________________
नमो नमः श्री प्रभुधर्मसूरये
- આમુખ જૈન ધર્મ પરિચયને આ બીજો ભાગ છે. જેમની અસીમ કૃપાથી આ પુસ્તકનું આમુખ લખવા પ્રેરાયો છું. તે પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજીને વન્દન કરી હું આજે લેખનકાર્યના મંગળ માર્ગે પ્રસ્થાન કરું છું.
આજે જેમ ભૌતિકવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે, તેમ કેલેજમાં ભણતા વિદ્યાથીને, ભણું ચુકેલા ઓફીસર પ્રોફેસરને તેમજ શ્રીમંતને પણ જૈન ધર્મનું રહસ્ય જાણવાની ઉત્કંઠા ખૂબ વધી છે. એનું જ આ પરિણામ છે કે જુદાજુદા લેખકે દ્વારા સુન્દર અને સરળ ભાષામાં જૈન ધર્મને સમજાવતાં પુસ્તકો પ્રકટ થયા છે. અને થતાં જાય છે, તેમાંનું આ એક સફળ પ્રકાશન છે.
એક બાજુ આ પુસ્તકના લેખક શતાવધાની સિદ્ધિ હસ્ત ભાઈ ધીરજલાલ ટોકરશી શાહ છે જેમનું આખું જીવન જ્ઞાનમય અને લેખનમય રહ્યું છે.
ત્યારે બીજી બાજુ આવા પુસ્તકને પ્રકાશિત કરાવવાની પ્રબલ ભાવના રાખનાર, અને જૈન પંડિતોને સક્રિય પ્રોત્સાહન આપી તેમની કલાને ખીલવનાર છેઃ- આચાર્ય ભગવંત, સમ, શમ, અને શ્રમ પ્રધાન, દયાળુવચ્ચે શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ,