________________
કરતી વખતે પદવ્યત્યાસ ન થવા દેવો એ તદુભય છે તેની શુદ્ધિ ન જળવાય તે પણ અનર્થ થવા સંભવ છે. દશનાચાર.
અહીં દર્શન શબ્દથી સમ્યકત્વ અભિપ્રેત છે. તેની શુદ્ધિ માટે જે આ નિયમો પ્રતિષ્ઠિત થયેલા છે, તેને અહીં દર્શનાચાર સમજવાના છે. તે આઠ નિયમોનાં નામ નીચે મુજબ છેઃ (૧) નિ:શકિતા, (૨) નિષ્કાંક્ષિતા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢદષ્ટિ, (૫) ઉપખ્રહણ, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય, અને (૮) પ્રભાવના
૧, નિઃશકિતા ઃ જિનવચનમાં શંકા કરવી નહિ. અહીં મુમુક્ષુ એ વિચાર કરે કે
वीतरागा हि सर्वज्ञाः मिथ्या न ब्रुवते कचिद् यस्मातू तस्मात् वचस्तेषां तथ्य भूतार्थ दर्शनम्
વિતરાગે ખરેખર સર્વજ્ઞ છે. તેઓ કદી પણ મિથ્યા બોલતા નથી; તેથી તેમનું વચન તથ્ય છે, અને જગતના સ્વરૂપનું સત્ય દર્શન કરાવનારું છે.”
૨ નિષ્કાંક્ષિતાઃ અન્ય મતની ઈચ્છા કે અભિલાષા કરવી નહિ. અહીં મુમુક્ષ એવો વિચાર કરે, કે જે જિનેશ્વર દેવોએ કહ્યું છે તે જ સત્ય છે, તેજ આચરવા ગ્ય છે, અને તે જ મુકિત મંદિરે પહોંચાડનાર છે. તેથી મારે બીજા મતથી સયું. ઘેબરનું ભોજન મૂકીને કાંગ ફુસકાનું ભજન કોણ કરે?
૩, નિર્વિચિકિત્સા ? સાધુ સાધ્વીનાં વસ્ત્ર કે ગાત્રો મલિન જોઈને તેની જુગુપ્સા પણ કરવી નહિ. તેમજ મતિને વિભ્રમ થવા દે નહિ, શ્રી જિનેશ્વર દેવે આત્મ વિકાસ માટે જે જે સાધના બતાવી છે તેનું કૃળ મળશે કે નહિ.” એ સંદેહ ઉત્પન્ન થવો તેને અહીં મતિ વિભ્રમ સમજવાનો છે.