________________
૧૬૫
જે શરીર તેજસૂથી બનેલું હોય કે તેજોમય હોય તે તેજસ કહેવાય. અહીં તેજસૂ શબ્દથી ઉપમાવાળા પુદ્ગલ સમજવાના છે. કે જે ખાધેલા ખોરાકનું પાચન કરે છે, અને તેજલેસ્યા મૂકવામાં નિમિત્ત ભૂત થાય છે.
જે કર્મ સમૂહ આત્મપ્રદેશમાં એકતા પામેલા છે, તે કાર્પણ શરીર કહેવાય
છેલ્લાં બે શરીર એટલે તેજસ અને કાર્પણુ દરેક સંસારી આત્માને અવશ્ય હોય છે, અને જ્યાં સુધી કર્મનો સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી હરહાલતમાં તેની સાથે જ રહે છે. આમાં જ્યારે એક શરીર છોડી બીજું શરીર ધારણ કરવા માટે ગતિ કરે છે, ત્યારે પણ આ બે શરીરે તેની સાથે જ હોય છે.
આ પાંચ શરીરમાંથી ઔદારિક વૈક્રિય, અને આહારક સેન્દ્રિય અને સાવયવ છે, એટલે તે ઇન્દ્રિયોવાળું અને અવયવાળું હોય છે. અને તૈજસ નથી. કાર્મણ નિરિન્દ્રિય અને નિરવયવ છે, એટલે તેમાં ઇન્દ્રિયો પણ હોતી નથી, અને અવયવો પણ હોતા નથી.
આ પાંચ શરીરની રચના એક જ પ્રકારના પુલોથી થતી નથી, પણ તે તે પ્રકારની પુલવર્ગણુઓથી થાય છે. એટલે કે ઔદારિક શરીરને યોગ્ય પુદ્ગલવગણએમાંથી ઔદારિક શરીર બને છે, વૈક્રિય શરીરને મેગ્ય પુદ્ગલ વર્ગણાઓમાંથી વૈક્રિય શરીર બને છે, વગેરે.
આ પાંચ શરીરમાં સહુથી સ્થૂલ ઔદારિક છે, અને સહુથી સૂક્ષ્મ કાર્યણ છે. તરતમ ભાવે વિચાર કરીએ તો ઔદારિક કરતાં , વૈક્રિય સૂક્ષ્મ છે. વૈક્રિય કરતાં આહારક સૂક્ષ્મ છે, આહારક કરતાં તૈજસ સુક્ષ્મ છે, અને તેજસ કરતાં કર્મણ સૂક્ષ્મ છે તે જ રીતે કાર્પણ કરતાં તેજસ ભૂલ છે. તૈજસ કરતાં આહારક ભૂલ છે,