________________
પ્રકરણ બારમું
જ્ઞાન જૈન ધર્મમાં જ્ઞાન અંગે ગહન વિચારણું થયેલી છે. અને તેની પ્રક્રિયા તથા ભેદાનુબેદ પર સુંદર પ્રકાશ પાડવામાં આવ્યું છે. તેથી પાઠકેએ તેનાથી પરિચિત થવાની આવશ્કયતા છે. . ' શા ધાતુ જાણવાને, ઓળખવાને કે સમજવાનો અર્થ દર્શાવે છે, એટલે જેના વડે વસ્તુને જાણું શકાય, ઓળખી શકાય, કે સમજી શકાય તેને જ્ઞાન કહેવામાં આવે છે. આ એક પ્રકારને ચૈતન્ય વ્યાપાર છે. એટલે તે આત્મદ્રવ્યને વિષે જ સંભવે છે. પણ અનાત્મ દ્રવ્યોને વિષે સંભવ નથી.
ધર્માસ્તિકાય અનંત જીવાત્માઓને તથા પૌદ્ગલિક વસ્તુઓને ગતિ કરવામાં સહાય ભૂત થાય છે. પણ પિતે કોને સહાય કરી-કરે છે કે કરશે તે જાણી શકતું નથી. અધર્માસ્તિકાય અનંત જીવાત્માઓને તથા પૌદ્ગલિક વસ્તુઓને સ્થિતિ કરવામાં સહાયભૂત થાય છે. પણ કેને સહાયભૂત થયું–થાય છે થશે તે જાણી શકાતું નથી. ત્યારે આકાશ કે જે અસંખ્ય-અનંત વસ્તુઓને અવકાશ આપે છે. તે કોને-કયાં અવકાશ આપ્યો તે જાણે છે ખરૂં ? એ જ સ્થિતિ કાલની છે. તે અસંખ્ય-અનંત વસ્તુઓના સંબંધમાં આવવા છતાં કેઇને જાણતો-પીછાનો નથી. બાકી રહ્યું પુલ. તે પણું આ ચાર દ્રવ્ય જેટલું જ જડ છે. લોખંડની કડછી અનેક વાનગીઓમાં ફરવા છતાં એકને પણ સ્વાદ જાણી શકતી નથી, કે લાકડાનું ટેબલ તેના પર ગમે તેટલું લખાવા છતાં તેમાંની એક પણ