________________
પ્રકરણ સાતમું
ભાવ ભાવની ભવ્યતા પ્રકટ કરવા માટે જૈન મહર્ષિઓએ એક સુંદર ગાથા કહી છે:
तक्कविहूणो विज्जो, लकरवणहीणो अ पंडिओ लाए। भावविहूणो धम्मो, तिन्नि वि नूणं हसिज्जंति ॥
તર્ક વિહીન વૈદ્ય, લક્ષણ વિહીન પંડિત. અને ભાવ વિહીન ધર્મ એ ત્રણે આ જગતમાં ખરેખર હાંસીને પાત્ર થાય છે.
આ વસ્તુ થોડા વિવેચનથી સ્પષ્ટ કરીએ. વૈદ્યનો વ્યવસાય જ એવો છે કે તેમાં તર્કની વિશેષ જરૂર પડે. પ્રથમ રોગ પારખતી વખતે તર્ક કરવો પડે છે, પછી ઔષધ આપતી વખતે તર્ક કરે પડે છે, અને છેવટે દર્દીની હાલત જાણવા માટે પણ તર્ક કરો પડે છે. તેથી જે મનુષ્યમાં તર્કની શકિત નથી, ઊંડે વિચાર કરવાની આવડત નથી. તેના હાથે ગંભીર ભૂલ થવાની કે છબરડા વળવાની સંભાવના છે, અને તેમ થતાં દુનિયા તેને જરૂર હસે છે.
પંડિતનું કાર્ય જ એવું છે કે તેમાં સારા લક્ષણોની અર્થાત ચારિત્રની વિશેષ જરૂર પડે છે. તે લોકોને સારા થવાનો ઉપદેશ આપતે હોય, અને તે માટે અનેક વિધ યુકિતઓ (દલીલે) આગળ ધરતે હોય પણ તેના પિતાના ચારિત્રમાં ઠેકાણું ન હોય તે લકે તેની જરૂર હાંસી કરે.