SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ મહર્ષિ આ દાનનું ર તિનાં સમજી લે તીર્થકર થઈ મોક્ષ પામ્યા. જ્યારે મમ્મણ નામના શેઠ પાસે નિરંતર વ્યવસાયના ફળરૂપે કોડેની મિલકત હતી. પણ તેણે કોઈને ઉલ્લાસથી દાન દીધું નહિ. ચમડી તૂટે પણ દમડી ન તૂટે એ એની નીતિ હતી. શાસ્ત્રકારના શબ્દોમાં કહીએ તે તેને પિતાની મિક્ત પર અત્યંત મૂછ હતી. પરિણામે મૃત્યુ બાદ ઘર નરકમાં ઉત્પન્ન થયો અને કલ્પનાતીત દુખે ભેગવવા લાગ્યો. આવાં દૃષ્ટાંત પાંચ-પચ્ચીસ નહિ, સો-બસો નહિ, પણ હજારે અને લાખોની સંખ્યામાં પ્રાપ્ત થાય છે. તેથી જ જેન મહર્ષિઓએ કહ્યું છે કે વ્યવસાયનું ફળ વૈભવ છે, વૈભવનું ફળ દાન છે, અને દાનનું ફળ મોક્ષ તથા વર્ગની પ્રાપ્તિ છે, દાનના અભાવે વ્યવસાય અને વૈભવ દુર્ગતિનાં કારણ બને છે. દાન કોને કહેવાય ? તે પણ બરાબર સમજી લેવું જોઈએ. માત્ર દેવું તે દાન નથી. એ રીતે તે માછીમારને અપાયેલી જાળ કસાઈને અપાયેલ છે અને ગુંડાને અપાયેલી રીવોલ્વર પણ દાનમાં જ લેખાય. અથવા પારકાની વસ્તુ પડાવી લઈને બીજાને આપી દેવી એ પણ દાન નથી. એ રીતે તે ચોરી કરીને મેળવેલ કે લૂંટફાટથી તફડાવેલે માલ બીજાને વહેંચી દે તે પણ દાન કહેવાય. તે જ રીતે જે વસ્તુ પિતાની હોય પણ અનુગ્રહ બુદ્ધિ વિના બીજાને આપવામાં આવે તેને પણ દાન કહી શકાય નહિ. એ રીતે તે પોતાના ઘરને કચરે-પૂજે કે એઠવાડ બીજાને આપી દેવો તે પણ દાન કહેવાય, અને પોતાના ઘરમાં સાપ નીકળ્યા હોય તે બીજાના હાથમાં પકડાવી દે તેને પણ દાનજ કહેવું પડે, તાત્પર્ય કે વિવેકવાળી અનુગ્રહ બુદ્ધિથી પિતાની વસ્તુ બીજાને અર્પણ કરવી તેને જ સાચું દાન કહેવાય અને તેની જ અહીં પ્રશંસા છે. જૈન મહર્ષિઓએ દાનના ચાર પ્રકાર માન્યા છે. નળ
SR No.022955
Book TitleJain Ddharm Parichay Part 02
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherVanechandbhai Avichal Mehta
Publication Year1962
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy