________________
૧૬૪
શબ્દ ઉરલ, ઉરાલ કે એરાલ પરથી બનેલો છે. તેમાં ઉરલનો અર્થ વિરલ છે, એટલે આ શરીર અન્ય શરીરોની અપેક્ષાએ સ્વલ્પ પ્રદેશવાળું હોવાથી ઘન નહિ પણ વિરલ પ્રદેશી છે, એમ સમજવાનું છે. ઉરલનો અર્થ ઉદાર થાય છે, એટલે તે ઉદાર–ઉત્કૃષ્ટ પુગલનું બનેલું છે, અથવા અન્ય શરીરની અપે. ક્ષાએ ઉચ્ચ સ્વરૂપવાળું છે, એમ સમજવાનું છે; અને ઓરાલનો અર્થ હાડ-માંસ થાય છે. એટલે આ શરીરમાં હાડ-માંસ વગેરે સંભવે છે, એમ સમજવાનું છે. માખીનું, મયનું, મર્કટનું કે મનુષ્યનું દશ્ય શરીર આ પ્રકારનું છે.
જે શરીર વિદિયા પામે તે વૈક્રિય કહેવાય. નાનામાંથી મોટું થવું, મોટામાંથી નાનું થવું, પાતળામાંથી જાડું થવું, જાડામાંથી પાતળું થવું, અથવા એક રૂપમાંથી અનેક રૂપ ધારણ કરવાં અને અનેક રૂપમાંથી એક રૂપ ધારણ કરવું તેને શાસ્ત્રીય પરિભાષામાં વિક્રિયા-વિવિધ ક્રિયા કહેવામાં આવે છે. દેવો નારકને આવું
શરીર ઉત્પાત એટલે જન્મથી જ હોય છે. અને મનુષ્યને તથા તિને વિશિષ્ટ લબ્ધિન યોગે પ્રાપ્ત થઈ શકે છે.
જે શરીર વિશુદ્ધ પુદ્ગલેનું બનેલું અને અવ્યાઘાતી હોય તે આહારક કહેવાય. આ શરીરની સંભાવના માત્ર મનુષ્યમાં જ છે, અને તેમાં પણ ચતુર્દશ પૂર્વધરમાં જ છે. જ્યારે તેમના મનમાં તત્ત્વવિષયક હોઈ સૂમ સંદેહ ઉત્પન્ન થાય, અથવા તીર્થંકરની ઋદ્ધિ જોવાની અભિલાષા જાગે ત્યારે જુદા આહારક પુદ્ગલે લઈ એક હાથ જેટલું આ પ્રકારનું શરીર બનાવે છે, જેમાં તેમના આત્મપ્રદેશે વ્યાપેલા હોય છે, અને જેને સંદેહનો ઉત્તર લેવા તીર્થકર કે કેવલી ભગવંત આગળ મોકલે છે. આ ક્રિયા આંખના પલકારામાં બની જાય છે, એટલે પ્રશ્ન પૂછનારને એમ નથી લાગતું કે મને પ્રશ્નનો ઉત્તર મળતાં વિલંબ થયો છે.