________________
૩૫
અહી' એ સ્પષ્ટતા કરવી ઉચિત લેખારો કે માત્ર અગ્ પૂજનને જ પૂજા કહીએ તેા અગ્ર પૂજા એ સત્કાર છે, અને ભાવ પૂજા એ સન્માન છે.
ભકિતના આ ઉપચારાને સમાવેશ દ્રવ્ય અને ભાવ એ એ પ્રકારોમાં પણુ થઇ શકે છે. તેમાં ચૈત્યનિર્માણુ (મૂર્તિને તૈયાર કરી પૂજનને યાગ્ય બનાવવી.) જળ પૂજા, પચાપચારિકી પૂજા, અષ્ટાપ ચારિકી પૂજા, સર્વોપચારિકી પૂજા, તથા સત્તરભેદી વગેરે દ્રવ્ય પૂજા છે. અને ગુણાનું સ્મરણ, ગુણાનું કીન, બહુમાન, અંતરંગ પ્રીતિ, ધ્યાન, સમ્યવત્ત્વ તથા આજ્ઞાપાલન એ ભાવ પૂજા છે. તેમાં ગૃહસ્થાને દ્રવ્ય અને ભાવ એ બન્ને પૂજાને અધિકાર છે. અને સાધુઓને તેમના ચારિત્રને અનુરૂપ માત્ર ભાવપૂજાનેા જ અધિકાર છે.
પ્રથમ જિન પ્રભુ છદ્માવસ્યામાં હતા. પછી કેવળજ્ઞાન પામ્યા, અને છેવટે સિદ્ધ થયા, એટલે પૂજા કરતી વખતે તેમની છદ્મસ્થ કેવલી અને સિદ્ધુ એ ત્રણ અવસ્થાનુ` ચિંતન કરવામાં આવે છે. તેમાં છદ્મસ્થાવસ્થાનું ચિંતન ત્રણ પ્રકારે થાય છે, જન્મની અવસ્થા, રાજ્યની અવસ્થા અને સાધુની અવસ્થા. ક્ષીર જળાદિને અભિષેક કરતાં તેમની જન્માવસ્થાનું ચિંતન થાય છે.. કે આ રીતે દેવએ તેમના જન્મ સમયે ક્ષીર સમુદ્રાનિા જળને અભિષેક કર્યા હતા. અર્થાત્ સ્નાન ક્રિયા કરી હતી આટલાં માન સન્માન છતાં પ્રભુએ અભિમાન ધારણ ન કર્યું. પછી તેમની વિવિધ પ્રકારે પૂજા કરતાં તેમની રાજ્યાવસ્થાનું ચિંતન થાય છે. કે આ આટલા બધા પુણ્યાય છતાં પ્રભુ એમાં લેપાયા નહિ. લુબ્ધ બન્યા નહિ.
ત્યારબાદ તેમનું કેશ રહિત મસ્તક તથા મુખ જોઇને સાધુ અવસ્થાનું ચિ ંતન થાય છે. કે તેમણે સર્વ રાજ્યરિદ્ધિ તથા કુટુબીએને છોડીને સાધુ અવસ્થાને સ્વીકાર કર્યાં. અને આત્મ