________________
પ્રકરણ અગિયારમું
ષડાવશ્યક “ગીને અમુક પ્રકારને રોગ થાય છે, અને તે અમુક પ્રકારના ઔષધથી મટી શકે તેવો છે, એવું જ્ઞાન થયા પછી કોઈ પણ ઉપાયે તે ઔષધ મેળવવું પડે છે, અને તેને વિધિ પૂર્વક ઉપયોગ કરવો પડે છે, તે જ તે રોગ મટે છે; એટલે પરિણામની દષ્ટિએ ક્રિયાનું મહત્વ અધિક છે.
શાસ્ત્રશ્રવણ કે શાસ્ત્રાધ્યયનને પ્રસંગ પ્રાપ્ત થયો હોય અને તેમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતો સારી રીતે જાણી લોધા હોય. પણ તેને જીવનમાં ઉતારવાને કઈ પ્રયાસ થાય નહિ તો ભવરેગ ટળે શી રીતે ? તેથી જ અનુભવીઓને આખરી એલાન એવું કરવું પડ્યું છે કે વસ્તુ વિનિ પુરા = વિદ્વાન-જે પુરૂષ ક્રિયાવાન છે, એટલે જાણેલું અમલમાં મૂકે છે, તે જ સાચે વિદ્વાન છે.
જૈન મહર્ષિઓએ નવતત્વના સાર રૂપે સંયમ અને તપની ક્રિયાઓ આગળ કરી છે, અને તેની શુદ્ધિ-પુષ્ટિ માટે ષડાવશ્યકનું વિધાન કરેલું છે, એટલે પ્રત્યેક પાઠકે. તેનાથી પૂર્ણ પરિચિત થવું જોઈએ.
પ્રથમ ષડાવશ્યકને અર્થ વિચારીએ. તેમાં “પટ” અને “આવશ્યક એવા બે પદો (શબ્દો) આવેલા છે, એટલે ષટું આવશ્યકેનો સમૂહ તે ષડાવશ્યક એમ સમજવાનું છે. હવે પ’ શબ્દ છની સંખ્યાનો સૂચક છે. અને આવશ્યક શબ્દ પ્રતિદિન અવશ્ય કરવા યોગ્ય