________________
૧૪૯
જેઓ જીવનનું પર્યાલચન કરે છે અથવા આત્માનું સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે, તેમને જ પિતાની ભૂલો, ખલનાઓ કે પાપત્તિનું ભાન થાય છે. આવી રીતે પ્રાપ્રવૃત્તિનું ભાન થયા પછી તેને ખેતી માનવી, તેને માટે દિલગીર થવું એ નિંદા કહેવાય છે. તેને ગુરુ આગળ નિખાલસ ભાવે એકરાર કરે એ ગર્તા કહેવાય છે, અને તે માટે ગુરુ જે પ્રાયશ્ચિત આપે તે સદ્ભાવથી ગ્રહણ કરવું તે આલેચના કે આલેયણુ કહેવાય છે. આ બધાં પ્રતિક્રમણનાં પગથિયાં છે.
અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે જે પાપ અનિંદિત અગહિત અને અનાચિત છે, તેને માટે જૈન મહર્ષિઓએ શલ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે, એટલે નિંદા, ગહ અને આલેચના વડે મુમુક્ષ નિઃશલ્ય થાય છે.
આ રીતે આત્મા નિ:શલ્ય થયા પછી તેને મેક્ષ ફલ આપનાર શુભ યોગ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં વારંવાર જેડ એ પણ પ્રતિક્રમણ જ છે.
આ બંને વ્યાખ્યાઓની ભાષા જુદી છે, પણ તેમાં તત્ત્વથી કેાઈ ભેદ નથી. જે પ્રતિક્રમણું પ્રતિદિન દિવસના અંત ભાગે કરાય છે, તે દેવસિક કે દેવસિય કહેવાય છે. જે પ્રતિક્રમણ પ્રતિદિન રાત્રિના અંતે કરાય છે, તે રાત્રિક કે રાય કહેવાય છે. જે પ્રતિક્રમણ પક્ષ એટલે પંદર દિવસના અંતે કરાય છે, તે પાક્ષિક કે પખિય કહેવાય છે. જે પ્રતિક્રમણ ચાર માસના અંતે કરાય છે. તે ચાતુર્માસિક કે ચાઉમ્માસિય કહેવાય છે. અને જે પ્રતિક્રમણ સંવત્સર એટલે વર્ષના અંતે કરાય છે. તે સાંવત્સરિક કે સંવચ્છરિય કહેવાય છે. તેમાં પાક્ષિક પ્રતિક્રમણ ચતુદશના સાયંકાળે કરાય છે.
ચાતુર્માસિક પ્રતિક્રમણ કાર્તિક ચતુર્દશી, ફાલ્ગન ચતુર્દશી અને અષાડ ચતુર્દશીને દિવસે કરાય છે. અને સાંવત્સરિક પ્રતિ