Book Title: Jain Ddharm Parichay Part 02
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Vanechandbhai Avichal Mehta
View full book text
________________
સન્મતિતર્ક અને ન્યાયાવતાર, શ્રી. હરિભદ્રસૂતકૃત અને કાનજયપતાકા, વદ્દર્શન સમુચ્ચય, અને શાસ્ત્રવાર્તા સમુચ્ચય શ્રી. મલવાદીકા દ્વાદશાર નયચક્ર, કવિકાલસર્વજ્ઞ શ્રી. હેમચંદ્રાચાર્ય કૃત પ્રમાણ મીમાંસા અને અન્ય ગ વ્યવચ્છેદિકા, શ્રી. વાદિદેવ સૂરિકૃત, પ્રમાણનયતત્ત્વકાલંકાર, તેના પરની સ્યાદ્વાદ રત્નાકર ટીકા, શ્રી. મલિષેણ કૃત સ્યાદ્વાદમંજરી, શ્રી. રત્નપ્રભસૂરિકૃત રત્નાવતારિકા, શ્રીમદ્દ યશોવિજ્યજી ઉપાધ્યાયકૃત નપદેશ, "યરહસ્ય, નયપ્રદીપ, ન્યાય ખંડનખાદ્ય, ન્યાયાલેક, સ્યાદ્વાદ કલ્પ લતા, અસહસ્ત્રી, વગેરે સુંદર કૃતિઓ નજરે પડે છે. તેના પર રચાયેલું ટીકા સાહિત્ય પણ ઘણું વિશાળ છે.
તત્વને વિષય જોઈએ તે તેમાં શ્રી. ઉમાસ્વાતિ વિરચિત તત્વાર્થાધિગમ સૂત્ર, શ્રી. જિનભદ્રગણિક્ષમાશ્રમણ વિરચિત વિશેષાવશ્યક ભાષ્ય તથા જીવવિચાર, નવતત્વ અને પંચસંગ્રહ, કર્મ પ્રકૃતિ વગેરે કર્મવિષયક બહોળું સાહિત્ય આપણી દષ્ટિને આંજી નાખે છે.
ઉપદેશના વિષયમાં પણ અનેક કૃતિઓ આપણું ધ્યાન ખેંચે તેવી છે. જેમકે શ્રી. ધર્મદાસ ગણિ વિરચિત ઉપદેશમાલા. શ્રી, હરિભદ્રસુરિ વિરચિત ઉપદેશમદ, શ્રી. મુનિચંદ્રસૂરિ વિરચિત ઉપદેશ રત્નાકર, શ્રી. વિજયલક્ષ્મી રિવિરચિત ઉપદેશ પ્રાસાદ વગેરે..
કાવ્ય, કેષ, વ્યાકરણ, છંદશાસ્ત્ર અને અલંકાર શાસ્ત્રના વિષયમાં પણ જૈનાચાર્યોએ પોતાની અપૂર્વ પ્રતિભા પરિચય કરાવ્યો છે. કાવ્યમાં ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર, કાયમહાકાવ્ય, ધર્માન્યુદય કાવ્ય, નરનારાયણનંદ કાવ્ય, નલાયન મહાકાવ્ય, જૈનમેઘદૂત, નેમિદૂત, પરમાનંદ કાવ્ય, બાલભારત, રાઘવ પાંડવીય, શ્રી. શાંતિનાથ મહાકાવ્ય, હીરસૌભાગ્ય કાવ્ય વગેરે જાણીતી

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196