________________
૧૬૭
છે. ભવ્ય વાને મુકિત થતાં આ બે શરીરોને! અભાવ થાય છે, એટલે તેમની દૃષ્ટિએ સાન્ત છે. અને અલભ્ય જીવાતે મેાક્ષ થતા નથી. એટલે તેમની દૃષ્ટિષે તે અનંત છે.
એક આત્મા એછામાં ઓછા છે, અને વધારેમાં વધારે ચાર શરી। ધારણ કરી શકે છે, તેમાં એ હોય ત્યારે તેજસ અને કાણુ હોય છે. ત્રણ હાય ત્યારે તૈજસ કાણુ અને ઔદારિક અથવા તૈજસ કાણુ અને વૈક્રિય હોય છે. અને ચાર હોય ત્યારે તૈજસ કાણુ, ઔદારિક અને નૈષ્ક્રિય કે તેજસ, કાણુ, ઔદારિક અને આહારક હાય છે.
આ પાંચ શરીરે પૈકી પ્રથમનાં ચાર શરીરશ વડે ઉપભાગ એટલે સુખ દુઃખને અનુભવ, ધર્મ અધર્મની પ્રાપ્તિ, કર્મના બંધ તથા તેની નિર્જરા વગેરે થાય છે. અને છેલ્લા શરીર વડે તેવા ઉપભાગ થતા નથી, એટલે તે નિરુપભાગ કહેવાય છે. આને સ્પષ્ટ અર્થ એ છે કે અન્ય શરીરાની સહાય વિના ક્રાણુ શરીર ઉપરના પ્રયાજનેાતે સિદ્ધ કરી શકતું નથી.
ઇન્દ્રિયા
આવરણના અભાવ થતાં આત્મા સર્વ વસ્તુઓ જાણી શકે છે એટલે તેને સર્વ ઉપલબ્ધિનું પરમ ઐશ્વર્યાં છે. વળી જુદી જુદી સ્થિતિમાંથી પસાર થતાં તેને વિવિધ ભાવાને અનુભવ થાય છે, એટલે તેને પણ ઉપભાગનું પણ પરમ ઐશ્વર્ય છે. આમ ઉપલબ્ધિ અને ઉપભોગના પરમ અશ્વને લીધે આત્માને ઇન્દ્ર કહેવાય છે. તેનું જે લિંગ કે ચિન્હ તે ઇન્દ્રિય. તેના સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય એવા પાંચ પ્રકારે પ્રસિદ્ધ છે. તેમાં છઠ્ઠા પ્રકારના હજી સુધી ઉમેરો થયા નથી. એટલે તેનું વર્ગીકરણ કેટલું પૂર્ણ છે, તે સહેજે સમજી શકાય છે.