________________
૫૮
(૫) લેલે કચુર (૬) શતાવરી, () બિરલિકા, (ભાં કહેલું), (૮) કુંવાર, (૯) શેર, (૧૦) ગળે, (૧૧) લસણ, (૧૨) વાંસકારેલા, (૧૩) ગાજર, (૧૪) લૂણી, (૧૫) પદ્મિની કંદ, (૧૬) ગરમર, (૧૮) કુંપલે, (સર્વ વનસ્પતિનાં ઉગતાં પાંદડાં) (૧૮) ખીરસુરાકંદ, (૧૯) ઘેગ, (૨૦) લીલી મેથ, (૨૧) ભમરછાલ, (૨૨) બિલ્ડે (કંદની એક જાત), (૨૩) અમૃત વેલ, (૨૪) મૂળો, (૨૫) બિલાડીના ટોપ (૨૬) અંકુરા, (૨૭) વથુલાની ભાજી, (વત્થલા પ્રથમ વારને અનંતકાય છે, પણ વાઢ્યા પછી ફરી ઉગેલ ન હોય તો નહીં) (૨૮) પલંક શાક, (૨૯) શુકરવાળ (જંગલી વેલો.) (૩૦) કુણી આમલી, (ચૂકે ન બંધાયે હેય ત્યાં સુધી.) (૩૧) આલુ, (સતાલુ, પીંડાલું વગેરે) (૩૨) કૂણું ફળ.
(૩) બને તે દશ પર્વ, નહિ તે પાંચ પવી લીલેતરીને ત્યાગ કરે. અહીં દશર્વીથી ૨ બીજ, ૨ પાંચમ, ૨ આઠમ, ૨ એકાદશી તથા ૨ ચતુર્દશી અને પાંચ પર્વોથી સુદિ પાંચમ, ૨ આઠમ અને ૨ ચતુર્દશી સમજવાની છે.
(૪) રાત્રિ ભોજન કરવું નહિ. (૫) ચૂલે જે–પૂંછને પછી જ સળગાવ. (૬) જગા પૂજણીથી સાફ કરીને પછી જ ઉપયોગમાં લેવી. (૭) છાણ-અડાયાં કે લાકડાં વગેરે જોઈને જ વાપરવાં. (૮) પાણી ગાળીને જ વાપરવું. (૯) અનાજ બરાબર સાફ કરીને પછી જ ઉપયોગમાં લેવું.
(૧૦) ઘી, તેલ, તેમજ દૂધ, દહીં, વગેરેનાં વાસણે ઉઘાડ રાખવા નહિ.
(૧૧) વાસી અન્ન વાપરવું નહિ, કારણ કે તેમાં લાળિયા નામના બેઈદ્રિય જીવ ઉત્પન્ન થાય છે.
(૧૨) એઠું મુકવું નહિ. બને ત્યાં સુધી થાળીમાં જ જમવું