________________
૧૫
કાત્સર્ગના સ્વરૂપ પર ગ સાધના પ્રકરણમાં વિસ્તારથી વિવેચન કરેલું છે, એટલે અહીં તેની પુનરુકિત કરતા નથી.
૬ પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન શબ્દ ઇતિમાન એ ત્રણ પદને બનેલ છે, તેમાં રિ ઉપસર્ગ પ્રતિકૂલ એટલે અવિરતિને પ્રતિકૂલ એ અર્થ દર્શાવે છે; આ ઉપસર્ગ મર્યાદા કે વિરતિની અભિમુખતાને અર્થ દર્શાવે છે. અને રધાન પદ સમ્યફ પ્રકારે કથન કરવાને અર્થ દર્શાવે છે. એટલે અવિરનિને પ્રતિકૂલ અને વિરતિને અનુકૂળ એવું જે કથન કરવું. પ્રતિજ્ઞા લેવી તે પ્રત્યાખ્યાન કહેવાય છે.
જૈન શાસ્ત્રોમાં તેને માટે નિયમ, અભિગ્રહ, વિરમણ વ્રત, વિરતિ આત્મવકાર નિરોધ, નિવૃત્તિ, ચારિત્રધર્મ, ગુણાધારણું વગેરે શબ્દો વપરાયેલા છે. વ્યવહારમાં એ માટે બાધા શબ્દ પ્રચલિત છે.
કાઈપણ આત્મા પિતાના જીવનમાં લાગેલાં પાપોનું પ્રાયશ્ચિત કરે અથવા વ્રત નિયમમાં લાગેલા અતિચારોનું આલેચન કરે પણ શુદ્ધ થયા પછી ત્યાગની તાલીમ ન લે તે ફરી પાપ, અતિચારે કે દેષ થવાને સંભવ રહે છે. તેથી પ્રત્યાખ્યાનને જીવન ઇંહિ માટેની એક આવશ્યક ક્રિયા માનવામાં આવી છે.
પ્રત્યાખ્યાન મુખ્યત્વે બે પ્રકારનું છેઃ (૧) મૂલ ગુણ પ્રત્યાખ્યાન અને (૨) ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. આ બંને પ્રત્યાખ્યાનના સર્વ અને દેશથી બે બે વિભાગો પડે છે. એટલે તેના કુલ ચાર ભેદ પડે છેઃ (૧) સર્વમૂળગુણ પ્રત્યાખ્યાન, (૨) દેશમૂળગુણ પ્રત્યાખ્યાન, (૩) સર્વ ઉત્તર ગુણ પ્રત્યાખ્યાન અને (૪) દેશ ઉત્તર ગુણું પ્રત્યાખ્યાન. તે બધાને અહીં ક્રમશઃ પરિચય આપીશું.