________________
નેત્ર, મુખ, કાન અને મસ્તક એ ધ્યાન કરવાનાં સ્થાન છે. આ સ્થાને પૈકી કઈ પણ એક સ્થાને મનને લાંબો વખત સ્થાપન કરવાથી સ્વસંવેદન થાય (પ્રતીતિ થાય) એવા અનેક પ્રત્યે ઉત્પન્ન થાય છે.
શ્રી મહાવીર પ્રભુએ સાધનાકાળ દરમિયાન એક માટીના ઢેફ પર અનિમેષ દૃષ્ટિ રાખીને આખી રાત્રિ વ્યતિત કરી હતી એ બીના પ્રસિદ્ધ છે. અધ્યાત્મ અને ભાવના
અહીં એ વાતની સ્પષ્ટતા કરવી જોઈએ કે જૈન શાસ્ત્ર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણાના સ્થાને અધ્યાત્મ અને ભાવના એ બે શબ્દોને જ વિશેષ પ્રયોગ કરે છે અને તેમાંથી ધ્યાનસિદ્ધિ ખૂબ સરળતાપૂર્વક થાય છે, એમ માને છે. તે માટે ગબિન્દુમાં કહ્યું છે કે
अध्यात्म भावनाऽऽध्यान समता वृत्तिसंक्षयः। मोक्षेण योजनाद्योग एष श्रेष्ठा यथोत्तरम् ।
અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય મોક્ષમાં જોડાનારા હેવાથી યોગ કહેવાય છે. યોગની આ પાંચે ભૂમિકા ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે, અર્થાત્ અધ્યાત્મથી ભાવના પ્રગટે છે, આધ્યાનથી સમતા પ્રકટે છે અને સમતાથી વૃત્તિઓનો સંક્ષય થતાં પરમાત્મદશા પ્રાપ્ત થાય છે કે જે દરેક યોગસાધકનું અંતિમ લક્ષ્ય છે.
અહીં અધ્યાત્મ અને ભાવના શબ્દથી જૈન શાસ્ત્રોને શું અતિપ્રેત છે? એને ઉત્તર એ છે કે અપ્રમત્ત –અપ્રમાદી બનીને સન્માર્ગમાં પ્રવૃત્તિ કરવી તેને જૈન શાસ્ત્રો અધ્યાત્મ કહે છે અને જે ચિંતન મનન વડે ભાવની શુદ્ધિ થાય છે, તેને ભાવના કહે છે. તેના મુખ્યત્વે બાર પ્રકારે માનવામાં આવ્યા છે. આ પુસ્તકના પ્રથમ ભાગમાં નવ તત્વના વિવેચન પ્રસંગે સંવરતત્ત્વના વિવેચનમાં આ