SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ભાભાર હિસા ભરેલી છે. ખીજી રીતે વિચાર કરીએ તે ચેરી કરનાર નિપ્રતિદિન નિય થતા જાય છે અને કાઈ તેનેા સામને કરે ા તેના પર જીવલેણુ ધા કરવાનું ચૂકતા નથી. તાત્પર્ય કે ચેારીના ધંધામાં અનેક નિર્દેશનાં ખૂન કરવાના પ્રસંગ પણ આવી પડે છે. આથી વધારે નિદ્ય ખીજું શું હોઈ શકે? જેને ચેારી કરવાની ટેવ પડી છે તે પેાતાની ચેારી છૂપાવવા માટે નૃ ુ મેલે છે, અનેક જાતની બનાવટા કરે છે અને બીજાને માથે પાતાને દોષને ટાપલેા ઓઢાડી દેવામાં પણ પાછી પાની કરતા નથી. વળી તેને જુગાર ખેલવાનુ દિલ થાય છે, માંસભક્ષણ અને મદિરાપાનમાં મેાજ આવે છે. કાઇ સ્ત્રીની લાજ લૂંટતાં જરાએ ખચકાર થતા નથી અને વારવાર વેશ્યાગમન કરે તે જ તૃપ્તિ થાય છે. આને આપણે અધમતાની અવધિ સિવાય ખીજું શુ કહી શકીએ ? ચેરી કરવાની આદત એટલા ખૂરી છે કે તે શિખામણથી છૂટતી નથી, માર ખાવાથી મટતી નથી · અનેક પ્રકારનાં અપમાન સહન કરવા છતાં દૂર થતી નથી એટલું જ નહિ પણ જેલની ભયંકર યાતનાઓ પણ તેને અલગ કરી શકતી નથી. એવા દાખલા જોવામાં આવ્યા છે કે ચેારી માટે સાત વર્ષની સખ્ત મજૂરી સાથેની જેલ ભાગવનારે બીજા જ દિવસે ચારી કરી હોય અને પાછી જેલયાત્રા વહેારી લીધી હોય. થેાડા વખત પહેલાં એક ચેારને તેત્રીશમી વાર ચેરી કરવા માટે પંદર વર્ષની સખ્ત મજૂરી સાથેની જેલ થઇ હતી તે શું સુચવે છે? ચારીને શાસ્ત્રીય પરિભાષામાં અદત્તાદાન કહેવામાં આવે છે, કારણ કે તેમાં માલીકે પેાતાની રાજીખુશીથી ન આપી હેાય તેવી વ તુ લઇ લેવાની ક્રિયા મૂખ્ય હોય છે. તે અનેક રીતે અનેક સ્વરૂપે દેખાવ દે છે. કાઇ કાતરીને વસ્તુ કે વસ્તુ તફડાવે ખીસુ
SR No.022955
Book TitleJain Ddharm Parichay Part 02
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherVanechandbhai Avichal Mehta
Publication Year1962
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy