________________
ઉપર
" સર્વે મૂળગુણ પ્રત્યાખ્યાન પાંચ પ્રકારનું છેઃ ૧, પ્રાણાતિપાત, વિરમણ વ્રત, ૨. મૃષાવાદવિરમણ વ્રત, ૩, અદત્તાદાન વિરમણ, વ્રત, ૪, મૈથુન-વિરમણ વ્રત, અને ૫, પરિગ્રહ વિરમણ વ્રત
દેશમૂલ ગુણ પ્રત્યાખ્યાને પણ પાંચ પ્રકારનું છે: ૧, પૂલ પ્રાણાતિપાત-વિરમણ વ્રત, ૨, સ્થૂલ મૃષાવાદ-વિરમણ વ્રત, ૩, થલ
અદત્તાદાન-વિરમણ વ્રત, ૪, રવદારાસંતિષ-પરદા રાગમનવિરમણ વ્રત, ૫, પરિગ્રહ પરિમાણ વ્રત, | સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન દશ પ્રકારનું છે. ૧, અનાગત; ૨, અતિક્રાન્ત, ૩, કેટિસહિત, ૪, નિયંત્રિત, ૫, સાકાર, ૬, અનાકાર, ૭, પરિમાણુ કૃત ૮, નિરવશેષ, ૯, સંત અને ૧૦, અહા, તેમાં તપશ્ચર્યા માટે નકકી થયેલાં પર્વો આવ્યા પહેલાં જ તપશ્ચર્યા પૂરી કરી લેવી કે જેથી પર્વ દિવસમાં ગ્લાન, વૃદ્ધ વગેરેનું વૈયાવન્ય થઈ શકે તે અનાગત પ્રત્યાખ્યાન કહેવાય છે; પર્વ દિવસોમાં વૈયાવૃત્ય વગેરે કારણએ જે તપશ્ચર્યા પૂરી થઈ શકી ન હોય તે પછી પૂરી કરવી તે અતિક્રાન્ત પ્રત્યાખ્યાન કહેવાય છે; ઉપવાસ વગેરે જે તપશ્ચર્યા પૂરી થઇ ન હોય તેની સમાપ્તિ પૂર્વે બીજી તપશ્ચર્યાનું પ્રત્યાખ્યાન કરવું તે કેટિસહિત પ્રત્યાખ્યાન કહેવાય છે, પૂર્વે જે પ્રત્યાખ્યાન કરવાનો સંકલ્પ કર્યો હોય તે રેગાદિ ગમે તે કારણે આવવા છતાં પૂર્ણ કરવો તે નિયંત્રિત પ્રત્યાખ્યાન કહેવાય છે; જે પ્રત્યાખ્યાનમાં જરૂરી અપવાદ-આગાર રાખ્યા હોય તે સાગાર કહેવાય છે, જે પ્રત્યાખ્યાનમાં કોઈ અપવાદ કે આગાર ના રાખ્યો હોય તે અનાગાર પ્રત્યાખ્યાન કહેવાય છે, જેમાં દત્તી, કવલ કે ઘરની સંખ્યાનું પરિમાણ રાખ્યું હોય તે પરિમાણ કૃત પ્રત્યાખ્યાન કહેવાય છેજેમાં ચારે આહાર તથા અફીણ તંબાકુ વગેરે અનાહારનું પ્રત્યાખ્યાન કરવામાં આવે તેને નિરવશેષ પ્રત્યાખાન કહેવાય છે, જેમાં અંગુઠે, મૂઠી વગેરેને સંકેત રાખવામાં