________________
૧૭૯
(૫) વિવાહ પ્રજ્ઞપ્તિ-આ સૂત્રને ભગવતી સૂત્ર પણ કહેવામાં આવે છે. તે અગિયાર અંગમાં સહુથી મોટું છે અને તેમાં વિવિધ વિષયનું સૂક્ષ્મ ચર્ચા રૂપે ૩૬૦૦૦ પ્રશ્નોની યેજના થયેલી છે. ઈતિહાસની દૃષ્ટિએ અવકન કરનારને પણ તેમાંથી ઘણું ઘણું નવું જાણવાનું મળે તેમ છે.
(૬) જ્ઞાતાધમ ક્યાંગ-એમાં ઉદાહરણ તથા કથાઓ દ્વારા ધર્મને ઉપદેશ આપવામાં આવ્યો છે.
(૭) ઉપાસક દશાંગ-એમાં ભગવાન મહાવીરના દશ ઉપાસકોનાં જીવન ચરિત્ર સંગ્રહાયેલાં છે.
(૮) અંતકૃત દશાંગ–એમાં અંતકૃત-કેવલી થઈને મેક્ષે જનારા યદુવંશી યાદ વગેરેનું વર્ણન છે.
(૯). અનુત્તરપપાતિક દશાંગ-એમાં દીક્ષા લઈ, તપ કરી અનુત્તર દેવગતિ પ્રાપ્ત કરનાર જાલિ, માયાલિ, ઉવયાલિ વગેરે મુનિઓની જીવન કથાઓ છે.
(૧૦) પ્રશ્ન વ્યાકરણાંગ-એમાં આશ્રય-સંવરનું વર્ણન છે.
(૧૧) વિપાક સૂત્રાંગ–એમાં કવિપાકના પરિણામે ભેગવવાં પડતાં સુખ દુઃખનું વર્ણન છે.
બારમું અંગ દષ્ટિવાદ હાલ વિચ્છેદ પામ્યું છે પણ તેનું જે વર્ણન પ્રાપ્ત થાય છે, તેના પરથી કહી શકાય કે તેના પાંચ ભાગે નીચે પ્રમાણે હતા. (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પૂર્વગત, (૪) અનુયાગ અને (૫) ચૂલિકા. તેમાં પરિકમના ૭ પ્રકારે બતાવ્યા હતા, સૂત્રના ૨૨ પ્રકારે બતાવ્યા હતા પૂર્વના ૧૪ પ્રકારે બતાવ્યા હતા, અનુગના ૨ પ્રકારે બતાવ્યા હતા અને ચૂલિકા પ્રથમના ચાર પૂર્વો પર હતી. તેમાં પૂર્વ સાહિત્ય ઘણું વિશાળ હતું અને તેમાં અનેક વિદ્યાઓ તથા ગૂઢ બાબતોનું વર્ણન કહેલું હતું. તેના નામો તથા વિષયો નીચે મુજબ સમજવા