________________
૧૮૦
(૧) ઉત્પાદ પૂવ–એમાં દ્રવ્યના ઉત્પાદ, (ઉત્પત્તિ), ધ્રૌવ્યા (સ્થિરતા) અને નાશ (સંહાર) સંબંધી સૂક્ષ્મ વિવેચના હતી.
(૨) આઝાયનીય પૂર્વ-એમાં મૂલ તનું વર્ણન હતું.
(૩) વીયપ્રવાદ પૂવ–એમાં મહાપુરુષોની, શકિતઓનું વર્ણન હતું.
() અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વ–પ્રમાણ, નય વગેરેની સૂક્ષ્મ ચર્ચાઓ હતી.
(૫) જ્ઞાન પ્રવાદ પૂવ–એમાં સત્ય અને મિથ્યા જ્ઞાનની અતિ સૂક્ષ્મ ચર્ચા-વિચારણાઓ હતી.
(૬) સત્ય પ્રવાદ પૂવ–એમાં સત્ય અને અસત્ય વચનનો નિર્ણય કરવાની રીતિ–પદ્ધતિનું વિવેચન હતું.
* (૭) આમ પ્રવાદ પૂવ–એમાં આત્માના સ્વભાવનું વર્ણન
હતું.
(૮) ક પ્રવાદ પૂર્વ–એમાં કર્મનું સ્વરૂપ તથા તેને લગતી અનેકવિધ ચર્ચાઓને સંગ્રહ હતો
(૯) પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ–એમાં પ્રત્યાખ્યાન તથા કર્મક્ષય અંગે વિસ્તૃત વિવેચન હતું. -
(૧૦) વિદ્યા પ્રવાદ પૂર્વ–એમાં ભિન્ન ભિન્ન વિદ્યાઓનું સ્વરૂપ તથા તેની પ્રાપ્તિને ઉપાય જણાવેલો હતો.
(૧૧) કલ્યાણ પ્રવાદ પૂર્વ એમાં ૬૩ શલાકા પુરુષનાં જીવને વર્ણવેલાં હતાં.
(૧૨) પ્રાણવાદ પૂવ–એમાં ઔષધો તથા રસાયણો સંબંધી સૂક્ષ્મજ્ઞાન ભરેલું હતું.
(૧૩) ક્રિયા વિશાલ પૂર્વ–એમાં સંગીત વાદ્યકળા તથા ધર્મક્રિયાઓનું વર્ણન હતું.