટલું જ નહિ પણ તેમની પાસે અમુક જ દ્રવ્ય હોય અને તે બધું ચોરાઈ જાય તે તેમને જમ્બર આઘાત પણ લાગે છે અને વખતે મૃત્યુ પણ થાય છે ! એટલે ચેરીમાં Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ભાભાર હિસા ભરેલી છે. ખીજી રીતે વિચાર કરીએ તે ચેરી કરનાર નિપ્રતિદિન નિય થતા જાય છે અને કાઈ તેનેા સામને કરે ા તેના પર જીવલેણુ ધા કરવાનું ચૂકતા નથી. તાત્પર્ય કે ચેારીના ધંધામાં અનેક નિર્દેશનાં ખૂન કરવાના પ્રસંગ પણ આવી પડે છે. આથી વધારે નિદ્ય ખીજું શું હોઈ શકે? જેને ચેારી કરવાની ટેવ પડી છે તે પેાતાની ચેારી છૂપાવવા માટે નૃ ુ મેલે છે, અનેક જાતની બનાવટા કરે છે અને બીજાને માથે પાતાને દોષને ટાપલેા ઓઢાડી દેવામાં પણ પાછી પાની કરતા નથી. વળી તેને જુગાર ખેલવાનુ દિલ થાય છે, માંસભક્ષણ અને મદિરાપાનમાં મેાજ આવે છે. કાઇ સ્ત્રીની લાજ લૂંટતાં જરાએ ખચકાર થતા નથી અને વારવાર વેશ્યાગમન કરે તે જ તૃપ્તિ થાય છે. આને આપણે અધમતાની અવધિ સિવાય ખીજું શુ કહી શકીએ ? ચેરી કરવાની આદત એટલા ખૂરી છે કે તે શિખામણથી છૂટતી નથી, માર ખાવાથી મટતી નથી · અનેક પ્રકારનાં અપમાન સહન કરવા છતાં દૂર થતી નથી એટલું જ નહિ પણ જેલની ભયંકર યાતનાઓ પણ તેને અલગ કરી શકતી નથી. એવા દાખલા જોવામાં આવ્યા છે કે ચેારી માટે સાત વર્ષની સખ્ત મજૂરી સાથેની જેલ ભાગવનારે બીજા જ દિવસે ચારી કરી હોય અને પાછી જેલયાત્રા વહેારી લીધી હોય. થેાડા વખત પહેલાં એક ચેારને તેત્રીશમી વાર ચેરી કરવા માટે પંદર વર્ષની સખ્ત મજૂરી સાથેની જેલ થઇ હતી તે શું સુચવે છે? ચારીને શાસ્ત્રીય પરિભાષામાં અદત્તાદાન કહેવામાં આવે છે, કારણ કે તેમાં માલીકે પેાતાની રાજીખુશીથી ન આપી હેાય તેવી વ તુ લઇ લેવાની ક્રિયા મૂખ્ય હોય છે. તે અનેક રીતે અનેક સ્વરૂપે દેખાવ દે છે. કાઇ કાતરીને વસ્તુ કે વસ્તુ તફડાવે ખીસુ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ છે, કેઈ તાળું ખોલીને ધમાલ કાઢી લે છે, તો કોઈ ખાતર પાડીને, વાટે આંતરીને કે ધાડ પાડીને હરિપ્રિયાનું (લક્ષ્મીનું) હરણ કરે છે. વળી કઈ એકને બદલે બીજે જ માલ પધરાવી દઈ પૈસા પડાવી લે છે, કે માલમાં સેળભેળ કરીને ભળતો જ માલ માગી લે છે, કે બેટા તેલમાપનો ઉપયોગ કરી લેવાની વસ્તુ વધારે લઈ લે છે, અને આપવાની વસ્તુ બહુ ઓછી આપે છે. એ ઉપરાંત બીજી પણ અનેક પ્રકારે ચોરીઓ થાય છે. જેન મહર્ષિઓ કહે છે કે જે ચોરી કરે છે, ને ચેરી કરાવે છે. એટલે કે ચોરીના કામમાં ઉત્તેજન આપે છે, જે ચોરને સલાહ આપે છે, જે ચેરનો ભેદ જાળવી રાખે છે, ચોરનો માલ વેચી આપે છે, જે ચોરને ખાનપાન આપીને પોષે છે, અને જે ચેરને સંતાઈ રહેવાનું સ્થાન આપે છે, તે બધા ચાર જ છે. કારણ કે તેનાથી ચેારીનો ધંધે ફાલે-કૂલે છે. ચેરીનું ધન કાચા પારા જેવું ગણાય છે. એટલે કે તે કોઈને પચતું નથી. તે આવ્યા પછી અનેક જાતના ઉપદ્ર થાય છે, બુદ્ધિ બગડે છે, અને છેવટે ખાનાખરાબી કરીને ચાલ્યું જાય છે. આ બધાં કારણોનો વિચાર કરીને સુજ્ઞ પુરૂષે ચેરીથી સદંતર દૂર રહેવું જોઈએ, અને ભૂલેચૂકે કેઈને ઉત્તેજન ન અપાઈ જાય તેની પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ. ૩, માંસભક્ષણ માંસની ઉત્પત્તિ ઘેર હિંસા વિના થતી નથી. વળી માંસને સ્વાદ જીભે લાગ્યો કે છૂટ મુશ્કેલ થઈ પડે છે, અને તેમાં બીજા પણ અનેક દે રહેલા છે, તેથી માંસભક્ષણ કે માંસાહારને મહા વ્યસન માનવામાં આવ્યું છે. કેટલાક કહે છે કે અમે માંસભક્ષણ કે માંસાહાર નિમિતે સ્વંય પ્રાણુની હિંસા કરતા નથી, પણ બીજા કરે છે, તેને દોષ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અમને શી ર લાગે ? એને ઉત્તર એ છે કે સ્વયં હિંસા કરવી, બીજા પાસે હિંસા કરાવવી અને હિંસકને ઉતેજન આપવું, એમાં તાત્વિક રીતે કેઈ તફાવત નથી. તમે રવય હિંસા ન કરો પણ તમારા નોકર, ચાકર કે આશ્રિતને એવી આજ્ઞા કરો કે તું મારા માટે અમુક પ્રાણીને મારી લાવ” તે એમાં ફેર શું પડેયો ? એ હિંસા તમારા નિમિત્તે જ થઈ. જો તમે એવી આજ્ઞા ન કરી હોત તે એ નેકર, એ ચાકર કે એ આશ્રિત પ્રાણીને ન મારત, એ નિશ્ચિત છે. અથવા તમે કસાઈને ત્યાંથી માંસ ખરીદી લાવો તે એણે જે હિંસા કરી તે કેના નિમિતે કરી ? જો તમે એને ત્યાંથી માંસ ખરીદતા ન હો તે એ પ્રાણીને મારે શા માટે? - અહીં એમ કહેવામાં આવે છે કે એ તે બધાને માટે હિંસા કરે છે, તો તમે પણ તેમાંના એક ભાગીદાર છે, એ કેમ ભૂલી જાઓ છે ? તાત્પર્ય કે માંસભક્ષણ કરનારા એક યા બીજા પ્રકારે નિર્દોષ પ્રાણીની ઘોર હિંસા માટે જવાબદાર છે, અને તેઓ એનાં કટુ ફળોમાંથી મુકત થઈ શકતા નથી. • - કેટલાક કહે છે કે “માંસભક્ષણમાં હિંસા રહેલી છે, તે વનસ્પતિ કે શાકભાજીનો આહાર કરવામાં હિંસા ક્યાં રહેલી નથી ? વાસ્તવમાં કોઈ પણ પ્રકારની હિંસા વિના ઉદરપૂતિ થવી અશક્ય છે, તેથી માંસભક્ષણને નિષેધ અમારા ગળે ઉતરતે નથી.” આ મહાનુભાવોએ જાણવું જોઈએ કે ‘બધી હિંસા સરખી હોતી નથી. તેમાં તરતમ ભાવે ઘણે ભેદ હોય છે, વનસ્પતિ કે શાકભાજીનું ભક્ષણ કરતાં કેટલીક હિંસા અવશ્ય થાય છે, પણ તે સામાન્ય પ્રકારની હોય છે. જ્યારે માંસભક્ષણ કરતાં પંચેન્દ્રિય પ્રાણુને વધ થવાનો પ્રસંગ આવે છે, અને તે હિંસા ઘેર છે, એટલે તેનો ત્યાગ કરવો ઉચિત છે. વળી કોઈ પણ પ્રકારની હિંસા વિના ઉદરપૂતિ થવી અશકય છે. એ વાત સાચી; પણ તે હિંસા Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ઓછામાં ઓછી કેમ થાય? તેની કાળજી રાખીએ તો જ અહિંસાને આચારમાં મૂકી ગણાય. આ દૃષ્ટિએ માંસભક્ષણ કે માંસાહાર વર્યું છે, અને વનસ્પતિ કે શાકાહાર દષ્ટ છે.” કેટલાક કહે છે કે બધા માણસો વનસ્પત્યાહારી કે શાકાહારી થાય તે એને પહોંચે એટલું અનાજ કે શાકભાજી આ જગમાં પેદા થતી નથી, માટે માંસભક્ષણને નિષેધ કરવો ઉચિત નથી.” તેમને અમારો ઉત્તર એ છે કે “ઉત્પાદનના જે આંકડાઓ રજૂ થાય છે તે ભરોસાપાત્ર હોતા નથી. એટલું જ નહિ પણ કેટલીક વાર ઈદ્રજાળ જેવા પણ હોય છે, એકવાર ઈગ્લાંડના એક પ્રધાનને પાર્લામેન્ટમાં ભારત વિષે કંઈક બેલવું હતું, એટલે તેણે ઈન્ડીયા ઓફીસ આગળ અર્થોત્પાદનના આંકડા માગ્યા. તે વખતે તેમને સામેથી પૂછવામાં આવ્યું કે “આપને કઈ જાતના આંકડાઓ જોઈએ છે? જે ભારત ગરીબ છે, એમ બતાવવું હોય તે અમુક પ્રકારની ફાઈલે આપીએ.” આ પરથી આંકડાઓને કેટલું વજન આપવું તે કોઈપણ સુજ્ઞ પાઠક સમજી શકશે. આ સ્થિતિમાં તેના આધારે કોઈપણ સિદ્ધાન્ત કેમ બાંધી શકાય? બીજુ આપણે રેજિ દો અનુભવ એમ કહે છે કે મનુષ્યને જેટલું જોઈએ તેટલું અનાજ, ફળફૂલ, શાકભાજી વગેરે ધરતીમાંથી મળી રહે છે, એટલે તેની તંગીને હાઉ બતાવ એ કોઈપણ રીતે વ્યાજબી નથી. અને માની લ્યો કે અનાજ તથા શાકભાજી વગેરેનું ઉત્પાદન ઓછું છે, તો એને વધારવા જેટલી બુદ્ધિ મનુષ્ય પાસે ક્યાં નથી ? સાચી વાત એ છે કે માંસાહારમાં મુગ્ધ બનેલા મનુષ્ય પોતાની આદતને પિષવા આવા આવા તુક્કાઓ જોડી કાઢે છે અને તેને પ્રચાર કરે છે, એટલે તેમાં કંઈ તથ્ય નથી. કેટલાક કહે છે કે “માંસભક્ષણથી શરીર બળવાન બને છે, અને વનસ્પત્યાહાર કે શાકાહારથી માયકાંગલું રહે છે, માટે અમે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તો માંસભક્ષણને જ પસંદ કરીએ છીએ. તેમને એટલું જ કહેવાનું કે “આ તો એક જાતનો ભ્રમ માત્ર છે. તેની પાછળ પુરાવાનું કઈ બળ નથી. વનસ્પત્યાહારી કે શાકાહારીને ઘી, દૂધ, તથા અન્ય સાત્વિક ખેરાકમાંથી જે બળ મળે છે, તે અસાધારણ હોય છે, અને તેના લીધે તેઓ ધાર્યા કામ પાર પાડી શકે છે, મંત્રી વિમળશાહ, મંત્રી વસ્તુમાલ, મંત્રી તેજપાળ, વીર ભામાશાહ, વગેરે શુદ્ધ વનસ્પત્યાહારી હતા. તેમ છતાં તેમનામાં અસાધારણ બળ હતું અને તેના લીધે તેઓ અનેક લડાઈઓમાં વિજય મેળવીને પરાક્રમી તરીકે પંકાયા હતા. પશુએ તરફ નજર કરે તે ત્યાં પણ આવી જ સ્થિતિ નજરે પડશે. હાથી, ઘડે. સાંઢ વગેરે માત્ર વનસ્પતિનું ભક્ષણ કરવા છતાં કેટલા બધા બળવાન છે ? અહીં કે એમ કહે કે “એ બધા બળવાન છે ખરા, પણ સિંહ વાઘ તેમને મહાત કરી દે છે, કારણ કે તેઓ એનાથી વધારે બળવાન છે. અને તે બળ એમને માંસાહારમાંથી પ્રાપ્ત થાય છે. તે એ સર્વથા સાચું નથી, હાથીઓએ સિંહ અને વાઘને પગ તળે ચગદીને સંઢ વડે ચીરી નાખ્યાના દાખલાઓ પણ અનેક જોવામાં આવે છે. એટલું જ નહિ પણ સૌરાષ્ટ્રના ગીર જંગલે કે જ્યાં સિંહની વસ્તી સારા પ્રમાણમાં જણાય છે. ત્યાં ભેંસો એટલી મજબુત હોય છે, કે તે સિંહને સામને સારી રીતે કરી શકે છે, અને તેથી સિંહ એનાથી બીએ છે. એટલે માંસભક્ષણથી બળવાન બનાય છે, એ ભ્રમ મનમાંથી કાઢી નાખવું જોઈએ. - માંસભક્ષણથી જડતા વધે છે, તમે ગુણમાં વધારે થાય છે, અને મનનાં પરિણામે જલદી હિંસક બને છે, એ કોનાથી અજાણ્યું છે ? જૈન મહર્ષિઓ કહે છે કે પ્રાણીના મરણ પછી તરત જ માંસમાં સંમૂર્છાિમ છની ઉત્પત્તિ થાય છે, એટલે તે દૂષિત બને છે, તેથી નરકના ભાતા જેવા માંસનું ભક્ષણ કેણ કરે ? અર્થાત કોઈ સુજ્ઞ પુરૂષ તો ન જ કરે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ એક વખત એક રસોઈયાએ કઈ રાજકુમારને તરતના મરી ગયેલા બાળકનું માંસ રાંધીને આપ્યું, તે રાજકુમારની ડાઢે લાગ્યું, એટલે રોજ એવા માંસની માગણી કરવા લાગ્યો. પણ રોજ મરેલાં બાળકે મળે કય થી ? એટેલે તે ચોરી છુપીથી લેકનાં બાળક ઉપાવ લાગ્યો, અને તેનું મરણ નિપજાવીને તેના માંથી રાજકુ. મારની રસલાલસા પિષવા લાગે. આ વાત રાજકુમારના જાણવામાં આવી પણ તેણે એ રસોઈયાને વાર્યો નહિ. એટલું જ નહિ પણ હાલ રસોઈ સરસ બને છે” એમ કહીને તેને ઈનામ આપ્યું, એટલે એ મહાનિંદ્ય કાર્ય ચાલુ રહ્યું. આ પ્રમાણે રોજ લોકોનાં બાળકે ગુમ થવા લાગ્યાં, એટલે તેમણે તકેદારી રાખી અને રસે ઇયાને પકડી પાડશે. મારની બીકે તે રસોઈયાએ જેવી હતી તેવી હકીકત કહી સંભળાવી એટલે લેકની ઉશ્કેરણુંને પાર રહ્યો નહિ. તે બધા ટોળે મળીને રાજા આગળ ગયા અને ફરિયાદ કરી. તેથી રાજા શ્રેષે ભરાયો ને કુમારને જાકારો દઈ પોતાની હદ બહાર કાઢયા. એ કુમાર “બાળકખાઉ” તરીકે જાહેર થયેલ હેવાથી કોઈએ તેને આશ્રય આપે નહી, એટલે રખડી રખડીને ભંડા. હાલે મરણ પામ્યા, અને નરકમાં ઉત્પન્ન થયો. માંસભક્ષણની આદત મનુષ્યને કેટલે અધમ બનાવે છે, તેનું આ ઉદાહરણ માત્ર છે. તેના પરથી બેધ લઈને મનુષ્યોએ માંસ ભક્ષણને તરત જ ત્યાગ કરવો ઘટે છે. ૪. મદિરાપાન માદક પીણામાં મુખ્યતા મદિરાની છે, કે જેને કાદંબરી, વાણું, સુવા, મધ કે દારૂ કહેવામાં આવે છે. તેનું પાન કરવાથી એક પ્રકારને કેફ ચડે છે નશો આવે છે, એટલે તે રોજ રેજ પીવાનું મન થાય છે અને એમ કરતાં એક જાલીમ વ્યસન વળગી પડે છે. પછી તે નાગચૂડની જેમ છૂટવું ઘણું મુશ્કેલ થઈ પડે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ દારૂડિયાની હાલ જુઓ. તેમના પગ લથડિયાં ખાતા હોય છે, શબ્દો તોતડાતા હોય છે અને અસંબદ્ધ–પ્રલાપ ચાલુ હોય છે.” તેમના મુખમાંથી એક પ્રકારની બદ આવે છે. અને આંખ લાલઘૂમ બની જાય છે. નથી હતું તેમના શરીરનું ઠેકાણું કે નથી હોતું તેમનાં વસ્ત્રોનું ઠેકાણું, તે ગમે ત્યાં ને ગમે તેવી હાલતમાં ગબડી પડે છે અને લાંબો સમય મૂર્ણિતની જેમ પડયા રહે છે. એ વખતે તેમના મુખની આસપાસ માખો બણબણતી હોય છે અને હોઠના બંને સંપુટે ખુલ્લા રહી જાય છે. આથી કૂતરાઓ તેમાં પેશાબ કરે છે અને રસ્તે જતા આવતા તમામ મનુષ્ય તેમને તિરસ્કાર ભરી દૃષ્ટિએ જુએ છે. - દારૂડિયાની પાસે પૈસાની વધારે છૂટ હોય તે તે વધારે દારૂ પીએ છે અને વધારે ખરાબી નોતરી લે છે અને પૈસાની તંગી હોય તો માથે દેવું કરીને પણ તે પિતાની તલપ પૂરી કરે છે. પણ વાત એટલેથી પતતી નથી. તે ઘર ખર્ચ માટે રાખેલા પૈસા પણ ઉઠાવી જાય છે અને સ્ત્રીના દાગીને ઉતારી, તેના વેચાણમાંથી આવેલા પૈસા વડે મદિરાપાનની મોજ માણે છે! રાત્રે સમયસર ઘરે આવવાનું તેમને માટે શક્ય હોતું નથી, એટલે પત્ની રાહ જોતી બેસી રહે છે અને પતિની આ હાલત પર નિસાસાના બે અશ્રુ બિન્દુ સારતી હોય છે. ટૂંકમાં દારૂડિયાનો ઘર સંસાર છેડા જ વખતમાં સળગી જાય છે અને સર્વ સંબંધે સૂતરના કાચા તાંતણાની જેમ ટપોટપ તૂટી જાય છે. પરિણામે તેની સામાજિક પ્રતિષ્ઠાને નાશ થાય છે અને નહિ ધારેલી ખાનાખરાબી જેવાનો પ્રસંગ આવે છે. આ સ્થિતિમાં તેઓ દાન, શીલ, તપ કે ભાવનો આશ્રય શી રીતે લઈ શકે ? અથવા પંચાચારનું પાલન શી રીતે કરી શકે ? વધારે ખેદની વાત એ છે કે તેના આ વખતના સાથીઓને માટે Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ભાગ જુગારી, ચાર અને રંડીબાજોનો બનેલું હોય છે, એટલે તેઓ સાથે મળીને ધર્મની નિંદા કરે છે. તેના અત્યુત્તમ અનુઠાને ઉપહાસ કરે છે અને આ જગતમાં મદિરાપાન જેવી બીજી કોઈ મોજ નથી એમ જાહેર કરવામાં અતિશય આનંદ પામે છે! - આથી વધારે અધઃપતન બીજું કયું હોઈ શકે? તાત્પર્ય કે સુજ્ઞજનેએ આ વ્યસનથી સદંતર દૂર રહેવામાં જ શ્રેય છે. પ. પરસ્ત્રી સેવન જે દારા કે સ્ત્રી વિવાહ સંબંધથી ૫રને સમર્પિત થયેલી છે, તેના પ્રેમમાં પડવું કે તેને સંગ કરવો તે પદારા ગમન કે પરસ્ત્રી સેવન કહેવાય છે, તેને નાદ એકવાર લાગ્યો કે છૂટો મુશ્કેલ થઈ પડે છે, તેની ગણના મહાવ્યસનમાં થયેલી છે. | સરખા કુળ અને આચારવાળી પણ અન્ય ગાત્રથી ઉત્પન્ન થએલી કન્યા સાથે વિવાહિત થવું, તેનાથી સંતુષ્ટ રહેવું અને બાકીની બધી સ્ત્રીઓને માતા ભગિની કે પુત્રીઓ સમ લેખવી એ ગૃહસ્થનું કર્તવ્ય મનાય છે. અહીં કોઈ એમ કહે કે અમારે વિવાહ કે લગ્ન સંબંધથી ન જોડાવું હોય તો? લગ્ન એક જાતનું બંધન છે અને તે અમને પસંદ નથી.” તેને ઉત્તર એ છે કે જે પુરૂષ સંસાર સુખને અસાર સમયે હેય, અને તેથી બ્રહ્મચર્યની ભાવનાવાળો થયો હોય તે વિવાહ કે લગ્ન બંધનથી બંધાય એ ઈચ્છવા એગ્ય છે, પણ જેનું મન સંસાર સુખમાં લીન છે અને તેથી જે બ્રહ્મચર્ય પાળવા અને સમર્થ છે, તેણે તે ઉપર જણાવ્યું તેમ સરખા કુળ અને આચારવાળી પણ અન્ય ગેત્રથી ઉત્પન્ન થયેલી કન્યા સાથે વિવાહ કે લગ્ન સંબંધથી અવશ્ય જોડાવું જોઈએ લગ્ન એક બંધન છે, પણ તે પવિત્ર બંધન છે અને મનુષ્યની ભ્રમર ભેગી વૃત્તિને કાબૂમાં રાખ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ નારૂં હેઈ સ્વેચ્છાએ સ્વીકારવા જેવું છે, અન્યથા સ્થિતિ હરાયા ઢેર જેવી થવાનો સંભવ છે કે જે અનેક સ્થળે જવા છતાં કંઈ તૃપ્તિ પામતું નથી. અહીં કોઈ એમ પણ કહે કે “મનુ યની ભ્રમર ભોગી વૃત્તિને કાબૂમાં રાખવાનું પ્રયોજન શું? આથી એક પ્રકારનો અસંતોષ ઉભે નહિ થાય? તેનો ઉત્તર એ છે કે ભ્રમર ભોગી વૃત્તિથી ધર્મને ધ્વસ થાય છે, દુરાચાર પેદા થાય છે અને ગૃહસ્થ જીવનની જડ ઉખડી જાય છે, એટલે તેને કાબુમાં રાખવી જ જોઈએ, જ્યાં સમજપૂર્વક કબૂ છે – અસંતોષનું કંઈ કારણ નથી, બાકી ભ્રમર ભેગી વૃત્તિથી પણ સંતોષ કયાં પેદા થાય છે? આ એક સ્ત્રીના પ્રેમમાં તે કાલે બીજી સ્ત્રીના પ્રેમમાં, એમ અનેક સ્ત્રીઓને પ્રેમમાં પડનારને અથવા નિત્ય નવ પાત્રો શોધનારને સંતોષને સ્પર્શ થાય જ કયાંથી? જેમ અગ્નિમાં ઘી હોમવાથી તે શાંત થતો નથી પણ વિશેષ પ્રદીપ્ત થાય છે, તેમ વિષયવાસનાઓને તૃપ્ત કરવાથી તે શાંત થતી નથી પણ વિશેષ પ્રદીપ્ત થાય છે, તેથી તેના પર કાબૂ મેળવો એ જ દષ્ટ છે. અને તે કાબૂ મેળવવામાં વિવાહિત જીવન અગત્યનો ભાગ ભજવે છે, એટલે જ તેની હિમાયત છે” “વિવાહિતા સિવાયની અન્ય સ્ત્રીઓમાંથી માતાઓ કેને ગણવી? અને ભગિનીઓ કેને ગણવી ? અને પુત્રીઓ કોને ગણવી? