________________
૧૩૬
સાધનામાં અગ્રેસર થયા. તવે મેક્ષ જાણવા છતાં તપથી કાયા કસી, ઘેર પરીષહ ઉપસર્ગ સમભાવે વેઠી લીધા. અપાર સહન શીલતા દાખવી પછી પરિકરમાં રહેવા અષ્ટ મહાપ્રાતિહાર્ય (ભાગ ૧,લે. પૃ. ૧૫૦) જોઈને તેમની કેવળી અવસ્થાનું ચિતન કરવામાં આવે છે. કે તેમણે ઉમે સાધના વડે અહંત પદ પ્રાપ્ત કર્યું અને અષ્ટ પ્રાતિહાય યુકત થયા. છેવટે તેમની પ્રશમ રસ નિમગ્ન પર્યકાસન સ્થિત કે પદ્માસન સ્થિત અવસ્થા જોઇને સિદ્ધઅવસ્થાનું ચિંતન કરવામાં આવે છે. કે છેવટે પ્રભુ આ અવસ્થાએ મુકિતમાં સીધાવ્યા, અને સિદ્ધ શિલાના અગ્રભાગે સિદ્ધ તરીકે બિરાજ્યા. ત્યાં તેઓ અનંતકાળ સુધી આ અવસ્થાએ જ રહેશે, તેમણે જગત પર કે અસાધારણ અનંત ઉપકાર કર્યો ! આપણે તેમના કેટલા બધા આભારી ! તેમનું આ જીવન આપણા માટે સંપૂર્ણ માર્ગ દર્શક બને છે.
જૈન સંઘે આ દેશમાં હજારો મંદિરે બાંધ્યાં છે. અને તેમાંનાં કેટલાંકને કલા સૌંદર્ય તથા ભવ્યતાને એ એપ આપ્યો છે, કે તે આજે સમસ્ત માનવ જાતિ માટે દર્શનીય વસ્તુ થઈ પડી છે.
આજનાં પ્રસિદ્ધ જૈન તીર્થો નીચે મુજબ છેઃ સૌરાષ્ટ્રમાં-શત્રુંજય ગિરનાર, તલાજા (તાલધ્વજ,) કદંબગિરિ, અજારા પાર્શ્વનાથ, (ઊના દેલવાડા) વગેરે.
કચ્છમાં –ભદ્રેશ્વર વગેરે.
ગુજરાતમાં:-શંખેશ્વર, શેરીસા, પાનસર, ભોયણ. તારંગા, ઇડર, કાવી, ગાંધાર, સ્થંભન પાર્શ્વનાથ (ખંભાત) ઝઘડીયાજી (નર્મદા તટ) વગેરે.
બૃહદ રાજસ્થાન-આબુ, કુંભારિયા, બામણવાડા, રાણકપુર, દધિ, કેશરિયાજી, સાચેર વગેરે.