________________
૧૪૦
સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ હોય તે સમતા. સમત્વ કે સમભાવ છે, અથવા રાગ અને દ્વેષથી ઉત્પન્ન થતો વિષમ ભાવ ટાળવો તે સમતા, સમત્વ કે સમભાવ છે.
- રાગ અને દ્વેષનાં પ્રબળ નિમિત્તો મળવા છતાં કઈ તરફ ન ઘસડાઈ જવું અને તે બંનેની મધ્યમાં જ રહેવું તે મધ્યસ્થતા છે. તેનું મહત્વ પ્રકાશનાં જૈન મહર્ષિઓએ જણાવ્યું છે કે:
रत्तो वुट्ठो मूढो, पुव्वदुरगाहिओ अ चत्तारि।
एए धम्माणरिहा, अरिहो पुण हाइ मत्थो ।। - રકત એટલે દૃષ્ટિરાગી, દુષ્ટ એટલે અત્યંત દુષી, મૂઢ એટલે હિતાહિતને નહિ સમજનાર, અને પૂર્વવ્યસ્ત્રહિત એટલે સાચા ખોટાની પરીક્ષા કર્યા વિના પહેલેથી જ એક પ્રકારનો નિર્ણય બાંધી લેનાર, એ ચાર પુરૂષો ધર્મને માટે અગ્ય છે, જ્યારે મધ્યસ્થતાવાળો પુરૂષ ધર્મને યોગ્ય છે. તાત્પર્ય કે મધ્ય થતા વિના સત્યની પ્રાપ્તિ કે સત્યનું દર્શન થતું નથી.
સામાયિક વડે સાવધ ગની વિરતિ કરાય છે. સાવઘ એટલે પાપમય, યોગ એટલે વ્યાપાર કે પ્રવૃત્તિ અને વિરતિ એટલે વિક્ષ્મણ કે વિરમવાની ક્રિયા. તાત્પર્ય કે સર્વ પાપમય વ્યાપારને ત્યાગ કર એ સામાયિકની ક્રિયા છે. નવતત્વની પરિભાષામાં કહીએ તે એ એક પ્રકારને સંવર છે, કે તેનાથી સર્વ પ્રકારનો પાપમય વ્યાપાર અટકી જાય છે.
જૈન મહર્ષિઓએ સામાયિકનું ફળ દર્શાવતાં કહ્યું છે કે –
જે કે મોક્ષે ગયા, જે કોઈ મેક્ષે જાય છે, અને જે કંઈ મોક્ષે જવાના છે, તેમાં સામાયિકને પ્રભાવ જ મુખ્ય જાણો.
સામયિકથી વિશુદ્ધ થયેલો આત્મા ઘાતી કર્મને સર્વથા નાશ કરીને લેક અને અલેકનું પ્રકાશક એવું કેવળજ્ઞાન શીવ્ર પામે છે.”