________________
૧૫૦
કમણ ભાદ્રપદ શુકલ ચતુથીને દિવસે કરાય છે.
બધાં પ્રતિક્રમણમાં સાંવત્સરિક પ્રતિક્રમણને મહિમા મટે ગણાય છે. કારણ કે તે દિવસે નાના મોટા સહુ એકત્ર થાય છે, અને આખા વર્ષ દરમિયાન જાણતાં અજાણતાં એક બીજાને જે અપરાધ થયેલ હોય તેની ક્ષમા માગે છે, બીજા શબ્દોમાં કહીએ તે આ એક જાતનું ક્ષમાપનાપર્વ છે, એટલે તે દિવસે ક્ષમા આપવાની અને ક્ષમા માગવાની ક્રિયા ખૂબ વ્યાપક પ્રમાણમાં થાય છે. તે માટે નીચેની ગાથા ખાસ યાદ રાખવા જેવી છે.
खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ति मे सव्वभूएसु, वेर मज्झ न केणइ ॥
હું સર્વ જીવોને તેમના અપરાધની ક્ષમા આપું છું. સર્વ છો મને પણ મારા અપરાધની ક્ષમા આપો. મારે સર્વ જીવે પ્રત્યે મૈત્રી છે. કોઈની સાથે વૈર નથી.”
પ્રતિક્રમણ મુમુક્ષુના જીવનમાં કેવી ઉચ્ચ ભાવનાઓ પ્રેરનારાં છે, તેને ખ્યાલ આ ગાથા પરથી આવી શકશે.
૫ કાચોત્સર્ગ કાયને ઉત્સર્ગ તે કાર્યોત્સર્ગ, અહીં કાય શબ્દથી કાયા, દેહ કે શરીર પરનું મમત્વ અને ઉત્સર્ગ' શબદથી ત્યાગ સમજવાને છે. તાત્પર્ય કે જે યિા વડે કાયા, દેહ કે શરીર પરના મમત્વનો ત્યાગ થાય તે કાર્યોત્સર્ગ કહેવાય છે.
કેટલાક અતિચારે એવા છે કે જેની માત્ર નિંદા, ગહ અને આલેચના વડે શુદ્ધિ ન થાય. તેને માટે આ વિશિષ્ટ ક્રિયાને આશ્રય લેવાય છે. અને તેના દ્વારા એ સઘળા અતિચારેની શુદ્ધિ કરવામાં આવે છે, તેથી તેની ગણના આવશ્યક્રમાં થયેલી છે.