________________
૧૬૮
અહીં એ સ્પષ્ટતા કરવી ઉચિત લેખાશે કે આ પાંચ પ્રકારે જેના વડે જીવન વ્યવહારને ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત થાય તેવી જ્ઞાનેન્દ્રિયના છે. - અહીં ઇન્દ્રિયેનો જે કમ દર્શાવવામાં આવ્યો છે તે વૃદ્ધિને ક્રમ સૂચવે છે. એટલે જેને એક ઈન્દ્રિય હોય તેને માત્ર સ્પર્શ. નેન્દ્રિય જ હોય, જેને બે ઇન્દ્રિયો હોય તેને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બે ઈન્દિર્યો હોય, જેને ત્રણ ઇન્દ્રિયો હોય તેને ઉપરની બે ઇન્દ્રિયો ઉપરાંત ધ્રાણેન્દ્રિય પણ હોય, જેને ચાર ઈન્દ્રિયો હોય તેને ઉપરની ત્રણ ઇન્દ્રિો ઉપરાંત ચક્ષુરિન્દ્રિય પણ હોય અને જેને પાંચ ઇન્દ્રિય હોય તેને ઉપરની ચાર ઈન્દ્રિો ઉપરાંત તેન્દ્રિય પણ હોય. | સ્પર્શનેન્દ્રિય કે જેને સામાન્ય રીતે ચામડી કહેવામાં આવે છે. તેના વડે મૂર્ત પદાર્થોના શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રક્ષ, મૃદુ, કર્કશ, ગુરુ અને લઘુ એ આઠ પ્રકારના સ્પર્શી જાણી શકાય છે. રસનેન્દ્રિય કે જેને સામાન્ય રીતે જીભ કહેવામાં આવે છે, તેના વડે મૂર્ત પદાર્થોના કડવા, તીખા, મીઠા, ખાટા અને તુરા એ પાંચ પ્રકારના રસો જાણી શકાય છે. ધ્રાણેન્દ્રિય કે જેને સામાન્ય રીતે નાક કહેવામાં આવે છે. તેના વડે મૂર્ત પદાર્થની સુગંધ કે દુર્ગધ જાણી શકાય છે. ચક્ષુરિન્દ્રિય કે જેને સામાન્ય રીતે આંખ કહેવાય છે. તેના વડે મૂત પદાર્થોના કાળા, લીલા, પીળા, રાતા અને ધોળા એ પાંચ પ્રકારના વર્ષો-રંગો જાણી શકાયૅ છે. અને શ્રેતેન્દ્રિય કે જેને સામાન્ય રીતે કાન કહેવાય છે, તેના વડે સચિત્ત અચિત્ત અને મિશ્ન એ ત્રણે પ્રકારના શબ્દો જાણી શકાય છે. ઘોડાનો હણહણાટ છવાના પ્રયત્નથી થયેલ છે, એટલે સચિત્ત છે, ઘડિયાળનો ટીક ટીક અવાજ નિર્જીવ પદાર્થથી થયેલ છે, એટલે અચિત્ત છે. અને મેરલીનો અવાજ જીવ તથા નિર્જીવ એમ બંનેના