________________
૧૬૧
સત્તિ પંચેન્દ્રિય છદ્મસ્થ આત્માઓનું જે શ્રુત તે સન્નિવ્રુત તે સિવાય એકેન્દ્રિયથી સમૂચ્છિમ પૉંચેન્દ્રિય સુધીના જીવાતું જે શ્રુત તે અસ'શિશ્રત.
એક વ્યકિતની અપેક્ષાએ શ્રુતજ્ઞાન આદિ અને અંતવાળું હાય છે, એટલે તે સાર્દિ અને સપવસિત કહેવાય છે. અને અનેક વ્યકિતની અપેક્ષાએ આદિ અને અંતરહિત હોય છે, એટલે અનાદિ અને અ૫ વસિત કહેવાય છે. તેને વિચાર જૈન મહષિઓએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વિસ્તારપૂર્વક કરેલા છે.
જેમાં સરખા પાઠ એટલે ગમા આવે તે ગમિકશ્રુત કહેવાય, અને જેમાં સરખા પાઠ એટલે ગમા ન આવે તે અગમિક શ્રુત કહેવાય.
જે શ્રુત શ્રી ગૌતમ સ્વામી આદિ ગણુધરાએ રચેલુ” દાદશાંગીમાં આવતું હોય તે અંગપ્રવિષ્ટ કહેવાય અને શ્રી ભદ્રબાહુ સ્વામી વગેરે ચતુર્દશ` પૂર્વધરાએ રચેલું હાય. તે અનંગ પ્રવિષ્ટ કહેવાય. આ રીતે શ્રુતજ્ઞાનના કુલ ૧૪ ભેદો મનાય છે. ૩ અવધિજ્ઞાન
રૂપી દ્રવ્યાના નિમિતથી આત્માને જે મર્યાદિત પ્રત્યક્ષજ્ઞાન થાય તેને અવિધજ્ઞાન કહેવાય છે, તેના મુખ્ય ભેદો ૬ છેઃ ૧, અનુગામી એટલે લેાચનની જેમ અવધિજ્ઞાની પુરૂષની સાથે જનારૂં. ૨, અનનુગામી એટલે સ્થિર દીપકની જેમ અવધિજ્ઞાની પુરૂષની સાથે નહિં જનારૂં. ૩, વર્ધમાન એટલે અનુક્રમે વૃદ્ધિ પામનારૂ ૪, ીયમાન એટલે યેાગ્ય સામગ્રીના અભાવે ઘટતું જનારૂં. ૫, પ્રતિપાતી એટલે થયા પછી પડી જનારૂં. અતે ૬, અપ્રતિપાતી એટલે થયા પછી નહિ પડનારૂ'. અર્થાત્ કૈવલજ્ઞાન પર્યંત પહોંચાડ નારૂ. અવિધજ્ઞાન દેવા અથવા નારકના જીવાને સહજ હોય છે અને મનુષ્યા તથા તિર્યંચાને લબ્ધિથી ઉત્પન્ન થાય છે.