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે જે સ્ત્રીઓ પિતાની ઉમરથી મોટી હોય તેમને માતા ગણવી. જે સ્ત્રીઓ લગભગ સમાન વયવાળી હોય તેમને ભગિનીઓ ગણવી અને જે સ્ત્રીઓ પોતાની ઉંમરથી લધુ વયની હોય તેમને પુત્રીઓ ગણવી.' જેઓ ગૃહસ્થાશ્રમના આ પવિત્ર કર્તવ્યને લેપ કરીને માતા સમાન, ભગિની સમાન કે પુત્રી સમાન પરદારાઓના પ્રેમમાં આસક્ત બને છે, તેમને શું કહેવું? કેઈકે ઠીક જ કહ્યું છે કે ક્રોધી, Page #136 -------------------------------------------------------------------------- ________________ ૨૩ લેાભી, કૃપ, માની, મદાંધ. ચાર, જુગારી અને યુગલ એટલે વ્યભિચારી કે પરસ્ત્રીનું સેવન કરનાર, એ આઠે જણ આંખે દેખવા છતાં આંધળા છે. જે મનુષ્યો પેાતાની સ્ત્રી પર કાષ્ટ કુદૃષ્ટિ ન કરે તે માટે ભારે તકેદારી રાખે છે અને તે દુરાચારિણી થાય તે અત્યંત દુઃખનેા અનુભવ કરે છે, તે પરસ્ત્રીનું સેવન શી રીતે કરી શકે ? તાપ કે જેવું દુ:ખ પેાતાને થાય છે તેવુંજ દુ:ખ બીજાને પણ થતું હશે, એમ માનીને તે પરસ્ત્રી સેવનથી અળગા જ રહે. વળી જે મનુષ્યા નિરંતર સુખની કામનાવાળા છે અને દુઃખથી દૂર ભાગનારા છે, તેને પરસ્ત્રીનું સેવન કેમ પરવડે? એમાં સુખ ક્ષણિક છે અને દુ.ખ પારાવાર છે. જો દુરાચાર કરતાં પકડાયા— અવસ્ય પકડાવું જ પડે છે—તેા હાડકાં પાંસળાં ખાખરાં થયાં જ સમજો, અથવા છાતી, પેટ કે ગરદનમાં તીક્ષ્ણ ખંજર ભેાંકાયું. જ સમજો. આવેા દુરાચાર કરનાર મૃત્યુ બાદ ધાર નરકમાં ઉત્પન્ન થાય છે અને ઘણા લાંબા સમય સુધી અસહ્ય ય:તનાએ ભાજ્ગ્યા કરે છે, તેથી પણ તેની ખતરનાકતાના ખરે ખ્યાલ આવી શકે છે. રાવણ એક બળવાન રાજા હતા. વિવિધ વિદ્યામાં વિશારદ હતા અને પરાક્રમી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા, પરંતુ પર સ્ત્રી સેવનના છંદે ચડયા, એટલે બરાબર પટકાયા અને કાયમને માટે કૃષ્ણ-મુખવાળા થયા. ગુજરાતના રાજા કરણઘેલાનું શું બન્યું? તે રૂપમાં મેાહાંધ બની પ્રધાનપત્નીના પ્રેમમાં પડયા એટલે બધું રાજપાટ હારી ગયા અને ગુજરાતને ગળે પરતંત્રતાની એડી ધાલતે ગયા કે જે આજ સુધી નીકળી શકી નથી. જે શ્રીમ ંતા, લક્ષ્મી પુત્રા કે રાજ્યક ચારીએ આ રસ્તે ચડયા, તેમની પૂરી પાયમલી થઇ છે અને તેમના કુટુંબીજને રખડી પડયા છે. આ વ્યસનની દુષ્ટતાને આથી વધારે પુરાવા ખીજો ો જોઇએ. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈન મહર્ષિઓ કહે છે કે તમે સાચા માનવ હો તે પર સ્ત્રીનું લાવણ્ય જોઈને લલચાશો નહિ. સૌંદર્ય જોઈને સળવશે નહિ. કલાકુશલતા જોઈને કામાંધ બનશો નહિ. એને કુદરતને ખેલ માની તમારી મર્યાદામાં રહેશે અને સ્વદારામાં છુપાયેલા અનેકવિધ ગુણોને આદર કરી તેનાથી જ સંતોષ માનજે. . જે પુરૂષે પરસ્ત્રીનું રૂપ, લાવણ્ય કે સૌંદર્ય જોઇને વરસાદની જલધારાથી હણાયેલા બળદની જેમ પૃથ્વી ભણું નીચું જુએ છે, તે ખરેખર ! વંદનીય છે, આથી વધારે બીજું શું કહીએ ? ૬. વેશ્યાગમન દેહ વિક્રય કરનારી સ્ત્રીઓને વારાંગના, ગણિકા કે વેશ્યા કહેવામાં આવે છે. તેના છંદે ચડવું, તેની પ્રીતિ કરવી. તેને સહવાસ કરવો તે વેશ્યાગમન નામનો દુરાચાર છે. આ દુરાચારમાં ફસાયા પછી મનુષ્ય સહેલાઈથી સન્માર્ગે આવી શકતો નથી, તેથી તેના પર મહાવ્યસનની મહોર છાપ પડી છે. વેશ્યાગમન શરૂ થયું કે લક્ષ્મી લીલા સંકેલવા માંડે છે, ચેપી રોગો ચંચળતા ધારણ કરે છે, ગૃહજીવનમાં વડવાનલની આગ ઉઠે છે અને કીતિને કલાપ સાવ કરમાઈ જાય છે. આ સ્થિતિમાં પરલકનું પાથેય તે બંધાય જ કયાંથી ? વેશ્યાગમનથી સુખની ઈચ્છા રાખવી, એ વિષભક્ષણ કરીને દીર્ધાયુ પાળવાના પ્રયોગ જેવી નિરર્થક ચેષ્ટા છે. જ્યાં પ્રેમનાં પાત્રો ઘડી ઘડી બદલાતાં હોય જ્યાં સ્નેહનો સ્વાંગ ક્ષણે ફણે નવું રૂપ ધારણ કરતો હોય અને ન્યૂ સર્વ જીવન વ્યવહાર ધન પ્રાપ્તિ માટે જ ચાલતું હોય ત્યાં સુખની છાયા કેવી ! વળી એ પણ વિચારવા જેવું છે કે જે મુખ માંસ ભક્ષણ અને મદિરા પાનથી દુર્ગધિત બનેલું છે અને વિવિધ પ્રકારના ચાર પુરૂષ વડે વારંવાર ચુબિત થયેલું છે, તેનું ચુંબન કરવામાં શું સ્વાદ હોય ? Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ જેમ શેરડીને સાઠે ચીચુડામાં આવીને ચળાઈ જાય છે અને કસ વિનાને થતાં દુર ફેંકાઈ જાય છે, તેમ વેશ્યાગમન કરનારે પુરૂષ પ્રેમ પ્રલેનમાં આવીને ફસાઈ જાય છે અને સર્વ દ્રવ્ય ગુમાવી કસ વિનાને થતાં દુર ફેંકાઈ જાય છે. જ્યાં સ્વાર્થ, શઠતા, ને શેતાનીયતનું સામ્રાજ્ય જગ્યું હોય ત્યાં નિસ્વાર્થ પ્રેમ, સરલતા અને સહૃદયતાનાં દર્શન થાય ક્યાંથી ? જેમ વરસાદનું ઝાપટું પડતાં અસંખ્ય બિલાડીના ટોપ ઉગી નીકળે છે, તેમ વેશ્યાગમન શરૂ થતાં અસંખ્ય દુર્ગુણો ફુટી નીકળે છે અને તે મનુષ્યનું પૂરેપૂરું પતન કરે છે. કેઈ પૂછે કે ભાઈ કયાં ગયા હતા ? તે વેશ્યાગમન કરનારે પુરૂષ ભળતો જ જવાબ આપશે અને પિતાની સાચી સ્થિતિ છૂપાવવાનો પ્રયત્ન કરશે. તેને ધનની જરુર વારંવાર પડવાની, એટલે ઘરમાંથી ચોરી કરશે, દુકાનમાંથી માલ તફડાવશે, કેઈ નેહી સંબંધીનું ખીસું તપાસશે અને તેમ કરતાં ધન નહિ મળે તે ચારેની ટોળીમાં સામેલ થટને કોઈનું ઘર ફાડશે કે હાટ તડશે. વળી વેશ્યાને પ્રસન્ન રાખવા તેની સાથે મદિરા પીશે, માંસ ખાશે, અનેક અભક્ષ્ય વસ્તુઓનો ઉપયોગ કરશે અને માની લીધેલા પ્રતિપક્ષીઓને પાયમાલ કરવા વિવિધ પ્રકારને કાવાદાવા પણ કરશે. તાત્પર્ય કે તેમાં વંચના પણ હશે, પ્રતારણ પણ હશે, અને સામાન જન લેવા સુધીની સર્વ યુકિત પ્રયુકિતઓ સામેલ હશે. આ રીતે વેશ્યાગમનમાં પાપ અને પતનની પરિસીમા હોવાથી સુજ્ઞ પુરૂષોએ તેનો સર્વથા ત્યાગ કરવો ઘટે છે. ૭ શિકાર શિકારનો છંદ એકવાર લાગુ પડે કે મનુષ્યના મનને કબજે લઈ લે છે અને તે કેમે કરી છોડતો નથી. એટલે તેની ખતવણુ મહાવ્યસનમાં કરાયેલી છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૬ . જેણે કેd અપરાધ કર્યાં નથી તેના પ્રાણ લેવા એ ન્યાય ભરેલા વ્યવહાર નથી. વળી જે શસ્ત્રોથી રહિત છે, તેના પર શસ્ત્ર ઉગામવા એ શૂરવીરતાને કલંક લગાડવા જેવું છે. શત્રુ મુખમાં તરણું લે તે તેને છેડી દેવામાં આવે છે, તે। જેના મુખમાં સદા તરણું છે તે વન્ય પશુએ શી રીતે વષ્ય ગણાય ? કેટલાક શાખની ખાતર નહિ પણ ધધાની ખાતર શિકાર કરે છે અને તેમાં જે પશુ પક્ષીએ માર્યા જાય, તેમના શરીરમાં મસાલા ભરીને વેચે છે. એ રીતે તેમને જીવન વ્યવહાર ચાલે છે. પરંતુ એ બધુ સ્વાની ખાતર થાય છે, તેથી એને બચાવ થઇ શકે નહિ. આ જગતમાં તેનાથી આછી હિંસાવાળા બીજા ધંધા કયાં આછા છે, કે તેનેા આશ્રય લેવા પડે ? બીજી રીતે પણ આ ધંધા કરવા જેવા નથી, કારણ કે તેમાં સાહસ કરવું પડે છે, અને તે ઘણીવાર આંધળુ હાય છે, પરિણામે બીજાનેા જાન લેવા જતાં પોતાને જ જાન જાય છે, અને ત્યારે હાયવાય કે હતાશાને પાર રહેતા નથી. અનેક શિકારીએને સિંહે ફાડી ખાધા છે, વાધે ચીરી નાખ્યા છે, હાથીએ દાબી દીધા છે, અને અજગરે ભરડા લઇને ભીંસી નાખ્યા છે! એમ છતાં મનુષ્ય એના પીછા છેડતા નથી. એ કેટલુ` આશ્ચર્યજનક છે? દાંતને બદલે દાંત આંખને બદલે આંખ અને નાકને બદલે નાકતા બદલે લેવાય છે, તે જેના શરીરમાં ભાલા ભેાંકીયે છીએ, બાણા મારીએ છીએ, કે ગાલીબાર કરી આરપાર બીધી નાખીએ છીએ, તેના બદલાશે। ચૂકવવેા પડશે? તેના વિચાર શિકારના છંદવાળાઓએ અવશ્ય કરવા ઘટે છે. જેમ લીંબડા વાવીને કૅરીની આશા કે આકડા વાવીને ગુલામની ઈચ્છા રખાતી નથી, તેમ હિંસા વાવીને શાંતિની આશા રખાતી નથી. તાત્પર્ય કે તેના ફળ રૂપે ઉગ્ર અશાંતિ ભાગવવાને Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ વખત આવે છે અને ભવિષ્યમાં નરકની ધાર યાતનાઓ ભોગવેજ છૂટા થાય છે. આ બધાં કારણાને વિચાર કરીને સમજુ માણુસાએ શિકારના છંદથી અલિપ્ત રહેવું જોઇએ અને દયા ધર્મ એજ ઉત્તમ ધર્મ માનીને તેનું શરણુ અંગીકાર કરવુ જોઇએ. આ રીતે સપ્ત મહાવ્યસનને દુર્ગંતિનું પરમ કારણ જાણી તેનાથી દૂર રહેનાર શીલ અને સયમથી સુશાભિત બની શકે છે અને કુશળ ધર્મની આરાધનાપૂર્વક પેાતાનું મૃત્યુ સુધારી સ્વ તથા મેાક્ષને અધિકારી બની શકે છે; Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ દશમું જિનભકિત જીવનમાં પ્રગતિ કરવી હોય, વિકાસ સાધો હોય કે અબ્યુદયની પ્રાપ્તિ કરવી હોય તો જેમણે પોતાના જીવનમાં અદ્ ભૂત પ્રગતિ કરી છે, અપૂર્વ વિકાસ સાથે છે. કે અનુપમ અભ્ય દયની પ્રાપ્તિ કરી છે, એવા ઉત્તમ મહાપુરૂષોને આદર્શ નજર સમક્ષ રાખવો જોઈએ, અને તેનું સતત સ્મરણ રહ્યા કરે તે માટે તેમની અત્યંત બહુમાન પૂર્વક બને તેટલી આરાધના, ઉપાસના, સેવા કે ભક્તિ કરવી જોઈએ. મહાપુરૂષ કોને કહેવા?” તેને ઉત્તર જુદા જુદા પુરૂષો જુદી જુદી રીતે આપશે. કઈ રણક્ષેત્રમાં અપૂર્વ વીરતા બતાવનારને મહાપુરૂષ કહેશે, તે કઈ અનેક શાસ્ત્રોને સારી રીતે જાણનારા વિદ્વાનને મહાપુરૂષ કહેશે અને કોઈ સમાજની સુંદર સેવા કરનારને મહાપુરૂષ કહેશે. પરંતુ જૈન મહર્ષિઓને મત એ છે કે રણમાં દશ લાખ યુદ્ધાઓ સાથે યુદ્ધ કરીને જય મેળવો સહેલો છે, પણ પોતાના આત્માને જિત અધરે છે. સેંકડ સહસ્ત્ર ગ્રંથેનું અધ્યયન કરીને તેને સાર મગજમાં ભરવો સહેલો છે, પણ ભણેલાને જીવનમાં ઉતારવું અઘરું છે. તેમજ સમાજની વિવિધ પ્રકારે સેવા કરવી સહેલી છે, ૫ગુ પોતાના સર્વ દે જિલીને પવિત્ર જીવન ગાળવું ઘણું અઘરું છે. તેથી જે પુરુષ આત્માને જય કરે છે એટલે સ્પર્શ, રસ. ગંધ, વર્ણ અને શબ્દ જનિત સુખમાં જરાયે લલચાતું નથી; જે પુરૂષ જાણેલું જીવનમાં ઉતારે Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ એટલે સિંતિ માર્ગે ચાલીને અપ્રમત્ત દશામાં રહે છે; અને સવ`દોષ તિને પવિત્ર જીવન ગાળે છે. એટલે ક્રોધ, માન, માયા, અને લેલા સથા મુત થઇ વીતરાગ બને છે, તે જ અને કેવળ જ્ઞાન વધુ સર્વ પદાર્થોના સર્વ ભાવ જાણે છે, તે જ સાચા મહાન્ પુરૂષ છે. ’ 66 ઉપર ઉત્તમ મહાપુરૂષો એવા શબ્દ આવ્યા છે, એટલે તને! પણ્ ખુલાસા કરીએ. જ્ઞાની મહાપુરૂષામાં પણ કજ્યની અપેક્ષાએ બે એક સામાન્ય કવલી અને બીજા તીર્થંકર. તેમાં ગણાય છે. કારણ કે તે અપૂર્વ ધ દેશના વડે વાળે છે, તેમને એક ધર્મસંધ રચે છે, અને તે એવી યાજના પણ કરે છે. ,, પ્રયોગ કરવામાં વીતરાગ કેવળ ભાગ પડે છે : તી કરી. ઉત્તમ લોકાને સન્માર્ગે વ્યવસ્થિત ચાલે તાત્પ કે અહીંં ઉત્તમ મહાપુરુષોથી તીર્થંકર, અત્ કે જિન સમજવાના છે, અને આધ્યાત્મિક પ્રગતિ, વિકાસ કે અન્યુદય નિમિત્તે તેમનું જીવન નજર સમક્ષ રાખી તેમની બહુમાનપૂર્વીક બને તેટલી આરાધના, ઉપાસના, સેવા કે ભકિત કરવાની છે. અહીં કાઈ એવા પ્રશ્ન કરે કે “ આધ્યાત્મિક પ્રગતિ, વિક્રાસ * અભ્યુદય તા સ્વબળથી જ સાધી શકાય છે, તેમાં જિનભકત કરવાની જરૂર શું ? ‘એને ઉત્તર એ છે કે કાઈપણ કાર્યની ઉત્પત્તિમાં ઉપાદાન અને નિમિત્ત એ ખને કારણેાની વિદ્યમાનતા હાય છે. જેમકે ઘડાની ઉત્પત્તિમાં માટી એ ઉષ.દાન કારણ છે. અને ચાકડા, દંડ તથા કુંભાર એ નિમિત કારણ છે. કુંડલની નિષ્પતિમાં સુવણૅ એ ઉપાદાનકારણ છે, અને સગડી, એર, હથેાડે! તથા સુવર્ણકાર એ નિમિત કારણ છે. તેજ રીતે આધ્યાત્મિક પ્રગતિ, વિકાસ કે અભ્યુદય રૂપ કાની નિષ્પત્તિમાં સ્વબળ ૐ આત્મા એ ઉપાદાન કારણ છે. અને જિન ભકિત એ નિમિત્ત Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કારણ છે. તેથી મુમુક્ષુએ તેનો આશ્રય અવશ્ય લેવો જોઈએ, મકાનના બીજા ત્રીજા કે ચોથા મજલે પહોંચવું હોય તે સ્વબળે પહોંચી શકાય છે. પણ ત્યાં નીસરણ કે લીફટરૂપી નિમિત્તને આશ્રય લીધા વિના ચાલતું નથી. તેજ સ્થિતિ અહીં સમજવાની છે. અહીં એક પ્રશ્ન એ પણ પૂછાવવાનો સંભવ છે કે વીતરાગ જિનપ્રભુ રાગ અને દ્વેષથી પર હોવાના કારણે કે પર પ્રસન્ન પણ થતા નથી, અને કોઈ પર રોષ પણ બતાવતા નથી. તે તેમની ભકિત કરવાનું પ્રયોજન શું ? એને ઉત્તર એ છે કે વીતરાગ જિનપ્રભુ કોઈ પર પ્રસન્ન પણ થતા નથી. અને કોઈ પર રોષ પણ બતાવતા નથી, એ સાચું છે. પણ તેમનું જીવન નજર સમક્ષ રાખવાથી તથા તેમની અનન્ય મનથી ભકિત કરવાથી આધ્યાત્મિક પ્રગતિ, વિકાસ કે અભ્યદય માટે આપણે ઉત્સાહ અત્યંત ઉલ્લસિત થાય છે. અને એક સમય એવો આવે છે કે જયારે આપણે તેની ચરમ સીમાએ પહોંચી જઈએ છીએ. આજ એમની ભકિત કરવાનું પ્રયોજન છે. ચિંતામણિ રત્ન અચેતન હેવા છતાં તેને સેવનારનું કલ્યાણ નથી કરતું શું ? અહીં પ્રસંગવશાત એ ખુલાસો પણ કરી લઈએ કે જે ભકિતના ફળ રૂપે માની લીધેલા વૈરી, શત્રુ કે દુશ્મનનું દમન કરવાની ઈચ્છા રાખવામાં આવે છે, તે ભકિત તામસી કહેવાય છે; જે ભકિતના ફળ રૂપે સંપત્તિ, સુંદરી તથા સત્તા વગેરેની કામના રાખવામાં આવે છે તે ભકિત રાજસી કહેવાય છે; અને જે ભકિતના ફળરૂપે આધ્યાત્મિક વિકાસ, સમતા કે મોક્ષની અભિલાષા રાખવામાં આવે છે તે સાત્વિકી કહેવાય છે. આ ત્રણ પ્રકારની ભકિતઓમાં તામસી કનિષ્ઠ છે. રાજસી મધ્યમ છે. અને સાત્વિક ઉત્તમ છે. અહીં કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ઉપર કહી તેવી જિનભકિત નિતાન્ત સાત્વિકી છે. અને તેથી જ જૈન મહર્ષિઓ દ્વારા તે અત્યંત વખણાયેલી છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ આથી સાત્વિક પૂજાના ફળ અંગે તેમણે સ્પષ્ટ શબ્દોમાં भतिए जिणवराण, परमाए खीण-पिज्ज-देोषाण। आरोग्ग-बोहिलाभ, समाहिमरण पावन्ति ।। “જેમના રાગ અને દ્વેષ ક્ષીણ થયા છે, એવા વીતરાગ જિનવરની પરમ ભક્તિ કરવાથી આરોગ્ય, ધિલાભ અને સમાધિયુકત મરણ પામી શકાય છે.” જિનભકિતથી આરોગ્ય શી રીતે મળે? