________________
૧૫૬
પંકિત, એકપણ શબ્દ, અરે! એક પણ અક્ષર જાણું શકતું નથી. તાત્પર્ય કે અનાત્મ દ્રવ્યોને વિષે ચૈતન્યને વ્યાપાર નહિ હેવાથી ત્યાં જ્ઞાન સંભવતું નથી.
અહીં કોઈ એમ કહે છે કે શરીર પુગલનું બનેલું છે, છતાં તે કેમ જાણે છે ? અથવા ઈન્દ્રિયો પુદ્ગલની બનેલી છે, છતાં તેમને વસ્તુઓને બેધ કેમ થાય છે? એને ઉત્તર એ છે કે શરીર સ્વયં કંઈ પણ જાણે શકતું નથી. કે ઈન્દ્રિઓને સ્વંય કોઈ પણ વસ્તુને બોધ થતું નથી. એ બંને તો આત્માને જ્ઞાન પ્રાપ્ત કરવાનાં સાધન માત્ર છે. જે શરીર સ્વયં કંઈ પણ જાણી શકતું હોય, કે ઇન્દ્રિઓને સ્વયં કેઈપણ વસ્તુઓને બોધ થતો હોય તે એક મડદાને પણ જ્ઞાન થવું જોઈએ, કારણ કે તેમાં શરીર અને ઈન્દ્રિય વિદ્યમાન છે. પરંતુ તે પણ જાણી શકતું નથી. કારણ કે તે ચૈતન્ય રહિત છે. એટલે ત્યાં કોઈપણ પ્રકારનો ચૈતન્ય વ્યાપાર સંભવ નથી.”
ચૈતન્ય વ્યાપારને જૈન મહર્ષિઓએ “ઉપયોગ' કહ્યો છે. અને “ના વોટવા ” એવું સત્ર ઉચ્ચાર્યું છે, એટલે જીવ કે આત્મા હર હાલતમાં ઉપયોગવાળો હોય છે. આ ઉપગ બધા આત્માઓને એક સરખે હોતો નથી. પણ કર્મના ક્ષપશમ પ્રમાણે તરતમ ભાવે હોય છે. એટલે જેના કર્મને ક્ષયોપશમ થડે હોય તેને ઉપયોગ પણ થડે હોય, અને જેના કર્મને ક્ષયોપશમ વધારે હોય તેને ઉપયોગ પણ વધારે હોય. એ રીતે જેના કર્મને સંપૂર્ણ ક્ષય થયો હોય તેને ઉપગ સહુથી વધારે એટલે ઉત્કૃષ્ટપણે
અહીં કોઈ એમ કહે છે કે જે ઉપગ એ જીવનું લક્ષણ હોય તે નિગદના જીવમાં એ શી રીતે સંભવે છે? ત્યાં તો અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા શરીરમાં અનંત આત્માઓનું