________________
એ બેલ
જૈન ધર્મ પરિચય એ સુભાષિત નામથી જ આ પુસ્તકના “ વિષયને સમજી શકાશે.
- જગતના નવે તમાં સર્વ સાર રૂ૫ એક મેક્ષતત્ત્વ છે. તેની પ્રાપ્તિ જૈન ધર્મની આરાધના વિના કદાપિ કાલે થતી નથી. તેથી જૈન ધર્મને જીવનમાં ઉતારવા પહેલાં તેનું જ્ઞાન કરવું તેને સમજ તે અત્યાવશ્યક છે.
જૈન ધર્મના જ્ઞાન માટે ગણધર ભગવંતાદિનાં રચેલાં અનેક આગમસૂત્રે છે. અને તેમાંનાં ઘણાં આજે ઉપલબ્ધ પણ છે. પરંતુ આગમ વિગેરે અર્ધમાગધિ આદિ ભાષામાં હાઈ બાલ છે તેનું જ્ઞાન કરી શકે નહીં. અને તેથી ઈષ્ટ સિદ્ધિ સાધી શકે નહીં.
આવા બાલજીવોને જૈન ધર્મનો પરિચય કરાવવા માટે જૈન ધર્મના મૌલિક વિષયોને સમજાવતું એક પુસ્તક ગુજરાતી ભાષામાં હેય તે તે બહુ ઉપયોગી થઈ પડે.
પૂજય આચાર્યદેવશ્રીએ આ માટે સાંગે પાંગ લેજના કરી આ પુસ્તકને મૂર્ત સ્વરૂપ આપવા નિર્ધાર કર્યો. અને તે પુસ્તકની દ્રવ્ય સહાયતા માટે પૂજ્ય શ્રી લબ્ધિવિજયજી મ. ની પ્રેરણાથી “સહાયક નામાવલિ પણ તૈયાર થઈ ગઈ.
પુસ્તક તૈયાર કરવાનું કાર્ય પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહને સેંપવામાં આવ્યું. સર્વ સામગ્રી તૈયાર થતાં આ પુસ્તકને પહેલે ભાગ સંવત ૨૦૧૪માં છપાવવામાં આવ્યો હતો. ત્યારપછી બીજા ભાગનું પણ મેટર તૈયાર થઈ ગયું હતું. પરંતુ પ્રેસ