________________
૧૩૩
"જિન ભગવંતો વિદ્યમાન હોય તો તેમની ભકિત વિવિધ પ્રકારે થઈ શકે, પણ તેમના વિરહમાં શું બની શકે ? એ પ્રશ્નનું સમાધાન એ છે કે “જેમ કોઈ પ્રિયસી પ્રિયતમના વિરહ સમયે તેનું સતત સ્મરણ કરે છે, અને તેની કેાઈ છબી કે પ્રતિમા હોય તે સાક્ષાત પ્રિયતમ મળ્યા એમ માનીને તેની આગળ સર્વ પ્રેમ ચેષ્ટાઓ કરે છે. તેમ જિન ભગવંતના વિરહ સમયે તેમનું સતત
મરણ કરવાથી તેમજ તેમની પ્રતિમા કે મૂર્તિને સાક્ષાત્ જિન ભગવંત માનીને તેની આગળ ભકિતના સર્વ ઉપચાર કરવાથી પણુ જિન ભકિત થઇ શકે છે.”
જિનપ્રતિમા કે જિન મૂર્તિ રત્ન, સ્ફટિક, સુવર્ણ, સપ્ત ધાતુ તથા પાષાણુ વગેરેની બનાવવામાં આવે છે, અને મંદિરમાં તેની વિધિપૂર્વક પ્રતિષ્ઠા થયા પછી પૂજનને યોગ્ય ગણાય છે. આ પ્રતિમાઓ કે મૂર્તિઓ ત્રણ પ્રકારની હોય છે, વકતા, ક્ષમા, અને મહાખ્યા, તેમાં એક જ તીર્થકરની મૂર્તિને વકતા કહેવાય છે. એક પાષણ કે ધાતુમય પદક ઉપર વીશ તીર્થકરની મૂર્તિ હોય તેને ક્ષમા કહે છે. અને એક પાષણ કે ધાતુમય પદક ઉપર ઉત્કૃષ્ટા એકસો સીતેર જિન મૂર્તિ હોય તેને મહાખ્યા કહે છે. જૈન ભૂગોળ પ્રમાણે જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્ધ પુષ્પરાવર્ત ખંડ એ અઢી દ્વીપમાં મનુષ્યની વસ્તી છે. તેમાં કર્મભૂમિમાં પાંચ મહાવિદેહની ૧૬૦ વિજય, પાંચ ભરત અને પાંચ ઐરાવત એ ૧૭૦ સ્થળે એક સમયે એકએક તીર્થકર હોઈ શકે છે, એટલે એક સમયે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શ્રી અજિતનાથ સ્વામીના વખતમાં ૧૭૦ જિને વિદ્યમાન હતા.
ભક્તિના ઉપચારો અનેક પ્રકારના હેઈ શકે છે, પણ જૈન મહર્ષિઓએ તેને સમાવેશ ૧, વંદન, ૨, પૂજન, ૩, સતકાર, અને ૪ સન્માન. એ પ્રકારમાં કર્યો છે. તેમાં વંદન ત્રણ પ્રકારનું