________________
૧૮૨
(૮) નિરયાવલી સૂત્ર–એમાં કેટલીક ઐતિહાસિક હકીકતને સંગ્રહ છે. મગધરાજ કેણિક અને વૈશાલિપતિ ચેટકરાજ વચ્ચે જે ભીષણ સંગ્રામ ખેલાય, તેનું વર્ણન આ સૂત્રમાં પ્રાપ્ત થાય છે.
(૯) કપાવતસિક સૂત્ર–એમાં કેટલાક રાજકુમારો દીક્ષા લઈ સ્વર્ગમાં ગયા તેની હકીકતે સંગ્રહાયેલી છે.
(૧૦) પુપિકા સુત્ર–એમાં દેવતાઓએ શ્રી મહાવીર ભગ વાનની પૂજા કરી વગેરે બાબતોનું વર્ણન છે.
(૧૧) પુષ્પચૂલિકા સૂત્ર-એમાં પણ લગભગ ઉપરના જેવી જ હકીય સંગ્રહાયેલી છે.
(૧૨) વૃ@િાદશા-શ્રી અરિષ્ટનેમિ ભગવાને વૃષ્ણિ વંશના દશ રાજાઓને જૈન ધમ બનાવ્યા એનું વર્ણન છે.
૧૦ પન્ના (૧) ચતુઃ શરણુ-એમાં અરિહંત, સિદ્ધ, સીધુ કેવલી એ ચારનાં શરણનો વિધિ બતાવે છે.
(૨) આતુર પ્રત્યાખ્યાન–એમાં જ્ઞાની ભગવંતોની અંતિમ અવસ્થાનું વર્ણન કરેલું છે.
(૩) ભક્ત પરિણા–એમાં ઉપર્યુકત વર્ણનની વિધિ બતાવેલી છે.
, (૪) સંતારક–એમાં નિર્વાણ સમયે અંગીકાર કરાતા સંસ્તારક (સંથારા)નું વર્ણન છે
(૫) તદુલ વૈતાલિક–એમાં શરીરને લગતી કેટલીક વિદ્યાએનું વર્ણન છે.
(૬) ચન્દ્રાવિજય-એમાં ગુરુ શિષ્યના ધર્મોનું વર્ણન છે. (૭) દેવેન્દ્રસ્તર–એમાં સ્વર્ગના ઇન્દ્રોની ગણના બતાવેલી છે.