________________
૧૩૯
ક્રિયાને ભાવ દર્શાવે છે, એટલે “પ્રતિદિન અવશ્ય કરવા યોગ્ય છે પ્રકારની ક્રિયાઓ એ એને સમુચિત અર્થ છે.
આ છ ક્રિયાઓને માટે જૈન સુત્રોમાં ધ્રુવ, નિગ્રહ, વિશોધિ, ન્યાય, આરાધના, માર્ગ વગેરે શબ્દ વપરાયેલા છે, તેનો અર્થ પણ સમજવા જેવો છે. તેનું ફળ કદિ મિથ્યા થતું નથી, માટે તે . ધ્રુવ, તેમાથી મન વચન અને કાયાની અપ્રશસ્ત પ્રવૃત્તિ પર કાબૂ આવે છે, માટે તે નિગ્રહ, તેનાથી ચારિત્રનું વિશેધન થાય છે, માટે તે વિધિ. તેમાં આત્મશુદ્ધિનો અપૂર્વ ઉપાય છે. માટે તે ન્યાય. તેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધનામાં સારી એવી સહાય મળે છે. માટે તે આરાધના. અને તેનાથી એય સુધી પહેચી શકાય છે. માટે તે માર્ગ.
આ છ ક્રિયાઓનાં નામ નીચે મુજબ છેઃ ૧, સામાયિક (રામ) ૨, ચતુર્વિશતિસ્તવ, ચકવીસ (વકીલ ) ૩, વંદન, ગુરૂવંદન, દ્વાદશાવર્ત વંદન (ાળા) ક, પ્રતિક્રમણ પડિકમણું (હિમur) • ૫ કાર્યોત્સર્ગ, કાઉસ્સગ (કળા ) ૬, પ્રત્યાખ્યાન પચ્ચકખાણ (વિવાળ)
૧ સામાયિક જેનાથી “સમાયની ક્રિયા થાય તે સામાયિક કહેવાય. “સમાય” એટલે સમને આય. અહીં “સમ” શબ્દથી સમતા, સમત્વ, સ+ ભાવ કે મધ્યસ્થતા સમજવાની છે. અને આય શબ્દથી લાભ છે પ્રાપ્તિને અર્થ ગ્રહણ કરવાનો છે. એટલે જે ક્રિયાથી આત્માને સમતા, સમત્વ, સમભાવ કે મધ્યસ્થતાની પ્રાપ્તિ થાય તે સામાયિક સમજવાનું છે.