________________
' ૧૬૨
૪ મન:પર્યાવજ્ઞાન મનના પર્યનું આત્માને જે મર્યાદિત પ્રત્યક્ષજ્ઞાન થાય તે મન ૫ર્યવજ્ઞાન કહેવાય છે. તેના મુખ્ય બે પ્રકારો છેઃ અજુમતિ અને વિપુલમતિ. તેમાં મનોગત ભાવને સામાન્ય રીતે જાણવા તે ઋજુમતિ મનઃપર્યવજ્ઞાન છે, અને વિશેષ રીતે જાણવા ને વિપુલમતિ મનઃપર્યાવજ્ઞાન છે.
૫ કેવલજ્ઞાન કેલેકના ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાલીન સર્વ પર્યાનું જ્ઞાન થવું તે કેવલજ્ઞાન કહેવાય છે. તેના કોઈ ભેદ-પ્રભેદ નથી.
જે જ્ઞાન એ આત્માનો સ્વભાવ હોય અને કર્મના આવરણ પ્રમાણે જ તેમાં તરતમતા દેખાતી હોય તે કર્મને સંપૂર્ણ ક્ષય થયે પૂર્ણ જ્ઞાન અર્થાત કેવલજ્ઞાન પ્રકટવું જ જોઈએ. એમાં શંકાને કેઈ સ્થાન નથી. અથવા જ્ઞાન એ આત્માને સ્વભાવ નથી. અને તેના પર કર્મનાં આવરણોની અસર થતી નથી. એમ માનવું જિોઈએ, પણ એ બંને માન્યતા પ્રત્યક્ષ પ્રમાણથી વિરુદ્ધ જાય છે. એટલે જ્ઞાન એ આત્માને સ્વભાવ છે, અને તેમાં કર્મના આવરણ પ્રમાણે તરતમતા દેખાય છે, એમ માનવું જ સમુચિત છે. આ સ્થિતિમાં કેવલજ્ઞાન કે સર્વજ્ઞતાનો અપલાપ કરવો એ કંઈ બુદ્ધિ. માનને શોભતું ની.
આ રીતે મતિજ્ઞાનના ૨૮, શ્રુતજ્ઞાનના ૧૪, અવધિજ્ઞાનના ૬, મન:પર્યવજ્ઞાનના ૨, અને કેવલજ્ઞાનને ૧, ભેદ મળી જ્ઞાનના કુલ ૫૧ બેદે મનાય છે.
જ્ઞાનના આ ભેદપભેદેને વિશેષ બોધ ઈચ્છનારે શ્રી નંદીસૂત્ર તથા શ્રી વિશેષાવશ્યક ભાષ્ય અને તેની ટીકાઓ અવશ્ય જોવી.