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે આ સંસારમાં કર્મ એ જ સહુથી મોટો રોગ છે જેને પરિણામે પ્રાણુઓને જન્મ અને મરણની પુષ્ટ પરંપરામાંથી પસાર થવું પડે છે, અને અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિનો અનુભવ કરવો પડે છે. આ રોગને અભાવ થવો તેને કર્મક્ષય કહેવામાં આવે છે. અને તે જિન ભકિતથી અવશ્ય પ્રાપ્ત થાય છે. અન્યત્ર જૈન મહર્ષિઓએ કહ્યું છે કે – 'भत्तीइ जिणवराण, खिज्जती पुव्वसंचिआ कम्मा। શ્રી. જિનેશ્વરની ભકિતથી પૂર્વના અનેક ભમાં સંચિત થયેલાં કર્મો ક્ષય પામે છે.” અહીં બોધિલાભથી શું સમજવું ? તેનો ખુલાસો પણ થવો ઘટે છે, કારણ કે બેધિ શબ્દ કેટલાક સ્થળે માત્ર સમ્યકત્વનો અર્થ બતાવવા વપરાય છે. કેટલાક સ્થળે દર્શન બાધિ, જ્ઞાન બાધિ અને ચારિત્ર બધિ એટલે સભ્ય દર્શન સમ્યગ જ્ઞાન અને સમ્યગ ચારિત્ર એ રત્નત્રયીને અર્થ બતાવવા વપરાય છે. આ સંબંધી અમારું વકતવ્ય એટલું જ છે કે અહીં બેધિ શબ્દથી જિન ધર્મની પ્રાપ્તિનો અર્થ પર્યાપ્ત છે. કારણ કે તેમાં સમ્યક્ત્વ તથા રત્ન ત્રયીની મુખ્યતા છે. જિન ભકિતથી મનુષ્યનું મૃત્યુ સુધરે છે, અને એ લાભ પણ જે તેવો નથી. જે મનુષ્ય મિથ્યાત્વમાં રાચે છે. તથા Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર અનેક વિધ પાપકર્મો કરીને દુન્યવી સંપત્તિ કે સત્તા પ્રાપ્ત કરે છે, તે મૃત્યુને સમય નજીક આવતાં ખૂબ ગભરાય છે. તેમાંથી બચવા માટે જાત જાતનાં ફાંફા મારે છે. અને હવે મારે શું થશે ? મારા કુટુંબીઓનું શું થશે ? મેં ઘણી મહેનતે મેળવેલી માલમિલ્કત છોડીને ચાલ્યા જવું પડશે ! વગેરે વિચારોથી હાયવોય કે કલ્પાંત કરે છે. અને એ સ્થિતિમાં દેહ છોડે છે. આવા મરણને જૈન મહર્ષિઓએ બાલમરશું કહ્યું છે. કારણ કે આ બધી ચેષ્ટાઓ બાલચિત છે, અજ્ઞાનજનિત છે. બીજી બાજુ જે મનુષ્ય જિન ભકિતના પ્રભાવે સમ્યકત્વ સંપન્ન છે, અને સદાચારી જીવન જીવી જે કંઇ પ્રાપ્ત થયું તેનાથી સંતોષ માને છે, તેને મૃત્યુ જરાયે ગભરાવી શકતું નથી. તેઓ બરાબર જાણતા હેાય છે કે કહ્યું દિ પવા મૃત્યુ -જે જન્મેલા છે તેને એક દિવસ જરૂર મરવાનું છે. એ વખતે ધનમાલ તથા કુટુંબીજને કોઈ સાથે આવતું નથી, પણ પરલકના ભાતા તરીકે જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય છે તે જ માત્ર સાથે આવે છે. અને એવું પુણ્ય તે તેમણે સારી રીતે પ્રાપ્ત કર્યું હોય છે, એટલે મનમાં કોઈ જાતને ઉગ, ભય કે ખેદ હેત નથી. વળી તેઓ અંત સમય નજીક આવેલ જાણું ભૂલે ચૂકે થઈ ગયેલા પાપની નિંદા-ગઈ કરે છે, સુકૃતની અનુમદના કરે છે, અને અરિહંત, સિદ્ધ, સાધુ તથા સર્વજ્ઞ પ્રણિત ધર્મનું શરણ સ્વીકારી ખૂબ શાંતિ સમાધિ અનુભવે છે. આવા મરણને જૈન મહર્ષિઓએ પંડિત મરણ કે સમાધિમરણ કર્યું છે. કારણ કે તેમાં જ્ઞાનમૂલક ચેષ્ટાઓ છે, અથવા સમાધિની મુખ્યતા છે. મૃત્યુ સમયે મનુષ્યની જેવી મતિ હેય તેવી ગતિ થાય છે. એટલે સમાધિમરણવાળાને દેવ કે મનુષ્ય ગતિની પ્રાપ્તિ થાય છે અને સમાધિભાવ અત્યંત ઉત્કૃષ્ટ હોય તે કર્મક્ષયના પ્રતાપે પંચમ ગતિ એટલે મેક્ષ પણ મળે છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ "જિન ભગવંતો વિદ્યમાન હોય તો તેમની ભકિત વિવિધ પ્રકારે થઈ શકે, પણ તેમના વિરહમાં શું બની શકે ? એ પ્રશ્નનું સમાધાન એ છે કે “જેમ કોઈ પ્રિયસી પ્રિયતમના વિરહ સમયે તેનું સતત સ્મરણ કરે છે, અને તેની કેાઈ છબી કે પ્રતિમા હોય તે સાક્ષાત પ્રિયતમ મળ્યા એમ માનીને તેની આગળ સર્વ પ્રેમ ચેષ્ટાઓ કરે છે. તેમ જિન ભગવંતના વિરહ સમયે તેમનું સતત મરણ કરવાથી તેમજ તેમની પ્રતિમા કે મૂર્તિને સાક્ષાત્ જિન ભગવંત માનીને તેની આગળ ભકિતના સર્વ ઉપચાર કરવાથી પણુ જિન ભકિત થઇ શકે છે.” જિનપ્રતિમા કે જિન મૂર્તિ રત્ન, સ્ફટિક, સુવર્ણ, સપ્ત ધાતુ તથા પાષાણુ વગેરેની બનાવવામાં આવે છે, અને મંદિરમાં તેની વિધિપૂર્વક પ્રતિષ્ઠા થયા પછી પૂજનને યોગ્ય ગણાય છે. આ પ્રતિમાઓ કે મૂર્તિઓ ત્રણ પ્રકારની હોય છે, વકતા, ક્ષમા, અને મહાખ્યા, તેમાં એક જ તીર્થકરની મૂર્તિને વકતા કહેવાય છે. એક પાષણ કે ધાતુમય પદક ઉપર વીશ તીર્થકરની મૂર્તિ હોય તેને ક્ષમા કહે છે. અને એક પાષણ કે ધાતુમય પદક ઉપર ઉત્કૃષ્ટા એકસો સીતેર જિન મૂર્તિ હોય તેને મહાખ્યા કહે છે. જૈન ભૂગોળ પ્રમાણે જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્ધ પુષ્પરાવર્ત ખંડ એ અઢી દ્વીપમાં મનુષ્યની વસ્તી છે. તેમાં કર્મભૂમિમાં પાંચ મહાવિદેહની ૧૬૦ વિજય, પાંચ ભરત અને પાંચ ઐરાવત એ ૧૭૦ સ્થળે એક સમયે એકએક તીર્થકર હોઈ શકે છે, એટલે એક સમયે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શ્રી અજિતનાથ સ્વામીના વખતમાં ૧૭૦ જિને વિદ્યમાન હતા. ભક્તિના ઉપચારો અનેક પ્રકારના હેઈ શકે છે, પણ જૈન મહર્ષિઓએ તેને સમાવેશ ૧, વંદન, ૨, પૂજન, ૩, સતકાર, અને ૪ સન્માન. એ પ્રકારમાં કર્યો છે. તેમાં વંદન ત્રણ પ્રકારનું Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ માન્યુ છેઃ કાયિક, વાચિક અને માનસિક્ર, હાથ ખેડવા, મસ્તક નમાવવું, પંચાંગ પ્રણિપાત કરવા એ કાયિક વંદન છે; સ્તુતિ કરવી, ગુણ ગાવા, પ્રાર્થના કરવી, એ વાચિક વંદન છે; અને તેમના પ્રત્યે બહુમાન દર્શાવવું કે અંતરગ પ્રીતિ પ્રગટ કરવી એ માનસિક વંદન છે. પૂજન એટલે પૂજા, તે પણ ત્રણ પ્રકારની માની : અંગ પૂજા, અગ્ર પૂજા, અને ભાવ પૂજા, તેમાં નિર્માલ્ય દૂર કરવાં, પ્રમાજના કરવી, જિન પ્રભુના મસ્તકે તથા સર્વ અંગે ક્ષીર-જળ વગેરેના અભિષેક કરવા, પક્ષાલ કરવા, વાળા કુચી કરવી, શુદ્ વસ્ત્રો વડે અંગ લૂછવા, ચંદનાદિ સુગધી પદાર્થોનું વિલેપન કરવું, વાસક્ષેપ ચડાવવા તેમજ ચંદન, કેશર વગેરે સુગંધી દ્રવ્યેાથી પ્રભુના નવ અંગે તિલક કરવાં તે અંગપૂજા છે. જિન પ્રભુ આગળ દીપક કરવા, ધૂપ ધરવા, અક્ષતના સ્વસ્તિક રચવા, પુષ્પ-ફળ-નૈવેદ્ય મૂકવાં, ચામર વીંઝવા, ગાયન ગાવું, નૃત્ય કરવું, આરતી ઉતારવી. મંગળ દીપક કરવા વગેરે અશ્ર પૂજા છે. અને ઉત્તમ સ્તુતિસ્તત્ર કાયાત્સગ પૂર્વક ચૈત્યવંદના કરવી એ ભાવપૂજા છે. ચાપ સામગ્રીના ભેદથી પૂજા ત્રણ પ્રકારની મનાય છેઃ ચારિકી, અાપચારિકી અને સર્વોપચારિકી. તેમાં ગંધ પૂર્જા, પુષ્પ પૂજા, દીપ પૂજા, ધૂપ પૂજા, અને અક્ષત પૂજા. એ પંચોપચારિકી કહેવાય છે. જળ પૂજા, ચંદન પૂજા પુષ્પ પૂજા, દીપ પૂજા, ધૂપ પૂજા, ફળ પૂજા, નૈવેદ્ય પૂજા અને અક્ષત પૂજા. અષ્ટાપચારિકી કહેવાય છે અને તેમાં વસ્ત્ર પૂજા, આભૂષણ પૂજા, નાટક પૂજા, ગીત પૂજા, આરતી, મંગલ દીપ વગેરે ઉમેરાય તેા સર્વોપચારિકી કહેવાય છે. તે સિવાય સત્તર ભેદી, એકવીસ પ્રકારી, ચેાસા પ્રકારી, નવાણુ.. પ્રકારી, એમ વિવિધ પ્રકારની પૂજાએ પ્રસિદ્ધ છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૩૫ અહી' એ સ્પષ્ટતા કરવી ઉચિત લેખારો કે માત્ર અગ્ પૂજનને જ પૂજા કહીએ તેા અગ્ર પૂજા એ સત્કાર છે, અને ભાવ પૂજા એ સન્માન છે. ભકિતના આ ઉપચારાને સમાવેશ દ્રવ્ય અને ભાવ એ એ પ્રકારોમાં પણુ થઇ શકે છે. તેમાં ચૈત્યનિર્માણુ (મૂર્તિને તૈયાર કરી પૂજનને યાગ્ય બનાવવી.) જળ પૂજા, પચાપચારિકી પૂજા, અષ્ટાપ ચારિકી પૂજા, સર્વોપચારિકી પૂજા, તથા સત્તરભેદી વગેરે દ્રવ્ય પૂજા છે. અને ગુણાનું સ્મરણ, ગુણાનું કીન, બહુમાન, અંતરંગ પ્રીતિ, ધ્યાન, સમ્યવત્ત્વ તથા આજ્ઞાપાલન એ ભાવ પૂજા છે. તેમાં ગૃહસ્થાને દ્રવ્ય અને ભાવ એ બન્ને પૂજાને અધિકાર છે. અને સાધુઓને તેમના ચારિત્રને અનુરૂપ માત્ર ભાવપૂજાનેા જ અધિકાર છે. પ્રથમ જિન પ્રભુ છદ્માવસ્યામાં હતા. પછી કેવળજ્ઞાન પામ્યા, અને છેવટે સિદ્ધ થયા, એટલે પૂજા કરતી વખતે તેમની છદ્મસ્થ કેવલી અને સિદ્ધુ એ ત્રણ અવસ્થાનુ` ચિંતન કરવામાં આવે છે. તેમાં છદ્મસ્થાવસ્થાનું ચિંતન ત્રણ પ્રકારે થાય છે, જન્મની અવસ્થા, રાજ્યની અવસ્થા અને સાધુની અવસ્થા. ક્ષીર જળાદિને અભિષેક કરતાં તેમની જન્માવસ્થાનું ચિંતન થાય છે.. કે આ રીતે દેવએ તેમના જન્મ સમયે ક્ષીર સમુદ્રાનિા જળને અભિષેક કર્યા હતા. અર્થાત્ સ્નાન ક્રિયા કરી હતી આટલાં માન સન્માન છતાં પ્રભુએ અભિમાન ધારણ ન કર્યું. પછી તેમની વિવિધ પ્રકારે પૂજા કરતાં તેમની રાજ્યાવસ્થાનું ચિંતન થાય છે. કે આ આટલા બધા પુણ્યાય છતાં પ્રભુ એમાં લેપાયા નહિ. લુબ્ધ બન્યા નહિ. ત્યારબાદ તેમનું કેશ રહિત મસ્તક તથા મુખ જોઇને સાધુ અવસ્થાનું ચિ ંતન થાય છે. કે તેમણે સર્વ રાજ્યરિદ્ધિ તથા કુટુબીએને છોડીને સાધુ અવસ્થાને સ્વીકાર કર્યાં. અને આત્મ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સાધનામાં અગ્રેસર થયા. તવે મેક્ષ જાણવા છતાં તપથી કાયા કસી, ઘેર પરીષહ ઉપસર્ગ સમભાવે વેઠી લીધા. અપાર સહન શીલતા દાખવી પછી પરિકરમાં રહેવા અષ્ટ મહાપ્રાતિહાર્ય (ભાગ ૧,લે. પૃ. ૧૫૦) જોઈને તેમની કેવળી અવસ્થાનું ચિતન કરવામાં આવે છે. કે તેમણે ઉમે સાધના વડે અહંત પદ પ્રાપ્ત કર્યું અને અષ્ટ પ્રાતિહાય યુકત થયા. છેવટે તેમની પ્રશમ રસ નિમગ્ન પર્યકાસન સ્થિત કે પદ્માસન સ્થિત અવસ્થા જોઇને સિદ્ધઅવસ્થાનું ચિંતન કરવામાં આવે છે. કે છેવટે પ્રભુ આ અવસ્થાએ મુકિતમાં સીધાવ્યા, અને સિદ્ધ શિલાના અગ્રભાગે સિદ્ધ તરીકે બિરાજ્યા. ત્યાં તેઓ અનંતકાળ સુધી આ અવસ્થાએ જ રહેશે, તેમણે જગત પર કે અસાધારણ અનંત ઉપકાર કર્યો ! આપણે તેમના કેટલા બધા આભારી ! તેમનું આ જીવન આપણા માટે સંપૂર્ણ માર્ગ દર્શક બને છે. જૈન સંઘે આ દેશમાં હજારો મંદિરે બાંધ્યાં છે. અને તેમાંનાં કેટલાંકને કલા સૌંદર્ય તથા ભવ્યતાને એ એપ આપ્યો છે, કે તે આજે સમસ્ત માનવ જાતિ માટે દર્શનીય વસ્તુ થઈ પડી છે. આજનાં પ્રસિદ્ધ જૈન તીર્થો નીચે મુજબ છેઃ સૌરાષ્ટ્રમાં-શત્રુંજય ગિરનાર, તલાજા (તાલધ્વજ,) કદંબગિરિ, અજારા પાર્શ્વનાથ, (ઊના દેલવાડા) વગેરે. કચ્છમાં –ભદ્રેશ્વર વગેરે. ગુજરાતમાં:-શંખેશ્વર, શેરીસા, પાનસર, ભોયણ. તારંગા, ઇડર, કાવી, ગાંધાર, સ્થંભન પાર્શ્વનાથ (ખંભાત) ઝઘડીયાજી (નર્મદા તટ) વગેરે. બૃહદ રાજસ્થાન-આબુ, કુંભારિયા, બામણવાડા, રાણકપુર, દધિ, કેશરિયાજી, સાચેર વગેરે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ મધ્ય ભારતમાં-માંડવગઢ, અંતરિક્ષ, મક્ષી, ઉજ્જૈન, બાપાવર, ભાંડકજી (ભદ્રાવતી પાર્શ્વનાથ) વગેરે. સંયુકત પ્રાંતમાં- હસ્તિનાપુર, મથુરા, પ્રયાગ (અલ્હાબાદ) વારાણસી (કાશી) અમેાખ્યા, સેરમેટકા કિલ્લા (શ્રાવસ્તિ) વગેરે. બિહાર પ્રાંતમાં–રાજગૃહ, પાવાપુરી, ક્ષત્રિયકુંડ, કાકદી, સમેતશિખર વગેરે. આંધ્રમાં-કુલ્પાકજી (માણિકયપ્રભુ) વગેરે. આ તીર્થાને વિશેષ પરિચય પ્રાચીન તી`માળા, જૈન તીર્થાના તિહાસ, ભારત જૈન તીર્થ દર્શીન વગેરે પુસ્તકામાંથી મળી શકે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અગિયારમું ષડાવશ્યક “ગીને અમુક પ્રકારને રોગ થાય છે, અને તે અમુક પ્રકારના ઔષધથી મટી શકે તેવો છે, એવું જ્ઞાન થયા પછી કોઈ પણ ઉપાયે તે ઔષધ મેળવવું પડે છે, અને તેને વિધિ પૂર્વક ઉપયોગ કરવો પડે છે, તે જ તે રોગ મટે છે; એટલે પરિણામની દષ્ટિએ ક્રિયાનું મહત્વ અધિક છે. શાસ્ત્રશ્રવણ કે શાસ્ત્રાધ્યયનને પ્રસંગ પ્રાપ્ત થયો હોય અને તેમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતો સારી રીતે જાણી લોધા હોય. પણ તેને જીવનમાં ઉતારવાને કઈ પ્રયાસ થાય નહિ તો ભવરેગ ટળે શી રીતે ? તેથી જ અનુભવીઓને આખરી એલાન એવું કરવું પડ્યું છે કે વસ્તુ વિનિ પુરા = વિદ્વાન-જે પુરૂષ ક્રિયાવાન છે, એટલે જાણેલું અમલમાં મૂકે છે, તે જ સાચે વિદ્વાન છે. જૈન મહર્ષિઓએ નવતત્વના સાર રૂપે સંયમ અને તપની ક્રિયાઓ આગળ કરી છે, અને તેની શુદ્ધિ-પુષ્ટિ માટે ષડાવશ્યકનું વિધાન કરેલું છે, એટલે પ્રત્યેક પાઠકે. તેનાથી પૂર્ણ પરિચિત થવું જોઈએ. પ્રથમ ષડાવશ્યકને અર્થ વિચારીએ. તેમાં “પટ” અને “આવશ્યક એવા બે પદો (શબ્દો) આવેલા છે, એટલે ષટું આવશ્યકેનો સમૂહ તે ષડાવશ્યક એમ સમજવાનું છે. હવે પ’ શબ્દ છની સંખ્યાનો સૂચક છે. અને આવશ્યક શબ્દ પ્રતિદિન અવશ્ય કરવા યોગ્ય Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ક્રિયાને ભાવ દર્શાવે છે, એટલે “પ્રતિદિન અવશ્ય કરવા યોગ્ય છે પ્રકારની ક્રિયાઓ એ એને સમુચિત અર્થ છે. આ છ ક્રિયાઓને માટે જૈન સુત્રોમાં ધ્રુવ, નિગ્રહ, વિશોધિ, ન્યાય, આરાધના, માર્ગ વગેરે શબ્દ વપરાયેલા છે, તેનો અર્થ પણ સમજવા જેવો છે. તેનું ફળ કદિ મિથ્યા થતું નથી, માટે તે . ધ્રુવ, તેમાથી મન વચન અને કાયાની અપ્રશસ્ત પ્રવૃત્તિ પર કાબૂ આવે છે, માટે તે નિગ્રહ, તેનાથી ચારિત્રનું વિશેધન થાય છે, માટે તે વિધિ. તેમાં આત્મશુદ્ધિનો અપૂર્વ ઉપાય છે. માટે તે ન્યાય. તેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધનામાં સારી એવી સહાય મળે છે. માટે તે આરાધના. અને તેનાથી એય સુધી પહેચી શકાય છે. માટે તે માર્ગ. આ છ ક્રિયાઓનાં નામ નીચે મુજબ છેઃ ૧, સામાયિક (રામ) ૨, ચતુર્વિશતિસ્તવ, ચકવીસ (વકીલ ) ૩, વંદન, ગુરૂવંદન, દ્વાદશાવર્ત વંદન (ાળા) ક, પ્રતિક્રમણ પડિકમણું (હિમur) • ૫ કાર્યોત્સર્ગ, કાઉસ્સગ (કળા ) ૬, પ્રત્યાખ્યાન પચ્ચકખાણ (વિવાળ) ૧ સામાયિક જેનાથી “સમાયની ક્રિયા થાય તે સામાયિક કહેવાય. “સમાય” એટલે સમને આય. અહીં “સમ” શબ્દથી સમતા, સમત્વ, સ+ ભાવ કે મધ્યસ્થતા સમજવાની છે. અને આય શબ્દથી લાભ છે પ્રાપ્તિને અર્થ ગ્રહણ કરવાનો છે. એટલે જે ક્રિયાથી આત્માને સમતા, સમત્વ, સમભાવ કે મધ્યસ્થતાની પ્રાપ્તિ થાય તે સામાયિક સમજવાનું છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ હોય તે સમતા. સમત્વ કે સમભાવ છે, અથવા રાગ અને દ્વેષથી ઉત્પન્ન થતો વિષમ ભાવ ટાળવો તે સમતા, સમત્વ કે સમભાવ છે. - રાગ અને દ્વેષનાં પ્રબળ નિમિત્તો મળવા છતાં કઈ તરફ ન ઘસડાઈ જવું અને તે બંનેની મધ્યમાં જ રહેવું તે મધ્યસ્થતા છે. તેનું મહત્વ પ્રકાશનાં જૈન મહર્ષિઓએ જણાવ્યું છે કે: रत्तो वुट्ठो मूढो, पुव्वदुरगाहिओ अ चत्तारि। एए धम्माणरिहा, अरिहो पुण हाइ मत्थो ।। - રકત એટલે દૃષ્ટિરાગી, દુષ્ટ એટલે અત્યંત દુષી, મૂઢ એટલે હિતાહિતને નહિ સમજનાર, અને પૂર્વવ્યસ્ત્રહિત એટલે સાચા ખોટાની પરીક્ષા કર્યા વિના પહેલેથી જ એક પ્રકારનો નિર્ણય બાંધી લેનાર, એ ચાર પુરૂષો ધર્મને માટે અગ્ય છે, જ્યારે મધ્યસ્થતાવાળો પુરૂષ ધર્મને યોગ્ય છે. તાત્પર્ય કે મધ્ય થતા વિના સત્યની પ્રાપ્તિ કે સત્યનું દર્શન થતું નથી. સામાયિક વડે સાવધ ગની વિરતિ કરાય છે. સાવઘ એટલે પાપમય, યોગ એટલે વ્યાપાર કે પ્રવૃત્તિ અને વિરતિ એટલે વિક્ષ્મણ કે વિરમવાની ક્રિયા. તાત્પર્ય કે સર્વ પાપમય વ્યાપારને ત્યાગ કર એ સામાયિકની ક્રિયા છે. નવતત્વની પરિભાષામાં કહીએ તે એ એક પ્રકારને સંવર છે, કે તેનાથી સર્વ પ્રકારનો પાપમય વ્યાપાર અટકી જાય છે. જૈન મહર્ષિઓએ સામાયિકનું ફળ દર્શાવતાં કહ્યું છે કે – જે કે મોક્ષે ગયા, જે કોઈ મેક્ષે જાય છે, અને જે કંઈ મોક્ષે જવાના છે, તેમાં સામાયિકને પ્રભાવ જ મુખ્ય જાણો. સામયિકથી વિશુદ્ધ થયેલો આત્મા ઘાતી કર્મને સર્વથા નાશ કરીને લેક અને અલેકનું પ્રકાશક એવું કેવળજ્ઞાન શીવ્ર પામે છે.” Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ કડો વર્ષ સુધી તીવ્ર તપ કરતાં પણ જે કર્મો ખપત નથી, તે કર્મને સમભાવથી ભાવિત થયેલ આત્મા અધ ક્ષણમાં ખપાવે છે.” જેમ સર્વ પદાર્થોને આધાર આકાશ ઉપર છે તેમ સર્વ ગુણોનો આધાર સામાયિક છે. જેમને સામાયિક નથી તે ચરણ ગુણોથી યુકત બની શકતા નથી. અર્થાત તેમને સમ્યક્યારિત્રની પ્રાપ્તિ થતી નથી. “એક મનુષ્ય પ્રતિદિન લાખ ખાંડી સોનાનું દાન દે અને બીજે મનુષ્ય પ્રતિદિન સામાયિક કરે તો દાન દેનારો તેની બરોબરી કરી શકે નહિ” અહીં એ જાણવું જરૂરી છે કે સમ્યફચારિત્રની પ્રાપ્તિ માટે સામાયિક અનિવાર્ય હોવાથી ચારિત્ર ગ્રહણના પ્રસંગે સાધુઓ તેને યાવાજીવ ગ્રહણ કરે છે. અને સમતાના પાલન માટે નિરંતર પ્રયત્ન શીલ રહે છે. તેમને આવશ્યક કરવાનું પ્રયોજન એ છે કે પ્રતિજ્ઞાનું પુનઃ મરણ થાય અને સમભાવ સારા પ્રમાણમાં વૃદ્ધિ પામતો રહે. ગૃહસ્થ આ ક્રિયાનું યથાશકિત આરાધન કરી શકે તે માટે નવમા વ્રત ની યોજના થયેલી છે, કે જેમાં બે ઘડી સુધી સર્વ સાવદ્ય વેગને ત્યાગ કરીને ગુરૂની પયું પાસના કરવાની હોય છે. આ વખતે ગુરૂ તેમને સમતાનું રહસ્ય સમજાવે છે. અને તેને અનુરૂપ બીજી ક્રિયાઓનું જ્ઞાન આપે છે. કદી ગુરૂને સંગ ન હોય તે ગૃહસ્થા તેમની સ્થાપના કરીને. પણ તેમની પર્ય પાસના કરે છે. અને સ્વાધ્યાયાદિ નિરવદ્ય પ્રવૃત્તિમાં પિતાને સમય પૂર્ણ કરે છે. તેમને આ આવશ્યકથી સામાયિકનો લાભ થાય છે સામાયિક ગ્રહણ કરવા માટે “કરેમિ ભંતે” નામના ખાસ સૂત્રનો ઉપયોગ થાય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૨ ચતુર્વિશતિસ્તવ ચતુર્વિશતિ એટલે વીસ અને સ્તવ એટલે સ્તવન, ભજન કે કીર્તન, તાત્પર્ય કે જેના વડે એવીશ તીર્થકરે-અહૉ-જિનેનું સ્તવન, ભજન કે કીર્તન થાય તેને ચતુર્વિશતિસ્તવ સમજવું. ચેવિશ જિનેનું સ્તવન, ભજન કે કીર્તન કરવાથી દર્શનચારની શુદ્ધિ થાય છે, અને પરંપરાએ મોક્ષ મળે છે, તેથી તેની ગણુના આવશ્યકમાં થયેલી છે. સ્તવન, ભજન કે કીર્તન અનેક રીતે કરી શકાય છે, પણ અહીં તે માટે એક ખાસ સૂત્રની રચના થયેલી છે, એટલે ચતુર્વિશતિસ્તવના અધિકારે તેને જ ઉપયોગ થાય છે, તેમાં જણાવ્યું છે કે “ચૌદ રાજલકમાં રહેલી સર્વ વસ્તુઓનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રકાશનારા, ધર્મરૂપી તીર્થને પ્રવર્તાવનારા, રાગદ્વેષના વિજેતા અને ત્રિલંક પૂજ્ય એવા વીશે પણ કેવલી ભગવંતોનું હું કીર્તન કરે છું, અહીં પણ શબ્દથી સર્વ તીર્થકરનું સમાન ભાવે કીર્તન કરવાને અશિકાય છે, એટલે અમુક તીર્થકર વધારે આરાધ્ય કે વધારે તેતવ્ય અને અમુક તીર્થકર એાછા આરાધ્યક કે તેતવ્ય એમ સમજવાનું નથી. આને ફલિતાર્થ એ છે કે ભરતક્ષેત્રની જેમ અન્ય ક્ષેત્રમાં પણ જે તીર્થકર થઈ ગયા છે, તેમને સરખા જ ઑતવ્ય ગણવા અને આ અધિકારે તેમનું પણ સ્તવન, ભજન કીર્તન કરવું. આ સ્તવનની છઠ્ઠી ગાથામાં ઉત્તિર, પય, યિા એ ત્રણે શબ્દોનો પ્રયોગ થયેલો છે, તેથી સ્પષ્ટ થાય છે કે આ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ કીર્તન વચનથી કરવાનું છે, તેમ કાયા વડે એટલે વંદનથી અને મન વડે એટલે આંતરિક સભાવથી પણ કરવાનું છે. . આ સ્તવનમાં ઘણીવન્ત એટલે પ્રસન્ન થાઓ, મહાવોદિકામં સમાંવમુત્તમં રિંતુ, એટલે કર્મક્ષય, જૈનધર્મની પ્રાપ્તિ અને ઉત્તમ પ્રકારની ભાવ સમાધિ કે સમાધિપૂર્વકનું મૃત્યુ આપે, અને સિદિધ હિત સિદ્ધિ આપો, એ રીતે પ્રાર્થનાની ભાષાનો પ્રયોગ થયેલું છે. પણ તેને વાસ્તવિક અર્થ એ છે કે આ વસ્તુઓની તેમના કીર્તન દ્વારા પ્રાપ્તિ થાય છે. સર્વ તીર્થકર આત્મહિત, આત્મવિકાસ કે આત્મકલ્યાણ માટે સામાયિકનો માર્ગ ગ્રહણ કરે છે, તેમાં સિદ્ધિ મેળવે છે. અને તે માર્ગનું રહસ્ય આપણું સુધી પહોંચે તે માટે ધર્મસંઘની યોજના પણ કરે છે, તેથી તેમનું જેટલું સ્તવન, ભજન કે કીર્તન કરીએ તેટલું ઓછું જ છે. ૩ વદન વંદન, ચિતિકર્મ, કૃતિકમ, પૂજાકર્મ અને વિનયકર્મ એ ગુરૂવંદનના જ પર્યાય શબ્દો છે, એટલે અહીં વંદન શબદથી ગુરૂવંદન સમજવાનું છે. ગુરૂને વંદન કરવાનું કારણ એ છે કે આ લેક અને પરલેકમાં હિતકર એવા ધર્મનું જ્ઞાન તેમના વડે જ થાય છે, અને સંયમની સાધના પણ તેમની છત્રછાયાથી જ સફળ બને છે. વંદન એ ધર્મનું મૂળ છે. કારણ કે તેમાંથી ધર્મચિન્તાદિ રૂ૫ અંકુરાએ ફૂટે છે, ધર્મશ્રવણ અને ધર્માચારરૂપ શાખા, પ્રશાખાઓને વિસ્તાર થાય છે, તથા સ્વર્ગ અને મોક્ષનાં સુખોની પ્રાપ્તરૂ૫ ફૂલ તથા ફળો પ્રકટે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વદન અને વિન એક જ છે. તે અંગે જૈન મહિષ એએ કહ્યું છે કેઃ જે શિષ્ય ગવ, ક્રોધ, માયા અને પ્રમાદને કારણે ગુરૂ સાથે રહીને વિનય શીખતા નથી, તે વાંસના ફળની માફક પોતાના જ નાશનું કારણ થાય છે. જે શિષ્ય ક્રોધી, મમત્ત, અપ્રિયવકતા માયાવી અને શહે હાઈ અવિનીત રહે છે, તે પ્રવાહમાં તણાતા કાષ્ટની પેઠે સંસાર પ્રવાહમાં તણાયા કરે છે. 61 જે શિષ્યેા આચાર્યો અને ઉપાધ્યાયેાની સેવા કરે છે, તથા તેમનું કહ્યુ કરે છે, તેએની શિક્ષા પાણીથી સિંચાયેલાં વૃક્ષાની પેડે વૃદ્ધિ પામે છે. ,, વંદન જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે થાય છે. એ હાથ જોડીને મસ્તક નમાવવું, એ જઘન્ય વંદન છે; એ ઢીંચણુ એ હાથ અને મસ્તક એ પાંચ અંગે। ભેગાં કરી પ્રણિપાત કરવા એ મધ્યમ વદન છે; અને દ્વાદશ એટલે બાર આવતાથી વંદન કરવું એ ઉત્કૃષ્ટ વંદન છે. અહીં આ ઉત્કૃષ્ટ વદનના જ અધિકાર છે, તેથી વંદનને હ્રાદશાવ વંદન પણુ કહેવામાં આવે છે. દ્વાદશાવતું વંદન કરવા માટે સુગુરુ વંદન નામનું એક ખાસ સૂત્ર રચાયેલુ છે. તેનું અહીં અવતરણ આપવાથી વસ્તુ સ્થિતિ વધારે સ્પષ્ટ થશે. શિષ્ય- હે ક્ષમાશ્રમણુ ગુરૂદેવ ! આપને હું નિવિકારી અને નિષ્પાપ કાયા વડે વંદન કરવાને ઇચ્છું બ્રુ. ગુરૂ- (ને એવી જ ઇચ્છા હોય તેા તેમ કરે.) × × આ શબ્દો ગુરૂ વડે ખેલાય છે, નથી. તેને કૌસમાં દર્શાવ્યા છે. એટલે સૂત્ર અંતર્ગત Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ શિષ્ય– મને આપના અવગ્રહ સમીપ એટલે આપની મર્યાદિત ભૂમિની નજીક આવવાની આજ્ઞા આપે।. ગુરુ− (આજ્ઞા આપું છું. ) શિષ્ય- સ અશુભ વ્યાપારના મારી કાયા વડે સ્પર્શી કરૂં છું. તેથી ક્ષમા આપશે. આપના દિવસ + ઓછા વ્યતીત થયા છે ? ત્યાગપૂર્વક આપના ચરણને જે કાંઈઁ તકલીફ થાય તેની ખેદથી સુખપૂર્વક ગુરુ— (તેમ જ છે.) શિષ્ય- આપને સયમ-યાત્રા વર્તે છે ? ગુરુહ્ન ( તને પણ સંયમ-યાત્રા વર્તે છે? ) શિષ્ય આપને ઇન્દ્રિયા અને કષાયા વશમાં વર્તે છે? ગુરુ- ( એ જ પ્રકારે છે. ) શિષ્ય– હે ક્ષમાશ્રમણ ! દિવસ દરમિયાન થયેલા અપરાધને ખમાવું છું. ગુરૂ (હું પણ તને ખમાવું છું.) શિષ્ય- આવશ્યક ક્રિયા માટે હવે હું અવગ્રહની બહાર જાઉં છું. દિવસ દરમિયાન આપ ક્ષમાશ્રમણુની તેત્રીસ પૈકી કાઇપણુ આશાતના કરી હોય તેનાથી હું પાછે ફરૂ છું. અને વળી જે કંઇ અતિચાર મિથ્યા ભાવને લીધે થયેલી આશાતના વડે થયા હોય, મન-વચન કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી થયેલી આશાતના વડે થયા હાય, ક્રોધ-માન-માયા-લેાભની વૃત્તિ દ્વારા થયેલી આશાતના વડે થયેા હાય, કે સર્વકાલ સંધી સ પ્રકારના મિથ્યા ઉંપચારા ( માયા-કપટ ) દ્વારા, સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણને લીધે થયેલી આશાતના વડે થયેા હેાય, તેનાથી હું ક્ષમાશ્રમણુ હું પાછે + દિવસના અંત ભાગે વંદના થતી હાય તો દિવસ ખેલાય છે, અને રાત્રિના અંત ભાગે થતી હોય તેા રાત્રિ એલાય છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ફરુ છું, તેની નિંદા કરું છું, તેની આપની સમક્ષ કબૂલાત કરે છું, અને એ અશુભ યોગમાં વહેંલા બહિરાભ ભાવને ત્યાગ આવું વંદન બે વાર થાય ત્યારે તે પૂર્ણ થવું કહેવાય છે. તેમાં કેટલાંક વિશિષ્ટ વિધિ ઉપરાંત દ્વાદશ આવર્તની ક્રિયા થાય છે. તે નીચે મુજબ અવગ્રહમાં આવવાની આજ્ઞા મળ્યા પછી સર્વ અશુભ વ્યાપારના ત્યાગ માટે નહિ એ શબ્દ બોલાય છે, અને આપના ચરણેને મારી કાયા વડે સ્પર્શ કરું છું, તેથી જે કંઈ તકલીફ થાય તેની ક્ષમા આપશે, એવો ભાવ દર્શાવવા માટે અહી વાર્ષિ વાિ શિરાજ એવા શબ્દો બેલાય છે. તે બેલતાં પહેલાં શિષ્ય ગોવિકાસને એટલે ઊભડક પગે ગુરૂની સામે બેસે છે, અને તેમને ચરણે હાથ અડાડી ૪ બહોળાઇ જાય-એ છ અક્ષરો સ્પષ્ટ સ્વરે જુદા જુદા બેલે છે, અને તે વખતે નીચે મુજબ ક્રિયા કરે છે. તેને આવતી કહેવાય છે; ૧ -રજોહરણને સ્પર્શ કરવો. ૨ -ત્યારપછી પિતાના લલાટને સ્પર્શ કરો. આનો અર્થ એ થાય છે કે ગુરૂ ચરણની સેવા અને માન્ય છે. તેને હું અતિ પવિત્ર ગણું છું. ૩ વર-ફરી રજોહરણને સ્પર્શ કરે. ૪ ચં-ફરી લલાટને સ્પર્શ કરે, ૫ -ફરી રજોહરણને સ્પર્શ કરો. ૬ ૨-ફરી લલાટને સ્પર્શ કરે. ૪ ગુરૂ વિદ્યમાન ન હોય તે પિતાનું રજોહરણ આગળ મૂકી તેમાં ગુરૂ ચરણની સ્થાપના કરે છે. પછી તે પર પિતાની મુહ પત્તી મૂકી ક્રિયા કરે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ આ રીતે કુલ છ આવર્ત થયા, એટલે બે વંદનમાં કુલ દ્વાદશ આવર્ત થાય અને તેના લીધે જ આ વંદનક્રિયાને કાદશાવર્ત વંદન કહેવાય છે. શિવે ગુરૂ પ્રત્યે કેટલે વિનય રાખવાનો છે, તે આ ક્રિયાથી બરાબર સમજાય છે, અને તેથી જ તેની ગણના આવશ્યકમાં કરવામાં આવી છે. ૪ પ્રતિક્રમણ પ્રતિ એટલે પાછું અને ક્રમણ એટલે ચાલવાની કે જવાની ક્રિયા. તાત્પર્ય કે જેમાં પાછા ચાલવાની, પાછા જવાની પાછા ફરવાની ક્રિયા મુખ્ય છે, તે પ્રતિક્રમણ કહેવાય. - નિરંતર ‘આગળ વધે'ની બૂમ સાંભળનારને આથી નવાઈ લાગશે કે જૈન મહર્ષિઓએ પાછા ફરવાનો આદેશ કેમ આ હશે? પણ આ જગતમાં “આગળ વધ” અને “પાછા ફરો” એ બંને સૂત્રો સમાન મહત્ત્વ ધરાવે છે, તેથી આશ્ચર્ય પામવાનું કારણ નથી. યુદ્ધમાં આગળ વધવાથી લાભ દેખાતે હેય તે સેનાનાયકે કે સેનાધિપતિઓ “આગળ વધીને આદેશ આપે છે, અને પાછા કરવાથી લાભ દેખાતે હેય તે પાછા ફરે'ને આદેશ આપે છે. તેમાં આગળ વધવાની જગાએ પાછા ફરવામાં આવે કે પાછા ફરવાની જગાએ આગળ વધવામાં આવે તે ભયંકર નુકશાન થાય એ દેખીતું છે. ધાર્મિક ક્ષેત્રમાં પણ આવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. જ્યાં આગળ વધવાથી લાભ છે, ત્યાં જૈન મહર્ષિઓએ આગળ વધવાને આદેશ આપ્યો છે. અને જ્યાં પાછા ફરવાથી લાભ છે ત્યાં પાછા ફરવાને આદેશ આપ્યો છે. તેમાં આગળ વધવાની જગાએ પાછાછા કરવામાં આવે કે પાછા ફરવાની જગાએ આગળ વધવામાં આવે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તા અધેાગતિને આરેા રહે નહિ. દાખલા તરીકે જ્ઞાન અને ધ્યાનમાં આગળ વધવાનું છે. ત્યાં પાછા કરવામાં આવે તે આત્મા પર અજ્ઞાનને ઘેરા પટ છવાઈ જાય, અને આ ધ્યાન તથા રૌદ્ર ધ્યાનનું જોર જામી પડે. તેજ રીતે ક્રોધ, કપટ વગેરેમાંથી પાછા ફરવાનું છે, ત્યાં આગળ વધવામાં આવે તેા આત્મા દુતિના જ અધિકારી થાય અને તેને ભયંકર યાતનાએ ભાગવવી પડે. એટલે જૈન મહિષ એાએ પાછા ફરવાના જે આદેશ સમજણપૂર્વક આપેલ છે, અને તેમાં જ આત્માનું કલ્યાણુ છે. જૈન મહર્ષિએ પ્રતિક્રમણના અર્થ પર વિશેષ પ્રકાશ નીચે પ્રમાણે પાડયા છે : આપ્યા છે, તે બહુ स्वस्थानाद् यत् परस्थान, प्रमादस्य वशाद्गतः । तत्रैव क्रमण સૂચ, प्रतिक्रमणमुच्यते ॥ “ પ્રમાદને લીધે સ્વસ્થાન છેાડીને પરસ્થાનમાં ગયેલા આત્માનું ફરી સ્વસ્થાનમાં આવવું તેને પ્રતિક્રમણ કહેવાય છે. ,, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માનું સ્વસ્થાન કે આત્માની સ્વભાવદશા છે. તથા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય એ આત્માનું પરસ્થાન કે વિભાવદશા છે. મુખ્યત્વે પ્રમાદને લીધે આત્મા સ્વથાનમાંથી પરસ્થાનમાં જાય છે. તેને જ્યારે આ પરિસ્થિતિનું ભાન થાય અને ‘હું ભૂલ્યા’ એવા વિચાર આવે, ત્યારે પાછે। સ્વસ્થાનમાં આવે છે આ રીતે પાછા સ્વસ્થાને આવવાની ક્રિયા તે જ પ્રતિક્રમણ સમજવાનું છે. : જૈન મહર્ષિએ પ્રતિક્રમણના અ પણ કરેલા છે જેમકેप्रति प्रति वर्तनं वा शुभेषु येोगेषु मोक्षफलेषु । निशल्यस्य यतेर्यत् तद्वा ज्ञेय प्रतिक्रमणम् ॥ ‘અથવા પાપ કર્મોની નિદા, ગાઁ અને આલેચના કરીને નિઃશલ્ય થયેલા એવા યતિનું મેાક્ષકલ આપનાર શુભ યોગાને વિષે પુનઃ પુનઃ “ પ્રવ્રુત્ત થવું તે જ પ્રતિક્રમણ જાણવું. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ જેઓ જીવનનું પર્યાલચન કરે છે અથવા આત્માનું સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે, તેમને જ પિતાની ભૂલો, ખલનાઓ કે પાપત્તિનું ભાન થાય છે. આવી રીતે પ્રાપ્રવૃત્તિનું ભાન થયા પછી તેને ખેતી માનવી, તેને માટે દિલગીર થવું એ નિંદા કહેવાય છે. તેને ગુરુ આગળ નિખાલસ ભાવે એકરાર કરે એ ગર્તા કહેવાય છે, અને તે માટે ગુરુ જે પ્રાયશ્ચિત આપે તે સદ્ભાવથી ગ્રહણ કરવું તે આલેચના કે આલેયણુ કહેવાય છે. આ બધાં પ્રતિક્રમણનાં પગથિયાં છે. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે જે પાપ અનિંદિત અગહિત અને અનાચિત છે, તેને માટે જૈન મહર્ષિઓએ શલ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે, એટલે નિંદા, ગહ અને આલેચના વડે મુમુક્ષ નિઃશલ્ય થાય છે. આ રીતે આત્મા નિ:શલ્ય થયા પછી તેને મેક્ષ ફલ આપનાર શુભ યોગ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં વારંવાર જેડ એ પણ પ્રતિક્રમણ જ છે. આ બંને વ્યાખ્યાઓની ભાષા જુદી છે, પણ તેમાં તત્ત્વથી કેાઈ ભેદ નથી. જે પ્રતિક્રમણું પ્રતિદિન દિવસના અંત ભાગે કરાય છે, તે દેવસિક કે દેવસિય કહેવાય છે. જે પ્રતિક્રમણ પ્રતિદિન રાત્રિના અંતે કરાય છે, તે રાત્રિક કે રાય કહેવાય છે. જે પ્રતિક્રમણ પક્ષ એટલે પંદર દિવસના અંતે કરાય છે, તે પાક્ષિક કે પખિય કહેવાય છે. જે પ્રતિક્રમણ ચાર માસના અંતે કરાય છે. તે ચાતુર્માસિક કે ચાઉમ્માસિય કહેવાય છે. અને જે પ્રતિક્રમણ સંવત્સર એટલે વર્ષના અંતે કરાય છે. તે સાંવત્સરિક કે સંવચ્છરિય કહેવાય છે. તેમાં પાક્ષિક પ્રતિક્રમણ ચતુદશના સાયંકાળે કરાય છે. ચાતુર્માસિક પ્રતિક્રમણ કાર્તિક ચતુર્દશી, ફાલ્ગન ચતુર્દશી અને અષાડ ચતુર્દશીને દિવસે કરાય છે. અને સાંવત્સરિક પ્રતિ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કમણ ભાદ્રપદ શુકલ ચતુથીને દિવસે કરાય છે. બધાં પ્રતિક્રમણમાં સાંવત્સરિક પ્રતિક્રમણને મહિમા મટે ગણાય છે. કારણ કે તે દિવસે નાના મોટા સહુ એકત્ર થાય છે, અને આખા વર્ષ દરમિયાન જાણતાં અજાણતાં એક બીજાને જે અપરાધ થયેલ હોય તેની ક્ષમા માગે છે, બીજા શબ્દોમાં કહીએ તે આ એક જાતનું ક્ષમાપનાપર્વ છે, એટલે તે દિવસે ક્ષમા આપવાની અને ક્ષમા માગવાની ક્રિયા ખૂબ વ્યાપક પ્રમાણમાં થાય છે. તે માટે નીચેની ગાથા ખાસ યાદ રાખવા જેવી છે. खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ति मे सव्वभूएसु, वेर मज्झ न केणइ ॥ હું સર્વ જીવોને તેમના અપરાધની ક્ષમા આપું છું. સર્વ છો મને પણ મારા અપરાધની ક્ષમા આપો. મારે સર્વ જીવે પ્રત્યે મૈત્રી છે. કોઈની સાથે વૈર નથી.” પ્રતિક્રમણ મુમુક્ષુના જીવનમાં કેવી ઉચ્ચ ભાવનાઓ પ્રેરનારાં છે, તેને ખ્યાલ આ ગાથા પરથી આવી શકશે. ૫ કાચોત્સર્ગ કાયને ઉત્સર્ગ તે કાર્યોત્સર્ગ, અહીં કાય શબ્દથી કાયા, દેહ કે શરીર પરનું મમત્વ અને ઉત્સર્ગ' શબદથી ત્યાગ સમજવાને છે. તાત્પર્ય કે જે યિા વડે કાયા, દેહ કે શરીર પરના મમત્વનો ત્યાગ થાય તે કાર્યોત્સર્ગ કહેવાય છે. કેટલાક અતિચારે એવા છે કે જેની માત્ર નિંદા, ગહ અને આલેચના વડે શુદ્ધિ ન થાય. તેને માટે આ વિશિષ્ટ ક્રિયાને આશ્રય લેવાય છે. અને તેના દ્વારા એ સઘળા અતિચારેની શુદ્ધિ કરવામાં આવે છે, તેથી તેની ગણના આવશ્યક્રમાં થયેલી છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કાત્સર્ગના સ્વરૂપ પર ગ સાધના પ્રકરણમાં વિસ્તારથી વિવેચન કરેલું છે, એટલે અહીં તેની પુનરુકિત કરતા નથી. ૬ પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન શબ્દ ઇતિમાન એ ત્રણ પદને બનેલ છે, તેમાં રિ ઉપસર્ગ પ્રતિકૂલ એટલે અવિરતિને પ્રતિકૂલ એ અર્થ દર્શાવે છે; આ ઉપસર્ગ મર્યાદા કે વિરતિની અભિમુખતાને અર્થ દર્શાવે છે. અને રધાન પદ સમ્યફ પ્રકારે કથન કરવાને અર્થ દર્શાવે છે. એટલે અવિરનિને પ્રતિકૂલ અને વિરતિને અનુકૂળ એવું જે કથન કરવું. પ્રતિજ્ઞા લેવી તે પ્રત્યાખ્યાન કહેવાય છે. જૈન શાસ્ત્રોમાં તેને માટે નિયમ, અભિગ્રહ, વિરમણ વ્રત, વિરતિ આત્મવકાર નિરોધ, નિવૃત્તિ, ચારિત્રધર્મ, ગુણાધારણું વગેરે શબ્દો વપરાયેલા છે. વ્યવહારમાં એ માટે બાધા શબ્દ પ્રચલિત છે. કાઈપણ આત્મા પિતાના જીવનમાં લાગેલાં પાપોનું પ્રાયશ્ચિત કરે અથવા વ્રત નિયમમાં લાગેલા અતિચારોનું આલેચન કરે પણ શુદ્ધ થયા પછી ત્યાગની તાલીમ ન લે તે ફરી પાપ, અતિચારે કે દેષ થવાને સંભવ રહે છે. તેથી પ્રત્યાખ્યાનને જીવન ઇંહિ માટેની એક આવશ્યક ક્રિયા માનવામાં આવી છે. પ્રત્યાખ્યાન મુખ્યત્વે બે પ્રકારનું છેઃ (૧) મૂલ ગુણ પ્રત્યાખ્યાન અને (૨) ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. આ બંને પ્રત્યાખ્યાનના સર્વ અને દેશથી બે બે વિભાગો પડે છે. એટલે તેના કુલ ચાર ભેદ પડે છેઃ (૧) સર્વમૂળગુણ પ્રત્યાખ્યાન, (૨) દેશમૂળગુણ પ્રત્યાખ્યાન, (૩) સર્વ ઉત્તર ગુણ પ્રત્યાખ્યાન અને (૪) દેશ ઉત્તર ગુણું પ્રત્યાખ્યાન. તે બધાને અહીં ક્રમશઃ પરિચય આપીશું. Page #165 -------------------------------------------------------------------------- ________________ ઉપર " સર્વે મૂળગુણ પ્રત્યાખ્યાન પાંચ પ્રકારનું છેઃ ૧, પ્રાણાતિપાત, વિરમણ વ્રત, ૨. મૃષાવાદવિરમણ વ્રત, ૩, અદત્તાદાન વિરમણ, વ્રત, ૪, મૈથુન-વિરમણ વ્રત, અને ૫, પરિગ્રહ વિરમણ વ્રત દેશમૂલ ગુણ પ્રત્યાખ્યાને પણ પાંચ પ્રકારનું છે: ૧, પૂલ પ્રાણાતિપાત-વિરમણ વ્રત, ૨, સ્થૂલ મૃષાવાદ-વિરમણ વ્રત, ૩, થલ અદત્તાદાન-વિરમણ વ્રત, ૪, રવદારાસંતિષ-પરદા રાગમનવિરમણ વ્રત, ૫, પરિગ્રહ પરિમાણ વ્રત, | સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન દશ પ્રકારનું છે. ૧, અનાગત; ૨, અતિક્રાન્ત, ૩, કેટિસહિત, ૪, નિયંત્રિત, ૫, સાકાર, ૬, અનાકાર, ૭, પરિમાણુ કૃત ૮, નિરવશેષ, ૯, સંત અને ૧૦, અહા, તેમાં તપશ્ચર્યા માટે નકકી થયેલાં પર્વો આવ્યા પહેલાં જ તપશ્ચર્યા પૂરી કરી લેવી કે જેથી પર્વ દિવસમાં ગ્લાન, વૃદ્ધ વગેરેનું વૈયાવન્ય થઈ શકે તે અનાગત પ્રત્યાખ્યાન કહેવાય છે; પર્વ દિવસોમાં વૈયાવૃત્ય વગેરે કારણએ જે તપશ્ચર્યા પૂરી થઈ શકી ન હોય તે પછી પૂરી કરવી તે અતિક્રાન્ત પ્રત્યાખ્યાન કહેવાય છે; ઉપવાસ વગેરે જે તપશ્ચર્યા પૂરી થઇ ન હોય તેની સમાપ્તિ પૂર્વે બીજી તપશ્ચર્યાનું પ્રત્યાખ્યાન કરવું તે કેટિસહિત પ્રત્યાખ્યાન કહેવાય છે, પૂર્વે જે પ્રત્યાખ્યાન કરવાનો સંકલ્પ કર્યો હોય તે રેગાદિ ગમે તે કારણે આવવા છતાં પૂર્ણ કરવો તે નિયંત્રિત પ્રત્યાખ્યાન કહેવાય છે; જે પ્રત્યાખ્યાનમાં જરૂરી અપવાદ-આગાર રાખ્યા હોય તે સાગાર કહેવાય છે, જે પ્રત્યાખ્યાનમાં કોઈ અપવાદ કે આગાર ના રાખ્યો હોય તે અનાગાર પ્રત્યાખ્યાન કહેવાય છે, જેમાં દત્તી, કવલ કે ઘરની સંખ્યાનું પરિમાણ રાખ્યું હોય તે પરિમાણ કૃત પ્રત્યાખ્યાન કહેવાય છેજેમાં ચારે આહાર તથા અફીણ તંબાકુ વગેરે અનાહારનું પ્રત્યાખ્યાન કરવામાં આવે તેને નિરવશેષ પ્રત્યાખાન કહેવાય છે, જેમાં અંગુઠે, મૂઠી વગેરેને સંકેત રાખવામાં Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ આવે છે, તેને સંકેત પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. અને જેમાં સમયની મર્યાદા નક્કી કરવામાં આવી હોય તેને અહીં પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. તેમાં સંકેત પ્રત્યાખ્યાનના આઠ પ્રકારે અને અધ્ધા પ્રત્યાખ્યાનના દશ પ્રકારે ખાસ સમજવા જેવા છે. સાંકેતિક પ્રત્યાખ્યાનના આઠ પ્રકારઃ ૧, અંગુષ્ટ સહિત એટલે અંગુઠ મૂઠીમાં રાખીને નવકાર ગણું ત્યાં સુધીનું, ૨, મુષ્ટિ સહિત જ્યાં સુધી મૂઠી વાળીને નવકાર ગણું ત્યાં સુધીનું. ૩, ગ્રંથિસહિત એટલે જ્યાં સુધી વસ્ત્ર કે રૂમાલની ગાંઠ બાંધી રાખું ત્યાં સુધીનું. ૪, ગૃહસહિત ઘરે પહોંચું ત્યાં સુધીનું. ૫, સ્વેદસહિત પરસેવે ન સુકાય ત્યાં સુધીનું. ૬, શ્વાસસહિત, શ્વાસ નીચે ન બેસે ત્યાં સુધીનું, ૭, તિબુક સહિત-સ્તિબુક એટલે પાણીનાં બિંદુ તે અમુક પાત્ર પરથી ન સૂકાય ત્યાં સુધીનું. અને ૮, જ્યોતિ સહિત–દીવાની જ્યોત બળે ત્યાં સુધીનું. અધ્ધા પ્રત્યાખ્યાનના દશ પ્રકારઃ ૧, નમસ્કાર-સહિત નમુકારસી કે નકારસી, સૂર્યોદયથી બે ઘડી સુધી આહાર, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનો ત્યાગ. ૨, પષી–સાર્ધ પૌરૂષી–એક કે દેઢ પૌરુષી સુધી ચારે આહારને ત્યાગ. ( પોષી એ લગભગ પ્રહર જેટલે જ સમય છે ) ૩, પુરિમાઈ–અપાઈ દિવસના પહેલા અર્ધા ભાગ સુધીનું ચારે આહારનું પ્રત્યાખ્યાન તે પુરિમાળ અને ત્રણ પૌરુષી સુધીનું. ચારે આહારનું પ્રત્યાખ્યાન તે અપાધું. ૪, એકાશન–દિ અશન એકાસણું અને બિયાસણું. ૫, એકલસ્થાન એગલઠાણું, હાથ અને મેં સિવાય બીજું અંગ હલાવ્યા વિના એકાશન કરવું તે. ૬, આયંબિલ, ૭, ઉપવાસ (ચઉત્થભત્ત), ચરિમ એટલે દિવસના અંત ભાગે લેવાતું. ૯, અભિગ્રહ-પિતાની ધારણા મુજબના સમય માટે લેવાતું. અને ૧૦, વિકૃતિ ત્યાગ. એટલે દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, (સાકર) Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અને પકવાન એમાંથી યથાશકિત વિકૃતિને ત્યાગ. અને ઓછામાં ઓછું એક દિવસનું અને વધારેમાં વધારે જીવન પર્યતનું હોય છે. (મધ મદિર, માખણ અને માંસ એ ચાર મહાવિકૃતિ હોવાથી સર્વથાત્યાજ્ય છે.) આ પ્રત્યાખ્યાને દશ પ્રત્યાખ્યાન તરીકે વિશેષ પ્રસિદ્ધ છે. છે. દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન સાત પ્રકારનું છેઃ ૧, દિગમત, ૨, ભોગપભોગ પરિમાણ, ૩, અનર્થદંડ વિરમણ, ૪. સામાયિક, ૬. પૈષધોપવાસ, અને ૭, અતિથિ સંવિભાગ. આ શ્રાવકનાં ૬ થી ૧૨ સુધીનાં બને છે. અને તેને પરિચય પ્રથમ ભાગના ધર્માચરણ પ્રકરણમાં આવી ગયેલ છે. - પ્રત્યાખ્યાન સવારે ઉઠતાં આત્મ સાક્ષીએ કરવામાં આવે છે. જિન મંદિરમાં પ્રભુ સમક્ષ કરવામાં આવે છે. અને ઉપાશ્રયમાં ગુરુ આગળ કરવામાં આવે છે. છ શુદ્ધિ પૂર્વક થયેલું પ્રત્યાખ્યાન વિશેષ ફલ આપે છે તે આ પ્રમાણે ૧, સ્પર્શના એટલે ઉચિત કાલે વિધિપૂર્વક લેવું. ૨, પાલના એટલે પ્રત્યાખ્યાનને હેતુ લક્ષમાં રાખીને વર્તવું. ૩, શેભના એટલે પ્રત્યાખ્યાન પારતાં પહેલાં અતિથિસંવિભાગ કરવો. તીરણું એટલે પ્રત્યાખ્યાન પૂરું થયા પછી થોડો સમય જવા દેવો. ૫, કીર્તન એટલે પ્રત્યાખ્યાન પૂરું થયું તેનું ઉત્સાહપૂર્વક સ્મરણ કરવું. અને ૬, આરાધના એટલે કર્મક્ષયને હેતુ ધ્યાનમાં રાખી પ્રત્યાખ્યાન કરવું. પ્રત્યાખ્યાનથી મનની મક્કમતા કેળવાય છે, ત્યાગની તાલીમ મળે છે. ચારિત્ર ગુણની ધારણ થાય છે, આમ્રવને નિરોધ થાય છે. તૃષ્ણાને છેદ થાય છે. અતુલ ઉપશમ ગુણ ઉત્પન્ન થાય છે. અને અનુક્રમે સર્વ સંવરની પ્રાપ્તિ થતાં અણહારીપદ એટલે મુકિત, પમાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બારમું જ્ઞાન જૈન ધર્મમાં જ્ઞાન અંગે ગહન વિચારણું થયેલી છે. અને તેની પ્રક્રિયા તથા ભેદાનુબેદ પર સુંદર પ્રકાશ પાડવામાં આવ્યું છે. તેથી પાઠકેએ તેનાથી પરિચિત થવાની આવશ્કયતા છે. . ' શા ધાતુ જાણવાને, ઓળખવાને કે સમજવાનો અર્થ દર્શાવે છે, એટલે જેના વડે વસ્તુને જાણું શકાય, ઓળખી શકાય, કે સમજી શકાય તેને જ્ઞાન કહેવામાં આવે છે. આ એક પ્રકારને ચૈતન્ય વ્યાપાર છે. એટલે તે આત્મદ્રવ્યને વિષે જ સંભવે છે. પણ અનાત્મ દ્રવ્યોને વિષે સંભવ નથી. ધર્માસ્તિકાય અનંત જીવાત્માઓને તથા પૌદ્ગલિક વસ્તુઓને ગતિ કરવામાં સહાય ભૂત થાય છે. પણ પિતે કોને સહાય કરી-કરે છે કે કરશે તે જાણી શકતું નથી. અધર્માસ્તિકાય અનંત જીવાત્માઓને તથા પૌદ્ગલિક વસ્તુઓને સ્થિતિ કરવામાં સહાયભૂત થાય છે. પણ કેને સહાયભૂત થયું–થાય છે થશે તે જાણી શકાતું નથી. ત્યારે આકાશ કે જે અસંખ્ય-અનંત વસ્તુઓને અવકાશ આપે છે. તે કોને-કયાં અવકાશ આપ્યો તે જાણે છે ખરૂં ? એ જ સ્થિતિ કાલની છે. તે અસંખ્ય-અનંત વસ્તુઓના સંબંધમાં આવવા છતાં કેઇને જાણતો-પીછાનો નથી. બાકી રહ્યું પુલ. તે પણું આ ચાર દ્રવ્ય જેટલું જ જડ છે. લોખંડની કડછી અનેક વાનગીઓમાં ફરવા છતાં એકને પણ સ્વાદ જાણી શકતી નથી, કે લાકડાનું ટેબલ તેના પર ગમે તેટલું લખાવા છતાં તેમાંની એક પણ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પંકિત, એકપણ શબ્દ, અરે! એક પણ અક્ષર જાણું શકતું નથી. તાત્પર્ય કે અનાત્મ દ્રવ્યોને વિષે ચૈતન્યને વ્યાપાર નહિ હેવાથી ત્યાં જ્ઞાન સંભવતું નથી. અહીં કોઈ એમ કહે છે કે શરીર પુગલનું બનેલું છે, છતાં તે કેમ જાણે છે ? અથવા ઈન્દ્રિયો પુદ્ગલની બનેલી છે, છતાં તેમને વસ્તુઓને બેધ કેમ થાય છે? એને ઉત્તર એ છે કે શરીર સ્વયં કંઈ પણ જાણે શકતું નથી. કે ઈન્દ્રિઓને સ્વંય કોઈ પણ વસ્તુને બોધ થતું નથી. એ બંને તો આત્માને જ્ઞાન પ્રાપ્ત કરવાનાં સાધન માત્ર છે. જે શરીર સ્વયં કંઈ પણ જાણી શકતું હોય, કે ઇન્દ્રિઓને સ્વયં કેઈપણ વસ્તુઓને બોધ થતો હોય તે એક મડદાને પણ જ્ઞાન થવું જોઈએ, કારણ કે તેમાં શરીર અને ઈન્દ્રિય વિદ્યમાન છે. પરંતુ તે પણ જાણી શકતું નથી. કારણ કે તે ચૈતન્ય રહિત છે. એટલે ત્યાં કોઈપણ પ્રકારનો ચૈતન્ય વ્યાપાર સંભવ નથી.” ચૈતન્ય વ્યાપારને જૈન મહર્ષિઓએ “ઉપયોગ' કહ્યો છે. અને “ના વોટવા ” એવું સત્ર ઉચ્ચાર્યું છે, એટલે જીવ કે આત્મા હર હાલતમાં ઉપયોગવાળો હોય છે. આ ઉપગ બધા આત્માઓને એક સરખે હોતો નથી. પણ કર્મના ક્ષપશમ પ્રમાણે તરતમ ભાવે હોય છે. એટલે જેના કર્મને ક્ષયોપશમ થડે હોય તેને ઉપયોગ પણ થડે હોય, અને જેના કર્મને ક્ષયોપશમ વધારે હોય તેને ઉપયોગ પણ વધારે હોય. એ રીતે જેના કર્મને સંપૂર્ણ ક્ષય થયો હોય તેને ઉપગ સહુથી વધારે એટલે ઉત્કૃષ્ટપણે અહીં કોઈ એમ કહે છે કે જે ઉપગ એ જીવનું લક્ષણ હોય તે નિગદના જીવમાં એ શી રીતે સંભવે છે? ત્યાં તો અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા શરીરમાં અનંત આત્માઓનું Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ સાથે જ અવસ્થાન હોય છે... એને ઉત્તર એ છે કે નિગદના છે અતિ સૂક્ષ્મ હોવા છતાં તેમને પણ અક્ષરના અનંતમાભાગ જેટલું ઉપયોગ હોય છે. સિવાય આત્માના મધ્યમાં આવેલા આઠ ચક પ્રદેશ પર કર્મનું આચ્છાદન હોતું નથી. એ સર્વથા શુદ્ધ જ રહે છે. એટલે આ પ્રકારનો ઉપયોગ સંભવે છે.” ઉગ બે પ્રકારનો હોય છે એક અનાકાર અને બીજે સાકાર. તેમાં વસ્તુનો સામાન્ય બોધ કરાવે તે અનાકાર, અને વિશેષ બોધ કરાવે તે સાકાર, એમ સમજવાનું છે. જૈન મહર્ષિઓએ અનાકાર ઉપયોગને દર્શનની અને સાકાર ઉપગને જ્ઞાનની સંજ્ઞા આપી છે, એટલે જ્ઞાન એ આત્માને સાકાર ઉપગ છે. અહીં ઉપયાગ સંબંધમાં બીજી પણ કેટલીક હકીકત જાણું લઈએ. આત્માના આઠ રુચક પ્રદેશ સિવાય બાકીના પ્રદેશ સ્પંદનમય હોય છે. એટલે આત્માને ઉપગ એક વસ્તુ પર વધારે વખત ટકી શકતું નથી. છસ્થાને એક વસ્તુ પર ઉપયોગ વધારેમાં વધારે એક અંતર્મુહૂર્ત એટલે બે ઘડી જેટલો હોય છે. તેમાં દર્શન પણ કરતાં જ્ઞાનોપયોગને સમય સંખ્યાતગુણ વધારે હોય છે. સર્વ છે એક સમયે એક જ ઉપયોગવાળા હોય છે. પણ બે ઉપયોગવાળા દેતા નથી. કેવલી ભગવંતે અંગે પણ આ જ સ્થિતિ સમજવાની છે. છદ્મસ્થ જીને પહેલો દર્શને પગ હોય છે. અને પછી જ્ઞાનોપયોગ હોય છે. અને કેવલી ભગવંતને પહેલો જ્ઞાનપગ અને પછી દર્શને પગ હોય છે. ' દશનેપયોગ ચાર પ્રકારનો મનાયેલે છે ૧, અચ દર્શને પગ, ૨, ચક્ષુદર્શનોપયોગ, ૩, અવધિદર્શને પગ અને ૪, કેવલ દર્શન પગ. ચક્ષુ સિવાયની બીજી ચાર ઈન્દ્રિઓ તથા મનના નિમિત્તથી જે અનાકાર ઉપયોગ થાય તે અચક્ષુદર્શને પગ, ચક્ષનિમિત્તથી જે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અનાકાર ઉપયોગ થાય તે ચક્ષુદર્શને પોગ. અવધિજ્ઞાન થતાં પહેલાં આત્માને જે અનાકારે પગ થાય તે અવધિદર્શને પગ, અને કેવળજ્ઞાન થયા પછી આત્માને જે સામાન્ય ઉપયોગ થાય તે કેવલ દર્શને પગ. - જ્ઞાનોપયોગ આઠ પ્રકારનો મનાયેલે છેઃ ૧, મતિજ્ઞાને પગ, ૨, મતિ-અજ્ઞાને પગ, ૩, શ્રુતજ્ઞાને પગ, ૪, શ્રત–અજ્ઞાને પગ, ૫. અવધિજ્ઞાનોપયોગ, ૬, વિર્ભાગજ્ઞાનેપગછ, મન:પર્યવસાનેપયોગ, અને ૮, કેવલજ્ઞાનોપયોગ. - અહીં કોઈ એમ કહે કે “જ્ઞાન તે પાંચ પ્રકારનું જ છે. મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, અને કેવલ. તે ઉપગ આઠ પ્રકારનો શી રીતે સંભવે? તેને ઉત્તર એ છે કે “આ ભેદે સમ્યક્ત્વ તથા મિથ્યાત્વને આધારે કહેલા છે. એટલે સમ્યકત્વધારીનું મતિજ્ઞાન તે મતિજ્ઞાનોપયોગ, તજ્ઞાન તે શ્રુતજ્ઞાનોપયોગ, અવધિજ્ઞાન તે અવધિજ્ઞાને પગ, મન:પર્યવજ્ઞાન તે મનઃ પર્યવજ્ઞાનોપયોગ, અને કેવલજ્ઞાન તે કેવલજ્ઞાને પગ એમ સમજવાનું છે. તથા મિથ્યાત્વીનું મતિજ્ઞાન તે મતિ-અજ્ઞાને પગ, શ્રુતજ્ઞાન તે મૃત-અજ્ઞાનોપયોગ, અને અવધિજ્ઞાન તે વિભંગજ્ઞાનેપગ એ લક્ષમાં રાખવાનું છે.” “અહીં મનઃપર્યાવ-અજ્ઞાનોપયોગ અને કેવલજ્ઞાન-અજ્ઞાને પગ કેમ નહિ ? તેનો ઉત્તર એ છે કે “મન:પર્યવ અને કેવલજ્ઞાનનો ઉપયોગ સમ્યકત્વધારીને જ હોય છે. પણ મિથ્યાત્વને હેત નથી. તેથી મન: પર્યવ-અજ્ઞાને પગ અને કેવલજ્ઞાનઅજ્ઞાને પગ સંભવતો નથી.” પાંચ જ્ઞાનના સ્વરૂપ તથા ભેદાનભેદોથી પરિચિત થઇએ તે પહેલાં એ જાણવું જરૂરનું છે કે આત્માને દર્શને પગ તથા જ્ઞાનેપગ નિમિત્તનો અભાવ હોય ત્યારે જ થાય છે. પણ તે વિના થતું નથી. અહીં કાર્યસિદ્ધિ થવામાં જે કારણભૂત હોય તેને નિમિત્ત સમજવાનું છે. તેના જેન મહર્ષિઓએ બે પ્રકારે માનેલા Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ છે. એક બાહ્ય કે અપેક્ષિક અને બીજું અભ્યતર કે ઉપાદા. બને નિમિત્તોના સદ્ભાવને જ નિમિત્તને સદ્દભાવ સમજવાનો છે. મતિજ્ઞાનનો ઉપયોગ થવામાં યોગ્ય દેશમાં રહેલી વસ્તુને ઇન્દ્રિય સાથે સંગ વગેરે જોઈએ, તે બાહ્ન નિમિત્ત અને મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય પશમ જોઈએ તે અત્યંતર નિમિત્ત છે. શ્રુતજ્ઞાનનો ઉપયોગ થવામાં શબ્દ શ્રવણુ, પુસ્તક, ઉપદેશક વગેરે જોઇએ, તે બાહ્ય નિમિત્ત છે. અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મને પશ જોઈએ તે અત્યંતર નિમિત્ત છે, અવધિજ્ઞાનનો ઉપયોગ થવામાં રૂપી કવ્યા જોઈએ, તે બાહ્ય નિમિત્ત છે. અને અવધિજ્ઞાનાવરણીય કર્મને ક્ષાપશમ જોઈએ, તે અત્યંતર નિમિત્ત છે. મન:પર્યવસાનને ઉપયોગ થવામાં મનરૂપે પરિણમેલી પૌદ્ગરિક વર્ગણાઓ જોઈએ, તે બાહ્ય નિમિત્ત છે. અને મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ જોઈએ, તે અત્યંતર નિમિત્ત છે. તે જ રીતે કેવળજ્ઞાનને ઉપયોગ થવામાં પદાર્થ માત્ર બાહ્ય નિમિત્ત છે, એટલે કે ગમે ત્યારે તેની સત્તા (અસ્તિત્વ) જે એ, અને જ્ઞાનનું આવરણ કરનાર સર્વ કર્મોને અભાવ તે અત્યંતર નિમિત્ત છે. ૧ મતિજ્ઞાન પાંચ ઇદિ તથા છઠ્ઠા મન વડે વસ્તુને જે અર્વાભિમુખ એટલે નિશ્ચિત કે મર્યાદિત બોધ થાય તેને મતિજ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાન ચાર પગથિયે થાય છે. તેમાં પહેલા પગથિયાને અવગ્રહ, બીજાને ઈહા, ત્રીજાને અપાય અને ચેથાને ધારણ કહેવામાં આવે છે. અર્થને જાણવા યોગ્ય પદાર્થને ગ્રહણ કરે તે અવગ્રહ. પ્રથમ વ્યંજન એટલે ઈદ્રિય અને વસ્તુને સંબંધ થાય છે. અને પછી કંઇક છે' એવો અવ્યકત અર્થ ગ્રહણ કરાય છે, એટલે અવગ્રહના વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એવા બે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ વિભાગે માનવામાં આવ્યા છે. તે સંબંધી વિચારણા કરવી કે આ શું હશે? આ હશે? તે હશે ? તેને હા કહેવામાં આવે છે. તેને નિશ્ચય કરે કે “આ અમુક છે,” તેને અપાય કહેવામાં આવે છે, અને અનુભવેલી વસ્તુ આ હતી. એમ યાદ રાખવું તેને ધારણું કહેવામાં આવે છે. - આ રીતે પાંચ ઇન્દ્રિય તથા મનના વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, દહા. અપાય અને ધારણા થાય તે ૬૮૫=૩૦ ભેદ થાય, પણ ચક્ષ તથા મનને વ્યંજનાવગ્રહ થતો નથી, કારણ કે તે બંને અપ્રાકારી છે, એટલે કે ગ્રહણ કરવા યોગ્ય વસ્તુને નિકટને સંનિકર્ષ થયા વિના જ ગ્રહણ કરે છે. તેથી મતિજ્ઞાનના ૨૮ ભેદ મનાય છે. ૨ શ્રુતજ્ઞાન શબ્દના નિમિત્તથી ઈન્દ્રિય તથા મન દ્વારા જે મર્યાદિત બોધ થાય તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. તેના મુખ્ય ભેદે બે છે. અક્ષર મૃત અને અનક્ષર શ્રત. તેમાં અક્ષર એટલે લિપિથી જે જ્ઞાન થાય તે અક્ષરગ્રુત કહેવાય છે, અને ઉશ્વાસ નિઃશ્વાસ, ઘૂંકવું, છીંક, સુંધવું, ચપટી વગાડવી વગેરે અનેક્ષર અવાજથી જે જ્ઞાન થાય તે અક્ષરગ્રુત કહેવાય છે. આ જ્ઞાનના સમ્યકત અને મિથ્યાશ્રત એવા બીજા બે ભેદે પણ પડી શકે છે. તેમાં સમ્યક્ત્વધારીનું જે મૃત તે સમ્યફત અને મિથ્યાત્વીનું જે મૃત તે મિથ્યાશ્રુત એમ સમજવાનું છે. જૈન મહ. ષિએ આ સમ્યકુશ્રુતને જ બહુધા શ્રત તરીકે વ્યવહાર કરે છે. આ ચાર સિવાય બીજી રીતે પણ તેના દશ ભેદ કરવામાં આવે છે. તે આ પ્રમાણે સંશ્રિત-અસંગ્નિ બૃત, સાદિકૃત, અનાદિદ્ભુત, સપર્યવસિતકૃત, અપર્યવસિતશ્રેત, ગમિકશ્રત, અગમિક શ્રત, અને અંગપ્રવિષ્ટકૃત, અનંગપ્રવિષ્ટકૃત, Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ સત્તિ પંચેન્દ્રિય છદ્મસ્થ આત્માઓનું જે શ્રુત તે સન્નિવ્રુત તે સિવાય એકેન્દ્રિયથી સમૂચ્છિમ પૉંચેન્દ્રિય સુધીના જીવાતું જે શ્રુત તે અસ'શિશ્રત. એક વ્યકિતની અપેક્ષાએ શ્રુતજ્ઞાન આદિ અને અંતવાળું હાય છે, એટલે તે સાર્દિ અને સપવસિત કહેવાય છે. અને અનેક વ્યકિતની અપેક્ષાએ આદિ અને અંતરહિત હોય છે, એટલે અનાદિ અને અ૫ વસિત કહેવાય છે. તેને વિચાર જૈન મહષિઓએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વિસ્તારપૂર્વક કરેલા છે. જેમાં સરખા પાઠ એટલે ગમા આવે તે ગમિકશ્રુત કહેવાય, અને જેમાં સરખા પાઠ એટલે ગમા ન આવે તે અગમિક શ્રુત કહેવાય. જે શ્રુત શ્રી ગૌતમ સ્વામી આદિ ગણુધરાએ રચેલુ” દાદશાંગીમાં આવતું હોય તે અંગપ્રવિષ્ટ કહેવાય અને શ્રી ભદ્રબાહુ સ્વામી વગેરે ચતુર્દશ` પૂર્વધરાએ રચેલું હાય. તે અનંગ પ્રવિષ્ટ કહેવાય. આ રીતે શ્રુતજ્ઞાનના કુલ ૧૪ ભેદો મનાય છે. ૩ અવધિજ્ઞાન રૂપી દ્રવ્યાના નિમિતથી આત્માને જે મર્યાદિત પ્રત્યક્ષજ્ઞાન થાય તેને અવિધજ્ઞાન કહેવાય છે, તેના મુખ્ય ભેદો ૬ છેઃ ૧, અનુગામી એટલે લેાચનની જેમ અવધિજ્ઞાની પુરૂષની સાથે જનારૂં. ૨, અનનુગામી એટલે સ્થિર દીપકની જેમ અવધિજ્ઞાની પુરૂષની સાથે નહિં જનારૂં. ૩, વર્ધમાન એટલે અનુક્રમે વૃદ્ધિ પામનારૂ ૪, ીયમાન એટલે યેાગ્ય સામગ્રીના અભાવે ઘટતું જનારૂં. ૫, પ્રતિપાતી એટલે થયા પછી પડી જનારૂં. અતે ૬, અપ્રતિપાતી એટલે થયા પછી નહિ પડનારૂ'. અર્થાત્ કૈવલજ્ઞાન પર્યંત પહોંચાડ નારૂ. અવિધજ્ઞાન દેવા અથવા નારકના જીવાને સહજ હોય છે અને મનુષ્યા તથા તિર્યંચાને લબ્ધિથી ઉત્પન્ન થાય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ' ૧૬૨ ૪ મન:પર્યાવજ્ઞાન મનના પર્યનું આત્માને જે મર્યાદિત પ્રત્યક્ષજ્ઞાન થાય તે મન ૫ર્યવજ્ઞાન કહેવાય છે. તેના મુખ્ય બે પ્રકારો છેઃ અજુમતિ અને વિપુલમતિ. તેમાં મનોગત ભાવને સામાન્ય રીતે જાણવા તે ઋજુમતિ મનઃપર્યવજ્ઞાન છે, અને વિશેષ રીતે જાણવા ને વિપુલમતિ મનઃપર્યાવજ્ઞાન છે. ૫ કેવલજ્ઞાન કેલેકના ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાલીન સર્વ પર્યાનું જ્ઞાન થવું તે કેવલજ્ઞાન કહેવાય છે. તેના કોઈ ભેદ-પ્રભેદ નથી. જે જ્ઞાન એ આત્માનો સ્વભાવ હોય અને કર્મના આવરણ પ્રમાણે જ તેમાં તરતમતા દેખાતી હોય તે કર્મને સંપૂર્ણ ક્ષય થયે પૂર્ણ જ્ઞાન અર્થાત કેવલજ્ઞાન પ્રકટવું જ જોઈએ. એમાં શંકાને કેઈ સ્થાન નથી. અથવા જ્ઞાન એ આત્માને સ્વભાવ નથી. અને તેના પર કર્મનાં આવરણોની અસર થતી નથી. એમ માનવું જિોઈએ, પણ એ બંને માન્યતા પ્રત્યક્ષ પ્રમાણથી વિરુદ્ધ જાય છે. એટલે જ્ઞાન એ આત્માને સ્વભાવ છે, અને તેમાં કર્મના આવરણ પ્રમાણે તરતમતા દેખાય છે, એમ માનવું જ સમુચિત છે. આ સ્થિતિમાં કેવલજ્ઞાન કે સર્વજ્ઞતાનો અપલાપ કરવો એ કંઈ બુદ્ધિ. માનને શોભતું ની. આ રીતે મતિજ્ઞાનના ૨૮, શ્રુતજ્ઞાનના ૧૪, અવધિજ્ઞાનના ૬, મન:પર્યવજ્ઞાનના ૨, અને કેવલજ્ઞાનને ૧, ભેદ મળી જ્ઞાનના કુલ ૫૧ બેદે મનાય છે. જ્ઞાનના આ ભેદપભેદેને વિશેષ બોધ ઈચ્છનારે શ્રી નંદીસૂત્ર તથા શ્રી વિશેષાવશ્યક ભાષ્ય અને તેની ટીકાઓ અવશ્ય જોવી. Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ તેરમું શરીર, ઇન્દ્રિયો અને મન શ રી ૨ જેન મહષિઓએ શરીરને પરીચય આપતાં જણાવ્યું છે કે જેના દ્વારા હરવા–ફરવાની તથા ખાવા-પીવાની ક્રિયાઓ થઈ શકે છે, જેમાં પ્રતિક્ષણ જીર્ણ-શીર્ણ થવાના સ્વભાવ છે, જે શરીરનામ કર્મના ઉદયથી બને છે, અને જે સંસારી જી વડે અવશ્ય ધારણ કરાય છે. તે શરીર સમજવું. કાયા, કલેવર, તનુ દેહ, ચય, ઉપચય, સંઘાત વગેરે તેના જ પર્યાચ શબ્દો છે. અહીં તેમણે એ સ્પષ્ટતા કરી છે કે સિદ્ધના છે શુદ્ધ આત્મ સ્વરૂપે જ બિરાજે છે, એટલે તેઓ કોઈપણ જાતનું શરીર ધારણ કરતા નથી, અર્થાત તેઓ અશરીરી છે. આ બધાં શરીરનાં રૂપ, રંગ, પ્રમાણુ વગેરે પરથી પ્રકારો પાડીએ, કે જે પ્રમાણે આજના પ્રાણ શાસ્ત્રીઓ કરે છે, તો અસંખ્ય પ્રકારે પડી શકે, પણ કાર્ય-કારણની સમાનતાને લક્ષમાં રાખી જૈન મહર્ષિઓએ તેના પાંચ પ્રકારો પાડયા છે: ૧, ઔદારિક, ૨, વૈયિ, ૩, આહારક, ૪- તેજસ અને ૫, કાર્પણ. શ્રી પન્નવણું સત્રની નિમ્ન પંકિતમાં તેનાં મૂળ નામે આ પ્રમાણે જોઈ શકાય છે. ઉત્તરી પત્તા સંગ-ઓપિ વિપ, આa૫ રેયા, મા, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શબ્દ ઉરલ, ઉરાલ કે એરાલ પરથી બનેલો છે. તેમાં ઉરલનો અર્થ વિરલ છે, એટલે આ શરીર અન્ય શરીરોની અપેક્ષાએ સ્વલ્પ પ્રદેશવાળું હોવાથી ઘન નહિ પણ વિરલ પ્રદેશી છે, એમ સમજવાનું છે. ઉરલનો અર્થ ઉદાર થાય છે, એટલે તે ઉદાર–ઉત્કૃષ્ટ પુગલનું બનેલું છે, અથવા અન્ય શરીરની અપે. ક્ષાએ ઉચ્ચ સ્વરૂપવાળું છે, એમ સમજવાનું છે; અને ઓરાલનો અર્થ હાડ-માંસ થાય છે. એટલે આ શરીરમાં હાડ-માંસ વગેરે સંભવે છે, એમ સમજવાનું છે. માખીનું, મયનું, મર્કટનું કે મનુષ્યનું દશ્ય શરીર આ પ્રકારનું છે. જે શરીર વિદિયા પામે તે વૈક્રિય કહેવાય. નાનામાંથી મોટું થવું, મોટામાંથી નાનું થવું, પાતળામાંથી જાડું થવું, જાડામાંથી પાતળું થવું, અથવા એક રૂપમાંથી અનેક રૂપ ધારણ કરવાં અને અનેક રૂપમાંથી એક રૂપ ધારણ કરવું તેને શાસ્ત્રીય પરિભાષામાં વિક્રિયા-વિવિધ ક્રિયા કહેવામાં આવે છે. દેવો નારકને આવું શરીર ઉત્પાત એટલે જન્મથી જ હોય છે. અને મનુષ્યને તથા તિને વિશિષ્ટ લબ્ધિન યોગે પ્રાપ્ત થઈ શકે છે. જે શરીર વિશુદ્ધ પુદ્ગલેનું બનેલું અને અવ્યાઘાતી હોય તે આહારક કહેવાય. આ શરીરની સંભાવના માત્ર મનુષ્યમાં જ છે, અને તેમાં પણ ચતુર્દશ પૂર્વધરમાં જ છે. જ્યારે તેમના મનમાં તત્ત્વવિષયક હોઈ સૂમ સંદેહ ઉત્પન્ન થાય, અથવા તીર્થંકરની ઋદ્ધિ જોવાની અભિલાષા જાગે ત્યારે જુદા આહારક પુદ્ગલે લઈ એક હાથ જેટલું આ પ્રકારનું શરીર બનાવે છે, જેમાં તેમના આત્મપ્રદેશે વ્યાપેલા હોય છે, અને જેને સંદેહનો ઉત્તર લેવા તીર્થકર કે કેવલી ભગવંત આગળ મોકલે છે. આ ક્રિયા આંખના પલકારામાં બની જાય છે, એટલે પ્રશ્ન પૂછનારને એમ નથી લાગતું કે મને પ્રશ્નનો ઉત્તર મળતાં વિલંબ થયો છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ જે શરીર તેજસૂથી બનેલું હોય કે તેજોમય હોય તે તેજસ કહેવાય. અહીં તેજસૂ શબ્દથી ઉપમાવાળા પુદ્ગલ સમજવાના છે. કે જે ખાધેલા ખોરાકનું પાચન કરે છે, અને તેજલેસ્યા મૂકવામાં નિમિત્ત ભૂત થાય છે. જે કર્મ સમૂહ આત્મપ્રદેશમાં એકતા પામેલા છે, તે કાર્પણ શરીર કહેવાય છેલ્લાં બે શરીર એટલે તેજસ અને કાર્પણુ દરેક સંસારી આત્માને અવશ્ય હોય છે, અને જ્યાં સુધી કર્મનો સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી હરહાલતમાં તેની સાથે જ રહે છે. આમાં જ્યારે એક શરીર છોડી બીજું શરીર ધારણ કરવા માટે ગતિ કરે છે, ત્યારે પણ આ બે શરીરે તેની સાથે જ હોય છે. આ પાંચ શરીરમાંથી ઔદારિક વૈક્રિય, અને આહારક સેન્દ્રિય અને સાવયવ છે, એટલે તે ઇન્દ્રિયોવાળું અને અવયવાળું હોય છે. અને તૈજસ નથી. કાર્મણ નિરિન્દ્રિય અને નિરવયવ છે, એટલે તેમાં ઇન્દ્રિયો પણ હોતી નથી, અને અવયવો પણ હોતા નથી. આ પાંચ શરીરની રચના એક જ પ્રકારના પુલોથી થતી નથી, પણ તે તે પ્રકારની પુલવર્ગણુઓથી થાય છે. એટલે કે ઔદારિક શરીરને યોગ્ય પુદ્ગલવગણએમાંથી ઔદારિક શરીર બને છે, વૈક્રિય શરીરને મેગ્ય પુદ્ગલ વર્ગણાઓમાંથી વૈક્રિય શરીર બને છે, વગેરે. આ પાંચ શરીરમાં સહુથી સ્થૂલ ઔદારિક છે, અને સહુથી સૂક્ષ્મ કાર્યણ છે. તરતમ ભાવે વિચાર કરીએ તો ઔદારિક કરતાં , વૈક્રિય સૂક્ષ્મ છે. વૈક્રિય કરતાં આહારક સૂક્ષ્મ છે, આહારક કરતાં તૈજસ સુક્ષ્મ છે, અને તેજસ કરતાં કર્મણ સૂક્ષ્મ છે તે જ રીતે કાર્પણ કરતાં તેજસ ભૂલ છે. તૈજસ કરતાં આહારક ભૂલ છે, Page #179 -------------------------------------------------------------------------- ________________ આહારક કરતાં વૈક્રિય સ્થૂલ છે, અને ક્રિય કરતાં દારિક પૂલ છે. ઔદારિક શરીર જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે. અને ઉત્કૃષ્ટથી એક હજાર યોજન કરતાં પણ કંઈક અધિક હોય છે. પ્રત્યેક વનસ્પતિકાયમાં આવું શરીર સંભવે છે. વૈક્રિય શરીર જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું અને ઉત્કૃષ્ટથી એક લાખ યોજના અને ચાર આંગળવાળું હોય છે. શ્રી વિષ્ણુકુમારમુનિએ નમુચિનામના પ્રધાનની સાન ઠેકાણે લાવવા વૈક્રિય શરીર કર્યું હતું. તેની ઊંચાઈ આટલી હતી. આહારક શરીર જધન્યથી એક હાથમાં કંઈક ઓછું અને ઉત્કૃષ્ટથી એક હાથ પુરું હેય છે. તેજસ શરીર જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું અને ઉત્કૃષ્ટથી લોકાકાશ જેટલું હોય છે. કાર્પણ શરીરની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના પણ આટલી જ હોય છે, આ બંને શરીરની ઉત્કૃષ્ટ અવગાહના આટલી મોટી હોવાનું કારણ એ છે કે કેવલી ભગવંતે કાલાન્તરે ક્ષય કરવા યોગ્ય કર્મોનો શીધ્ર ક્ષય કરવા માટે પિતાના આત્મપ્રદેશ શરીર બહાર કાઢે છે, એટલે કે તેને સમુદ્દઘાત કરે છે, ત્યારે તૈજસ અને કાર્પણ શરીરેનું પ્રમાણ આટલું મોટું બને છે. ઔદારિક શરીરની જધન્ય સ્થિતિ અંતમૂહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની હોય છે. મૂળ ક્રિય શરીરની જધન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની હેય છે, તથા ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધ માસની હોય છે. આહારક શરીરની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે તેજસ અને કાર્પણ શરીરે જીવની સાથે પ્રવાહ રૂપથી અનાદિ સંબંધવાળા Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ છે. ભવ્ય વાને મુકિત થતાં આ બે શરીરોને! અભાવ થાય છે, એટલે તેમની દૃષ્ટિએ સાન્ત છે. અને અલભ્ય જીવાતે મેાક્ષ થતા નથી. એટલે તેમની દૃષ્ટિષે તે અનંત છે. એક આત્મા એછામાં ઓછા છે, અને વધારેમાં વધારે ચાર શરી। ધારણ કરી શકે છે, તેમાં એ હોય ત્યારે તેજસ અને કાણુ હોય છે. ત્રણ હાય ત્યારે તૈજસ કાણુ અને ઔદારિક અથવા તૈજસ કાણુ અને વૈક્રિય હોય છે. અને ચાર હોય ત્યારે તૈજસ કાણુ, ઔદારિક અને નૈષ્ક્રિય કે તેજસ, કાણુ, ઔદારિક અને આહારક હાય છે. આ પાંચ શરીરે પૈકી પ્રથમનાં ચાર શરીરશ વડે ઉપભાગ એટલે સુખ દુઃખને અનુભવ, ધર્મ અધર્મની પ્રાપ્તિ, કર્મના બંધ તથા તેની નિર્જરા વગેરે થાય છે. અને છેલ્લા શરીર વડે તેવા ઉપભાગ થતા નથી, એટલે તે નિરુપભાગ કહેવાય છે. આને સ્પષ્ટ અર્થ એ છે કે અન્ય શરીરાની સહાય વિના ક્રાણુ શરીર ઉપરના પ્રયાજનેાતે સિદ્ધ કરી શકતું નથી. ઇન્દ્રિયા આવરણના અભાવ થતાં આત્મા સર્વ વસ્તુઓ જાણી શકે છે એટલે તેને સર્વ ઉપલબ્ધિનું પરમ ઐશ્વર્યાં છે. વળી જુદી જુદી સ્થિતિમાંથી પસાર થતાં તેને વિવિધ ભાવાને અનુભવ થાય છે, એટલે તેને પણ ઉપભાગનું પણ પરમ ઐશ્વર્ય છે. આમ ઉપલબ્ધિ અને ઉપભોગના પરમ અશ્વને લીધે આત્માને ઇન્દ્ર કહેવાય છે. તેનું જે લિંગ કે ચિન્હ તે ઇન્દ્રિય. તેના સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય એવા પાંચ પ્રકારે પ્રસિદ્ધ છે. તેમાં છઠ્ઠા પ્રકારના હજી સુધી ઉમેરો થયા નથી. એટલે તેનું વર્ગીકરણ કેટલું પૂર્ણ છે, તે સહેજે સમજી શકાય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અહીં એ સ્પષ્ટતા કરવી ઉચિત લેખાશે કે આ પાંચ પ્રકારે જેના વડે જીવન વ્યવહારને ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત થાય તેવી જ્ઞાનેન્દ્રિયના છે. - અહીં ઇન્દ્રિયેનો જે કમ દર્શાવવામાં આવ્યો છે તે વૃદ્ધિને ક્રમ સૂચવે છે. એટલે જેને એક ઈન્દ્રિય હોય તેને માત્ર સ્પર્શ. નેન્દ્રિય જ હોય, જેને બે ઇન્દ્રિયો હોય તેને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બે ઈન્દિર્યો હોય, જેને ત્રણ ઇન્દ્રિયો હોય તેને ઉપરની બે ઇન્દ્રિયો ઉપરાંત ધ્રાણેન્દ્રિય પણ હોય, જેને ચાર ઈન્દ્રિયો હોય તેને ઉપરની ત્રણ ઇન્દ્રિો ઉપરાંત ચક્ષુરિન્દ્રિય પણ હોય અને જેને પાંચ ઇન્દ્રિય હોય તેને ઉપરની ચાર ઈન્દ્રિો ઉપરાંત તેન્દ્રિય પણ હોય. | સ્પર્શનેન્દ્રિય કે જેને સામાન્ય રીતે ચામડી કહેવામાં આવે છે. તેના વડે મૂર્ત પદાર્થોના શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રક્ષ, મૃદુ, કર્કશ, ગુરુ અને લઘુ એ આઠ પ્રકારના સ્પર્શી જાણી શકાય છે. રસનેન્દ્રિય કે જેને સામાન્ય રીતે જીભ કહેવામાં આવે છે, તેના વડે મૂર્ત પદાર્થોના કડવા, તીખા, મીઠા, ખાટા અને તુરા એ પાંચ પ્રકારના રસો જાણી શકાય છે. ધ્રાણેન્દ્રિય કે જેને સામાન્ય રીતે નાક કહેવામાં આવે છે. તેના વડે મૂર્ત પદાર્થની સુગંધ કે દુર્ગધ જાણી શકાય છે. ચક્ષુરિન્દ્રિય કે જેને સામાન્ય રીતે આંખ કહેવાય છે. તેના વડે મૂત પદાર્થોના કાળા, લીલા, પીળા, રાતા અને ધોળા એ પાંચ પ્રકારના વર્ષો-રંગો જાણી શકાયૅ છે. અને શ્રેતેન્દ્રિય કે જેને સામાન્ય રીતે કાન કહેવાય છે, તેના વડે સચિત્ત અચિત્ત અને મિશ્ન એ ત્રણે પ્રકારના શબ્દો જાણી શકાય છે. ઘોડાનો હણહણાટ છવાના પ્રયત્નથી થયેલ છે, એટલે સચિત્ત છે, ઘડિયાળનો ટીક ટીક અવાજ નિર્જીવ પદાર્થથી થયેલ છે, એટલે અચિત્ત છે. અને મેરલીનો અવાજ જીવ તથા નિર્જીવ એમ બંનેના Page #182 -------------------------------------------------------------------------- ________________ યથાર્થ પ્રતિપાદન થયેલું છે, એટલે તેમને સિદ્ધાન્ત' તરીકે ઓળખવામાં આવે છે, અને તેમાં આપ્ત વચનોનો સંગ્રહ છે. તથા તેના વડે વસ્તુતત્ત્વને સ્ફટ બોધ થાય છે, એટલે તેમને આગમx પણ કહેવામાં આવે છે. આગમ એક કાળે ૮૪ હતા એવો પ્રવાદ છે, પણ હાલ તેની સંખ્યા ૪૫ની મનાય છે. અને તેને પાંચ ભાગમાં વિભકત કરવામાં આવે છે. તે આ પ્રમાણે ૧૧ અંગ (સૂ) ૧૨ ઉપાંગ (સૂત્રો) ૧૦ પન્ના (પ્રકીર્ણક સૂત્રો) ૬ છેદ સૂત્ર ૨ સૂત્ર (નંદી અને અનુયોગ.) ૪ મૂળસૂત્ર ૪૫ આ પીસ્તાલીશ આગમે પૈકી ૧૧ અંગસૂત્ર એ ગણધરની રચના છે. અને બાકીનાં બધાં રાત્રે સ્થવિર મહર્ષિઓની કૃતિ છે. અહીં એ પ્રશ્ન સંભવે છે કે ગણધરેએ તે દ્વાદશાંગી એટલે બાર શાસ્ત્રો રચ્યાં હતાં, અને અહીં અગિયારનો ઉલ્લેખ કેમ કરવામાં આવે છે? એનો અર્થ એ છે કે “ગણુધરે એ રચેલાં બાર શાસ્ત્રો પૈકી બારમું અંગ દષ્ટિવાદ વિછેદ ગયેલું છે. અર્થાત્ તેને નાશ થયેલે છે, એટલે હાલ ૧૧ અંગોને જ ઉલ્લેખ કરવામાં આવે છે. x आ-समन्ताद गम्यते वस्तुतत्वमनेनेत्यागमः आ मेरले સમસ્તપણે કે કુટતાથી અને તે એટલે જણાય છે વસ્તુતત્વ જેનાથી તે આગમ. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આ આગ અર્ધમાગધી ભાષામાં રચાયેલાં છે. કે જે તે વખતની લોકભાષા હતી, અને અઢાર દેશની ભાષાના મિશ્રણ રૂપ હેઇ સર્વને સમજવામાં ઘણું સરળ પડતી હતી. આ આગમને અર્થ પ્રકાશવા માટે પ્રાકૃત ભાષામાં ભાષ્ય નિયુકત તથા ચૂર્ણિએ રચાયેલી છે, અને સંસ્કૃત ભાષામાં વિસ્તૃત ટીકાઓનું નિર્માણ થયેલું છે, આ રીતે મૂળ, ભાષ્ય, નિર્યુકિત, ચૂર્ણિ અને ટીકારૂપ શાસ્ત્રનાં જે પાંચ અંગો નિર્માણ થયાં તેને પંચાંગી કહેવામાં આવે છે. અને તેના આધારે જ જૈન ધર્મને હાલને વ્યવહાર ચાલી રહ્યો છે. આ આગમ સાહિત્ય ઘણું વિસ્તૃત છે, અને તેને સારી રીતે પરિચય આપવા માટે તે એક વિશાળકાય સ્વતંત્ર ગ્રંથની રચના કરવી પડે, એટલે અહીં તો તેના નામ અને તેમાં આવતા વિષને જ નિર્દેશ કરીશું. ૧૧ અંગસૂત્ર (૧) આચારાંગ-એમાં સાધુઓના આચાર, ગોચરીવિધિ, વિનય સંયમ તથા પાંચ આચાર વગેરેનું વર્ણન છે. (૨) સૂત્રકૃતાંગ-એમાં ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, અને વિનયવાદીઓના મળીને પાખંડીને ૫૬૩ ભેદ વિસ્તારથી વર્ણવ્યા છે અને શુદ્ધતત્ત્વનું નિરૂપણ કરેલું છે. - (૩) સ્થાનાંગ–એમાં એકથી દશ સંખ્યા સુધીના અનેક ભાવોનું સુંદર સ્વરૂપ દર્શાવેલું છે. (૪) સમવાયાંગ–એમાં એકથી સે પર્યન્તની સંખ્યાવાળા પદાર્થોને સંગ્રહ કરવામાં આવ્યું છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ-આ સૂત્રને ભગવતી સૂત્ર પણ કહેવામાં આવે છે. તે અગિયાર અંગમાં સહુથી મોટું છે અને તેમાં વિવિધ વિષયનું સૂક્ષ્મ ચર્ચા રૂપે ૩૬૦૦૦ પ્રશ્નોની યેજના થયેલી છે. ઈતિહાસની દૃષ્ટિએ અવકન કરનારને પણ તેમાંથી ઘણું ઘણું નવું જાણવાનું મળે તેમ છે. (૬) જ્ઞાતાધમ ક્યાંગ-એમાં ઉદાહરણ તથા કથાઓ દ્વારા ધર્મને ઉપદેશ આપવામાં આવ્યો છે. (૭) ઉપાસક દશાંગ-એમાં ભગવાન મહાવીરના દશ ઉપાસકોનાં જીવન ચરિત્ર સંગ્રહાયેલાં છે. (૮) અંતકૃત દશાંગ–એમાં અંતકૃત-કેવલી થઈને મેક્ષે જનારા યદુવંશી યાદ વગેરેનું વર્ણન છે. (૯). અનુત્તરપપાતિક દશાંગ-એમાં દીક્ષા લઈ, તપ કરી અનુત્તર દેવગતિ પ્રાપ્ત કરનાર જાલિ, માયાલિ, ઉવયાલિ વગેરે મુનિઓની જીવન કથાઓ છે. (૧૦) પ્રશ્ન વ્યાકરણાંગ-એમાં આશ્રય-સંવરનું વર્ણન છે. (૧૧) વિપાક સૂત્રાંગ–એમાં કવિપાકના પરિણામે ભેગવવાં પડતાં સુખ દુઃખનું વર્ણન છે. બારમું અંગ દષ્ટિવાદ હાલ વિચ્છેદ પામ્યું છે પણ તેનું જે વર્ણન પ્રાપ્ત થાય છે, તેના પરથી કહી શકાય કે તેના પાંચ ભાગે નીચે પ્રમાણે હતા. (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પૂર્વગત, (૪) અનુયાગ અને (૫) ચૂલિકા. તેમાં પરિકમના ૭ પ્રકારે બતાવ્યા હતા, સૂત્રના ૨૨ પ્રકારે બતાવ્યા હતા પૂર્વના ૧૪ પ્રકારે બતાવ્યા હતા, અનુગના ૨ પ્રકારે બતાવ્યા હતા અને ચૂલિકા પ્રથમના ચાર પૂર્વો પર હતી. તેમાં પૂર્વ સાહિત્ય ઘણું વિશાળ હતું અને તેમાં અનેક વિદ્યાઓ તથા ગૂઢ બાબતોનું વર્ણન કહેલું હતું. તેના નામો તથા વિષયો નીચે મુજબ સમજવા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ (૧) ઉત્પાદ પૂવ–એમાં દ્રવ્યના ઉત્પાદ, (ઉત્પત્તિ), ધ્રૌવ્યા (સ્થિરતા) અને નાશ (સંહાર) સંબંધી સૂક્ષ્મ વિવેચના હતી. (૨) આઝાયનીય પૂર્વ-એમાં મૂલ તનું વર્ણન હતું. (૩) વીયપ્રવાદ પૂવ–એમાં મહાપુરુષોની, શકિતઓનું વર્ણન હતું. () અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વ–પ્રમાણ, નય વગેરેની સૂક્ષ્મ ચર્ચાઓ હતી. (૫) જ્ઞાન પ્રવાદ પૂવ–એમાં સત્ય અને મિથ્યા જ્ઞાનની અતિ સૂક્ષ્મ ચર્ચા-વિચારણાઓ હતી. (૬) સત્ય પ્રવાદ પૂવ–એમાં સત્ય અને અસત્ય વચનનો નિર્ણય કરવાની રીતિ–પદ્ધતિનું વિવેચન હતું. * (૭) આમ પ્રવાદ પૂવ–એમાં આત્માના સ્વભાવનું વર્ણન હતું. (૮) ક પ્રવાદ પૂર્વ–એમાં કર્મનું સ્વરૂપ તથા તેને લગતી અનેકવિધ ચર્ચાઓને સંગ્રહ હતો (૯) પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ–એમાં પ્રત્યાખ્યાન તથા કર્મક્ષય અંગે વિસ્તૃત વિવેચન હતું. - (૧૦) વિદ્યા પ્રવાદ પૂર્વ–એમાં ભિન્ન ભિન્ન વિદ્યાઓનું સ્વરૂપ તથા તેની પ્રાપ્તિને ઉપાય જણાવેલો હતો. (૧૧) કલ્યાણ પ્રવાદ પૂર્વ એમાં ૬૩ શલાકા પુરુષનાં જીવને વર્ણવેલાં હતાં. (૧૨) પ્રાણવાદ પૂવ–એમાં ઔષધો તથા રસાયણો સંબંધી સૂક્ષ્મજ્ઞાન ભરેલું હતું. (૧૩) ક્રિયા વિશાલ પૂર્વ–એમાં સંગીત વાદ્યકળા તથા ધર્મક્રિયાઓનું વર્ણન હતું. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ (૧૪) લોક બિંદુસાર પૂર્વ-એમાં લોક સંબંધી તથા ગણિત સંબંધી ગૂઢ રહસ્ય ભરેલું હતું. આ ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવનારા છેલ્લા જૈન મહર્ષિ શ્રી. ધૂલિભદ્રજી હતા. ૧૨ ઉપાંગસૂગ (૧) ઔપપાતિકસુત્ર–એમાં ભગવાન મહાવીરના દર્શનાર્થ મગધરાજ કેણિક ગયેલા તેનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે. તથા દેવલોકની પ્રાપ્તિ સંબંધી વિવેચન કરેલું છે. (૨) રાજપ્રશ્રીય સૂત્ર-શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય કેશી ગણધરે પ્રદેશી રાજાને જૈન ધર્મ બતાવ્યો હતો. તે મૃત્યુ બાદ સૂર્યાભ નામનો દેવ થયે હતો. તેણે ઘણા સત્કાર પૂર્વક શ્રી. મહાવીર પ્રભુને વંદના કરી હતી. તેનું વર્ણન આ સૂત્રમાં પ્રાપ્ત થાય છે. તેમાં નાટય, સંગીત વગેરે અંગે ઘણી જાણવા જેવી માહિતી આપેલી છે, (૩) જીવાભિગમ સૂત્ર–એમાં સમરત જીવસૃષ્ટિને સૂક્ષ્મ પરિચય આપવામાં આવ્યું છે. (૪) પ્રજ્ઞાપના સુત્ર-એમાં જીવોને લગતી અનેકવિધ માહિતીનો સંગ્રહ છે. (૫) સુર્યપ્રજ્ઞપ્તિ–એમાં સૂર્ય તથા ગ્રહોની ગતિ વગેરે સંબંધી વર્ણન છે. (૬) ચન્દ્રપ્રજ્ઞપ્તિ-એમાં ચન્દ્ર તથા નક્ષત્ર મંડળ વગેરે સંબંધી વર્ણન છે. ખગોળની દૃષ્ટિએ આ બંને ગ્રંથો ખૂબ ઉપયોગી છે. (૭) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ-એમાં જંબૂદીપ તથા પ્રાચીન રાજાઓ વગેરેનું વર્ણન છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ (૮) નિરયાવલી સૂત્ર–એમાં કેટલીક ઐતિહાસિક હકીકતને સંગ્રહ છે. મગધરાજ કેણિક અને વૈશાલિપતિ ચેટકરાજ વચ્ચે જે ભીષણ સંગ્રામ ખેલાય, તેનું વર્ણન આ સૂત્રમાં પ્રાપ્ત થાય છે. (૯) કપાવતસિક સૂત્ર–એમાં કેટલાક રાજકુમારો દીક્ષા લઈ સ્વર્ગમાં ગયા તેની હકીકતે સંગ્રહાયેલી છે. (૧૦) પુપિકા સુત્ર–એમાં દેવતાઓએ શ્રી મહાવીર ભગ વાનની પૂજા કરી વગેરે બાબતોનું વર્ણન છે. (૧૧) પુષ્પચૂલિકા સૂત્ર-એમાં પણ લગભગ ઉપરના જેવી જ હકીય સંગ્રહાયેલી છે. (૧૨) વૃ@િાદશા-શ્રી અરિષ્ટનેમિ ભગવાને વૃષ્ણિ વંશના દશ રાજાઓને જૈન ધમ બનાવ્યા એનું વર્ણન છે. ૧૦ પન્ના (૧) ચતુઃ શરણુ-એમાં અરિહંત, સિદ્ધ, સીધુ કેવલી એ ચારનાં શરણનો વિધિ બતાવે છે. (૨) આતુર પ્રત્યાખ્યાન–એમાં જ્ઞાની ભગવંતોની અંતિમ અવસ્થાનું વર્ણન કરેલું છે. (૩) ભક્ત પરિણા–એમાં ઉપર્યુકત વર્ણનની વિધિ બતાવેલી છે. , (૪) સંતારક–એમાં નિર્વાણ સમયે અંગીકાર કરાતા સંસ્તારક (સંથારા)નું વર્ણન છે (૫) તદુલ વૈતાલિક–એમાં શરીરને લગતી કેટલીક વિદ્યાએનું વર્ણન છે. (૬) ચન્દ્રાવિજય-એમાં ગુરુ શિષ્યના ધર્મોનું વર્ણન છે. (૭) દેવેન્દ્રસ્તર–એમાં સ્વર્ગના ઇન્દ્રોની ગણના બતાવેલી છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ (૮) ગણિવિદ્યા-એમાં જ્યાતિષ સંબધી ઘણું વિવેચન કરેલુ છે. (૯) મહાપ્રત્યાખ્યાન-એમાં પ્રાયશ્રિતના ભિન્ન ભિન્ન સ્વરૂપોનું વર્ણન છે. (૧૦) વીર્સ્તવ-એમાં ભગવાન મહાવીર સંબધી કેટલીક હકીકતાનું વન છે. ૬ છેઃ સૂત્રો (૧) નિશીથ-એમાં સાધુઓના ધર્મ, દોષ, તથા પ્રાયશ્ચિત સંબંધી વિસ્તૃત વર્ણન છે. (૨) મહાનિશીથ-એમાં જુદી જુદી જાતના પાપા અને તેના પ્રાયશ્રિત સંબધી ખાસ વિધાન છે. (૩) વ્યવહાર–એમાં શાસનની વિધિ બતાવેલી છે. (૪) આચાર૪રા–એમાં આચારની વિધિ બતાવેલી છે. પ્રસિદ્ધ કલ્પસૂત્ર એને જ એક ભાગ છે. (૫) બૃહત્ પત્ર-એમાં સાધુ સાધ્વીઓએ કરવા યાગ્ય અનેકવિધ અનુષ્ઠાનાના સંગ્રહ છે. (૬) પંચ કલ્પ–એમાં પણ સાધુઓના આચારને લગતું કેટલુંક વિવેચન છે. ૨ સૂત્રો (૧) નદીસૂત્ર-એમાં પાંચ પ્રકારના જ્ઞાનનું વિસ્તૃત વણ્ન છે. (૨) અનુયાગકારસૂત્ર–એમાં સૂત્રાને અનુયાગ એટલે વ્યાખ્યા કરવાની રીતિ વગેરે સંબધમાં ઉપયેાગી માહિતી આપેલી છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ૪ મૂળ સૂત્રો દ્વારા અપ થત રીતે સામા છે [૧] ઉત્તરાધ્યયન સુત્ર-એમાં કથા, દૃષ્ટાંતો અને વિવેચન દ્વારા જૈન ધર્મના સિદ્ધાને દર્શાવવામાં આવ્યા છે. બૌદ્ધ ગ્રંથમાં જે સ્થાન ધમ્મપદનું છે, તે જ સ્થાન જૈન શાસ્ત્રોમાં આ સૂત્રનું છે. તેના પર ઘણું વિસ્તૃત ટીકાઓ રચાયેલી છે. (૨) આવશ્યક સુત્ર–એમાં સામાયિક, ચતુર્વિશતિરતવ વંદન, પ્રતિક્રમણ કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ આવશ્યકોને લગતા સૂત્રોને સંગ્રહ છે. એનું ટીકા સાહિત્ય ઘણું વિશાળ છે અને અનેક જાતની માહિતીથી ભરપુર છે. (૩) દશવૈકાલિક સુત્ર-એમાં સાધુ જીવનની ચર્ચાનું વર્ણન છે. પ્રારંભમાં દરેક સાધુએ તેને કંથસ્થ કરવાનું હોય છે. (૪) એઘિનિયુકિત એમાં સાધુઓના આચાર, વિચાર, વિધિ વગેરેનું વર્ણન છે. અહીં ભદ્રનિર્યુકિતની ગણના પણ થાય છે. - જૈનાગમોની ત્રણ વાચનાઓ થયેલી છે. તે આ પ્રમાણે શ્રી. મહાવીર નિર્વાણ પછી તેમની છઠ્ઠી પાટે ચતુર્દશ પૂર્વધર શ્રી. ભદ્રબાહુસ્વામી આવ્યા. તેમના સમયમાં જૈનશ્રમણોની મુખ્ય વિહાર ભૂમિ સમા મધ્યપ્રદેશમાં એટલે બિહારમાં બાર વર્ષે ભયંકર દુષ્કાળ પડે. તેથી શ્રમણે દૂર દૂર ચાલ્યા ગયા. તેમાં કેટલાકે પર્વતની ગુફાઓને આશ્રય લીધો. કેટલાક નદીઓના તટપર ચાલ્યા ગયા. તે કેટલાકે અનશન પૂર્વક દેહનો ત્યાગ કર્યો, આ દુષ્કાળ પુરો થયા પછી શ્રમણે પાછા ફરવા લાગ્યા. ત્યારે જણાયું કે દુષ્કાળના સમયમાં સાધુને સ્વાધ્યાય બરાબર નહિ થઈ શકવાથી કેટલાક સૂત્રો તદ્દન ભૂલાઈ ગયાં હતાં. તે પરથી પાટલીપુત્રમાં (હાલના પાટણ શહેરમાં શ્રમણ સંઘને એકત્ર કરવામાં આવ્યો, અને બચેલું શ્રુત ભેગું કરવામાં આવ્યું તો અગિયાર અંગે બરાબર મળી આવ્યાં, પણ બારમું દષ્ટિવાદ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ મળ્યું નહિ. શ્રી. ભદ્રબાહુસ્વામી દષ્ટિવાદના જાણુકાર હતા, પણ તેઓ એ સમયે નેપાળના માર્ગમાં રહીને મહાપ્રાણુ નામનું ધ્યાન ધરી રહ્યા હતા, કે જે બાર વર્ષે સિદ્ધ થયું હતું. તેથી કેટલાક સાધુઓને તેમની પાસે મેકલવામાં આવ્યા, જેમાંથી શ્રી સ્થૂલિભદ્ર દશપૂર્વ સુધીનું જ્ઞાન પામી શકયા. ત્યારબાદ શ્રી ભદ્રખારૢવામી પાછા ફર્યા, પણ એ વખતે શ્રી, થૂલિભદ્રે વિદ્યાના સમત્કાર બતાવવા સિ ંહનું રૂપ ધારણ કર્યુ, તેથી તેમને બાકીના પૂર્વનું જ્ઞાન આપ્યુ નહિ. તે માટે શ્રી સ્થૂલિભદ્રે ક્ષમા માગતાં અને શ્રી સંધે અતિ આગ્રહ કરતાં બાકીના ચાર પૂર્વાંતુ મૂત્રજ્ઞાન આપ્યું, પણ અ જ્ઞાન આપ્યું નહિ, ત્યારબાદ પૂર્વ ક્રમશઃ લુપ્ત થઈ ગયાં. વિક્રમના ખીજા સૈકામાં કરી બાર વર્ષી દુકાળ પડયા, તેના લીધે શ્રુત અવ્યવસ્થિત થઇ ગયું. પરંતુ વિ. સં. ૧૫૩ માં શ્રી આ સદિલાચાર્યે મથુરામાં શ્રમણુ સઘને એકત્ર કર્યો, અને તેમાં સૂત્રની પુનઃ વ્યવસ્થા કરી. બરાબર આજ અરસામાં સ્થવિર નાગાર્જુને સૌરાષ્ટ્રમાં વલ્લભીપુરમાં સૂત્ર વ્યવસ્થાનું કામ હાથ ધર્યું, અને તેની પુનઃટના કરી. આ રીતે સૂત્રેની જે પુન: વ્યવસ્થા થઇ તેને વાચના કહેવામાં આવે છે, એટલે જૈન સૂત્રાની ત્રણ વાચના . થયેલી છે. પાટલીપુત્રી, બીજી માથુરી અને ત્રીજી વાલલી. પ્રથમ અત્યાર સુધી આગમ કે ત્રા ફૅસ્થ રાખવામાં આવતાં હતાં, પણ હવે પહેલાંનાં સધયા રહ્યાં ન હતાં, અને સ્મૃતિ ઓછી થતી જતી હતી, તેથી વીર નિર્વાણ પછી ૯૮૬ મા વર્ષે વલ્લભીપુરમાં શ્રી દેવથિંગક્ષિમાશ્રમણે શ્રમસંધને એકત્ર કર્યો, અને સૂત્રને ગ્રંથાઢ ફરવાના નિ ય કર્યાં, એ નિર્ણય અનુસાર શ્રી. દેવગિક્ષિમાામણે સૂત્રને કરી વ્યવસ્થિત ક્યાં, અને તેને પ્રશાદ્ધ કરાવ્યા. આ વખતે પાટલીપુત્રી વાચના રહી ન હતી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ અને માથુરી તથા વાલભી વાચનામાં ચેડા થાડા ફેર જણાતા હતા, તેથી સુત્રા માથુરી વાચના પ્રમાણે રાખ્યાં, અને તેમાં પાભેદેના સમાવેશ કર્યો. આ રીતે ઉપર્યું`કત આગમા શ્રી. દેવર્ધિગણિક્ષમા શ્રમણ સ’પાદિત કરેલાં છે. つ જૈનાચાર્યાએ શિષ્યાની જ્ઞાનવૃદ્ધિ અર્થે તથા લેાકાને ધર્મ પમાડવાની બુદ્ધિએ જે સાહિત્ય સર્જન કર્યુ છે, તે ઘણું જ વિશાળ છે. અને જીવનની ભિન્ન ભિન્ન બાજીને સ્પર્શે છે, તેનેા પણ અહીં કિચિત્ પરિચય કરાવીશું. ચેાગના વિષય જોઇએ તે તેમાં શ્રી. જિનભગણિક્ષમા કામણે ધ્યાન શતકની રચના કરેલી છે. શ્રી, હરિભદ્ર સૂરિએ યાગ વિંશિકાની રચના કરેલી છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી. હેમચંદ્રાચાયે' યાગશાસ્ત્ર રચેલું છે. અને તેના પર વિસ્તૃત સ્નાપનવૃતિ કરેલી છે, શ્રી શુભચન્દ્રાચાર્યે જ્ઞાનાવ રચેલ છે. અને શ્રીમદ્યશવિજયજી ઉપાધ્યાએ દ્વાત્રિશત્ દ્વાત્રિશિકાની રચના કરેલી છે. આ ઉપરાંત યેાગસાર, ધ્યાનદિપીકા વગેરે અન્ય પ્રથા પણુ રચાયેલા છે. અધ્યાત્મને વિષય ોએ તે। શ્રી. ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણ રચેલુ” છે. શ્રી હરિભદ્રસૂરિએ વિશતિ વિશિકા ધર્મબિન્દુ, પંચાસક, ષોડશક વગેરે ગ્રંથા રચેલા છે. શ્રી. મુનિચન્દ્ર સૂરિએ અધ્યાત્મકપદ્રુમ નામના ગ્રંથ રચેલા છે, શ્રી, હર્ષ વર્ધને અધ્યાત્મબિન્દુની રચના કરેલી છે. શ્રીમદ્ વિજયજી ઉપાધ્યાએ અધ્યાત્માપનિષદ્, અધ્યાત્મસાર, અધ્યાત્મપરીક્ષા, જ્ઞાનસાર વગેરે ગ્રંથા રચેલા છે. શ્રી. વિનયવિજયજી ઉપાધ્યાએ શાંતસુધારસ નામના ગ્રંથ રચેલા છે. તે સિવાય અધ્યાત્મગીતા, આત્માવષેાધ ચિત્ત સમાધિ પ્રકર, પરમાત્મ પ્રકાશ, સમાધિશતક, વગેરે અન્ય ગ્રા પણ રચેલા છે. : દનના વિષય જેષ્ટએ તેા તેમાં શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિરચિત Page #192 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતર્ક અને ન્યાયાવતાર, શ્રી. હરિભદ્રસૂતકૃત અને કાનજયપતાકા, વદ્દર્શન સમુચ્ચય, અને શાસ્ત્રવાર્તા સમુચ્ચય શ્રી. મલવાદીકા દ્વાદશાર નયચક્ર, કવિકાલસર્વજ્ઞ શ્રી. હેમચંદ્રાચાર્ય કૃત પ્રમાણ મીમાંસા અને અન્ય ગ વ્યવચ્છેદિકા, શ્રી. વાદિદેવ સૂરિકૃત, પ્રમાણનયતત્ત્વકાલંકાર, તેના પરની સ્યાદ્વાદ રત્નાકર ટીકા, શ્રી. મલિષેણ કૃત સ્યાદ્વાદમંજરી, શ્રી. રત્નપ્રભસૂરિકૃત રત્નાવતારિકા, શ્રીમદ્દ યશોવિજ્યજી ઉપાધ્યાયકૃત નપદેશ, "યરહસ્ય, નયપ્રદીપ, ન્યાય ખંડનખાદ્ય, ન્યાયાલેક, સ્યાદ્વાદ કલ્પ લતા, અસહસ્ત્રી, વગેરે સુંદર કૃતિઓ નજરે પડે છે. તેના પર રચાયેલું ટીકા સાહિત્ય પણ ઘણું વિશાળ છે. તત્વને વિષય જોઈએ તે તેમાં શ્રી. ઉમાસ્વાતિ વિરચિત તત્વાર્થાધિગમ સૂત્ર, શ્રી. જિનભદ્રગણિક્ષમાશ્રમણ વિરચિત વિશેષાવશ્યક ભાષ્ય તથા જીવવિચાર, નવતત્વ અને પંચસંગ્રહ, કર્મ પ્રકૃતિ વગેરે કર્મવિષયક બહોળું સાહિત્ય આપણી દષ્ટિને આંજી નાખે છે. ઉપદેશના વિષયમાં પણ અનેક કૃતિઓ આપણું ધ્યાન ખેંચે તેવી છે. જેમકે શ્રી. ધર્મદાસ ગણિ વિરચિત ઉપદેશમાલા. શ્રી, હરિભદ્રસુરિ વિરચિત ઉપદેશમદ, શ્રી. મુનિચંદ્રસૂરિ વિરચિત ઉપદેશ રત્નાકર, શ્રી. વિજયલક્ષ્મી રિવિરચિત ઉપદેશ પ્રાસાદ વગેરે.. કાવ્ય, કેષ, વ્યાકરણ, છંદશાસ્ત્ર અને અલંકાર શાસ્ત્રના વિષયમાં પણ જૈનાચાર્યોએ પોતાની અપૂર્વ પ્રતિભા પરિચય કરાવ્યો છે. કાવ્યમાં ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર, કાયમહાકાવ્ય, ધર્માન્યુદય કાવ્ય, નરનારાયણનંદ કાવ્ય, નલાયન મહાકાવ્ય, જૈનમેઘદૂત, નેમિદૂત, પરમાનંદ કાવ્ય, બાલભારત, રાઘવ પાંડવીય, શ્રી. શાંતિનાથ મહાકાવ્ય, હીરસૌભાગ્ય કાવ્ય વગેરે જાણીતી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કૃતિઓ છે. કોશમાં અભિધાન ચિંતામણિ, અનેકાર્થનામમાલા, દેશીનામમાલા, શેષનામમાલા, નિઘંટુશેષ, શિલ છનામમાલા, ધનંજયનામમાલા, દેશીનામમાલા વગેરે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. વ્યાકરણમાં જેનેન્દ્ર વ્યાકરણ, ભજવ્યાકરણ, મુષ્ટિવ્યાકરણ બુદ્ધિસાગર વ્યાકરણ, શબ્દાર્ણવ, સિદ્ધ સારસ્વત તથા સિદ્ધ હેમચન્દાનુશાસનની ખાસ પ્રસિદ્ધિ છે. તેમાં છેલ્લું વ્યાકરણ તે સમસ્ત જગતના ભાષાશાસ્ત્રીઓની પ્રશંસા પામ્યું છે. તેના પર ૮૪૦૦ લેકના બન્યાસ અને પ૩૦૦૦ શ્લોકને લઘુન્યાસ રચાયેલો છે. તથા બીજી નાની મોટી સંખ્યાબંધ વૃત્તિઓ થયેલી છે. છંદ શાસ્ત્રમાં શ્રી. હેમચન્દ્રાચાર્યનું છે જેનુશાસન શ્રી. રત્નશેખરને છંદકોશ, શ્રી. અમરચંદની છ રત્નાવલી, શ્રી. જયશેખરને છંદ શેખર ઘણું મહત્વની કૃતિઓ છે અને અલંકાર શાસ્ત્રમાં શ્રી. હેમચંદ્રાચાર્યનું કાવ્યાનુશાસન, વાગભટનો અલંકાર તિલક, શ્રી. નરેન્દ્રપ્રભને અલંકાર મહેદધિ, શ્રી. માણિક્યશેખરનો અલંકાર શેખર અને શ્રી. વિનયચંદની કવિશિક્ષા વગેરે પ્રમાણભૂત લેખાય છે, - તિ, ખગોળ, સંગીત, શિલ્પ અને વૈદક પર પણ જૈનાચાર્યોના જ્ઞાનનો પ્રકાશ પડયો છે. ભદ્રબાહુ, સંહિતા, જતિષ, કરંડક, આરંભસિદ્ધિ, નારચન્દ્ર વગેરે જ્યોતિષના બહુ મુલ્ય ગ્રંથો છે. પ્રાચીન ખગોળ-ભૂગોળમાં ક્ષેત્રસમસ અને નવીન ખોળમાં યંત્રરાજ સારી પ્રતિષ્ઠા ધરાવે છે. સંગીતસાર સંગીત વિષયની સુંદર કૃતિઓ છે, વાસ્તુસાર શિલ્પના વિષયની સુંદર કૃતિ છે અને........................વગેરે વૈદકની સુંદર કતિઓ છે. અંગવિદ્યા અને નિમિત્ત શાસ્ત્ર પર પણ જૈનાચાર્યોએ સ્વતંત્ર ગ્રંથે રચ્યા છે. ભાષાની દૃષ્ટિએ જોઈએ તે જૈનાચાર્યો પ્રાકૃતના પિતા છે, ગુજરાતી, કાનડી અપભ્રંશમાં અગ્રણી છે અને તામીલ ભાષાની Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ પ્રથમ કતિઓ રચવાનું માન મેળવી જાય છે. એટલું જ નહિ પણ તેમણે મરાઠી અને હિંદીને પણ પોતાની કતિઓથી ખૂબ સમૃદ્ધ કરી છે અને લેક સાહિત્યમાં પણ અનેરે ફાળો આપ્યો છે. એકલી ગૂજરાતી ભાષામાં જ તેમણે ૧૫૦૦ ઉપરાંત રાસોની રચના કરી છે કે જે ગૂજરાતી લોકસાહિત્યનું ઉદગમસ્થાન મનાય છે. આ ગ્રંથોને સાચવવા માટે સ્થળે સ્થળે ભંડારો ઊભા કર, વામાં આવ્યા છે અને તેમાં વિશિષ્ટ પદ્ધતિને આશ્રય લેવામાં આવ્યો છે. જે આ ભંડારને બાદ કરીએ તે ભારતની જ્ઞાનલક્ષ્મી વરવી બની જાય અને તેના ગૌરવનો મોટો ભાગ હણુઈ જાય એમ કહેવામાં જરાપણ અત્યુકિત નથી. આટલા વિષય વિવેચન સાથે જૈન ધર્મ પરિચયને આ બીજો ભાગ સમાપ્તિ પામે છે. સમાસ Page #195 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પત્રક પાનું પક્તિ અશુદ્ધ ઈશ્વર ઇથર ૨ ૧૦ ૩ ૨૫ ૨૧ ૧૯ ૨૨ ૨૨ ૨૨, ૨૩ ૩૨ ૨૩ ૩૯ ૧૬ ૪૦ ૨૪ ૪૫ ૧૪ ૪૭ ૧૪ ૭૨ ૬ ૯૦ ૧૨ जीवेदजं जीवेदणं थाग योग कशिलम् कौशलम् योग्त्मुच्यते યોગવિમુક્યો शब्दजलाशयादिभीः शब्दजलाशयादिभिः સીધી સીધો પષ્ટ સ્પષ્ટ પારણું મારણું દુગતિ દુર્ગતિ सव्बेसि सव्वेसि વૃત્તિતક્ષેપને વૃત્તિ સંક્ષેપને ઉભ ઉદ્દભવે આમાર આચાર अटेव બુધ્ધ બુધ્ધિ વસ્તુમાલ વસ્તુપાલ મનુષ્યનું ત્યા अकृष ૯૮ ૧૨ ૧૦૮ ૧૯ ૧૧૫ ૧૬ ૧૧૮ ૬ ૧૨૨ ૪ ૧૨૨ ૯ ૧૨૫ ૧૪ ૧૪૬ ૧૦ ૧૫૪ ૮ ૧૬૨ ૧૨ ૧૮૪ ૧૧ ત્યાં થઈને कायसंफास कासका અવિરનિને પ્રકટવું કં સ્થા અવિરતિને પ્રગટવું કંઠસ્થ Page #196 -------------------------------------------------------------------------- ________________ મુક : હસ્મિકાન્ત મોતીલાલ શેઠ, અમરીષ પ્રિન્ટરી, રતનપોળ, શેઠની પોળ, અમદાવાદ.