Book Title: Jain Ddharm Parichay Part 02
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Vanechandbhai Avichal Mehta

View full book text
Previous | Next

Page 183
________________ ૧૭૮ આ આગ અર્ધમાગધી ભાષામાં રચાયેલાં છે. કે જે તે વખતની લોકભાષા હતી, અને અઢાર દેશની ભાષાના મિશ્રણ રૂપ હેઇ સર્વને સમજવામાં ઘણું સરળ પડતી હતી. આ આગમને અર્થ પ્રકાશવા માટે પ્રાકૃત ભાષામાં ભાષ્ય નિયુકત તથા ચૂર્ણિએ રચાયેલી છે, અને સંસ્કૃત ભાષામાં વિસ્તૃત ટીકાઓનું નિર્માણ થયેલું છે, આ રીતે મૂળ, ભાષ્ય, નિર્યુકિત, ચૂર્ણિ અને ટીકારૂપ શાસ્ત્રનાં જે પાંચ અંગો નિર્માણ થયાં તેને પંચાંગી કહેવામાં આવે છે. અને તેના આધારે જ જૈન ધર્મને હાલને વ્યવહાર ચાલી રહ્યો છે. આ આગમ સાહિત્ય ઘણું વિસ્તૃત છે, અને તેને સારી રીતે પરિચય આપવા માટે તે એક વિશાળકાય સ્વતંત્ર ગ્રંથની રચના કરવી પડે, એટલે અહીં તો તેના નામ અને તેમાં આવતા વિષને જ નિર્દેશ કરીશું. ૧૧ અંગસૂત્ર (૧) આચારાંગ-એમાં સાધુઓના આચાર, ગોચરીવિધિ, વિનય સંયમ તથા પાંચ આચાર વગેરેનું વર્ણન છે. (૨) સૂત્રકૃતાંગ-એમાં ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, અને વિનયવાદીઓના મળીને પાખંડીને ૫૬૩ ભેદ વિસ્તારથી વર્ણવ્યા છે અને શુદ્ધતત્ત્વનું નિરૂપણ કરેલું છે. - (૩) સ્થાનાંગ–એમાં એકથી દશ સંખ્યા સુધીના અનેક ભાવોનું સુંદર સ્વરૂપ દર્શાવેલું છે. (૪) સમવાયાંગ–એમાં એકથી સે પર્યન્તની સંખ્યાવાળા પદાર્થોને સંગ્રહ કરવામાં આવ્યું છે.

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196