________________
૧૩ર
અનેક વિધ પાપકર્મો કરીને દુન્યવી સંપત્તિ કે સત્તા પ્રાપ્ત કરે છે, તે મૃત્યુને સમય નજીક આવતાં ખૂબ ગભરાય છે. તેમાંથી બચવા માટે જાત જાતનાં ફાંફા મારે છે. અને હવે મારે શું થશે ? મારા કુટુંબીઓનું શું થશે ? મેં ઘણી મહેનતે મેળવેલી માલમિલ્કત છોડીને ચાલ્યા જવું પડશે ! વગેરે વિચારોથી હાયવોય કે કલ્પાંત કરે છે. અને એ સ્થિતિમાં દેહ છોડે છે. આવા મરણને જૈન મહર્ષિઓએ બાલમરશું કહ્યું છે. કારણ કે આ બધી ચેષ્ટાઓ બાલચિત છે, અજ્ઞાનજનિત છે. બીજી બાજુ જે મનુષ્ય જિન ભકિતના પ્રભાવે સમ્યકત્વ સંપન્ન છે, અને સદાચારી જીવન જીવી જે કંઇ પ્રાપ્ત થયું તેનાથી સંતોષ માને છે, તેને મૃત્યુ જરાયે ગભરાવી શકતું નથી. તેઓ બરાબર જાણતા હેાય છે કે કહ્યું દિ પવા મૃત્યુ -જે જન્મેલા છે તેને એક દિવસ જરૂર મરવાનું છે. એ વખતે ધનમાલ તથા કુટુંબીજને કોઈ સાથે આવતું નથી, પણ પરલકના ભાતા તરીકે જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય છે તે જ માત્ર સાથે આવે છે. અને એવું પુણ્ય તે તેમણે સારી રીતે પ્રાપ્ત કર્યું હોય છે, એટલે મનમાં કોઈ જાતને ઉગ, ભય કે ખેદ હેત નથી. વળી તેઓ અંત સમય નજીક આવેલ જાણું ભૂલે ચૂકે થઈ ગયેલા પાપની નિંદા-ગઈ કરે છે, સુકૃતની અનુમદના કરે છે, અને અરિહંત, સિદ્ધ, સાધુ તથા સર્વજ્ઞ પ્રણિત ધર્મનું શરણ સ્વીકારી ખૂબ શાંતિ સમાધિ અનુભવે છે. આવા મરણને જૈન મહર્ષિઓએ પંડિત મરણ કે સમાધિમરણ કર્યું છે. કારણ કે તેમાં જ્ઞાનમૂલક ચેષ્ટાઓ છે, અથવા સમાધિની મુખ્યતા છે. મૃત્યુ સમયે મનુષ્યની જેવી મતિ હેય તેવી ગતિ થાય છે. એટલે સમાધિમરણવાળાને દેવ કે મનુષ્ય ગતિની પ્રાપ્તિ થાય છે અને સમાધિભાવ અત્યંત ઉત્કૃષ્ટ હોય તે કર્મક્ષયના પ્રતાપે પંચમ ગતિ એટલે મેક્ષ પણ મળે છે.