________________
૧૪૩
કીર્તન વચનથી કરવાનું છે, તેમ કાયા વડે એટલે વંદનથી અને મન વડે એટલે આંતરિક સભાવથી પણ કરવાનું છે. .
આ સ્તવનમાં ઘણીવન્ત એટલે પ્રસન્ન થાઓ, મહાવોદિકામં સમાંવમુત્તમં રિંતુ, એટલે કર્મક્ષય, જૈનધર્મની પ્રાપ્તિ અને ઉત્તમ પ્રકારની ભાવ સમાધિ કે સમાધિપૂર્વકનું મૃત્યુ આપે, અને સિદિધ હિત સિદ્ધિ આપો, એ રીતે પ્રાર્થનાની ભાષાનો પ્રયોગ થયેલું છે. પણ તેને વાસ્તવિક અર્થ એ છે કે આ વસ્તુઓની તેમના કીર્તન દ્વારા પ્રાપ્તિ થાય છે.
સર્વ તીર્થકર આત્મહિત, આત્મવિકાસ કે આત્મકલ્યાણ માટે સામાયિકનો માર્ગ ગ્રહણ કરે છે, તેમાં સિદ્ધિ મેળવે છે. અને તે માર્ગનું રહસ્ય આપણું સુધી પહોંચે તે માટે ધર્મસંઘની યોજના પણ કરે છે, તેથી તેમનું જેટલું સ્તવન, ભજન કે કીર્તન કરીએ તેટલું ઓછું જ છે.
૩ વદન વંદન, ચિતિકર્મ, કૃતિકમ, પૂજાકર્મ અને વિનયકર્મ એ ગુરૂવંદનના જ પર્યાય શબ્દો છે, એટલે અહીં વંદન શબદથી ગુરૂવંદન સમજવાનું છે.
ગુરૂને વંદન કરવાનું કારણ એ છે કે આ લેક અને પરલેકમાં હિતકર એવા ધર્મનું જ્ઞાન તેમના વડે જ થાય છે, અને સંયમની સાધના પણ તેમની છત્રછાયાથી જ સફળ બને છે.
વંદન એ ધર્મનું મૂળ છે. કારણ કે તેમાંથી ધર્મચિન્તાદિ રૂ૫ અંકુરાએ ફૂટે છે, ધર્મશ્રવણ અને ધર્માચારરૂપ શાખા, પ્રશાખાઓને વિસ્તાર થાય છે, તથા સ્વર્ગ અને મોક્ષનાં સુખોની પ્રાપ્તરૂ૫ ફૂલ તથા ફળો પ્રકટે છે.