________________
૧૫૪
અને પકવાન એમાંથી યથાશકિત વિકૃતિને ત્યાગ. અને ઓછામાં ઓછું એક દિવસનું અને વધારેમાં વધારે જીવન પર્યતનું હોય છે. (મધ મદિર, માખણ અને માંસ એ ચાર મહાવિકૃતિ હોવાથી સર્વથાત્યાજ્ય છે.) આ પ્રત્યાખ્યાને દશ પ્રત્યાખ્યાન તરીકે વિશેષ પ્રસિદ્ધ છે. છે. દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન સાત પ્રકારનું છેઃ ૧, દિગમત, ૨, ભોગપભોગ પરિમાણ, ૩, અનર્થદંડ વિરમણ, ૪. સામાયિક, ૬. પૈષધોપવાસ, અને ૭, અતિથિ સંવિભાગ. આ શ્રાવકનાં ૬ થી ૧૨ સુધીનાં બને છે. અને તેને પરિચય પ્રથમ ભાગના ધર્માચરણ પ્રકરણમાં આવી ગયેલ છે. -
પ્રત્યાખ્યાન સવારે ઉઠતાં આત્મ સાક્ષીએ કરવામાં આવે છે. જિન મંદિરમાં પ્રભુ સમક્ષ કરવામાં આવે છે. અને ઉપાશ્રયમાં ગુરુ આગળ કરવામાં આવે છે.
છ શુદ્ધિ પૂર્વક થયેલું પ્રત્યાખ્યાન વિશેષ ફલ આપે છે તે આ પ્રમાણે ૧, સ્પર્શના એટલે ઉચિત કાલે વિધિપૂર્વક લેવું. ૨, પાલના એટલે પ્રત્યાખ્યાનને હેતુ લક્ષમાં રાખીને વર્તવું. ૩, શેભના એટલે પ્રત્યાખ્યાન પારતાં પહેલાં અતિથિસંવિભાગ કરવો.
તીરણું એટલે પ્રત્યાખ્યાન પૂરું થયા પછી થોડો સમય જવા દેવો. ૫, કીર્તન એટલે પ્રત્યાખ્યાન પૂરું થયું તેનું ઉત્સાહપૂર્વક
સ્મરણ કરવું. અને ૬, આરાધના એટલે કર્મક્ષયને હેતુ ધ્યાનમાં રાખી પ્રત્યાખ્યાન કરવું.
પ્રત્યાખ્યાનથી મનની મક્કમતા કેળવાય છે, ત્યાગની તાલીમ મળે છે. ચારિત્ર ગુણની ધારણ થાય છે, આમ્રવને નિરોધ થાય છે. તૃષ્ણાને છેદ થાય છે. અતુલ ઉપશમ ગુણ ઉત્પન્ન થાય છે. અને અનુક્રમે સર્વ સંવરની પ્રાપ્તિ થતાં અણહારીપદ એટલે મુકિત, પમાય છે.