________________
આહારક કરતાં વૈક્રિય સ્થૂલ છે, અને ક્રિય કરતાં દારિક પૂલ છે.
ઔદારિક શરીર જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે. અને ઉત્કૃષ્ટથી એક હજાર યોજન કરતાં પણ કંઈક અધિક હોય છે. પ્રત્યેક વનસ્પતિકાયમાં આવું શરીર સંભવે છે.
વૈક્રિય શરીર જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું અને ઉત્કૃષ્ટથી એક લાખ યોજના અને ચાર આંગળવાળું હોય છે. શ્રી વિષ્ણુકુમારમુનિએ નમુચિનામના પ્રધાનની સાન ઠેકાણે લાવવા વૈક્રિય શરીર કર્યું હતું. તેની ઊંચાઈ આટલી હતી.
આહારક શરીર જધન્યથી એક હાથમાં કંઈક ઓછું અને ઉત્કૃષ્ટથી એક હાથ પુરું હેય છે.
તેજસ શરીર જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું અને ઉત્કૃષ્ટથી લોકાકાશ જેટલું હોય છે. કાર્પણ શરીરની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના પણ આટલી જ હોય છે, આ બંને શરીરની ઉત્કૃષ્ટ અવગાહના આટલી મોટી હોવાનું કારણ એ છે કે કેવલી ભગવંતે કાલાન્તરે ક્ષય કરવા યોગ્ય કર્મોનો શીધ્ર ક્ષય કરવા માટે પિતાના આત્મપ્રદેશ શરીર બહાર કાઢે છે, એટલે કે તેને સમુદ્દઘાત કરે છે, ત્યારે તૈજસ અને કાર્પણ શરીરેનું પ્રમાણ આટલું મોટું બને છે.
ઔદારિક શરીરની જધન્ય સ્થિતિ અંતમૂહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની હોય છે. મૂળ ક્રિય શરીરની જધન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની હેય છે, તથા ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધ માસની હોય છે. આહારક શરીરની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે તેજસ અને કાર્પણ શરીરે જીવની સાથે પ્રવાહ રૂપથી અનાદિ સંબંધવાળા