________________
૧૪
તા અધેાગતિને આરેા રહે નહિ. દાખલા તરીકે જ્ઞાન અને ધ્યાનમાં આગળ વધવાનું છે. ત્યાં પાછા કરવામાં આવે તે આત્મા પર અજ્ઞાનને ઘેરા પટ છવાઈ જાય, અને આ ધ્યાન તથા રૌદ્ર ધ્યાનનું જોર જામી પડે. તેજ રીતે ક્રોધ, કપટ વગેરેમાંથી પાછા ફરવાનું છે, ત્યાં આગળ વધવામાં આવે તેા આત્મા દુતિના જ અધિકારી થાય અને તેને ભયંકર યાતનાએ ભાગવવી પડે. એટલે જૈન મહિષ એાએ પાછા ફરવાના જે આદેશ સમજણપૂર્વક આપેલ છે, અને તેમાં જ આત્માનું કલ્યાણુ છે. જૈન મહર્ષિએ પ્રતિક્રમણના અર્થ પર વિશેષ પ્રકાશ નીચે પ્રમાણે પાડયા છે :
આપ્યા છે, તે બહુ
स्वस्थानाद् यत् परस्थान, प्रमादस्य वशाद्गतः । तत्रैव क्रमण સૂચ, प्रतिक्रमणमुच्यते ॥ “ પ્રમાદને લીધે સ્વસ્થાન છેાડીને પરસ્થાનમાં ગયેલા આત્માનું ફરી સ્વસ્થાનમાં આવવું તેને પ્રતિક્રમણ કહેવાય છે.
,,
જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માનું સ્વસ્થાન કે આત્માની સ્વભાવદશા છે. તથા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય એ આત્માનું પરસ્થાન કે વિભાવદશા છે. મુખ્યત્વે પ્રમાદને લીધે આત્મા સ્વથાનમાંથી પરસ્થાનમાં જાય છે. તેને જ્યારે આ પરિસ્થિતિનું ભાન થાય અને ‘હું ભૂલ્યા’ એવા વિચાર આવે, ત્યારે પાછે। સ્વસ્થાનમાં આવે છે આ રીતે પાછા સ્વસ્થાને આવવાની ક્રિયા તે જ પ્રતિક્રમણ સમજવાનું છે.
:
જૈન મહર્ષિએ પ્રતિક્રમણના અ પણ કરેલા છે જેમકેप्रति प्रति वर्तनं वा शुभेषु येोगेषु मोक्षफलेषु । निशल्यस्य यतेर्यत् तद्वा ज्ञेय प्रतिक्रमणम् ॥ ‘અથવા પાપ કર્મોની નિદા, ગાઁ અને આલેચના કરીને નિઃશલ્ય થયેલા એવા યતિનું મેાક્ષકલ આપનાર શુભ યોગાને વિષે પુનઃ પુનઃ “ પ્રવ્રુત્ત થવું તે જ પ્રતિક્રમણ જાણવું.