________________
૧૧૩
આવે છે, તેને સંકેત પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. અને જેમાં સમયની મર્યાદા નક્કી કરવામાં આવી હોય તેને અહીં પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. તેમાં સંકેત પ્રત્યાખ્યાનના આઠ પ્રકારે અને અધ્ધા પ્રત્યાખ્યાનના દશ પ્રકારે ખાસ સમજવા જેવા છે.
સાંકેતિક પ્રત્યાખ્યાનના આઠ પ્રકારઃ ૧, અંગુષ્ટ સહિત એટલે અંગુઠ મૂઠીમાં રાખીને નવકાર ગણું ત્યાં સુધીનું, ૨, મુષ્ટિ સહિત જ્યાં સુધી મૂઠી વાળીને નવકાર ગણું ત્યાં સુધીનું. ૩, ગ્રંથિસહિત એટલે જ્યાં સુધી વસ્ત્ર કે રૂમાલની ગાંઠ બાંધી રાખું ત્યાં સુધીનું. ૪, ગૃહસહિત ઘરે પહોંચું ત્યાં સુધીનું. ૫, સ્વેદસહિત પરસેવે ન સુકાય ત્યાં સુધીનું. ૬, શ્વાસસહિત, શ્વાસ નીચે ન બેસે ત્યાં સુધીનું, ૭, તિબુક સહિત-સ્તિબુક એટલે પાણીનાં બિંદુ તે અમુક પાત્ર પરથી ન સૂકાય ત્યાં સુધીનું. અને ૮, જ્યોતિ સહિત–દીવાની જ્યોત બળે ત્યાં સુધીનું.
અધ્ધા પ્રત્યાખ્યાનના દશ પ્રકારઃ ૧, નમસ્કાર-સહિત નમુકારસી કે નકારસી, સૂર્યોદયથી બે ઘડી સુધી આહાર, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનો ત્યાગ. ૨, પષી–સાર્ધ પૌરૂષી–એક કે દેઢ પૌરુષી સુધી ચારે આહારને ત્યાગ. ( પોષી એ લગભગ પ્રહર જેટલે જ સમય છે ) ૩, પુરિમાઈ–અપાઈ દિવસના પહેલા અર્ધા ભાગ સુધીનું ચારે આહારનું પ્રત્યાખ્યાન તે પુરિમાળ અને ત્રણ પૌરુષી સુધીનું. ચારે આહારનું પ્રત્યાખ્યાન તે અપાધું. ૪, એકાશન–દિ અશન એકાસણું અને બિયાસણું. ૫, એકલસ્થાન એગલઠાણું, હાથ અને મેં સિવાય બીજું અંગ હલાવ્યા વિના એકાશન કરવું તે. ૬, આયંબિલ, ૭, ઉપવાસ (ચઉત્થભત્ત), ચરિમ એટલે દિવસના અંત ભાગે લેવાતું. ૯, અભિગ્રહ-પિતાની ધારણા મુજબના સમય માટે લેવાતું. અને ૧૦, વિકૃતિ ત્યાગ. એટલે દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, (સાકર)