________________
૧૪૭
આ રીતે કુલ છ આવર્ત થયા, એટલે બે વંદનમાં કુલ દ્વાદશ આવર્ત થાય અને તેના લીધે જ આ વંદનક્રિયાને કાદશાવર્ત વંદન કહેવાય છે.
શિવે ગુરૂ પ્રત્યે કેટલે વિનય રાખવાનો છે, તે આ ક્રિયાથી બરાબર સમજાય છે, અને તેથી જ તેની ગણના આવશ્યકમાં કરવામાં આવી છે.
૪ પ્રતિક્રમણ પ્રતિ એટલે પાછું અને ક્રમણ એટલે ચાલવાની કે જવાની ક્રિયા. તાત્પર્ય કે જેમાં પાછા ચાલવાની, પાછા જવાની પાછા ફરવાની ક્રિયા મુખ્ય છે, તે પ્રતિક્રમણ કહેવાય. - નિરંતર ‘આગળ વધે'ની બૂમ સાંભળનારને આથી નવાઈ લાગશે કે જૈન મહર્ષિઓએ પાછા ફરવાનો આદેશ કેમ આ હશે? પણ આ જગતમાં “આગળ વધ” અને “પાછા ફરો” એ બંને સૂત્રો સમાન મહત્ત્વ ધરાવે છે, તેથી આશ્ચર્ય પામવાનું કારણ નથી. યુદ્ધમાં આગળ વધવાથી લાભ દેખાતે હેય તે સેનાનાયકે કે સેનાધિપતિઓ “આગળ વધીને આદેશ આપે છે, અને પાછા કરવાથી લાભ દેખાતે હેય તે પાછા ફરે'ને આદેશ આપે છે. તેમાં આગળ વધવાની જગાએ પાછા ફરવામાં આવે કે પાછા ફરવાની જગાએ આગળ વધવામાં આવે તે ભયંકર નુકશાન થાય એ દેખીતું છે.
ધાર્મિક ક્ષેત્રમાં પણ આવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. જ્યાં આગળ વધવાથી લાભ છે, ત્યાં જૈન મહર્ષિઓએ આગળ વધવાને આદેશ આપ્યો છે. અને જ્યાં પાછા ફરવાથી લાભ છે ત્યાં પાછા ફરવાને આદેશ આપ્યો છે. તેમાં આગળ વધવાની જગાએ પાછાછા કરવામાં આવે કે પાછા ફરવાની જગાએ આગળ વધવામાં આવે