________________
યથાર્થ પ્રતિપાદન થયેલું છે, એટલે તેમને સિદ્ધાન્ત' તરીકે ઓળખવામાં આવે છે, અને તેમાં આપ્ત વચનોનો સંગ્રહ છે. તથા તેના વડે વસ્તુતત્ત્વને સ્ફટ બોધ થાય છે, એટલે તેમને આગમx પણ કહેવામાં આવે છે.
આગમ એક કાળે ૮૪ હતા એવો પ્રવાદ છે, પણ હાલ તેની સંખ્યા ૪૫ની મનાય છે. અને તેને પાંચ ભાગમાં વિભકત કરવામાં આવે છે. તે આ પ્રમાણે
૧૧ અંગ (સૂ) ૧૨ ઉપાંગ (સૂત્રો) ૧૦ પન્ના (પ્રકીર્ણક સૂત્રો) ૬ છેદ સૂત્ર ૨ સૂત્ર (નંદી અને અનુયોગ.) ૪ મૂળસૂત્ર
૪૫
આ પીસ્તાલીશ આગમે પૈકી ૧૧ અંગસૂત્ર એ ગણધરની રચના છે. અને બાકીનાં બધાં રાત્રે સ્થવિર મહર્ષિઓની કૃતિ છે. અહીં એ પ્રશ્ન સંભવે છે કે ગણધરેએ તે દ્વાદશાંગી એટલે બાર શાસ્ત્રો રચ્યાં હતાં, અને અહીં અગિયારનો ઉલ્લેખ કેમ કરવામાં આવે છે? એનો અર્થ એ છે કે “ગણુધરે એ રચેલાં બાર શાસ્ત્રો પૈકી બારમું અંગ દષ્ટિવાદ વિછેદ ગયેલું છે. અર્થાત્ તેને નાશ થયેલે છે, એટલે હાલ ૧૧ અંગોને જ ઉલ્લેખ કરવામાં આવે છે. x आ-समन्ताद गम्यते वस्तुतत्वमनेनेत्यागमः आ मेरले સમસ્તપણે કે કુટતાથી અને તે એટલે જણાય છે વસ્તુતત્વ જેનાથી તે આગમ.