________________
૧૮૧
(૧૪) લોક બિંદુસાર પૂર્વ-એમાં લોક સંબંધી તથા ગણિત સંબંધી ગૂઢ રહસ્ય ભરેલું હતું.
આ ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવનારા છેલ્લા જૈન મહર્ષિ શ્રી. ધૂલિભદ્રજી હતા.
૧૨ ઉપાંગસૂગ (૧) ઔપપાતિકસુત્ર–એમાં ભગવાન મહાવીરના દર્શનાર્થ મગધરાજ કેણિક ગયેલા તેનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે. તથા દેવલોકની પ્રાપ્તિ સંબંધી વિવેચન કરેલું છે.
(૨) રાજપ્રશ્રીય સૂત્ર-શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય કેશી ગણધરે પ્રદેશી રાજાને જૈન ધર્મ બતાવ્યો હતો. તે મૃત્યુ બાદ સૂર્યાભ નામનો દેવ થયે હતો. તેણે ઘણા સત્કાર પૂર્વક શ્રી. મહાવીર પ્રભુને વંદના કરી હતી. તેનું વર્ણન આ સૂત્રમાં પ્રાપ્ત થાય છે. તેમાં નાટય, સંગીત વગેરે અંગે ઘણી જાણવા જેવી માહિતી આપેલી છે,
(૩) જીવાભિગમ સૂત્ર–એમાં સમરત જીવસૃષ્ટિને સૂક્ષ્મ પરિચય આપવામાં આવ્યું છે.
(૪) પ્રજ્ઞાપના સુત્ર-એમાં જીવોને લગતી અનેકવિધ માહિતીનો સંગ્રહ છે.
(૫) સુર્યપ્રજ્ઞપ્તિ–એમાં સૂર્ય તથા ગ્રહોની ગતિ વગેરે સંબંધી વર્ણન છે.
(૬) ચન્દ્રપ્રજ્ઞપ્તિ-એમાં ચન્દ્ર તથા નક્ષત્ર મંડળ વગેરે સંબંધી વર્ણન છે. ખગોળની દૃષ્ટિએ આ બંને ગ્રંથો ખૂબ ઉપયોગી છે.
(૭) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ-એમાં જંબૂદીપ તથા પ્રાચીન રાજાઓ વગેરેનું વર્ણન છે.