________________
આ રીતે ઉભા રહીને કાર્યોત્સર્ગ કરતી વખતે નીચેના ૧૯ દોષો પૈકી કેાઈ દોષનું સેવન ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે ૧. ઘટકદોષ ઘોડાની પેઠે એક પગ ઊંચે રાખ કે વાંકે
રાખવો તે. ૨. લત્તાદેષ- વાયુથી લતા કંપે, તેમ શરીરને કંપાવવું તે. ૩. ખંભાદિ દેજ- થાંભલા વગેરેને એડીંગણ દઈને ઉભા
રહેવું તે. ૪. માલદોષ ઉપર મેડી અથવા માલ હોય તેને મસ્તક ટેકવીને
ઉભા રહેવું તે. ઉધિદોષ- ગાડાના ઊધની પેઠે પગના અંગૂઠા તથા પાની
મેળવીને ઉભા રહેવું તે. ૬. નિગડદોષ– નિગડમાં પગ નાખ્યા હોય તેની માફક પગ
પહોળા રાખવા તે. શબરીદેષ- નગ્ન ભીલડીની પેઠે ગુહ્ય સ્થાનકે હાથ જોડી
રાખવા તે. ૮. ખલિણદોષ- ઘેડાના ચાકડાની પેઠે રજોહરણ રાખી ઉભા
રહેવું તે.
વધુદોષ– નવપરિણીત વધૂની પેઠે માથું નીચું રાખવું તે. ૧૦ લત્તરદેષ– નાભિની ઉપર અને ઢીંચણથી નીચે જાનુ
સુધી લાંબુ વસ્ત્ર રાખવું તે. (જૈન સાધુઓને નાભીથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઉપર ચલપટ્ટો પહેરવાનું
વિધાન છે. તેને લક્ષમાં રાખીને આ દેષ કહે છે.) ૧૧. સ્તનદોષ- ડાંસ મચ્છરના ભયથી, અજ્ઞાનથી અથવા લજજાથી
હદયને આચ્છાદિત કરી સ્ત્રીની પેઠે ઢાંકી રાખવું તે.
૯.