________________
૧૫૯
છે. એક બાહ્ય કે અપેક્ષિક અને બીજું અભ્યતર કે ઉપાદા. બને નિમિત્તોના સદ્ભાવને જ નિમિત્તને સદ્દભાવ સમજવાનો છે.
મતિજ્ઞાનનો ઉપયોગ થવામાં યોગ્ય દેશમાં રહેલી વસ્તુને ઇન્દ્રિય સાથે સંગ વગેરે જોઈએ, તે બાહ્ન નિમિત્ત અને મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય પશમ જોઈએ તે અત્યંતર નિમિત્ત છે. શ્રુતજ્ઞાનનો ઉપયોગ થવામાં શબ્દ શ્રવણુ, પુસ્તક, ઉપદેશક વગેરે જોઇએ, તે બાહ્ય નિમિત્ત છે. અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મને પશ જોઈએ તે અત્યંતર નિમિત્ત છે, અવધિજ્ઞાનનો ઉપયોગ થવામાં રૂપી કવ્યા જોઈએ, તે બાહ્ય નિમિત્ત છે. અને અવધિજ્ઞાનાવરણીય કર્મને ક્ષાપશમ જોઈએ, તે અત્યંતર નિમિત્ત છે. મન:પર્યવસાનને ઉપયોગ થવામાં મનરૂપે પરિણમેલી પૌદ્ગરિક વર્ગણાઓ જોઈએ, તે બાહ્ય નિમિત્ત છે. અને મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ જોઈએ, તે અત્યંતર નિમિત્ત છે. તે જ રીતે કેવળજ્ઞાનને ઉપયોગ થવામાં પદાર્થ માત્ર બાહ્ય નિમિત્ત છે, એટલે કે ગમે ત્યારે તેની સત્તા (અસ્તિત્વ) જે એ, અને જ્ઞાનનું આવરણ કરનાર સર્વ કર્મોને અભાવ તે અત્યંતર નિમિત્ત છે.
૧ મતિજ્ઞાન પાંચ ઇદિ તથા છઠ્ઠા મન વડે વસ્તુને જે અર્વાભિમુખ એટલે નિશ્ચિત કે મર્યાદિત બોધ થાય તેને મતિજ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાન ચાર પગથિયે થાય છે. તેમાં પહેલા પગથિયાને અવગ્રહ, બીજાને ઈહા, ત્રીજાને અપાય અને ચેથાને ધારણ કહેવામાં આવે છે. અર્થને જાણવા યોગ્ય પદાર્થને ગ્રહણ કરે તે અવગ્રહ. પ્રથમ વ્યંજન એટલે ઈદ્રિય અને વસ્તુને સંબંધ થાય છે. અને પછી કંઇક છે' એવો અવ્યકત અર્થ ગ્રહણ કરાય છે, એટલે અવગ્રહના વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એવા બે