________________
૧૩૪
માન્યુ છેઃ કાયિક, વાચિક અને માનસિક્ર, હાથ ખેડવા, મસ્તક નમાવવું, પંચાંગ પ્રણિપાત કરવા એ કાયિક વંદન છે; સ્તુતિ કરવી, ગુણ ગાવા, પ્રાર્થના કરવી, એ વાચિક વંદન છે; અને તેમના પ્રત્યે બહુમાન દર્શાવવું કે અંતરગ પ્રીતિ પ્રગટ કરવી એ માનસિક વંદન છે.
પૂજન એટલે પૂજા, તે પણ ત્રણ પ્રકારની માની : અંગ પૂજા, અગ્ર પૂજા, અને ભાવ પૂજા, તેમાં નિર્માલ્ય દૂર કરવાં, પ્રમાજના કરવી, જિન પ્રભુના મસ્તકે તથા સર્વ અંગે ક્ષીર-જળ વગેરેના અભિષેક કરવા, પક્ષાલ કરવા, વાળા કુચી કરવી, શુદ્ વસ્ત્રો વડે અંગ લૂછવા, ચંદનાદિ સુગધી પદાર્થોનું વિલેપન કરવું, વાસક્ષેપ ચડાવવા તેમજ ચંદન, કેશર વગેરે સુગંધી દ્રવ્યેાથી પ્રભુના નવ અંગે તિલક કરવાં તે અંગપૂજા છે. જિન પ્રભુ આગળ દીપક કરવા, ધૂપ ધરવા, અક્ષતના સ્વસ્તિક રચવા, પુષ્પ-ફળ-નૈવેદ્ય મૂકવાં, ચામર વીંઝવા, ગાયન ગાવું, નૃત્ય કરવું, આરતી ઉતારવી. મંગળ દીપક કરવા વગેરે અશ્ર પૂજા છે. અને ઉત્તમ સ્તુતિસ્તત્ર કાયાત્સગ પૂર્વક ચૈત્યવંદના કરવી એ ભાવપૂજા છે.
ચાપ
સામગ્રીના ભેદથી પૂજા ત્રણ પ્રકારની મનાય છેઃ ચારિકી, અાપચારિકી અને સર્વોપચારિકી. તેમાં ગંધ પૂર્જા, પુષ્પ પૂજા, દીપ પૂજા, ધૂપ પૂજા, અને અક્ષત પૂજા. એ પંચોપચારિકી કહેવાય છે. જળ પૂજા, ચંદન પૂજા પુષ્પ પૂજા, દીપ પૂજા, ધૂપ પૂજા, ફળ પૂજા, નૈવેદ્ય પૂજા અને અક્ષત પૂજા. અષ્ટાપચારિકી કહેવાય છે અને તેમાં વસ્ત્ર પૂજા, આભૂષણ પૂજા, નાટક પૂજા, ગીત પૂજા, આરતી, મંગલ દીપ વગેરે ઉમેરાય તેા સર્વોપચારિકી કહેવાય છે.
તે સિવાય સત્તર ભેદી, એકવીસ પ્રકારી, ચેાસા પ્રકારી, નવાણુ.. પ્રકારી, એમ વિવિધ પ્રકારની પૂજાએ પ્રસિદ્ધ છે.