________________
૧૧૮
તો માંસભક્ષણને જ પસંદ કરીએ છીએ. તેમને એટલું જ કહેવાનું કે “આ તો એક જાતનો ભ્રમ માત્ર છે. તેની પાછળ પુરાવાનું કઈ બળ નથી. વનસ્પત્યાહારી કે શાકાહારીને ઘી, દૂધ, તથા અન્ય સાત્વિક ખેરાકમાંથી જે બળ મળે છે, તે અસાધારણ હોય છે, અને તેના લીધે તેઓ ધાર્યા કામ પાર પાડી શકે છે, મંત્રી વિમળશાહ, મંત્રી વસ્તુમાલ, મંત્રી તેજપાળ, વીર ભામાશાહ, વગેરે શુદ્ધ વનસ્પત્યાહારી હતા. તેમ છતાં તેમનામાં અસાધારણ બળ હતું અને તેના લીધે તેઓ અનેક લડાઈઓમાં વિજય મેળવીને પરાક્રમી તરીકે પંકાયા હતા. પશુએ તરફ નજર કરે તે ત્યાં પણ આવી જ સ્થિતિ નજરે પડશે. હાથી, ઘડે. સાંઢ વગેરે માત્ર વનસ્પતિનું ભક્ષણ કરવા છતાં કેટલા બધા બળવાન છે ? અહીં કે એમ કહે કે “એ બધા બળવાન છે ખરા, પણ સિંહ વાઘ તેમને મહાત કરી દે છે, કારણ કે તેઓ એનાથી વધારે બળવાન છે. અને તે બળ એમને માંસાહારમાંથી પ્રાપ્ત થાય છે. તે એ સર્વથા સાચું નથી, હાથીઓએ સિંહ અને વાઘને પગ તળે ચગદીને સંઢ વડે ચીરી નાખ્યાના દાખલાઓ પણ અનેક જોવામાં આવે છે. એટલું જ નહિ પણ સૌરાષ્ટ્રના ગીર જંગલે કે જ્યાં સિંહની વસ્તી સારા પ્રમાણમાં જણાય છે. ત્યાં ભેંસો એટલી મજબુત હોય છે, કે તે સિંહને સામને સારી રીતે કરી શકે છે, અને તેથી સિંહ એનાથી બીએ છે. એટલે માંસભક્ષણથી બળવાન બનાય છે, એ ભ્રમ મનમાંથી કાઢી નાખવું જોઈએ.
- માંસભક્ષણથી જડતા વધે છે, તમે ગુણમાં વધારે થાય છે, અને મનનાં પરિણામે જલદી હિંસક બને છે, એ કોનાથી અજાણ્યું છે ?
જૈન મહર્ષિઓ કહે છે કે પ્રાણીના મરણ પછી તરત જ માંસમાં સંમૂર્છાિમ છની ઉત્પત્તિ થાય છે, એટલે તે દૂષિત બને છે, તેથી નરકના ભાતા જેવા માંસનું ભક્ષણ કેણ કરે ? અર્થાત કોઈ સુજ્ઞ પુરૂષ તો ન જ કરે.