________________
૧૪૧
કડો વર્ષ સુધી તીવ્ર તપ કરતાં પણ જે કર્મો ખપત નથી, તે કર્મને સમભાવથી ભાવિત થયેલ આત્મા અધ ક્ષણમાં ખપાવે છે.”
જેમ સર્વ પદાર્થોને આધાર આકાશ ઉપર છે તેમ સર્વ ગુણોનો આધાર સામાયિક છે. જેમને સામાયિક નથી તે ચરણ ગુણોથી યુકત બની શકતા નથી. અર્થાત તેમને સમ્યક્યારિત્રની પ્રાપ્તિ થતી નથી.
“એક મનુષ્ય પ્રતિદિન લાખ ખાંડી સોનાનું દાન દે અને બીજે મનુષ્ય પ્રતિદિન સામાયિક કરે તો દાન દેનારો તેની બરોબરી કરી શકે નહિ”
અહીં એ જાણવું જરૂરી છે કે સમ્યફચારિત્રની પ્રાપ્તિ માટે સામાયિક અનિવાર્ય હોવાથી ચારિત્ર ગ્રહણના પ્રસંગે સાધુઓ તેને યાવાજીવ ગ્રહણ કરે છે. અને સમતાના પાલન માટે નિરંતર પ્રયત્ન શીલ રહે છે. તેમને આવશ્યક કરવાનું પ્રયોજન એ છે કે પ્રતિજ્ઞાનું પુનઃ મરણ થાય અને સમભાવ સારા પ્રમાણમાં વૃદ્ધિ પામતો રહે.
ગૃહસ્થ આ ક્રિયાનું યથાશકિત આરાધન કરી શકે તે માટે નવમા વ્રત ની યોજના થયેલી છે, કે જેમાં બે ઘડી સુધી સર્વ સાવદ્ય વેગને ત્યાગ કરીને ગુરૂની પયું પાસના કરવાની હોય છે. આ વખતે ગુરૂ તેમને સમતાનું રહસ્ય સમજાવે છે. અને તેને અનુરૂપ બીજી ક્રિયાઓનું જ્ઞાન આપે છે. કદી ગુરૂને સંગ ન હોય તે ગૃહસ્થા તેમની સ્થાપના કરીને. પણ તેમની પર્ય પાસના કરે છે. અને સ્વાધ્યાયાદિ નિરવદ્ય પ્રવૃત્તિમાં પિતાને સમય પૂર્ણ કરે છે. તેમને આ આવશ્યકથી સામાયિકનો લાભ થાય છે
સામાયિક ગ્રહણ કરવા માટે “કરેમિ ભંતે” નામના ખાસ સૂત્રનો ઉપયોગ થાય છે.